android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BRICS Summit 2026 Delhi Live: ભારત આવી રહ્યા છે જિનપિંગ.. પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા
calendar_today September 12, 2026

BRICS Summit 2026 Delhi Live: ભારત આવી રહ્યા છે જિનપિંગ.. પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા

નવી દિલ્હીમાં બ્રિક્સ (BRICS) સમિટ ૨૦૨૬નું આયોજન થઈ રહ્યું છે, જેના કારણે રાજધાનીમાં વિદેશી મહાનુભાવો એકત્રિત થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સહિત વિશ્વભરના નેતાઓ અહીં આવી પહોંચ્યા છે, અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે ભારત પહોંચવાના છે. વડાપ્રધાન મોદી શી જિનપિંગ તેમજ સમિટમાં ભાગ લઈ રહેલા અન્ય તમામ રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજશે.પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે 5.45 કલાકે મુલાકાતભારતની યજમાનીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે બપોરે 12.25 કલાકે દિલ્હી પહોંચશે. આ મુલાકાત દરમિયાન, શી જિનપિંગ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. આ અગાઉ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને આફ્રિકન દેશ નાઈજીરિયાના અન્ય કેટલાક મહેમાનો પણ ભારત આવી પહોંચ્યા હતા.ભારતના સંબંધો પર ચીનનું નિવેદન ભારતના સંબંધો પર ચીનનું નિવેદન સામે આવ્યું છે. ચીને વાતચીત વધારવા પર જોર આપ્યુ છ. મતભેદ ઉકેલવા પર કામ કરવું પડશે. સંચાર સહયોગ વધારવાનો પ્રયાસ થશે. 

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ભરૂચ અંકલેશ્વરમાં મેઘરાજાની એન્ટ્રી, વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ
calendar_today September 12, 2026

Gujarat Latest News Live: ભરૂચ અંકલેશ્વરમાં મેઘરાજાની એન્ટ્રી, વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat Weather Update: 12 થી 15 સપ્ટેમ્બર સુધી આ જિલ્લામાં થશે ભારેથી અતિભારે વરસાદ, હવામન વિભાગે આપ્યું એલર્ટ
calendar_today September 12, 2026

Gujarat Weather Update: 12 થી 15 સપ્ટેમ્બર સુધી આ જિલ્લામાં થશે ભારેથી અતિભારે વરસાદ, હવામન વિભાગે આપ્યું એલર્ટ

ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં એકસાથે 3 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તેના કારણે લો પ્રેશર સર્જાતાં આગામી 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડી શકે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.12 સપ્ટેમ્બર: 23 જિલ્લાઓમાં યલો એલર્ટ12 સપ્ટેમ્બરથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. 12 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.13 સપ્ટેમ્બર: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની સંભાવનામેઘરાજા 13 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યને આવરી લેશે. આ દિવસે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક હળવાથી ભારે વરસાદ પડી શકે છે. સિસ્ટમ વધુ મજબૂત બનવાને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શક્યતા સેવાઈ રહી છે. 14 સપ્ટેમ્બર: આ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'વરસાદનો સૌથી વધુ જોર 14 સપ્ટેમ્બરના રોજ જોવા મળશે. આ દિવસે ભાવનગર, અમરેલી, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદના પગલે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.15 સપ્ટેમ્બર: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મેઘ મહેર યથાવત રહેશે15 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી જોર જળવાઈ રહેશે. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકામાં વિજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો: Gujarat Latest News Live: તાલાલામાં રૂ. 8 હજારની લાંચ લેતા ઇન્ચાર્જ તલાટી સહિત ત્રણ ઝડપાયા, વાંચો પળેપળેની અપડેટ

Read Full Story arrow_forward