android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live:  ગુજરાતના 24 જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ; મેઘરાજા મુશળધાર વરસે તેવી શક્યતા
calendar_today September 12, 2026

Gujarat Latest News Live: ગુજરાતના 24 જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ; મેઘરાજા મુશળધાર વરસે તેવી શક્યતા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’
calendar_today September 12, 2026

Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

સુરત શહેરમાં પતિ-પત્નીના પવિત્ર સંબંધોને શર્મસાર કરતી હોવાનો આક્ષેપ ધરાવતો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ઉત્રાણ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ સામે કપલ સ્વેપિંગ જેવી અનૈતિક પ્રવૃત્તિ માટે દબાણ કરવાનો, વિરોધ કરતાં મારઝૂડ કરવાનો અને માનસિક-શારીરિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો છે. પરિણીતાની ફરિયાદના આધારે કતારગામ પોલીસે પતિ સહિત કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.લગ્નના થોડા સમય બાદ પતિની કથિત વિકૃત માનસિકતા સામે આવીફરિયાદમાં જણાવ્યા મુજબ, પરિણીતા વર્ષ 2017માં લગ્ન કરીને સાસરે ગઈ હતી. લગ્નજીવન દરમિયાન દંપતીને એક પુત્ર પણ છે. શરૂઆતમાં સામાન્ય લાગતું લગ્નજીવન સમય જતાં વિવાદોમાં ઘેરાવા લાગ્યું હોવાનો આક્ષેપ છે. પરિણીતાના જણાવ્યા મુજબ, લગ્નના થોડા સમય બાદ જ પતિના અન્ય મહિલાઓ સાથેના કથિત અનૈતિક સંબંધોની જાણ થવા લાગી હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.પતિના કેટલાક વીડિયો જોવા મળ્યાપરિણીતાનો આક્ષેપ છે કે, પતિના કેટલાક વીડિયો અને અન્ય બાબતો સામે આવ્યા બાદ તેણે પતિને આ પ્રકારના સંબંધોનો વિરોધ કર્યો હતો. પરંતુ પતિએ પોતાની વર્તણૂકમાં સુધારો લાવવાને બદલે પત્ની પર જ દબાણ કરવાનું શરૂ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.કપલ સ્વેપિંગ માટે દબાણફરિયાદનો સૌથી ગંભીર મુદ્દો કપલ સ્વેપિંગ માટે કરવામાં આવેલા કથિત દબાણને લગતો છે. પરિણીતાના જણાવ્યા મુજબ, પતિએ તેને અન્ય દંપતી સાથે અનૈતિક સંબંધો બાંધવા અને કપલ સ્વેપિંગમાં સામેલ થવા માટે ઓફર કરી હતી. પરિણીતાએ આ માગણીનો સ્પષ્ટ વિરોધ કર્યો હતો અને આવી કોઈપણ પ્રવૃત્તિમાં જોડાવાનો ઈનકાર કર્યો હતો. આ ઈનકાર પતિને પસંદ ન પડ્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ, પતિ અને પરિવારના અન્ય સભ્યો દ્વારા પરિણીતાને માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી. વિરોધ વધતાં તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. પરિવાર પાસે મદદ માગી, પરંતુ સાંત્વનાના બદલે સમર્થન મળ્યુંપતિની કથિત હરકતો અંગે પરિણીતા દ્વારા સાસુ-સસરા, દિયર અને દેરાણીને જાણ કરવામાં આવી હતી. સામાન્ય રીતે આવી ગંભીર ફરિયાદ સામે પરિવારજનો ભોગ બનનાર મહિલાની પડખે ઊભા રહે અને તેને સુરક્ષા આપે તેવી અપેક્ષા હોય છે. જોકે, ફરિયાદમાં પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, તેને સહકાર મળવાને બદલે પતિની તરફેણ કરવામાં આવી હતી.દેરાણીએ કહ્યું, આ તો આજકાલ કોમન છેપરિણીતાના જણાવ્યા મુજબ, દેરાણીએ પતિના વર્તનને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો અને આધુનિક સમયમાં આવી પાર્ટીઓ તથા વાઈફ સ્વેપિંગ જેવી બાબતો સામાન્ય હોવાની વાત કરી હતી. આ કથિત નિવેદનથી પરિણીતા વધુ દુઃખી અને આઘાતમાં મુકાઈ હોવાનો આક્ષેપ છે. કોઈપણ સંબંધમાં આધુનિકતા કે વ્યક્તિગત પસંદગીના નામે બીજા વ્યક્તિની સંમતિને અવગણવી યોગ્ય ગણાય નહીં.વિરોધ કરતાં મારઝૂડ અને ઘરમાંથી કાઢી મુકીપરિણીતાએ પતિની માગણીઓ સામે વશ ન થઈને સતત વિરોધ કર્યો હતો. ફરિયાદ મુજબ, આ વિરોધના કારણે ઘરમાં ઝઘડા વધ્યા અને તેને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવ્યો. એક તબક્કે પરિવારજનો દ્વારા મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.આખરે પોલીસનો સંપર્ક કર્યો પરિણીતા લાંબા સમયથી આ ત્રાસ સહન કરતી રહી હતી. ફરિયાદમાં આશરે દોઢ વર્ષ સુધી માનસિક અને શારીરિક ત્રાસ સહન કર્યા બાદ આખરે પોલીસનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે. આ સમગ્ર ઘટનાક્રમમાં એક મહિલાએ પોતાના લગ્નજીવનમાં સન્માન, સુરક્ષા અને પોતાની ઈચ્છા મુજબ જીવવાના અધિકાર માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે, તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.કતારગામ પોલીસે પાંચ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરીસતામણીથી કંટાળેલી પરિણીતાએ અંતે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પતિ અને દેરાણી સહિત કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ફરિયાદમાં કરાયેલા આક્ષેપો, મારઝૂડની ઘટનાઓ, પરિવારજનોની ભૂમિકા અને અન્ય સંબંધિત બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.બે કે તેથી વધુ દંપતી વચ્ચે પરસ્પર સંમતિથી જીવનસાથીની અદલાબદલીકપલ સ્વેપીંગ (Couple Swapping) એટલે બે કે તેથી વધુ દંપતી વચ્ચે પરસ્પર સંમતિથી જીવનસાથીની અદલાબદલી કરીને શારીરિક સંબંધો બાંધવાની પ્રથા. આ પ્રકારના સંબંધોમાં સામેલ થવા માટે તમામ પુખ્ત વ્યક્તિઓની સ્પષ્ટ અને સ્વૈચ્છિક સંમતિ જરૂરી હોય છે. કોઈ વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ તેને આવા સંબંધો માટે દબાણ કરવું કે મજબૂર કરવું એ ગંભીર બાબત છે. આ પણ વાંચો   :   Sandesh Digital Explainer : મકાન માલિક હવે 3 મહિનાનું ભાડુ એડવાન્સ લઇ શકશે, જાણો, તમારા મનમાં છે તે બધા સવાલોના જવાબ  આ પણ વાંચો    :  Sandesh Digital Explainer : ગુજરાતમાં હવે 24 કલાક ધંધો કરી શકાશે, સ્વ-ઘોષણાથી ઓનલાઇન મંજૂરી, જાણો કાયદામાં શું થયો ફેરફાર

Read Full Story arrow_forward
Mehsana: ONGC માં નોકરી મેળવવા નકલી ઓ-ફોર્મ બનાવવાનું કૌભાંડ; રાજ યાદવે બનાવ્યા હતા બોગસ સિક્કા
calendar_today September 12, 2026

Mehsana: ONGC માં નોકરી મેળવવા નકલી ઓ-ફોર્મ બનાવવાનું કૌભાંડ; રાજ યાદવે બનાવ્યા હતા બોગસ સિક્કા

મહેસાણા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનના નકલી સહી અને સિક્કા બનાવીને બોગસ મેડિકલ સર્ટિફિકેટ ઊભા કરવાના સનસનાટીભર્યા મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કૌભાંડનો પર્દાફાશ થતાં જ ધરપકડથી બચવા માટે મુખ્ય આરોપી રમેશભાઈ કચરાભાઈ ચૌધરીએ મહેસાણા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે.મહેસાણા સિવિલ સર્જનના નકલી સિક્કા કૌભાંડપોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, હેબૂવા ગામના નટવરસિંહ ડાભી નામના શખ્સે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) માં નોકરી મેળવવા માટે જરૂરી નકલી 'ઓ-ફોર્મ' (મેડિકલ ફિટનેસ ફોર્મ) મેળવવા માટે રમેશભાઈ કચરાભાઈ ચૌધરીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રમેશ ચૌધરીએ આ ગેરકાયદે કામ રાજ રમેશભાઈ યાદવને સોંપ્યું હતું. રાજ યાદવે મહેસાણા સિવિલ સર્જનના નકલી સિક્કા બનાવી, બોગસ સહીઓ કરી તથા બનાવટી રેકોર્ડ ઊભો કરીને ફોર્મ રમેશ ચૌધરીને સોંપ્યું હતું.આરોપી રમેશ ચૌધરીની આગોતરા જામીન અરજી ફગાવીઆગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે વિદ્વાન સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ કોર્ટ સમક્ષ આકરી દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ એક ગંભીર અને સુઆયોજિત આર્થિક તથા બનાવટી દસ્તાવેજોનું કૌભાંડ છે. આરોપી રમેશ ચૌધરીએ ભૂતકાળમાં અન્ય કેટલા લોકોને આ રીતે સિવિલના નકલી સહી-સિક્કા કરીને બોગસ ફોર્મ કે સર્ટિફિકેટ બનાવી આપ્યા છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવી અત્યંત જરૂરી છે. આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ (ધરપકડ) અનિવાર્ય છે.નકલી ફોર્મ બન્યા તેની તપાસ માટે ધરપકડ જરૂરી ગણાવીમહેસાણાના નામદાર સેશન્સ જજ આર.બી. ઇટાલીયાએ સરકારી વકીલ પરેશકુમાર કે. દવેની દલીલો અને પોલીસ તપાસના કાગળોને ગ્રાહ્ય રાખ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે ગુનાની ગંભીરતા અને તપાસના હિતને ધ્યાનમાં રાખીને આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં. સેશન્સ કોર્ટે રમેશભાઈ કચરાભાઈ ચૌધરીની આગોતરા જામીન અરજી ફગાવી દેતાં હવે મહેસાણા પોલીસ દ્વારા તેની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.આ પણ વાંચો: Surat: વરાછામાં માતા-પિતા કામ પર ગયા ને ધોરણ 5 માં ભણતી 11 વર્ષની દીકરીએ ઘરમાં ગળેફાંસો ખાધો

Read Full Story arrow_forward