android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dhandhuka: નવો રોડ બન્યો અને ખોદકામનું મુહૂર્ત નીકળ્યું !
calendar_today September 10, 2026

Dhandhuka: નવો રોડ બન્યો અને ખોદકામનું મુહૂર્ત નીકળ્યું !

અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરના હાર્દ સમા કોલેજ રોડથી શ્યામઘાટ સ્કૂલ સુધીના માર્ગ પર પાલિકા તંત્ર દ્વારા પાણીની લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વિકાસના કામો જરૂરી છે, પરંતુ એક તરફ્ નવો રોડ બનાવ્યા બાદ થોડા જ સમયમાં ફરી તેનું ખોદકામ કરવામાં આવતા વિકાસના આયોજન સામે સવાલો ઉઠી રહ્યા છે.થોડા મહિનાઓ અગાઉ જ કોલેજ રોડ પર સુંદર માર્ગ બનાવવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ પાણીની લાઇન તેમજ ગટર લાઇન નાખવાની કામગીરી માટે માર્ગની એક સાઇડમાં ખોદકામ કરવામાં આવ્યું છે. પરિણામે છેલ્લા ઘણા દિવસોથી માર્ગની હાલત બિસ્માર બની છે. સતત વાહન વ્યવહાર ધરાવતા આ માર્ગ પર ખોદકામ અને ધૂળ-માટીના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.કોલેજ રોડ પર શાળાઓ અને કોલેજ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ રાહદારીઓની પણ સતત અવરજવર રહે છે. તહેવારોના દિવસોમાં માર્ગ પરથી ઊડતી ધૂળને કારણે આસપાસના દુકાનદારો અને ખાસ કરીને ખાણીપીણીની દુકાનોના સંચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો સવાલ છે કે વિકાસના કામો ચોક્કસ થવા જોઈએ, પરંતુ યોગ્ય આયોજનના અભાવે જનતાને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે તેવા વિકાસકાર્યોનો અર્થ શું? અગાઉ નવો રોડ બનાવ્યા બાદ ફરી ખોદકામ કરવાને બદલે પાણી-ગટર લાઇનની કામગીરી અગાઉથી આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવી હોત તો જાહેર નાણાં અને સમય બંનેનો બચાવ થઈ શક્યો હોત. હવે કામગીરી પૂર્ણ થયા બાદ કોલેજ રોડ ફરી ક્યારે નવો બનશે તે સમય જ બતાવશે, પરંતુ હાલ માર્ગની બિસ્માર સ્થિતિને પગલે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોએ પાલિકા તંત્રને સત્વરે ખોદકામ કરાયેલ માર્ગનું સમારકામ કરીમાર્ગને વાહનચાલકો અને રાહદારીઓ માટે સુગમ બનાવવાની માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ખારીકટ કેનાલમાં પ્રદૂષિત પાણીના નિકાલ મુદ્દે તંત્રને આખરે ફુરસદ મળી
calendar_today September 10, 2026

Ahmedabad: ખારીકટ કેનાલમાં પ્રદૂષિત પાણીના નિકાલ મુદ્દે તંત્રને આખરે ફુરસદ મળી

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણી છોડાતા હોવાના આક્ષેપો વચ્ચે અસલાલી, જેતલપુર, નાઝ અને ગીરમથા સહિતના ગામોના ખેડૂતોની ચિંતા વધી છે. મામલે ધારાસભ્યની સૂચનાથી રોપડા કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ ખાતે તાત્કાલિક બેઠક યોજાઈ હતી.દસ્ક્રોઈ તાલુકામાથી પસાર થતી ખારીકટ કેનાલમાં વારંવાર કેમિકલયુક્ત પાણી છોડવા બાબતે આજે દસ્ક્રોઈ ના રોપડા ખાતે યોજાયેલી બેઠકમાં કેનાલમાં પ્રદૂષિત પાણી છોડવાના મુદ્દે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી તાત્કાલિક પગલાં ભરવા સૂચના અપાઈ હતી. અગાઉ પણ અસલાલી પાછળ નાઝ તરફ્ રાત્રિના સમયે કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. જેના કારણે કેનાલના પાણીનો ઉપયોગ કરતા ખેડૂતોના પાક અને ખેતીની જમીન પર પ્રતિકૂળ અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તાજેતરમાં કેનાલમાં પ્રદૂષણને કારણે માછલીઓ મરી જવાની ફરિયાદો પણ સામે આવી હતી. બેઠકમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈસ્ટ અને સાઉથ ઝોન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેનાલમાં પ્રદૂષિત પાણી છોડવાના સ્ત્ર્રોત શોધી યોગ્ય કાર્યવાહી કરવા તેમજ ખેડૂતોને સિંચાઈ માટે સ્વચ્છ પાણી મળે તે સુનિશ્ચિત કરવા તંત્રને ધારાસભ્ય દ્વારા સૂચના અપાઈ હતી. ખેડૂતોએ પણ પ્રદૂષણ પર કાયમી નિયંત્રણ માટે અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dholka: કિર્તન એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટી મુદ્દે તંત્રની નોટિસ
calendar_today September 10, 2026

Dholka: કિર્તન એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટી મુદ્દે તંત્રની નોટિસ

ધોળકાના કલિકુંડ રોડ પર સરસ્વતી સ્કૂલ પાછળ આવેલા કિર્તન એપાર્ટમેન્ટને લઈને ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ, અમદાવાદ રિજિનલ ફાયર ઓફ્સિ દ્વારા તા. 8મીએ નોટિસ ફ્ટકારવામાં આવી છે. મિલકતની પ્રાથમિક ચકાસણી દરમિયાન ફાયર સેફ્ટી સર્ટિફ્કિેટ લેવામાં આવ્યું ન હોવાનું સામે આવતા તંત્ર દ્વારા નોટિસ અપાઈ છે.તંત્રની નોટિસમાં વધુમાં જણાવ્યા મુજબ, ફાયર સેફ્ટીની જરૂરી વ્યવસ્થા અને પ્રમાણપત્ર વિના મિલકતનો ઉપયોગ જાહેર જનતા માટે જોખમકારક બની શકે છે. જેને પગલે અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ-2013ની કલમ-6ની પેટા કલમ-3 હેઠળની સત્તાનો ઉપયોગ કરી મિલકતના વહીવટકર્તાને જરૂરી કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત નોટિસમાં કીર્તન એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટીના જરૂરી સાધનો લગાવવા તેમજ ફાયર સેફ્ટી સર્ટિફ્કિેટ મેળવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં નિયત સમયમર્યાદામાં જરૂરી પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ-2013, નિયમો-2014 તથા વિનિયમો-2023 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશેની ચીમકી પણ વધુમાં અપાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward