android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraમાં સુરતની ઘટના બાદ મનપા એક્શન મોડમાં, 17 કોલેજોની કેન્ટીનમાં VMCનું સરપ્રાઈઝ ચેકિંગ
calendar_today September 14, 2026

Vadodaraમાં સુરતની ઘટના બાદ મનપા એક્શન મોડમાં, 17 કોલેજોની કેન્ટીનમાં VMCનું સરપ્રાઈઝ ચેકિંગ

સુરતમાં બનેલી ગંભીર ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)નું આરોગ્ય વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. વડોદરા શહેરની 17 જેટલી સરકારી, અર્ધ-સરકારી અને પ્રાઈવેટ કોલેજોની કેન્ટીનોમાં ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 8 જેટલી કેન્ટીનોમાં અત્યંત ગંદકી અને અનહાઈજેનિક કન્ડિશન જોવા મળતાં તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે.8 કેન્ટીનને નોટિસ અને 25 કિલો અખાદ્ય ખોરાકનો નાશતપાસ દરમિયાન આરોગ્ય વિભાગે અનહાઈજેનિક પરિસ્થિતિ ધરાવતી 8 કેન્ટીનોને 'શિડ્યુલ 4' મુજબની કડક નોટિસ ફટકારી છે. આ ઉપરાંત કેન્ટીનોમાંથી મળી આવેલો આશરે 25 કિલો જેટલો વાસી અને અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. VMC ની આ કડક કાર્યવાહીમાં પ્રખ્યાત એમ.એસ. યુનિવર્સિટી (MSU)ની 4 કેન્ટીન, સમરસ ગર્લ્સ હોસ્ટેલ, ઓ.પી. રોડ સ્થિત નર્સિંગ કોલેજ તેમજ GMERS ની બે કેન્ટીનોને પણ શિડ્યુલ 4ની નોટિસ આપવામાં આવી છે.રવિશંકર છાત્રાલય અને ગર્લ્સ સ્કૂલની કેન્ટીન બંધચેકિંગ દરમિયાન ફૂડ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી કેન્ટીનો સામે તંત્રએ લાલ આંખ કરી હતી. તરસાલી સ્થિત રવિશંકર મહારાજ ઉમા છાત્રાલયની કેન્ટીન પાસે યોગ્ય લાયસન્સ ન હોવાથી તેને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત દરજીપુરા વિસ્તારની બે આદર્શ કન્યા શાળાની કેન્ટીન અને GMERS ની ઈન્ટર્ન કોલેજની કેન્ટીન પણ લાયસન્સના અભાવે બંધ કરાવી દેવામાં આવી છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી શહેરની શૈક્ષણિક સંસ્થાઓ અને કેન્ટીન સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ધમકીભર્યા ઈ-મેઈલ કેસમાં રોશન અને ગુલશન ઝડપાયા; બાંગ્લાદેશ કનેક્શન અને 5 લાખ Gmail ID નો પર્દાફાશ
calendar_today September 14, 2026

Gandhinagar: ધમકીભર્યા ઈ-મેઈલ કેસમાં રોશન અને ગુલશન ઝડપાયા; બાંગ્લાદેશ કનેક્શન અને 5 લાખ Gmail ID નો પર્દાફાશ

ગુજરાત વિધાનસભા સહિત દેશના વિવિધ સંવેદનશીલ અને સરકારી સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સ દ્વારા મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દેશવિરોધી તત્વો દ્વારા સરકારને ડરાવવા અને અસ્થિર કરવાના હેતુથી મોકલવામાં આવેલા આ ઈ-મેઈલ્સનું ટેકનિકલ લોકેશન ટ્રેસ કરતાં તપાસ એજન્સીઓ બિહારના ભાગલપુર સુધી પહોંચી હતી.ધમકીભર્યા ઈ-મેઈલ કેસમાં રોશન અને ગુલશન ઝડપાયાસ્થાનિક એસપીની મદદથી સાયબર સેન્ટરની ટીમે ભાગલપુરથી રોશન કુમાર નામના આરોપીની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ધોરણ ૧૨ પાસ રોશન કુમાર ટેકનોલોજીનો ભારે જાણકાર છે અને તે સમગ્ર સિસ્ટમનું મોનિટરિંગ કરી રહ્યો હતો. આ ગિરોહ દ્વારા લાખો Gmail ID અને પાસવર્ડનો ઉપયોગ કરી VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) ના માધ્યમથી ઓળખ છુપાવીને ધમકીભર્યા મેઈલ કરવામાં આવતા હતા.ઈ-મેઈલ માટે યુએસ ડોલરમાં (USD) ચૂકવાતા હતા રૂપિયારોશન કુમારની પૂછપરછમાં ઝારખંડના ગુલશન કુમારનું નામ સામે આવ્યું હતું. બીએસસી (B.Sc.) નો અભ્યાસ કરી ચૂકેલો અને ઈ-મેઈલ ડેવલપર તરીકે કામ કરતો ગુલશન કુમાર આ આખા કાવતરાનો મુખ્ય સૂત્રધાર છે. સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સના એસપી વિવેક ભેડાના જણાવ્યા અનુસાર, ગુલશન કુમાર વર્ષ ૨૦૨૨ થી આ દેશવિરોધી પ્રવૃત્તિમાં સક્રિય હતો. તેણે આશરે ૫ લાખ જેટલા જી-મેઈલ આઈડી અને પાસવર્ડ તૈયાર કર્યા હતા.ગુલશન કુમાર બાંગ્લાદેશી હેકરના સંપર્કમાં હતોસૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે ગુલશન કુમાર સીધો બાંગ્લાદેશના એક અજાણ્યા વ્યક્તિ/હેકરના સંપર્કમાં હતો. બાંગ્લાદેશી એજન્ટ દ્વારા ધમકીભર્યા ઈ-મેઈલ માટે આરોપીઓને યુએસ ડોલર (USD) માં નાણાકીય ચૂકવણી કરવામાં આવતી હતી. પોલીસે ગુલશન કુમાર પાસેથી ૨ ક્રિપ્ટો પોકેટ (Crypto Wallets) પણ કબજે કર્યા છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં કેટલા ઈ-મેઈલ મોકલવામાં આવ્યા, કેટલા નાણાં ચૂકવાયા અને બાંગ્લાદેશી એજન્ટ સાથે આ સંપર્ક કેવી રીતે સ્થપાયો હતો.આ પણ વાંચો: Surat: વરાછાના શણગાર પેલેસમાં ફ્લેટનું લોક જામ; ઘરમાં કેદ પરિવારના 6 સભ્યોનું ફાયર ટીમે કર્યું સફળ રેસ્ક્યુ

Read Full Story arrow_forward
Navsari: વાંસદામાં 12.50 લાખની આંગડિયા લૂંટ ચલાવી આશ્રમમાં મહંતનો શિષ્ય બન્યો, પોલીસથી બચવા સતત લોકેશન બદલ્યા
calendar_today September 14, 2026

Navsari: વાંસદામાં 12.50 લાખની આંગડિયા લૂંટ ચલાવી આશ્રમમાં મહંતનો શિષ્ય બન્યો, પોલીસથી બચવા સતત લોકેશન બદલ્યા

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં બે માસ અગાઉ એક આંગડિયા પેઢીને નિશાન બનાવી રૂ. 12.50 લાખની સનસનાટીભરી લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટના બાદ વાંસદા પોલીસ અને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમો દ્વારા મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.વાંસદામાં આંગડિયા પેઢીને નિશાન બનાવીલૂંટના આ ગુનાનો મુખ્ય માસ્ટરમાઇન્ડ રાજારામ ચૌધરી લૂંટની રકમ સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો અને પોલીસ પકડથી બચવા માટે સતત પોતાના લોકેશન બદલી રહ્યો હતો.પોલીસની ધરપકડથી બચવા માટે ધુતારા રાજારામ ચૌધરીએ એક અનોખો કીમિયો અપનાવ્યો હતો. તે રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે આવેલા એક પ્રતિષ્ઠિત આશ્રમમાં પહોંચી ગયો હતો. ત્યાં આશ્રમના મહંતને પોતાની ગુનાહિત કુંડળી છુપાવીને ગેરમાર્ગે દોર્યા હતા અને તેમનો શિષ્ય બનીને સાધુનો વેશ ધારણ કરી લીધો હતો.આશ્રમના મહંતને ગુનાહિત કુંડળી છુપાવીને શિષ્ય બન્યોદરમિયાન, નવસારી LCB અને વાંસદા પોલીસે રચાયેલી વિશેષ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સચોટ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટેકનિકલ તાર મળતાં જ પોલીસ ટીમ માઉન્ટ આબુના આશ્રમ ખાતે પહોંચી હતી અને સાધુના ભગવા વસ્ત્રોમાં છુપાયેલા ધુતારા રાજારામ ચૌધરીને દબોચી લીધો હતો. પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી વાંસદા લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Gandhinagar: ધમકીભર્યા ઈ-મેઈલ કેસમાં રોશન અને ગુલશન ઝડપાયા; બાંગ્લાદેશ કનેક્શન અને 5 લાખ Gmail ID નો પર્દાફાશ

Read Full Story arrow_forward