android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BRICS સમિટમાં ‘ભારત ઇનોવેટ્સ’નું પ્રદર્શન, નેતાઓ પણ નિહાળશે ભારતની નવી ટેક્નોલોજી
calendar_today September 12, 2026

BRICS સમિટમાં ‘ભારત ઇનોવેટ્સ’નું પ્રદર્શન, નેતાઓ પણ નિહાળશે ભારતની નવી ટેક્નોલોજી

Delhiના ભારત મંડપમમાં શનિવારે સત્તાવાર રીતે BRICS સમિટની શરૂઆત થઈ છે. PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનથી લઈને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના રાષ્ટ્રપતિ સહિત અનેક રાષ્ટ્રાધ્યક્ષોનું સ્વાગત કર્યું. આ દરમિયાન શિક્ષણ અને વિદેશ મંત્રાલયે ભારત મંડપમમાં 11-12 સપ્ટેમ્બરે ‘ભારત ઇનોવેટ્સ એક્સપોઝિશન’ નામથી પ્રદર્શન પણ યોજ્યું છે. તેમાં સ્પેસ, હેલ્થ સહિતના અનેક ક્ષેત્રો સાથે જોડાયેલા 37 ડીપ-ટેક ઇનોવેશન અને તેનાથી જોડાયેલા સ્ટાર્ટઅપ્સને રજૂ કરવામાં આવ્યા છે. તેનો ઉદ્દેશ દેશમાં થતા ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડવાની સાથે રોકાણકારો અને વૈશ્વિક ભાગીદારો મેળવવાનો છે.ફ્રાન્સમાં પણ થઈ હતી ‘ભારત ઇનોવેટ્સ’ની બ્રાન્ડિંગભારતે આ પહેલા ફ્રાન્સના નીસ શહેરમાં 14થી 16 જૂન 2026 દરમિયાન ‘ભારત ઇનોવેટ્સ’ નામથી ડીપ-ટેક ઇનોવેશનની બ્રાન્ડિંગ કરી હતી. ડીપ-ટેક ઇનોવેશનમાં એડવાન્સ્ડ ફ્લોટિંગ સોલર PV પ્લેટફોર્મ, રોબોટિક પ્લેટફોર્મ, AI-એનેબલ્ડ સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ વગેરેનો સમાવેશ થાય છે.BRICS નેતાઓ ‘ભારત ઇનોવેટ્સ’ પ્રદર્શનમાં જશેવડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી અને BRICS પ્રતિનિધિમંડળોના વડાઓ આ પ્રદર્શનમાં આવે તેવી અપેક્ષા છે. BRICS સભ્ય દેશોના વરિષ્ઠ ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, CDO, રોકાણકારો અને બિઝનેસ લીડર્સ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે આ પ્લેટફોર્મથી ભારતીય ડીપ-ટેક ઉદ્યોગો માટે B2B જોડાણ, ટેક્નોલોજી ભાગીદારી, નાણાકીય ચર્ચા, વ્યાવસાયિક સંબંધો અને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચને સરળ બનાવવાની અપેક્ષા છે.શું છે ‘ભારત ઇનોવેટ્સ’?‘ભારત ઇનોવેટ્સ’ શિક્ષણ મંત્રાલયની એક પહેલ છે. તેને ભારતના હાયર એજ્યુકેશન ઇનોવેશન ઇકોસિસ્ટમને વૈશ્વિક હિતધારકો સાથે જોડવા માટે તૈયાર કરવામાં આવી છે. તેમાં સ્ટાર્ટઅપ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, લેબોરેટરી અને રિસર્ચ પાર્ક ઉપરાંત કોર્પોરેટ, રોકાણકારો, યુનિવર્સિટી, સંશોધન સંસ્થાઓ અને સરકારોનો સમાવેશ થાય છે. સંઘર્ષના મૂળ કારણો ઉકેલવા પર ભારઆ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાયેલા 18મા BRICS શિખર સંમેલનમાં ‘નવી દિલ્હી ઘોષણા 2026’ને સર્વસંમતિથી અપનાવવાની જાહેરાત કરી છે. તેમણે શિખર સંમેલનમાં કહ્યું કે કોઈપણ સભ્યે કોઈ વાંધો ઉઠાવ્યો નથી અને ‘નવી દિલ્હી ઘોષણા 2026’ને સર્વસંમતિથી અપનાવવામાં આવી છે. રોઇટર્સ અનુસાર, સંયુક્ત ઘોષણાપત્રમાં સંઘર્ષને રોકવાના પ્રયાસો ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં સંઘર્ષના મૂળ કારણો ઉકેલવાનો પણ સમાવેશ થાય છે. ઘોષણાપત્રમાં BRICS દેશોએ વાતચીત, પરામર્શ અને કૂટનીતિ દ્વારા આંતરરાષ્ટ્રીય વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ માટેની પોતાની પ્રતિબદ્ધતાને ફરીથી વ્યક્ત કરી છે.આ પણ વાંચો: PM મોદીની ઇથોપિયા-મલેશિયા સાથે મોટી બેઠક, ડિફેન્સથી સેમિકન્ડક્ટર સુધી ચર્ચા

Read Full Story arrow_forward
BRICS Summit 2026 Delhi: BRICSની સૌથી દમદાર તસવીર.. જુઓ 3 દેશની મહાશક્તિ એકસાથે
calendar_today September 12, 2026

BRICS Summit 2026 Delhi: BRICSની સૌથી દમદાર તસવીર.. જુઓ 3 દેશની મહાશક્તિ એકસાથે

દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ (BRICS) સમિટમાંથી વિશ્વને મહત્વપૂર્ણ સંદેશ આપતી તસવીરો સામે આવી છે. વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા. નેતાઓ વચ્ચે ટૂંકી વાતચીત થઈ અને તેઓ સ્મિત સાથે આગળ વધ્યા.એક સ્ટેજ પર દેશના દિગ્ગજો પુતિન, શી જિનપિંગ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે એક જ મંચ પર વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિએ બ્રિક્સ સમિટને વિશેષ મહત્વપૂર્ણ બનાવી છે. આ સમિટ એવા સમયે યોજાઈ રહી છે જ્યારે વિશ્વ રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન તથા અમેરિકા વચ્ચેના સંઘર્ષ જેવા મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે. આવા વાતાવરણમાં, બ્રિક્સ મંચ ભારતને વિવિધ સત્તા-કેન્દ્રો સાથે સંવાદ જાળવી રાખવાની તક પૂરી પાડે છે. ભારતની વિદેશ નીતિચીન અને રશિયા બંને બ્રિક્સને પશ્ચિમી દેશોના નેતૃત્વ હેઠળના વૈશ્વિક માળખાની બહાર સહયોગ વધારવા માટેના એક મહત્વપૂર્ણ મંચ તરીકે જુએ છે. જોકે ભારતનું વલણ કંઈક અલગ છે.  રશિયા અને ઈરાન સાથે સંબંધો જાળવી રાખવાની સાથે સાથે, નવી દિલ્હી અમેરિકા અને યુરોપ સાથે પણ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારી રહ્યું છે. આ સંતુલન જ ભારતની વિદેશ નીતિને આ તબક્કે વિશિષ્ટ બનાવે છે.ભારત સંવાદ માટે ખુલ્લા માર્ગો દર્શાવે છેનવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ સમિટનું સૌથી નોંધપાત્ર પાસું એ છે કે ભિન્ન રાજકીય વલણ ધરાવતા દેશો એક જ મંચ પર સંવાદ કરી રહ્યા છે. આ મંચ દ્વારા ભારત વેપાર, ઊર્જા સુરક્ષા, રોકાણ, ટેક્નોલોજી અને વૈશ્વિક વિકાસ જેવા મુદ્દાઓ પર સહયોગ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની બેઠક દરમિયાન, બંને દેશોએ વેપાર, સંરક્ષણ, ઊર્જા, અવકાશ અને મહત્વપૂર્ણ ખનિજો સહિતના ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી હતી. બંને પક્ષોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 100 અબજ ડોલર સુધી પહોંચાડવાના પ્રયાસો ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો. શી જિનપિંગની ભારત મુલાકાત પણ અત્યંત મહત્વપૂર્ણ છે. 2020ના સરહદી વિવાદ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ રહ્યો છે. આ સંદર્ભમાં, શી જિનપિંગની ભારત મુલાકાત અને મોદી સાથેની સંભવિત વાતચીતને સંબંધોને સ્થિર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવે છે. ઈરાન અંગે ભારતનું સંતુલિત વલણપશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે મસૂદ પેઝેશ્કિયનની ઉપસ્થિતિ વિશેષ મહત્વ ધરાવે છે. ભારત ઈરાન સાથેના તેના સંબંધોને ઊર્જા, વેપાર અને ચાબહાર બંદર જેવા વ્યૂહાત્મક મુદ્દાઓના પરિપ્રેક્ષ્યમાં જુએ છે. ઈરાન સાથે સંબંધો જાળવી રાખવા ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે ચાબહાર બંદર અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવા માટે એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર પૂરું પાડે છે.પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઊર્જા પુરવઠા અને દરિયાઈ વેપારની સુરક્ષા ભારત માટે ચિંતાનો મુખ્ય વિષય છે. ભારતનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રના તમામ મુખ્ય દેશો જેમાં ઈરાનનો પણ સમાવેશ થાય છે. આ સાથે સંવાદના માર્ગો ખુલ્લા રાખવાનો અને પોતાને કોઈ એક જૂથની રાજનીતિ પૂરતું સીમિત ન રાખવાનો છે.પાકિસ્તાનને BRICSની સદસ્યતા મેળવવાનો પ્રયાસપાકિસ્તાન પણ લાંબા સમયથી BRICSની સદસ્યતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેણે 2023માં આ જૂથમાં જોડાવા માટે અરજી કરી હતી. અહેવાલો સૂચવે છે કે તે ચીન અને રશિયા પાસેથી સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે જોકે, BRICSમાં નવા સભ્યનો સમાવેશ કરવા માટે વર્તમાન સભ્યો વચ્ચે સર્વસંમતિ હોવી જરૂરી છે. સદસ્યતા મેળવવાના પાકિસ્તાનના માર્ગમાં ભારતનો વિરોધ એક મુખ્ય અવરોધ માનવામાં આવે છે.આર્થિક અને રાજદ્વારી એમ બંને દ્રષ્ટિકોણથી પાકિસ્તાન માટે BRICSની સદસ્યતા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જૂથના વિસ્તરણ બાદ તેનો વૈશ્વિક પ્રભાવ નોંધપાત્ર રીતે વધ્યો છે. જોકે, એવું કહેવું અયોગ્ય ગણાશે કે પાકિસ્તાનની સદસ્યતા અંગેનો અંતિમ નિર્ણય માત્ર ભારત જ લે છે, કારણ કે BRICSનું વિસ્તરણ તમામ સભ્યોના સામૂહિક નિર્ણયો પર આધારિત છે.અમેરિકા માટે BRICS શા માટે મહત્વપૂર્ણ છે?વોશિંગ્ટન ઈરાન અંગે ખૂબ જ કડક નીતિ ધરાવે છે. હાલમાં અમેરિકામાં રશિયા અને ઈરાન પર પ્રતિબંધો અંગેના પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. તેમાં રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર વધારાની ટેરિફ (આયાત જકાત) લાદવાની શક્યતાનો પણ સમાવેશ થાય છે. ભારત જેવા દેશો પર આવા પગલાંની સંભવિત આર્થિક અસર અંગે પણ ચર્ચા થઈ છે. આવા વાતાવરણમાં, BRICSમાં ભારતની સક્રિય ભાગીદારી એ દર્શાવે છે કે નવી દિલ્હી પોતાની વિદેશ નીતિને કોઈ એક સત્તા જૂથ પૂરતું સીમિત રાખવા માંગતું નથી. અમેરિકા સાથે વ્યૂહાત્મક સહયોગને આગળ વધારવાની સાથે સાથે, ભારત રશિયા, ઈરાન અને ચીન સાથે પણ આવશ્યક સંવાદ જાળવી રાખવા માંગે છે. BRICS ભારત માટે એક મુખ્ય રાજદ્વારી મંચ તરીકે ઉભરી આવ્યું છે.વર્ષ 2026માં ભારતની અધ્યક્ષતામાં યોજાનારી BRICS સમિટ માત્ર નેતાઓની બેઠક કરતાં વિશેષ છે. તે ભારત માટે તેના રાજદ્વારી કદ અને 'ગ્લોબલ સાઉથ' (વિકાસશીલ દેશોના સમૂહ)માં તેની ભૂમિકાને મજબૂત કરવાની એક મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે. ભારતની અધ્યક્ષતા "સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહયોગ અને ટકાઉપણું માટે નિર્માણ" (Building for Resilience, Innovation, Cooperation, and Sustainability) પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વેપાર, રોકાણ, ઊર્જા સુરક્ષા, ટેકનોલોજી, પુરવઠા શૃંખલા અને વિકાસ જેવા મુદ્દાઓ પર સહયોગ વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બ્રિક્સ (BRICS)માં હવે ૧૧ સભ્ય દેશોનો સમાવેશ થાય છે અને આ જૂથ વિશ્વની લગભગ અડધી વસ્તી તથા વૈશ્વિક જીડીપી (GDP)ના આશરે ૪૦ ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે.

Read Full Story arrow_forward
રશિયા-યુક્રેન યુદ્ધમાં મોટા એંધાણથી લઈ iPhone 18 પ્રો સુધી, જાણો આજના 10 મોટા સમાચાર
calendar_today September 12, 2026

રશિયા-યુક્રેન યુદ્ધમાં મોટા એંધાણથી લઈ iPhone 18 પ્રો સુધી, જાણો આજના 10 મોટા સમાચાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   1.Russia-Ukraine War: ઝેલેન્સ્કી પુતિનને મળવા તૈયાર, G20 સમિટમાં થઈ શકે બંનેની મુલાકાત2.Gir Somnath: શ્રાવણમાં સોમનાથ તીર્થે દર્શનાર્થીઓનો નવો કીર્તિમાન, 22.61 લાખથી વધુ ભક્તોએ કર્યા મહાદેવના દર્શન3.Sandesh Digital Explainer : ગુજરાતમાં હવે 24 કલાક ધંધો કરી શકાશે, સ્વ-ઘોષણાથી ઓનલાઇન મંજૂરી, જાણો કાયદામાં શું થયો ફેરફાર4.Surat: ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે ઈ-સ્ટેમ્પના નામે રૂ. 76.44 લાખની ઠગાઈ કરનાર પતિ-પત્નીની ધરપકડ5.અમારા સૈન્ય મથક પર થયેલા હુમલા પાછળ ચીનનો હાથ! BRICS વચ્ચે અમેરિકાનો ગંભીર આરોપ6.IND vs AFG T20I : પ્રથમ મેચમાં વરસાદનું વિઘ્ન? દિલ્હીમાં કેવું રહેશે હવામાન!7.Banaskantha: પાલનપુરના દલવાડામાં સામાજિક તકરારમાં નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા8.Lata Mangeshkarના આઇકોનિક ગીતની અમેરિકન સિંગરે કરી કોપી, થયો હતો 4000 કરોડનો ઐતિહાસિક કેસ!9.Rain Alert: આ રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, જાણો ક્યાં પડશે ધોધમાર વરસાદ10.IPhone 18 Pro: iPhone 18 Pro અને Pro Maxનું બુકિંગ શરૂ! કિંમત, ઓફર અને ફીચર્સ જાણીને રહી જશો દંગ

Read Full Story arrow_forward