android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BRICS Summit 2026: પેઝેશ્કિયાનની રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત, ભારત-ઈરાન મિત્રતા પર થઈ ચર્ચા
calendar_today September 12, 2026

BRICS Summit 2026: પેઝેશ્કિયાનની રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત, ભારત-ઈરાન મિત્રતા પર થઈ ચર્ચા

BRICS Summit 2026: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ ઈરાન અને ભારત વચ્ચેની મિત્રતાના જૂના સંબંધો પર ચર્ચા કરી. તેમાં બંને દેશો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધોનો પણ સમાવેશ થાય છે.ઈરાન અને ભારત વચ્ચેના જૂના સંબંધો પર ચર્ચાBRICS શિખર સંમેલન દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુને મળનારા તેઓ એકમાત્ર નેતા રહ્યા. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ ક્ષેત્રમાં કાયમી શાંતિના પ્રયાસો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી અને કહ્યું કે સંઘર્ષોનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા જ લાવવો જોઈએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવ સતત વધી રહ્યો છે. ભારતની પોતાની પ્રથમ મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનું સ્વાગત કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતની BRICS અધ્યક્ષતા દરમિયાન ઈરાન તરફથી મળેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. પીએમ મોદીની પેઝેશ્કિયાન સાથે મુલાકાતવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે ભારત અને ઈરાને બંને દેશોના હિતમાં લાંબા ગાળાની વ્યૂહરચના સાથે આગળ વધવું જોઈએ. નવી દિલ્હીમાં 18મા BRICS શિખર સંમેલન દરમિયાન પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત બાદ આ વાત કહી હતી. પીએમ મોદીએ કહ્યું કે પેઝેશ્કિયાનની ભારત મુલાકાત ખાસ છે, કારણ કે તેઓ પહેલીવાર ભારત આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આ મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી હતીપશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચાબંને નેતાઓએ ભારત-ઈરાન મિત્રતા અને પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત કાયમી શાંતિ માટે પોતાની પ્રતિબદ્ધતા પર અડગ છે. વાતચીત દરમિયાન પીએમ મોદીએ દરિયાઈ અવરજવર અને વેપારની સ્વતંત્રતા જાળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે દરિયામાં કામ કરતા નાવિકોની સુરક્ષા અને તેમના કલ્યાણની પણ વાત કરી હતી.ભારત-ઈરાન સંબંધો પર ચર્ચાપીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ઈરાનની મિત્રતાને વધુ મજબૂત બનાવવા બંને દેશોએ લાંબા ગાળાની અને બંને માટે ફાયદાકારક વ્યૂહરચના સાથે આગળ વધવું જોઈએ. બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ દરિયાઈ અવરજવર અને વેપારની સ્વતંત્રતા જાળવવા તેમજ નાવિકોની સુરક્ષા પર ભાર મૂક્યો. બે અઠવાડિયાથી ઓછા સમયમાં બંને નેતાઓની આ બીજી મુલાકાત હતી. આ દરમિયાન પીએમ મોદીએ પડકારજનક સ્થિતિ વચ્ચે BRICSની બેઠકોમાં સતત અને ઉચ્ચ સ્તરીય ભાગીદારી બદલ ઈરાનનો આભાર પણ માન્યો.બે અઠવાડિયામાં બીજી મુલાકાતપીએમ મોદી અને પેઝેશ્કિયાનની બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં આ બીજી મુલાકાત હતી. આ પહેલા બંને નેતાઓ 31 ઓગસ્ટે બિશ્કેકમાં યોજાયેલા SCO શિખર સંમેલન દરમિયાન મળ્યા હતા. બંને નેતાઓએ ભારત-ઈરાન સંબંધોના વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પડકારજનક પરિસ્થિતિ વચ્ચે BRICS સાથે જોડાયેલી બેઠકોમાં સતત અને ઉચ્ચ સ્તરીય ભાગીદારી બદલ ઈરાનનો આભાર માન્યો હતો.આ પણ વાંચો: BRICS સમિટમાં ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનું મોટું નિવેદન, પરમાણુ હુમલા સામે કરી મોટી માંગ

Read Full Story arrow_forward
BRICS Summit 2026: “મતભેદો વિવાદ ન બનવા જોઈએ”, મોદી-શી જિનપિંગની મુલાકાતમાં PMનો મોટો સંદેશ
calendar_today September 12, 2026

BRICS Summit 2026: “મતભેદો વિવાદ ન બનવા જોઈએ”, મોદી-શી જિનપિંગની મુલાકાતમાં PMનો મોટો સંદેશ

12 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલા બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ઓગસ્ટ 2025માં તિયાનજિનમાં થયેલી છેલ્લી મુલાકાત બાદ ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી સતત પ્રગતિનું સ્વાગત કર્યું.મતભેદો વિવાદમાં ન બદલાય તેવો ભારમોદી અને શી જિનપિંગે બંને દેશોના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જોવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. વડાપ્રધાને પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતના ત્રણ સિદ્ધાંતોનું પાલન કરવાની વાત કરી હતી.સરહદે શાંતિ અને સ્થિરતા જરૂરીવડાપ્રધાન મોદીએ જણાવ્યું કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા ભારત-ચીન સંબંધોના સતત વિકાસ માટે મહત્વપૂર્ણ આધાર છે. બંને પક્ષોએ સરહદ સંબંધિત હાલના કરારો અને સમજૂતીઓનું પાલન કરવાની જરૂરિયાત વ્યક્ત કરી. સાથે જ સરહદ વિવાદના નિષ્પક્ષ, યોગ્ય અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ માટે પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી.વેપાર અસંતુલન અને સપ્લાય ચેન પર ચર્ચાબંને નેતાઓએ સાંસ્કૃતિક આદાન-પ્રદાન, વ્યાપારી સંબંધો અને લોકોની અવરજવર વધારવા પર ભાર મૂક્યો. આર્થિક અને વેપારી સંબંધોમાં રહેલા માળખાકીય અસંતુલન, સપ્લાય ચેન તથા બજાર સુધીની સરળ અને અનુમાનિત પહોંચ જેવા મુદ્દાઓ ઉકેલવાની જરૂરિયાત પર પણ ચર્ચા થઈ.બ્રિક્સમાં ભારતની ભૂમિકાની પ્રશંસાવડાપ્રધાન મોદીએ ભારતની બ્રિક્સ અધ્યક્ષતાને ચીનના સમર્થન અને 2026ના બ્રિક્સ શિખર સંમેલનની સફળતામાં તેના યોગદાનની પ્રશંસા કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતની અધ્યક્ષતા દરમિયાન 8 મહિનામાં 350થી વધુ બેઠકો યોજાઈ હતી.ન્યૂ દિલ્હી ડિક્લેરેશનને મંજૂરીબ્રિક્સ બેઠક દરમિયાન ભારત દ્વારા રજૂ કરાયેલા ન્યૂ દિલ્હી ડિક્લેરેશનને તમામ સભ્ય દેશોએ સ્વીકાર્યું હોવાનું જણાવાયું છે. તેને ભારતની મોટી કૂટનિતીક સફળતા તરીકે જોવામાં આવી રહી છે. નેતાઓએ સંયુક્ત રાષ્ટ્રમાં વ્યાપક સુધારા, વિકાસશીલ દેશોની વધુ ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખામાં સુધારાનું સમર્થન પુનરાવર્તિત કર્યું.સ્થાનિક કરન્સીમાં વેપાર સેટલમેન્ટ પર ભારબ્રિક્સમાં સ્થાનિક ચલણમાં વેપાર સેટલમેન્ટ અંગેની ચર્ચા નવી નથી. વિદેશ મંત્રાલય મુજબ, સ્થાનિક કરન્સી સેટલમેન્ટથી ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટાડવામાં મદદ મળી શકે છે અને તે વૈશ્વિક પેમેન્ટ તથા સેટલમેન્ટ સિસ્ટમના પૂરક તરીકે ઉપયોગી બની શકે છે.  આ પણ વાંચો :  Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward
ગુજરાતમાં વરસાદના રેડ એલર્ટથી લઈને BRICS મંચ પરથી આતંકવાદીઓને ચેતવણી,ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ 8 PIની બદલી
calendar_today September 12, 2026

ગુજરાતમાં વરસાદના રેડ એલર્ટથી લઈને BRICS મંચ પરથી આતંકવાદીઓને ચેતવણી,ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ 8 PIની બદલી

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો1.Ahmedabad: રાજ્યના 9 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, સૌરાષ્ટ્ર-કચ્છ હજુ પણ વધુ સારા વરસાદની રાહમાં2.Mehsana: લગ્ન નોંધણી કાયદામાં સુધારા મુદ્દે SPG આક્રમક; લાલજી પટેલે સરકારના વચનને ગણાવ્યું "લોલીપોપ"3.PAKVsENG : પાકિસ્તાનની હારની હેટ્રિક, ઇંગ્લેન્ડે 3-0થી સિરીઝ પર જમાવ્યો કબજો4.BRICS સમિટમાં ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનું મોટું નિવેદન, પરમાણુ હુમલા સામે કરી મોટી માંગ5.Mehsana: ONGC માં નોકરી મેળવવા નકલી ઓ-ફોર્મ બનાવવાનું કૌભાંડ; રાજ યાદવે બનાવ્યા હતા બોગસ સિક્કા6.Surat: વરાછામાં માતા-પિતા કામ પર ગયા ને ધોરણ 5 માં ભણતી 11 વર્ષની દીકરીએ ઘરમાં ગળેફાંસો ખાધો7.WCPLમાં ભારતીય ખેલાડીનો જલવો જોવા મળશે, આ ટીમ સાથે થયો મોટો કરાર8.Pahalgam હુમલો એક ગુનાહિત કૃત્ય, આતંક વિરુદ્ધ મળીને લડીશું; BRICS મંચ પરથી આતંકીઓને ચેતવણી9.Bhavnagar : લઠ્ઠાકાંડ બાદ પોલીસમાં મોટો ફેરફાર, 8 પી.આઈ.ની બદલીથી તંત્રમાં ખળભળાટ10.Vadodara જિલ્લાના શિનોર, વાઘોડિયા અને ડેસરમાં મેઘરાજાની મહેર, અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદ...

Read Full Story arrow_forward