android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News : બગદાણા કેસમાં મોટી કાર્યવાહી, PI ડી.વી. ડાંગર લિવ રિઝર્વમાં મુકાયા, કોળી સમાજનો વિજય
calendar_today January 1, 2026

Bhavnagar News : બગદાણા કેસમાં મોટી કાર્યવાહી, PI ડી.વી. ડાંગર લિવ રિઝર્વમાં મુકાયા, કોળી સમાજનો વિજય

ભાવનગર જિલ્લાના બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલઘીયા પર થયેલા હુમલાના કેસમાં હવે સરકારી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહેલી ઉગ્ર રજૂઆતો અને આંદોલનની ચીમકી બાદ બગદાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) ડી.વી. ડાંગરને તાત્કાલિક અસરથી 'લિવ રિઝર્વ'માં મુકી દેવામાં આવ્યા છે. કોળી સમાજે આક્ષેપ કર્યો હતો કે પોલીસની તપાસમાં પક્ષપાત રાખવામાં આવી રહ્યો છે, જેથી ન્યાયી તપાસ માટે પી.આઈ.ની બદલી અનિવાર્ય હતી.બગદાણા પોલીસ બેડામાં ખળભળાટ ઉલ્લેખનીય છે કે, 29 ડિસેમ્બરે થયેલા આ હુમલામાં 8 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં પીડિતે લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર હુમલો કરાવ્યાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. સમાજના દબાણ અને કથળતી જતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પી.આઈ. વિરુદ્ધ આ પગલું ભર્યું છે. હવે નવા તપાસ અધિકારીની નિમણૂક સાથે આ હાઈ-પ્રોફાઈલ કેસમાં કયા નવા ખુલાસા થાય છે અને જયરાજ આહીર સામે કોઈ નક્કર પુરાવા મળે છે કે કેમ, તેના પર સૌની નજર ટકેલી છે. આ પણ વાંચો : Surendranagar News : ED રેડ કેસમાં મોટી કાર્યવાહી, ચંદ્રસિંહ મોરીના રિમાન્ડ પૂર્ણ, કોર્ટે જેલ હવાલે કરવાનો કર્યો આદેશ

Read Full Story arrow_forward
Gir Somnath News : તાલાલામાં ફરી ધારા ધ્રૂજી, 2.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
calendar_today January 1, 2026

Gir Somnath News : તાલાલામાં ફરી ધારા ધ્રૂજી, 2.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં આજે ફરી એકવાર ધરતી ધ્રૂજવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે 3.59 કલાકે તાલાલા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.6 નોંધાઈ છે. આંચકો હળવો હોવા છતાં, શાંત વાતાવરણમાં અનુભવાયેલા કંપનને કારણે અનેક લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. વહેલી સવારના સમયે આવેલા આ આંચકાને કારણે પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.તાલાલામાં ભૂકંપ ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે 23 કિલોમીટર દૂર નોંધાયું છે. 2.6ની તીવ્રતાનો આંચકો સામાન્ય રીતે હળવો ગણાય છે, જેના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ અને તાલાલા પંથકમાં અવારનવાર નાના આંચકા અનુભવાતા રહે છે, જેની પાછળ સ્થાનિક ફોલ્ટ લાઈન જવાબદાર હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. હાલમાં તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ પણ વાંચો : Bhavnagar News : બગદાણા કેસમાં મોટી કાર્યવાહી, PI ડી.વી. ડાંગર લિવ રિઝર્વમાં મુકાયા, કોળી સમાજનો વિજય

Read Full Story arrow_forward
Bhujમાં તંત્રનું બુલડોઝર ફર્યું: RTO સર્કલ અને ફાયર સ્ટેશન પાસેના ગેરકાયદે દબાણોનો સફાયો
calendar_today January 1, 2026

Bhujમાં તંત્રનું બુલડોઝર ફર્યું: RTO સર્કલ અને ફાયર સ્ટેશન પાસેના ગેરકાયદે દબાણોનો સફાયો

કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં ટ્રાફિક અને જાહેર માર્ગો પર થતી અડચણો દૂર કરવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભુજ નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા RTO સર્કલ અને ફાયર સ્ટેશન આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની મોટી કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ખાસ કરીને ફાયર સ્ટેશનની બિલકુલ સામે આવેલા ગેરકાયદેસર દબાણોને નિશાન બનાવવામાં આવ્યા હતા.દુકાનની બહારના પતરાના શેડ તોડાયાઅનેક દુકાનદારોએ રસ્તા અને ફૂટપાથ પર અતિક્રમણ કરીને જે પતરાના શેડ બનાવ્યા હતા, તેને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ફૂટપાથ પર પથરાયેલા ગેરકાયદે ઓટલા અને અન્ય કાચા-પાકા બાંધકામોનો પણ સફાયો કરવામાં આવ્યો હતો. RTO સર્કલ એ શહેરનો વ્યસ્ત વિસ્તાર હોવાથી ત્યાં દબાણોના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. ફૂટપાથ પરના ગેરકાયદે બાંધકામ તોડાયાફૂટપાથ ખુલ્લી થવાથી રાહદારીઓને ચાલવામાં સરળતા રહેશે અને રોડની પહોળાઈ વધતા વાહનવ્યવહાર વધુ સુગમ બનશે. તંત્રની આ અચાનક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફાળ પડી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે ગેરકાયદે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે જેથી શહેરના સૌંદર્ય અને વ્યવસ્થા જળવાઈ રહે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward