android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha: ઈડરમા પ્રસૂતાની 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ, માતા અને શિશુનો જીવ બચાવ્યો
calendar_today January 1, 2026

Sabarkantha: ઈડરમા પ્રસૂતાની 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ, માતા અને શિશુનો જીવ બચાવ્યો

કહેવાય છે કે ‘સેવા એ જ પરમો ધર્મ’ અને આ ઉક્તિને ફરી એકવાર સાર્થક કરી બતાવી છે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ૧૦૮ની ટીમે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં ૧૦૮ની ટીમે સમયસૂચકતા અને કુશળતા દાખવી રસ્તામાં જ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો છે. ૧૦૮ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ ઇડર તાલુકાના રૂદરડી ગામના રહેવાસી અલકાબેન ગમારને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા પરિવાર દ્વારા તાત્કાલિક ૧૦૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો. સંદેશ મળતાની સાથે જ ૧૦૮ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.૧૦૮ એમ્બ્યુલન્સના EMT પંકજ પરમાર અને પાયલોટ શિવરામ સુતરિયા દર્દીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં જ પ્રસૂતિની પીડા અસહ્ય બની ગઈ હતી.સ્થિતિની ગંભીરતાને સમજીને,૧૦૮ની ટીમે એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો. ૧૦૮ ખરેખર નવજીવનનો પર્યાય સાબિત થઈ છે ૧૦૮માં ઉપલબ્ધ આધુનિક સાધનસામગ્રીની મદદથી અને ERCP ડોક્ટરની સલાહ મુજબ સલામત રીતે પ્રસૂતિ કરાવવામાં આવી હતી. અલકાબેને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. પ્રાથમિક સારવાર આપ્યા બાદ માતા અને બાળક બંનેને વધુ સારવાર અર્થે જનરલ હોસ્પિટલ ઇડર ખાતે લઈ જવામાં આવ્યા હતા. સમયસર મળેલી આ મદદથી શૈલેષભાઈ અને તેમના પરિવારે ૧૦૮ની સેવાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે,જો આજે ૧૦૮ની ટીમ સમયસર ન પહોંચી હોત અને કુશળતા ન દાખવી હોત તો મુશ્કેલી વધી શકી હોત. ૧૦૮ ખરેખર નવજીવનનો પર્યાય સાબિત થઈ છે. આ પણ વાંચોઃ Ahmedabad:શેરબજારમાં રોકાણના નામે ફ્રોડમાં EDની કાર્યવાહી, ગોલ્ડ અને સિલ્વર સહિત રોકડ જપ્ત કરાઈ

Read Full Story arrow_forward
Mehsanaમાં ઉત્તરાયણ પૂર્વે સુરક્ષા અભિયાન: CM ભૂપેન્દ્ર પટેલે ટુ-વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવી વાહનચાલકોને સુરક્ષિત કર્યા
calendar_today January 1, 2026

Mehsanaમાં ઉત્તરાયણ પૂર્વે સુરક્ષા અભિયાન: CM ભૂપેન્દ્ર પટેલે ટુ-વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવી વાહનચાલકોને સુરક્ષિત કર્યા

ઉત્તરાયણના પર્વમાં પતંગની દોરીથી વાહનચાલકોના ગળા કપાવવાની જીવલેણ ઘટનાઓ બનતી હોય છે. આ જોખમને ટાળવા માટે મહેસાણામાં રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા એક વિશેષ 'સેફ્ટી ગાર્ડ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ પ્રેરણાદાયી અભિયાનમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી અને પોતે ટુ-વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવીને નાગરિકોની સુરક્ષાનો સંદેશ આપ્યો હતો.ઉત્તરાયણમાં સેફટી ગાર્ડ લગાવવાના અભિયાનમાં જોડાયારાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન વાહનચાલકોના બચાવ માટે આ ઝુંબેશ ચલાવે છે. આ અભિયાન હેઠળ ટુ-વ્હીલર પર આગળના ભાગે લોખંડના સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવે છે, જે પતંગની કાતલ દોરીને વાહનચાલકના ગળા સુધી પહોંચતી અટકાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં જાતે ટુ-વ્હીલર પર સેફ્ટી ગાર્ડ ઇન્સ્ટોલ કરીને આ સુરક્ષા અભિયાનને વેગ આપ્યો હતો. તેમણે આ તકે જણાવ્યું હતું કે, તહેવારનો આનંદ ત્યારે જ જળવાય જ્યારે આપણે સાવચેતી રાખીએ. અભિયાન થકી વાહનચાલકને દોરીથી બચાવવાનો પ્રયાસસાંસદ દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ અનેક લોકોના જીવ બચાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ અભિયાન દ્વારા મહેસાણાના સેંકડો વાહનચાલકોને નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ પૂરા પાડવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ પણ આ સુરક્ષા કવચને આવકાર્યું છે, જેથી ઉત્તરાયણના દિવસે રસ્તા પર અવરજવર કરતા સમયે અકસ્માતનો ભય ઓછો રહે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad એરપોર્ટ પર DRIનો મોટો સપાટો: રૂ.8 કરોડનો હાઈબ્રિડ ગાંજો જપ્ત
calendar_today January 1, 2026

Ahmedabad એરપોર્ટ પર DRIનો મોટો સપાટો: રૂ.8 કરોડનો હાઈબ્રિડ ગાંજો જપ્ત

ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ને મોટી સફળતા મળી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર DRI અને કસ્ટમ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી એક મુસાફર પાસેથી અંદાજે રૂ.8 કરોડની કિંમતનો હાઈબ્રિડ ગાંજો (કેનાબીસ) ઝડપી પાડ્યો છે. આ મુસાફર થાઈલેન્ડના બેંગકોકથી ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. તેની શંકાસ્પદ હિલચાલને આધારે અધિકારીઓએ તેને અટકાવીને સઘન તપાસ હાથ ધરી હતી.8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફર ઝડપાયોજ્યારે તેના બેગેજનું સ્કેનિંગ અને તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી પ્રોફેશનલી વેક્યુમ સીલ કરેલા 6 પેકેટ્સ મળી આવ્યા હતા. આ પેકેટ્સ ખોલીને તપાસતા તેમાંથી 7.71 કિલોગ્રામ હાઈગ્રેડ કેનાબીસ (ગાંજો) મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે 8 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. કસ્ટમ અધિકારીઓએ ગાંજો જપ્ત કરી તપાસ હાથ ધરીહાઈબ્રિડ ગાંજો સામાન્ય ગાંજા કરતા વધુ નશીલો અને મોંઘો હોય છે, જેની વિદેશોમાં મોટી માંગ હોય છે. કસ્ટમ અધિકારીઓએ હાલ તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને મુસાફરની ધરપકડ કરીને આ ડ્રગ્સ નેટવર્ક પાછળ કોણ છે તેની ઊંડી તપાસ શરૂ કરી છે. અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ હવે વધુ સતર્ક બની છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward