android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sandesh Indepth : જાણો મોબાઈલમાં 20 મિનિટની મોબાઈલ ગેમ બાળકોની આંખો પર કેવી રીતે જોખમ ઊભું કરી શકે છે
calendar_today September 13, 2026

Sandesh Indepth : જાણો મોબાઈલમાં 20 મિનિટની મોબાઈલ ગેમ બાળકોની આંખો પર કેવી રીતે જોખમ ઊભું કરી શકે છે

તાજેતરમાં કોવિડ બાદના સમયગાળામાં અને આધુનિક ડિજિટલ યુગમાં પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ભણતા બાળકોમાં ચશ્માના નંબર (માયોપિયા / નજીકની દ્રષ્ટિની ક્ષતિ) આવવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આઈ સ્પેશિયાલિસ્ટોના મતે, અગાઉ જે નંબર 10થી 12 વર્ષની વયે જોવા મળતા હતા, તે હવે 3 થી 5 વર્ષના નાનકડા બાળકોમાં પણ જોવા મળી રહ્યા છે. રાજ્યના તબીબોના ડેટા અનુસાર, અમદાવાદ અને અન્ય શહેરી વિસ્તારોમાં શાળાના બાળકોમાં માયોપિયાના કેસમાં 20% થી વધુનો ઉછાળો નોંધાયો છે.ભવિષ્યમાં અંધાપો આવવાનું જોખમસામાન્ય રીતે મનુષ્યની આંખ એક મિનિટમાં 15 થી 20 વખત પલકારા મારે છે, જેથી આંખમાં કુદરતી ભેજ જળવાઈ રહે છે. સ્ક્રીન જોતી વખતે કે ગેમિંગ કે શોટ્સ જોતી વખતે બાળકો મિનિટમાં માત્ર 3 થી 5 વખત જ આંખ પટપટાવે છે જેના કારણે નાની વયે જ બાળકોની આંખોનું પાણી સુકાઈ રહ્યું છે જે અગાઉ માત્ર 50 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં જોવા મળતું હતું. ચિંતાનું કારણ એ છે કે ભવિષ્યમાં અંધાપો આવવાનું જોખમ. નાની ઉંમરે જો બાળકને -6 ડાયોપ્ટરથી વધુ નંબર આવી જાય, તો તેને 'હાઈ માયોપિયા' કહેવાય છે. મોટી ઉંમરે આવા બાળકોમાં રેટિના અલગ પડી જવું, ગ્લુકોમા (કાચબિંદુ)મોતિયાનું જોખમ સામાન્ય લોકો કરતા 4 થી 5 ગણું વધી જાય છે. બાળક સતત સ્ક્રીન કે ચોપડી ખૂબ નજીક રાખે છેઆંતરરાષ્ટ્રીય અભ્યાસો મુજબ, જો ડિજિટલ એક્સપોઝર આ જ ઝડપે ચાલુ રહ્યું, તો વર્ષ 2050 સુધીમાં ભારતના શહેરી વિસ્તારના દર બેમાંથી એક બાળકને ચશ્માના નંબર આવી જશે.કેટલાક બાળકોમાં આંખનો ડોળો મોટો થઈ રહ્યો છે, જ્યારે બાળક સતત સ્ક્રીન કે ચોપડી ખૂબ નજીક રાખે છે, ત્યારે આંખની સીલિયરી મસલ્સ પર સતત દબાણ રહે છે, જેના કારણે બાળકની આંખનો ડોળો કુદરતી કદ કરતાં અસામાન્ય રીતે લાંબો થવા લાગે છે. ચોંકાવનારી વાત એ છે કે એકવાર આંખનો ડોળો લાંબો થઈ જાય પછી તે ક્યારેય નાનો થઈ શકતો નથી. સૂર્યપ્રકાશ નથી મળતો એટલે નંબર વધે છે. ઘણા વાલીઓ માને છે કે માત્ર મોબાઈલથી જ નંબર વધે છે, પરંતુ વિજ્ઞાન કહે છે કે સૂર્યપ્રકાશનો અભાવ સૌથી મોટું કારણ છે. દર 5 માંથી 1 બાળકના આંખના નંબરમાં વિસંગતતાસૂર્યપ્રકાશ આંખના રેટિનામાંથી 'ડોપામાઇન' રીલીઝ કરે છે, જે આંખના ડોળાને વધુ લાંબો થતો રોકે છે. ઘરમાં બંધ રહેતા બાળકોમાં આ ડોપામાઇન બનતું જ નથી. આંખોની સુરક્ષા માટે તીરકામઠું, પેન્સિલ, કાતર કે અણીદાર પ્લાસ્ટિકના રમકડાંથી આંખમાં ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું. હોળી કે દિવાળીના ફટાકડા વખતે બાળકોની આંખોની વિશેષ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. અમદાવાદ અને અન્ય શહેરી વિસ્તારોની શાળાઓના બાળકોમાં માયોપિયાના કેસોમાં 20% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.AIIMS અને સ્થાનિક રિપોર્ટ અનુસાર દર 5 માંથી 1 બાળકના આંખના નંબરમાં વિસંગતતા જોવા મળી રહી છે.સામાન્ય રીતે મનુષ્યની આંખ એક મિનિટમાં 15 થી 20 વખત પલકારા મારે છે. પરંતુ ડિજિટલ સ્ક્રીન જોતી વખતે આ પ્રમાણ 60% જેટલું ઘટી જાય છે.સ્ક્રીન જોતી વખતે પલકારા ગેમિંગ કે શોટ્સ જોતી વખતે બાળકો મિનિટમાં માત્ર 3 થી 5 વખત જ આંખ પટપટાવે છે, જેથી આંખોની કુદરતી ભેજ સુકાઈ જાય છે.આ પણ વાંચોઃ Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન, જાણો રાજ્યના કયા તાલુકા હજી કોરા ધાકોર છે?

Read Full Story arrow_forward
Rain Update : સૌરાષ્ટ્રના જસદણ પંથકમાં વહેલી સવારથી વરસાદની એન્ટ્રી, મગફળી-કપાસનો પાક બચી ગયો, ખેડૂતોમાં આનંદ
calendar_today September 13, 2026

Rain Update : સૌરાષ્ટ્રના જસદણ પંથકમાં વહેલી સવારથી વરસાદની એન્ટ્રી, મગફળી-કપાસનો પાક બચી ગયો, ખેડૂતોમાં આનંદ

સૌરાષ્ટ્રના જસદણ પંથકમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે. જસદણ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે આટકોટ, જંગવડ, પાંચવડા, જીવાપર, સાણથલી અને બળધોઈ સહિતના વિસ્તારોમાં હળવા થી ભારે વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. વહેલી સવારે પડેલા આ વરસાદને કારણે ગ્રામ્ય માર્ગો અને રોડ-રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તારના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.કપાસ અને મગફળીના મુરઝાતા પાકને મળ્યું નવજીવનછેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાવાને કારણે ખેતરોમાં ઉભેલી મોલાત સુકાઈ રહી હતી અને ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. પરંતુ વહેલી સવારે પડેલા આ વરસાદી ઝાપટાં ખેડૂતો માટે સંજીવની સમાન સાબિત થયા છે. વિશેષ કરીને જસદણ પંથકમાં મોટા પાયે વાવેતર કરાયેલા કપાસ અને મગફળીના પાકને આ વરસાદથી મોટું જીવનદાન મળ્યું છે. સુકાતી મોલાતને પાણી મળી રહેતાં પાક બચી ગયો છે, જેનાથી જગતના તાતમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે.ખેડૂતોમાં હાસકારો પરંતુ ધોધમાર વરસાદની હજુ પણ આશાવહેલી સવારથી શરૂ થયેલા વરસાદી ઝાપટાંના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને તેમણે મોટી રાહત અનુભવી છે. જોકે, હાલ જે વરસાદ વરસ્યો છે તે પાકને તાત્કાલિક હોનારતમાંથી ઉગારવા પૂરતો છે, પરંતુ જમીનમાં ઊંડે સુધી ભેજ ઉતરે અને નદી-નાળા છલકાય તે માટે ખેડૂતો હજુ પણ એક સાર્વત્રિક અને ધોધમાર વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આગામી સમયમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.આ પણ વાંચો : Suratમાં મેઘરાજાની ધમાકેદાર વાપસી, ધોધમાર વરસાદથી બફાતમાંથી મુક્તિ, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

Read Full Story arrow_forward
Saurashtraમાં મેઘરાજાની સાર્વત્રિક મહેર, ભાવનગરમાં પોણા 4 ઈંચ, અમરેલી-જૂનાગઢ અને જસદણમાં વરસાદથી પાકને મળ્યું જીવનદાન!
calendar_today September 13, 2026

Saurashtraમાં મેઘરાજાની સાર્વત્રિક મહેર, ભાવનગરમાં પોણા 4 ઈંચ, અમરેલી-જૂનાગઢ અને જસદણમાં વરસાદથી પાકને મળ્યું જીવનદાન!

હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના ધારી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. બીજી તરફ જૂનાગઢ પંથકમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે, જેમાં કેશોદ શહેર અને સોદરડા, કોયલાણા, કેવદ્રા જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ શરુ થયેલા આ વરસાદના કારણે સમગ્ર પંથકના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.ભાવનગર જિલ્લામાં રાતભર સાર્વત્રિક વરસાદભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ગત રાત્રિથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં રાત્રિ દરમિયાન સરેરાશ 1 ઈંચ (25.3 મિમી) વરસાદ નોંધાયો છે, જ્યારે ભાવનગર શહેરમાં 24 કલાકમાં કુલ 45 મિમી (આશરે 2 ઈંચ) વરસાદ પડ્યો છે. તાલુકાવાર વરસાદના આંકડા જોઈએ તો ઘોઘામાં સૌથી વધુ 82 મિમી (પોણા 4 ઈંચ) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તળાજામાં 40 મિમી, સિહોરમાં 23 મિમી, પાલીતાણામાં 17 મિમી, મહુવામાં 13 મિમી, ઉમરાળામાં 11 મિમી, જેસરમાં 9 મિમી, ગારિયાધારમાં 7 મિમી અને વલ્લભીપુરમાં 6 મિમી વરસાદ નોંધાયો છે.ઊભા પાકને મળ્યું સંજીવની જીવનદાનરાજકોટના જસદણ શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદી માહોલ ચાલુ છે. લાંબા સમય પછી પધારેલા આ વરસાદથી ખેતરોમાં વાવેતર કરેલા કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને તુવેર જેવા ઊભા પાકોને મોટું જીવનદાન મળ્યું છે. સુકાઈ રહેલા પાકને સમયસર પાણી મળી જતાં તેનો સીધો ફાયદો ઉત્પાદન પર થશે. વરસાદી માહોલને કારણે ચોમાસુ પાક બચી જવાની આશા જાગતાં જ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂત આલમમાં ભારે ખુશી અને હાસકારાની લાગણી વ્યાપી ગઈ છે.આ પણ વાંચો : Rain Update : સૌરાષ્ટ્રના જસદણ પંથકમાં વહેલી સવારથી વરસાદની એન્ટ્રી, મગફળી-કપાસનો પાક બચી ગયો, ખેડૂતોમાં આનંદ

Read Full Story arrow_forward