android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : મુંબઈ એરપોર્ટ પર 72.22 લાખની વિદેશી કરન્સી સાથે બે મુસાફરો ઝડપાયા
calendar_today September 1, 2026

Ahmedabad News : મુંબઈ એરપોર્ટ પર 72.22 લાખની વિદેશી કરન્સી સાથે બે મુસાફરો ઝડપાયા

દેશના વ્યસ્ત અને મહત્વપૂર્ણ એવા મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્કતા દાખવીને વિદેશી કરન્સીની દાણચોરીનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સના જવાનોએ એરપોર્ટ પર સઘન ચેકીંગ દરમિયાન બે અલગ-અલગ બનાવોમાં વિદેશી ચલણનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઝડપાયેલી વિદેશી કરન્સીની કુલ બજાર કિંમત અંદાજે રૂપિયા 72.22 લાખ જેટલી થવા જાય છે.ઘૂંટણ પાસે ટેપ મારીને ડોલર છુપાવ્યા હતાપ્રથમ ઘટનામાં મુંબઈ એરપોર્ટ પરથી દુબઈ જવા માટે રવાના થયેલી એક મહિલા મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા CISFની ટીમે તેની સઘન તપાસ કરી હતી. તપાસ દરમિયાન જે હકીકત સામે આવી તેને જોઈ સુરક્ષાકર્મીઓ પણ ચોંકી ગયા હતા. આ મુસાફર પાસેથી કુલ 45 હજાર અમેરિકી ડોલર મળી આવ્યા હતા જેની ભારતીય ચલણ મુજબ કિંમત આશરે 42.82 લાખ રૂપિયા થાય છે. તેમાંથી 30 હજાર ડોલર તેણે પોતાના ઘૂંટણની આસપાસ એડહેસિવ ટેપની મદદથી છુપાવ્યા હતા. જ્યારે બાકીના 15 હજાર ડોલર તેની હેન્ડ બેગમાંથી મળી આવ્યા હતા. વિદેશી ચલણને ગેરકાયદેસર રીતે વિદેશ લઈ જવાનો આ અદભુત કીમિયો સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો હતો.30 હજાર યુએસ ડોલર અને યુએઈ દિરહામ જપ્તઅન્ય એક ચેકિંગ દરમિયાન, CISF ના જવાનોએ બીજા એક મુસાફરને ઝડપી પાડ્યો હતો. આ મુસાફર પાસેથી પણ મોટી માત્રામાં વિદેશી કરન્સી મળી આવી હતી. તપાસમાં તેની પાસેથી 30 હજાર અમેરિકી ડોલર ઉપરાંત 3800 UAE દિરહામ મળી આવ્યા હતા. આ પકડાયેલ કુલ વિદેશી ચલણની ભારતીય રૂપિયામાં કિંમત અંદાજે 29.40 લાખ રૂપિયા આંકવામાં આવી છે.આ બંને કેસોમાં કુલ મળીને 72.22 લાખ રૂપિયાની વિદેશી કરન્સી જપ્ત કરવામાં આવી છે જેનો ઉપયોગ ગેરકાયદેસર હૂંડિયામણની હેરાફેરી માટે થતો હોવાનું મનાય છે.કસ્ટમ્સ વિભાગ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહીમુંબઈ એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન ઝડપાયેલા બંને મુસાફરોને CISF દ્વારા નિયમનુસાર તાત્કાલિક AIU કસ્ટમ્સ વિભાગને સોંપવામાં આવ્યા છે. કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે આ વિદેશી કરન્સી ક્યાંથી લવાઈ હતી અને કોને પહોંચાડવાની હતી. આ રેકેટની પાછળ અન્ય કોઈ મોટી ગેંગ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં મચ્છરજન્ય રોગો અટકાવવા ઘર અને દુકાનોમાં ચેકીંગ, લાખોનો દંડ વસૂલાયો

Read Full Story arrow_forward
Surat News : માતાના એક સામાન્ય ઠપકાથી આભ તૂટી પડ્યું, મસ્તી કરવાની ના પાડી તો 13 વર્ષના માસૂમે ગળે ફાંસો ખાધો...
calendar_today September 1, 2026

Surat News : માતાના એક સામાન્ય ઠપકાથી આભ તૂટી પડ્યું, મસ્તી કરવાની ના પાડી તો 13 વર્ષના માસૂમે ગળે ફાંસો ખાધો...

સુરતના રાંદેર વિસ્તારમાં એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષીય માસૂમ કિશોરે માતાના સામાન્ય ઠપકાથી મન પર માઠું લગાડીને આપઘાત કરી લીધો છે. ઘરમાં ભાઈ-બહેન બંને સાથે મળીને મસ્તી કરી રહ્યા હતા, તે દરમિયાન માતાએ તેમને મસ્તી કરવાની ના પાડી ઠપકો આપ્યો હતો. માતાની આ વાતે કિશોરને ભારે આઘાત લાગતા તેણે ક્ષણિક આવેશમાં આવીને આત્યંતિક પગલું ભરી લીધું હતું.દાદરની ગ્રીલ પર ગળે ફાંસો ખાધોમાતાના ઠપકા બાદ આવેશમાં આવેલા કિશોરે ઘરના દાદર (સીડી)ની ગ્રીલ સાથે ગળે ફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. થોડી વાર બાદ જ્યારે પરિવારજનોની નજર બાળક પર પડી ત્યારે તેને ફાંસો ખાધેલી હાલતમાં જોઈને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. માસૂમ દીકરાના અચાનક આ રીતે વિદાય લેવાથી સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.રાંદેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીઆ અરેરાટીભરી ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા જ રાંદેર પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. સમગ્ર મામલે રાંદેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ નાની વયના બાળકોમાં વધતા જતા આવેશ અને માનસિક સંવેદનશીલતા બાબતે સમાજ સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.આ પણ વાંચો : Rajkot News : ખાખીના કડક સુરક્ષાચક્ર વચ્ચે ઘેલું થવા તૈયાર રાજકોટ, કાલથી વાગશે સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળાનો ધમાકેદાર ઢોલ!

Read Full Story arrow_forward
1 સપ્ટેમ્બરથી મુંબઇવાસીઓને મોંઘવારીનો મોટો ફટકો, CNG અને PNG ના ભાવમાં ધરખમ વધારો
calendar_today September 1, 2026

1 સપ્ટેમ્બરથી મુંબઇવાસીઓને મોંઘવારીનો મોટો ફટકો, CNG અને PNG ના ભાવમાં ધરખમ વધારો

દેશની આર્થિક રાજધાની મુંબઈના રહેવાસીઓને ૧ સપ્ટેમ્બરથી મોંઘવારીનો નવો ફટકો પડ્યો છે. મહાનગર ગેસ લિમિટેડ (MGL) દ્વારા વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં CNG અને PNG ના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. આ નવા સુધારા મુજબ, CNG ના ભાવમાં ₹૨ પ્રતિ કિલો અને PNG ના ભાવમાં ₹૧ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (scm) નો વધારો કરવામાં આવ્યો છે.CNG અને PNG ના નવા દરોઆ ભાવ વધારા બાદ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં નવો દર નીચે મુજબ છે:CNG: ₹૮૮ પ્રતિ કિલો (પહેલા ₹૮૬ હતો)DPNG (ઘરેલુ ગેસ): ₹૫૩ પ્રતિ scm (પહેલા ₹૫૨ હતો)ભાવ વધારા પાછળ MGL નું સ્પષ્ટીકરણMGL ના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇનપુટ ગેસના ભાવ વધ્યા છે. વધતી માંગને પહોંચી વળવા માટે કંપનીએ ઊંચા ભાવે સ્પોટ રિગેસિફાઇડ લિક્વિફાઇડ નેચરલ ગેસ (RLNG) ખરીદવો પડ્યો હતો. કંપનીએ સ્પષ્ટ કર્યું કે આ આંશિક વધારાથી કુદરતી ગેસનો પુરવઠો સતત અને અવિરત જાળવી રાખવામાં મદદ મળશે. આ નિર્ણયની સીધી અસર MMR ના લગભગ ૧૨.૯૩ લાખ વાહનો (ઓટો, ટેક્સી અને ખાનગી વાહનો) પર પડશે.મે મહિનામાં પણ થયો હતો વધારોઅગાઉ મે મહિનામાં પણ MGL એ સ્થાનિક ગેસ ફાળવણીમાં ઘટાડો અને ડોલર સામે રૂપિયાના મુલ્યમાં ઘટાડાને કારણે CNG નો દર ₹86 અને PNG નો દર ₹52 કર્યો હતો. તેમ છતાં, કંપનીએ જણાવ્યું છે કે તે ભવિષ્યમાં ગેસ પ્રાપ્તિ ખર્ચ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ઈંધણને પ્રોત્સાહન આપવા સતત પ્રયાસો ચાલુ રાખશે.ઓટો-ટેક્સીના લઘુત્તમ ભાડામાં પણ લીલી ઝંડીગેસના ભાવ વધારા સાથે જ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (MMRTA) એ ઓટોરિક્ષા અને કાળી-પીળી ટેક્સીના ભાડા વધારાને મંજૂરી આપી દીધી છે:ઓટોરિક્ષા: ભાડામાં ₹૧ નો વધારો થતાં હવે લઘુત્તમ ભાડું ₹૨૭ થયું છે.કાળી-પીળી ટેક્સી: ભાડામાં ₹૨ નો વધારો થતાં હવે લઘુત્તમ ભાડું ₹૩૩ થયું છે.આ પણ વાંચો : Rajasthan : અલવરમાં 9 વર્ષનો બાળક બોરવેલમાં પડ્યો, 50 ફૂટ નીચે ફસાયો

Read Full Story arrow_forward