android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BRICSમાં પીએમ મોદીનો પાવર પંચ, કહ્યું- 'અમારો દ્રષ્ટિકોણ સૌને સાથે લઈને ચાલવાનો છે'
calendar_today September 12, 2026

BRICSમાં પીએમ મોદીનો પાવર પંચ, કહ્યું- 'અમારો દ્રષ્ટિકોણ સૌને સાથે લઈને ચાલવાનો છે'

PM Modi: નવી દિલ્હીમાં બ્રિક્સ (BRICS) સમિટ 2026નું આયોજન થઈ રહ્યું છે, જેના કારણે રાજધાનીમાં વિદેશી મહાનુભાવો એકત્રિત થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સહિત વિશ્વભરના નેતાઓ અહીં આવી પહોંચ્યા છે, ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત મંડપમ ખાતે આવી પહોંચ્યા. વડાપ્રધાન મોદીએ BRICS સમિટમાં ભાગ લેનારા નેતાઓનું એક પછી એક વિશેષ રીતે તેમનું સ્વાગત કર્યું.BRICSની થીમ ભારતીય સંસ્કૃતિની ઝલક રજૂ કરે છે. ત્યારે બિક્સ સમિતિમાં પીએમ મોદીએ સંબોધન કર્યું છે.BRICS સહયોગને સામાન્ય લોકો સાથે જોડવા પર વિશેષ ભાર – વડાપ્રધાન મોદીવડાપ્રધાન મોદીએ કહ્યું, "આ પ્રાથમિકતાઓ ઉપરાંત, અમે BRICS સહયોગને સામાન્ય લોકો સાથે જોડવા પર વિશેષ ભાર મૂક્યો છે. આ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને 350થી વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમને લગભગ 30 શહેરોમાં તમારી ટીમોનું સ્વાગત કરવાની તક મળી. ભારતના BRICS અધ્યક્ષપદને સફળ બનાવવામાં તમારા સક્રિય યોગદાન અને સમર્થન બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું." "આપ સૌનું સ્વાગત અને અભિવાદન" – વડાપ્રધાન મોદીવડાપ્રધાન મોદીએ કહ્યું, "ભારતમાં આપ સૌનું સ્વાગત અને અભિવાદન કરતા મને ખૂબ આનંદ થાય છે. BRICS અધ્યક્ષપદ દરમિયાન ભારતનો અભિગમ જન-કેન્દ્રિત રહ્યો છે અને માનવતાને પ્રાથમિકતા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. શક્તિ, નવીનતા, સહયોગ અને ટકાઉપણું એ અમારી પ્રાથમિકતાઓ રહી છે."વડાપ્રધાન મોદીએ "સૌને સાથે લઈને ચાલવાના" દ્રષ્ટિકોણ વિશે વાત કરીવડાપ્રધાન મોદીના અધ્યક્ષસ્થાને BRICS સમિટ શરૂ થઈ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, "ભારતમાં આપનું સ્વાગત છે. અમારો દ્રષ્ટિકોણ સૌને સાથે લઈને ચાલવાનો છે."બ્રિક્સ પ્લેટફોર્મ પરથી બોલતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએન સુરક્ષા પરિષદમાં સુધારા માટે હાકલ કરી છે. તેમણે કહ્યું કે આપણે વૈશ્વિક સુધારા માટે દરખાસ્તો તૈયાર કરવી જોઈએ. પ્રધાનમંત્રી મોદીએ આગામી 20 વર્ષ માટે નવા અને મહત્વાકાંક્ષી લક્ષ્યો સાથેના એજન્ડા પર કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આપણે આપણા પોતાના આંતરિક કાર્યકારી મિકેનિઝમ્સને સંબોધિત કરીને આ પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. જોકે બ્રિક્સનું પ્રમુખપદ વાર્ષિક ધોરણે બદલાય છે, આનાથી આપણા સંસ્થાકીય કામગીરીની ગતિ પર અસર થવી જોઈએ નહીં. હું બ્રિક્સ માટે સાતત્ય અને અમલીકરણ મિકેનિઝમ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂકું છું; આ 'ટ્રોઇકા' સિસ્ટમ દ્વારા તમામ પહેલ અને પરિણામો પર ફોલો-અપ ક્રિયાઓને સરળ બનાવશે. આપણે દરેક નિર્ણય માટે નોડલ પોઈન્ટ, સમયરેખા અને અમલીકરણ સ્થિતિ રેકોર્ડ કરવા માટે એક સુરક્ષિત ડિજિટલ ભંડાર પણ બનાવી શકીએ છીએ.પીએમ મોદી 'નાવિક' ઇમરજન્સી સપોર્ટ નેટવર્ક' બનાવવાનો પ્રસ્તાવ મૂક્યોવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2026ના બ્રિક્સ સમિટમાં 'નાવિક' ઇમરજન્સી સપોર્ટ નેટવર્ક' બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "નાવિક વૈશ્વિક વેપારમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે, છતાં તેમને ઘણીવાર મુશ્કેલ સમયમાં સહાય મળતી નથી. હું પ્રસ્તાવ મૂકું છું કે આપણે 'ઇમરજન્સી સપોર્ટ નેટવર્ક' સ્થાપિત કરીએ. આ નેટવર્ક દરિયાઈ અધિકારીઓને સંબંધિત દેશોના રાજદ્વારી મિશન સાથે જોડશે, જેનાથી ઇમરજન્સીની માહિતી, તબીબી સહાય, કુટુંબની સૂચનાઓ અને સ્થળાંતર સહાયનું આદાનપ્રદાન સરળ બનશે."આ પણ વાંચો: Malaysia ના વડાપ્રધાને એવું તો શું કહ્યું... PM મોદી હસી પડ્યા? Video આવ્યો સામે

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રિન્સ રહીમ આગા ખાન Vની મુલાકાત
calendar_today September 12, 2026

Gujarat Latest News Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રિન્સ રહીમ આગા ખાન Vની મુલાકાત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat Rain Update: જંબુસરમાં એક મહિનાના વિરામ બાદ મેઘરાજાની પધરામણી
calendar_today September 12, 2026

Gujarat Rain Update: જંબુસરમાં એક મહિનાના વિરામ બાદ મેઘરાજાની પધરામણી

Gujarat Rain Update Live: ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, રાજ્યમાં એકસાથે 3 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જે કારણે લો પ્રેશર સર્જાતાં આગામી 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ વચ્ચે આજે ઘણા જિલ્લામાં મેઘરાજાનું આગમન થતા ખેડૂતો તથા સામાન્ય જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.જંબુસરમાં એક મહિનાના વિરામ બાદ મેઘરાજાની પધરામણીભાદરવા મહિનાની શરૂઆત થતાં જ જંબુસર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતાં ચિંતાતુર બન્યા હતા તેવા ખેડૂતોમાં મેઘરાજાના આગમનથી આનંદની લહેર ફરી વળી છે. આજે સવારથી જ જંબુસર શહેર સહિત કોરા, ટુંડજ અને કાવલી જેવા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની ઝરમર શરૂ થઈ ગઈ છે. લાંબા સમયના વિરામ બાદ શરૂ થયેલા વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે અને પાકને નવું જીવનદાન મળવાની આશાથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેરહવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગમાં વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદથી ડાંગ પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.સવારે 6થી 10 વાગ્યા સુધી વરસાદની સ્થિતિઆહવા : 07 મીમીવઘઈ : 00 મીમીસુબીર : 30 મીમીસુબીરમાં સૌથી વધુ 30 મીમી વરસાદ નોંધાયોવડોદરામાં મેઘરાજાની એન્ટ્રી, વાઘોડિયામાં વરસાદ શરૂ થયોવડોદરા જિલ્લાના વાઘોડિયામાં મેઘ મહેર જોવા મળી રહી છે. વાઘોડિયામાં વરસાદની શરૂઆત થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે. વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અસહ્ય બફારા ઉકળાટ થી લોકોને રાહત મળી છે. વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.દાહોદ જિલ્લામાં વરસાદી માહોલદાહોદ શહેર અને ગ્રામ્ય સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. મોડી રાત્રે પવનના સુસવાડા સાથે ધોધમાર વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહ્યો છે. દાહોદ લીમખેડા દેવગઢબારિયા ધાનપુર સહિત વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને લઈને જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદથી પાકને જીવનદાન મળી શકે છે.લીમખેડામાં 4 MM દાહોદમાં 4 MM દેવગઢમાં બારીયા 3 MM ધાનપુરમાં 2 MM  ભરૂચ-અંકલેશ્વરમાં મેઘરાજાની એન્ટ્રી, વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલભરૂચમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે. ભરૂચ અને અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. વરસાદ બાદ લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. લગભગ 35 દિવસ બાદ મેઘરાજાનું આગમન થતા વતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે આજથી 3 દિવસ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયુ વાતાવરણઅમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. આ વચ્ચે પાલડી, જમાલપુર ઝરમર સમાન્ય વરસાદી છાટા પડી રહ્યા છે. અરવલ્લીમાં વાતાવરણમાં પલટો, વહેલી સવારથી જ વરસી રહ્યો છે વરસાદ અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ટીંટોઈ, જીવનપુર, બામણવાડ સહિતના વિસ્તારોમાં પલટો આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાતાવરણ પલટાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. સારો વરસાદ વરસશે તો મગફળી.કપાસના પાકને નવું જીવનદાન મળશે. કેટલાય સમયથી ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં આખરે થઈ મેઘ મહેર, રાત્રિ દરમિયાન ખેતીલાયક વરસાદથી ખેડૂતોને મોટી રાહતનર્મદા જિલ્લામાં લાંબા સમયની આતુરતા બાદ આખરે મેઘરાજાએ મહેર કરી છે. ચોમાસાની સિઝન હોવા છતાં વરસાદ ખેંચાવાના કારણે સ્થાનિક ખેડૂતો ભારે ચિંતા અને કપરી સ્થિતિમાં મુકાયા હતા. દરમિયાન રાત્રિના સમયે જિલ્લામાં, ખાસ કરીને કેવડિયા અને ગરુડેશ્વર વિસ્તારમાં, ધીમી ધારે ખેતીલાયક વરસાદ શરૂ થતાં પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ વરસાદથી સુકાઈ રહેલા પાકને જીવનદાન મળવાની આશા બંધાતા ખેડૂતોને મોટી રાહત મળી છે, સાથે સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં સ્થાનિક લોકોને પણ ગરમી અને ઉકાળામાંથી મુક્તિ મળી છે.આ પણ વાંચો: Gujarat Latest News Live: આજે રાજ્યમાં 22 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, વાંચો દિવસભર પળેપળેની અપડેટ

Read Full Story arrow_forward