android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BRICS Summit 2026 Delhi Live:   ભારત મંડપમમાં યોજાયેલા ગાલા ડિનરમાં PM મોદી, પુતિન સહિત વૈશ્વિક નેતાઓની ઉપસ્થિતિ
calendar_today September 12, 2026

BRICS Summit 2026 Delhi Live: ભારત મંડપમમાં યોજાયેલા ગાલા ડિનરમાં PM મોદી, પુતિન સહિત વૈશ્વિક નેતાઓની ઉપસ્થિતિ

નવી દિલ્હીમાં બ્રિક્સ (BRICS) સમિટ 2026નું આયોજન થઈ રહ્યું છે, જેના કારણે રાજધાનીમાં વિદેશી મહાનુભાવો એકત્રિત થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સહિત વિશ્વભરના નેતાઓ અહીં આવી પહોંચ્યા છે, અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે ભારત આવી ગયા છે. વડાપ્રધાન મોદી શી જિનપિંગ તેમજ સમિટમાં ભાગ લઈ રહેલા અન્ય તમામ રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજશે. ભારત મંડપમમાં PM મોદી, પુતિન સહિત વૈશ્વિક નેતાઓની ઉપસ્થિતિવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે વૈશ્વિક નેતાઓ અને પ્રતિનિધિઓ માટે ગાલા ડિનરનું આયોજન કર્યું છે. આ પ્રસંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત વિવિધ દેશોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. BRICS સમિટ દરમિયાન યોજાયેલા આ ડિનરમાં નેતાઓ વચ્ચે અનૌપચારિક મુલાકાત અને ચર્ચા થઈ રહી છે.   ભારત-ઈરાનના સંબંધો હજારો વર્ષ જૂના : રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ભારત સાથેના સંબંધોને હજારો વર્ષ જૂના ગણાવ્યા છે. તેમણે કહ્યું કે ચાબહાર બંદર મારફતે દુનિયા ફરી જોડાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સતત વાતચીત થઈ રહી છે. ઈરાન પર દુશ્મન હુમલો કરી રહ્યો છે, જ્યારે તેમનો દેશ માત્ર બચાવ કરી રહ્યો હોવાનો દાવો પણ તેમણે કર્યો.BRICS દેશોની ભાગીદારી વધુ મજબૂત બનશે : PM મોદીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પરની પોસ્ટમાં જણાવ્યું કે તેમણે દિલ્હીમાં BRICSના અન્ય નેતાઓ સાથે વડનું વૃક્ષ વાવ્યું. તેમણે તેને BRICSની ઊંડી જડો, વધતી શક્તિ અને સહિયારા ભવિષ્ય માટેની એકતાનું પ્રતીક ગણાવ્યું. મોદીએ આશા વ્યક્ત કરી કે આવનારા સમયમાં BRICS દેશોની ભાગીદારી વધુ મજબૂત બનતી રહેશે.   ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો ભારત મંડપમ પહોંચ્યાઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વૈશ્વિક નેતાઓ અને પ્રતિનિધિઓ માટે આયોજિત ગાલા ડિનરમાં ભાગ લેવા ભારત મંડપમ પહોંચ્યા છે. BRICS સમિટ 2026 દરમિયાન યોજાયેલા આ ડિનરમાં વિવિધ દેશોના નેતાઓની ઉપસ્થિતિ રહેશે.   અનેક રાજ્યોના CM અને કેન્દ્રીય મંત્રીઓ ગાલા ડિનર માટે ભારત મંડપમ રવાનાBRICS સમિટ 2026 અંતર્ગત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ એક જ બસમાં સાથે બેસીને ભારત મંડપમ માટે રવાના થયા છે. અહીં તેઓ BRICS ગાલા ડિનરમાં ભાગ લેશે. આ દરમિયાન નેતાઓ વચ્ચે અનૌપચારિક મુલાકાત અને ચર્ચા થવાની પણ શક્યતા છે.પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચેની બેઠક પૂર્ણવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની દ્વિપક્ષીય બેઠક પૂર્ણ થઈ છે. બંને નેતાઓ વચ્ચે આશરે 50 મિનિટ સુધી મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. બેઠકમાં ભારત-ચીન સંબંધો સહિત વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાની શક્યતા છે.ઝેલેન્સ્કી સાથે વાતચીત માટે મોસ્કો તૈયાર, પેસ્કોવનું નિવેદનયુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના નિવેદન બાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના મુખ્ય પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પ્રતિક્રિયા આપી છે. પેસ્કોવે જણાવ્યું કે મોસ્કો ઝેલેન્સ્કી સાથે વાતચીત કરવા તૈયાર છે અને તેઓ કોઈપણ સમયે મોસ્કોની મુલાકાત લઈ શકે છે. ભારત સાથે મળીને કામ કરવાની શી જિનપિંગની અપીલચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારત અને ચીનને સાથે મળીને BRICS દેશો વચ્ચે વધુ સારા સહયોગને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે. રોયટર્સના અહેવાલ મુજબ, શીએ બંને દેશો એકબીજાની વિશેષતાઓમાંથી શીખીને સહિયારો વિકાસ હાંસલ કરી શકે તેમ જણાવ્યું છે. ચીન ભારત સાથેના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જુએ છે.   બ્રિક્સમાં શી જિનપિંગની પ્રતિક્રિયાશી જિનપિંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે વિશ્વ શાંતિ પર ચીનનું ફોકસ છે, વૈશ્વિક શાંતિ માટે સાથે મળીને કામ કરવું જોઇએ. આ સિવાય શી જિનપિંગે કહ્યું કે, પીએમ મોદીને 21 વાર મળી ચૂક્યો છું. ભારત અને ચીનના સંબંધ મજબૂત બનશે.  પીએમ મોદીએ જિનપિંગનો આભાર વ્યક્ત કર્યોપીએમ મોદીએ બેઠકમાં કહ્યું કે, ભારત આવવા બદલ શી જિનપિંગનો આભાર વ્યક્ત કર્યો છે. તેમજ જણાવ્યું છે કે, UNSC માં સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે ભારતની બ્રિક્સ અધ્યક્ષતા દરમિયાન ચીન દ્વારા આપવામાં આવેલા સમર્થન અને સહકાર બદલ રાષ્ટ્રપતિ શીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે આ બેઠક દ્વિપક્ષીય સહકાર અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પૂરી પાડે છે. વડાપ્રધાન મોદીએ ફરી એકવાર ભારતમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગનું સ્વાગત કર્યું. બ્રિક્સ સમિતમાં પીએમ મોદી અને જિનપિંગની બેઠક શરૂભારત મંડપમમાં  પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે ભારત મંડપમમાં દ્વિપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે. પેઝેશ્કિયાને UAEના ક્રાઉન પ્રિન્સ સાથે કરી મુલાકાતઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને બ્રિક્સ સમિટમાં યુએઈના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી અને અનેક મુદ્દાઓ પર ચર્ચા પણ કરી છે. ગાઝામાં યુદ્ધવિરામ જાળવી રાખવા હાકલBRICS દેશોએ તમામ પક્ષોને ગાઝામાં યુદ્ધવિરામ જાળવી રાખવા અને માનવીય સહાય માટે સંપૂર્ણ તથા અવરોધમુક્ત પહોંચ સુનિશ્ચિત કરવા હાકલ કરી છે. ઓક્ટોબર 2025ના યુદ્ધવિરામ કરાર છતાં ચાલુ રહેલી હિંસા અંગે BRICSએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત જૂથે ગાઝામાંથી પેલેસ્ટિનિયનોના બળજબરીપૂર્વક વિસ્થાપન સાથે સંકળાયેલી નીતિઓનો વિરોધ કર્યો છે. પીએમ મોદીએ કર્યુ ફોટો શૂટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિક્સ (BRICS) દેશોના નેતાઓ 'ફેમિલી ફોટો' (સામૂહિક તસવીર) માટે પોઝ આપતા જોવા મળ્યા. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત તમામ દિગ્ગજોએ એક એક છોડ વાવ્યો.  એક તરફી ટેરિફ પર વ્યક્ત કરી ચિંતાબ્રિક્સ નવી દિલ્હી ઘોષણામાં, સભ્ય દેશોએ યુદ્ધ અને સંઘર્ષ અટકાવવા, સંવાદ અને રાજદ્વારી દ્વારા આંતરરાષ્ટ્રીય વિવાદોનું નિરાકરણ લાવવા અને વૈશ્વિક મુદ્દાઓ પર તમામ દેશોના દ્રષ્ટિકોણનો આદર કરવા પર ભાર મૂક્યો હતો. ઘોષણામાં એકપક્ષીય ટેરિફ અને નોન-ટેરિફ પગલાં અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, તેમને WTO નિયમોની વિરુદ્ધ ગણાવ્યા હતા. મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવામાં ભૂમિકા ભજવવા શી જિનપિંગની અપીલ રોઇટર્સના અહેવાલ મુજબ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આજે (12 સપ્ટેમ્બર) નવી દિલ્હીમાં સભ્ય દેશોની સમિટને સંબોધિત કરતી વખતે બ્રિક્સ (BRICS) જૂથને મધ્ય પૂર્વના સંઘર્ષમાં શાંતિ સ્થાપવા માટે ભૂમિકા ભજવવાનું આહ્વાન કર્યું હતું.શી જિનપિંગે જણાવ્યું હતું કે ચીન આ દિશામાં અન્ય બ્રિક્સ સભ્યો સાથે મળીને કામ કરશે, કારણ કે આ યુદ્ધ "આંતરરાષ્ટ્રીય સમુદાયના સહિયારા હિતોને અનુરૂપ નથી." તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે ચીન આવતા વર્ષે બ્રિક્સનું પ્રમુખપદ સંભાળશે અને 19મી બ્રિક્સ સમિટનું યજમાનપદ કરશે. BRICS ઘોષણાપત્રમાં પહેલગામ હુમલાની નિંદાBRICS ઘોષણાપત્રમાં તમામ દેશોએ પહેલગામ હુમલાની નિંદા કરી. તેમણે આતંકવાદ પ્રત્યે 'શૂન્ય-સહિષ્ણુતા' (zero-tolerance)ના અભિગમ પર ભાર મૂક્યો અને આતંકવાદને કોઈપણ ધર્મ કે રાષ્ટ્રીયતા સાથે જોડવાનો વિરોધ કર્યો. BRICS Summit 2026: ગુજરાતના મુખ્યમંત્રી પહોંચશે દિલ્હી, ડિનરમાં આપશે હાજરીરાજધાની દિલ્હીમાં આયોજિત 'બ્રિક્સ સમિટ' નિમિત્તે મહત્વના રાજકીય અને કૂટનીતિક કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આ ભવ્ય આયોજનના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી આજે સાંજે 4 વાગ્યા પછી દિલ્હી પહોંચશે. દિલ્હી આગમન બાદ તેઓ સમિટ અંતર્ગત આયોજિત ખાસ સત્તાવાર કાર્યક્રમો અને બેઠકોમાં સહભાગી થશે વૈશ્વિક સુધારા માટે દિશા નક્કી કરવી પડશે- પીએમ મોદી BRICS સમિટ 2026 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે BRICSને મજબૂત કરવાની સાથે સાથે, આપણે વૈશ્વિક સુધારા માટેની દિશા પણ નક્કી કરવી પડશે. વૈશ્વિક શાસનનું વર્તમાન માળખું પિરામિડ જેવું છે. સત્તા અને નિર્ણય લેવાની પ્રક્રિયા ટોચ પર કેન્દ્રિત છે, જ્યારે નીચેના સ્તરોમાં એવા દેશોનો સમાવેશ થાય છે જેઓ આ નિર્ણયોથી પ્રભાવિત તો થાય છે, પરંતુ તેને ઘડવામાં કોઈ ભૂમિકા ભજવી શકતા નથી.. BRICSએ વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી- પીએમ મોદી આજે, બ્રિક્સ (BRICS) પણ 'પરિપક્વતા'ના તબક્કે પહોંચ્યું છે. છેલ્લા બે દાયકાઓમાં, બ્રિક્સે વૈશ્વિક મંચ પર પોતાની એક આગવી ઓળખ સ્થાપિત કરી છે. અમે એકબીજાના દ્રષ્ટિકોણનો આદર કરીએ છીએ અને સર્વસંમતિ દ્વારા આગળ વધીએ છીએ. અમે કોઈનો વિરોધ કરીને નહીં, પરંતુ સૌને સાથે લઈને આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ. હવે સમય આવી ગયો છે કે આપણે બ્રિક્સમાં રહેલી આપણી એકતા અને સર્વસંમતિને વૈશ્વિક મંચ પર નક્કર પરિણામોમાં પરિવર્તિત કરીએ. નવા અને મહત્વકાંક્ષી એજન્ડા પર કામ કરવાની જરૂર- પીએમ મોદી આપણે આગામી 20 વર્ષ માટે એક નવા અને મહત્વાકાંક્ષી એજન્ડા પર કામ કરવાની જરૂર છે. આપણે આ પ્રક્રિયા આપણી પોતાની આંતરિક કાર્ય પ્રણાલીઓથી શરૂ કરવી જોઈએ. જ્યારે BRICS પ્રમુખપદ વાર્ષિક ધોરણે ફરતું રહે છે, ત્યારે આનાથી આપણી સંસ્થાકીય ગતિમાં ખલેલ ન પહોંચવી જોઈએ. હું BRICS સાતત્ય અને અમલીકરણ પદ્ધતિની સ્થાપનાનો પ્રસ્તાવ મૂકું છું. આ 'ટ્રોઇકા' વ્યવસ્થા દ્વારા તમામ પહેલ અને પરિણામોનું ફોલો-અપ સક્ષમ બનાવશે. આપણે દરેક નિર્ણય સાથે સંકળાયેલા નોડલ પોઈન્ટ, સમયમર્યાદા અને અમલીકરણ સ્થિતિને રેકોર્ડ કરવા માટે એક સુરક્ષિત ડિજિટલ ભંડાર પણ બનાવી શકીએ છીએ."અમે કોઇની વિરોધમાં નથી- પીએમ મોદી આજથી બ્રિક્સ સમિટની ઔપચારિક શરૂઆત થઇ. પીએમ મોદી સહિત દિગ્ગજો ભારત મંડપમ પહોંચ્યા. પીએમ મોદીએ તમામનું સ્વાગત કર્યુ. આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે આગામી 20 વર્ષ મહત્વકાંક્ષી એજન્ડા પર કામ કરીશું.  અમે કોઇની વિરુદ્ધ નથી સૌની સાથે જ છીએ.   જિનપિંગ પહોંચ્યા ભારત મંડપમ દિલ્હી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS સમિટ 2026ના સ્થળ - ભારત મંડપમ ખાતે પહોંચ્યા. પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યુ ઇથોપિયાના પીએમ પહોંચ્યા ભારત મંડપમ ઇથોપિયાના વડાપ્રધાન અબી અહેમદ અલી BRICS સમિટ 2026ના સ્થળ 'ભારત મંડપમ' ખાતે આવી પહોંચ્યા. અબુધાબીના પ્રિન્સ ભારત મંડપમ પહોંચ્યા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન BRICS સમિટ 2026ના સ્થળ 'ભારત મંડપમ' ખાતે આવી પહોંચ્યા. બ્રાઝિલના વિદેશ મંત્રી ભારત મંડપમ પહોંચ્યાબ્રાઝિલના વિદેશ મંત્રી માઉરો વિએરા BRICS સમિટ 2026ના સ્થળ - ભારત મંડપમ ખાતે પહોંચ્યા. ભારત મંડપમ પહોંચ્યા પીએમ મોદી પીએમ મોદી ભારત મંડપમ પહોંચ્યા છે. 2.30 કલાકે બ્રિક્સ સમિટની શરૂઆત થવાની છે.  પહેલુ સેશન યોજાશે. વિદેશ મંત્રી એસ જયશંકર સહિત ટીમ સાથે પીએમ મોદી ભારત મંડપમ પહોંચી ગયા છે.  ચીની વિદેશ મંત્રાલયનું નિવેદનબ્રિક્સ સમિટમાં પહોંચ્યા બાદ ચીની વિદેશ મંત્રાલ્યનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, બન્ને દેશ વચ્ચે વાતચીત અને સંવાદ વધે, ચીને કહ્યું કે ભારત સાથે સંબંધ સુધારવા માગે છે. અન્વર ઈબ્રાહિમે વડાપ્રધાન મોદીના વખાણ કર્યામલેશિયાના વડાપ્રધાન અન્વર ઈબ્રાહિમે તેમની દ્વિપક્ષીય વાતચીતની શરૂઆતમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાના વખાણ કર્યા. તેમણે કહ્યું, "વડાપ્રધાન મોદી ખૂબ જ લોકપ્રિય છે. જુઓ મને કેટલા મેસેજ મળી રહ્યા છે.પેઝેશ્કિયનની દીકરી બ્રિક્સ બજારમાં કળા અને સંસ્કૃતિનો અનુભવ કર્યોઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનની પુત્રી ઝહરા પેઝેશ્કિયન અને તેમના પતિ હસન મજીદીએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી સાથે નવી દિલ્હીમાં આયોજિત 'બ્રિક્સ બજાર'ની મુલાકાત લીધી હતી. તેમણે ભારતીય પેવેલિયન સહિત બ્રિક્સના સભ્ય અને ભાગીદાર દેશોના પેવેલિયનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમને વિવિધ સહભાગી દેશોની કળા, હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળી હતી. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાતઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.કીર્તિ વર્ધન સિંહે કર્યું સ્વાગતશી જિનપિંગનો કાફલો ભારત મંડપમ માટે રવાના થયો. કેન્દ્રીય મંત્રી કીર્તિ વર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું.પાલમ એરપોર્ટ પર જિનપિંગનું કરાયું સ્વાગત પાલમ એરપોર્ટ પર શી જિનપિંગનું સ્વાગત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે તેમનું સ્વાગત કર્યુ છે. સાંજે 5.45 કલાકે તેઓ પીએમ મોદી સાથે દ્વીપક્ષીયય વાતો કરશે.  દિલ્હીમાં લેન્ડ થયુ શી જિનપિંગનું વિમાનચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવી પહોંચ્યા છે. દિલ્હીમાં તેમનું પ્લેન લેન્ડ થયુ છે.  7 વર્ષ બાદ તેઓ ભારત આવ્યા છે. ભારત મંડપમમાં દુનિયાના દિગ્ગજો આવી રહ્યા છે. ત્યારે શી જિનપિંગ પણ હવે ટૂંક સમયમાં જોડાશે.  અબુધાબીના ક્રાઉન પ્રિન્સને મળ્યા પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS સમિટ 2026 દરમિયાન અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. મલેશિયાના પીએમને મળ્યા પીએમ મોદી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS સમિટ 2026 દરમિયાન હૈદરાબાદ હાઉસ ખાતે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. ઇથોપિયાના પીએમ સાથે પીએમ મોદીની બેઠક હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને ઇથોપિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન અબી અહેમદ વચ્ચે ચર્ચા થઈ રહી છે.  રામાફોસાની અદાણી સાથે મુલાકાતBRICS સમિટમાં ભાગ લેવા ભારત આવેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ શનિવારે દિલ્હીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મુલાકાતનો વીડિયો જાહેર કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ મુલાકાત 18મી BRICS સમિટ દરમિયાન યોજાયેલા 'સાઉથ આફ્રિકા બિઝનેસ ડાયલોગ'નો એક ભાગ હતી. તેનો ઉદ્દેશ્ય દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેના વેપાર અને રોકાણના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. દિલ્હી પોલીસે જાહેર કરી ટ્રાફિક એડવાઇઝરી દિલ્હીમાં યોજાઈ રહેલી 18મી BRICS સમિટને લઈને દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને શનિવારે સવારે 9:30 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી લ્યુટિયન્સ દિલ્હી, ભારત મંડપમ અને આસપાસના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રિત અને ડાયવર્ટ કરવામાં આવશે. દિલ્હી પોલીસના ટ્રાફિક એડવાઇઝરી મેપમાં સેન્ટ્રલ દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં નિયંત્રિત રસ્તાઓ, પ્રતિબંધિત વિસ્તારો, વૈકલ્પિક માર્ગો અને ડાયવર્જન પોઈન્ટ્સ દર્શાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે તૈયાર કરી મીડિયા કીટમાં શું શું ? BRICS INDIA 2026 બિહારના દેશી 'સત્તુ'થી લઈને કોરાપુટની પહાડીઓમાં ઉગાડવામાં આવતી કોફી અને ગુજરાતની ઝીણવટભરી હસ્તકલા સુધીની ભારતની સમૃદ્ધ ખાદ્ય-પરંપરાઓ, સ્થાનિક ઉત્પાદનો અને કારીગરી કૌશલ્યોને દિલ્હીમાં યોજાનારી 18મી બ્રિક્સ (BRICS) સમિટમાં ઉચ્ચ સ્તરીય રાજદ્વારી પ્રવૃત્તિઓની સાથે સ્થાન મળી રહ્યું છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા તૈયાર કરવામાં આવેલી મીડિયા કિટ છે. જે 12-13 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ સમિટ પૂર્વે ભારત અને વિશ્વભરના પત્રકારોને ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતાનો પરિચય કરાવે છે. પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે 5.45 કલાકે મુલાકાતભારતની યજમાનીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે બપોરે 12.25 કલાકે દિલ્હી પહોંચશે. આ મુલાકાત દરમિયાન, શી જિનપિંગ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. આ અગાઉ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને આફ્રિકન દેશ નાઈજીરિયાના અન્ય કેટલાક મહેમાનો પણ ભારત આવી પહોંચ્યા હતા. ભારતના સંબંધો પર ચીનનું નિવેદન ભારતના સંબંધો પર ચીનનું નિવેદન સામે આવ્યું છે. ચીને વાતચીત વધારવા પર જોર આપ્યુ છ. મતભેદ ઉકેલવા પર કામ કરવું પડશે. સંચાર સહયોગ વધારવાનો પ્રયાસ થશે. 

Read Full Story arrow_forward
BRICS Summit 2026: પેઝેશ્કિયાનની રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત, ભારત-ઈરાન મિત્રતા પર થઈ ચર્ચા
calendar_today September 12, 2026

BRICS Summit 2026: પેઝેશ્કિયાનની રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત, ભારત-ઈરાન મિત્રતા પર થઈ ચર્ચા

BRICS Summit 2026: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ ઈરાન અને ભારત વચ્ચેની મિત્રતાના જૂના સંબંધો પર ચર્ચા કરી. તેમાં બંને દેશો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધોનો પણ સમાવેશ થાય છે.ઈરાન અને ભારત વચ્ચેના જૂના સંબંધો પર ચર્ચાBRICS શિખર સંમેલન દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુને મળનારા તેઓ એકમાત્ર નેતા રહ્યા. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ ક્ષેત્રમાં કાયમી શાંતિના પ્રયાસો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી અને કહ્યું કે સંઘર્ષોનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા જ લાવવો જોઈએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવ સતત વધી રહ્યો છે. ભારતની પોતાની પ્રથમ મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનું સ્વાગત કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતની BRICS અધ્યક્ષતા દરમિયાન ઈરાન તરફથી મળેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. પીએમ મોદીની પેઝેશ્કિયાન સાથે મુલાકાતવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે ભારત અને ઈરાને બંને દેશોના હિતમાં લાંબા ગાળાની વ્યૂહરચના સાથે આગળ વધવું જોઈએ. નવી દિલ્હીમાં 18મા BRICS શિખર સંમેલન દરમિયાન પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત બાદ આ વાત કહી હતી. પીએમ મોદીએ કહ્યું કે પેઝેશ્કિયાનની ભારત મુલાકાત ખાસ છે, કારણ કે તેઓ પહેલીવાર ભારત આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આ મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી હતીપશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચાબંને નેતાઓએ ભારત-ઈરાન મિત્રતા અને પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત કાયમી શાંતિ માટે પોતાની પ્રતિબદ્ધતા પર અડગ છે. વાતચીત દરમિયાન પીએમ મોદીએ દરિયાઈ અવરજવર અને વેપારની સ્વતંત્રતા જાળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે દરિયામાં કામ કરતા નાવિકોની સુરક્ષા અને તેમના કલ્યાણની પણ વાત કરી હતી.ભારત-ઈરાન સંબંધો પર ચર્ચાપીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ઈરાનની મિત્રતાને વધુ મજબૂત બનાવવા બંને દેશોએ લાંબા ગાળાની અને બંને માટે ફાયદાકારક વ્યૂહરચના સાથે આગળ વધવું જોઈએ. બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ દરિયાઈ અવરજવર અને વેપારની સ્વતંત્રતા જાળવવા તેમજ નાવિકોની સુરક્ષા પર ભાર મૂક્યો. બે અઠવાડિયાથી ઓછા સમયમાં બંને નેતાઓની આ બીજી મુલાકાત હતી. આ દરમિયાન પીએમ મોદીએ પડકારજનક સ્થિતિ વચ્ચે BRICSની બેઠકોમાં સતત અને ઉચ્ચ સ્તરીય ભાગીદારી બદલ ઈરાનનો આભાર પણ માન્યો.બે અઠવાડિયામાં બીજી મુલાકાતપીએમ મોદી અને પેઝેશ્કિયાનની બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં આ બીજી મુલાકાત હતી. આ પહેલા બંને નેતાઓ 31 ઓગસ્ટે બિશ્કેકમાં યોજાયેલા SCO શિખર સંમેલન દરમિયાન મળ્યા હતા. બંને નેતાઓએ ભારત-ઈરાન સંબંધોના વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પડકારજનક પરિસ્થિતિ વચ્ચે BRICS સાથે જોડાયેલી બેઠકોમાં સતત અને ઉચ્ચ સ્તરીય ભાગીદારી બદલ ઈરાનનો આભાર માન્યો હતો.આ પણ વાંચો: BRICS સમિટમાં ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનું મોટું નિવેદન, પરમાણુ હુમલા સામે કરી મોટી માંગ

Read Full Story arrow_forward
BRICS Summit 2026: “મતભેદો વિવાદ ન બનવા જોઈએ”, મોદી-શી જિનપિંગની મુલાકાતમાં PMનો મોટો સંદેશ
calendar_today September 12, 2026

BRICS Summit 2026: “મતભેદો વિવાદ ન બનવા જોઈએ”, મોદી-શી જિનપિંગની મુલાકાતમાં PMનો મોટો સંદેશ

12 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલા બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ઓગસ્ટ 2025માં તિયાનજિનમાં થયેલી છેલ્લી મુલાકાત બાદ ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી સતત પ્રગતિનું સ્વાગત કર્યું.મતભેદો વિવાદમાં ન બદલાય તેવો ભારમોદી અને શી જિનપિંગે બંને દેશોના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જોવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. વડાપ્રધાને પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતના ત્રણ સિદ્ધાંતોનું પાલન કરવાની વાત કરી હતી.સરહદે શાંતિ અને સ્થિરતા જરૂરીવડાપ્રધાન મોદીએ જણાવ્યું કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા ભારત-ચીન સંબંધોના સતત વિકાસ માટે મહત્વપૂર્ણ આધાર છે. બંને પક્ષોએ સરહદ સંબંધિત હાલના કરારો અને સમજૂતીઓનું પાલન કરવાની જરૂરિયાત વ્યક્ત કરી. સાથે જ સરહદ વિવાદના નિષ્પક્ષ, યોગ્ય અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ માટે પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી.વેપાર અસંતુલન અને સપ્લાય ચેન પર ચર્ચાબંને નેતાઓએ સાંસ્કૃતિક આદાન-પ્રદાન, વ્યાપારી સંબંધો અને લોકોની અવરજવર વધારવા પર ભાર મૂક્યો. આર્થિક અને વેપારી સંબંધોમાં રહેલા માળખાકીય અસંતુલન, સપ્લાય ચેન તથા બજાર સુધીની સરળ અને અનુમાનિત પહોંચ જેવા મુદ્દાઓ ઉકેલવાની જરૂરિયાત પર પણ ચર્ચા થઈ.બ્રિક્સમાં ભારતની ભૂમિકાની પ્રશંસાવડાપ્રધાન મોદીએ ભારતની બ્રિક્સ અધ્યક્ષતાને ચીનના સમર્થન અને 2026ના બ્રિક્સ શિખર સંમેલનની સફળતામાં તેના યોગદાનની પ્રશંસા કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતની અધ્યક્ષતા દરમિયાન 8 મહિનામાં 350થી વધુ બેઠકો યોજાઈ હતી.ન્યૂ દિલ્હી ડિક્લેરેશનને મંજૂરીબ્રિક્સ બેઠક દરમિયાન ભારત દ્વારા રજૂ કરાયેલા ન્યૂ દિલ્હી ડિક્લેરેશનને તમામ સભ્ય દેશોએ સ્વીકાર્યું હોવાનું જણાવાયું છે. તેને ભારતની મોટી કૂટનિતીક સફળતા તરીકે જોવામાં આવી રહી છે. નેતાઓએ સંયુક્ત રાષ્ટ્રમાં વ્યાપક સુધારા, વિકાસશીલ દેશોની વધુ ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખામાં સુધારાનું સમર્થન પુનરાવર્તિત કર્યું.સ્થાનિક કરન્સીમાં વેપાર સેટલમેન્ટ પર ભારબ્રિક્સમાં સ્થાનિક ચલણમાં વેપાર સેટલમેન્ટ અંગેની ચર્ચા નવી નથી. વિદેશ મંત્રાલય મુજબ, સ્થાનિક કરન્સી સેટલમેન્ટથી ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટાડવામાં મદદ મળી શકે છે અને તે વૈશ્વિક પેમેન્ટ તથા સેટલમેન્ટ સિસ્ટમના પૂરક તરીકે ઉપયોગી બની શકે છે.  આ પણ વાંચો :  Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward