android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Viramgam Rain Update: વિરમગામ અને નળકાંઠા પંથકમાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
calendar_today September 14, 2026

Viramgam Rain Update: વિરમગામ અને નળકાંઠા પંથકમાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે વિરમગામ શહેર અને તેની આસપાસના સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ શરૂ થયેલા આ વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.વિરમગામ અને નળકાંઠામાં 1 ઇંચથી વધુ વરસાદવિરમગામ શહેર ઉપરાંત નળકાંઠાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. ટૂંક જ સમયમાં પંથકમાં 1 ઈંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સાર્વત્રિક વરસેલા આ ધોધમાર વરસાદના કારણે ગ્રામીણ રસ્તાઓ અને ખેતરો પાણી-પાણી થઈ ગયાં છે.નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાંવિરમગામ શહેરમાં ટૂંક સમયમાં ખાબકેલા ભારે વરસાદના કારણે વિરમગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. શહેરના ભરવાડી દરવાજા, નાના-મોટા પરકોટા, કસ્ટમ રોડ સહિતના મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ખેતી પાકોને નવજીવન, ખેડૂતોમાં ખુશીની લહેરબીજી તરફ, આ વરસાદ અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. સતત વરસાઈ રહેલા વરસાદી પાણીના કારણે સુકાવાની આરે પહોંચેલા ઊભા ખેતી પાકોને સંજીવની સમાન નવું જીવનદાન મળ્યું છે. જમીનમાં પૂરતો ભેજ મળતાં હવે પાકનો વિકાસ ઝડપી બનશે, જેને પગલે પંથકના જગતના તાતમાં ખુશીની લહેર દોડી ગઈ છે.આ પણ વાંચો: Viramgam: વાંસવા દંગામાંથી અમદાવાદ જિલ્લા LCB ટીમે 3 રીઢા ગુનેગારને દબોચ્યા

Read Full Story arrow_forward
Porbandar દરિયામાં રેડ એલર્ટ વચ્ચે ભારે કરંટ, છતાં જીવના જોખમે યુવકોનું ચોંકાવનારૂં ફોટોસેશન!
calendar_today September 14, 2026

Porbandar દરિયામાં રેડ એલર્ટ વચ્ચે ભારે કરંટ, છતાં જીવના જોખમે યુવકોનું ચોંકાવનારૂં ફોટોસેશન!

હવામાન વિભાગ દ્વારા પોરબંદર જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના કારણે પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને વિશાળકાય મોજા ઉછળી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા દરિયા કિનારે ન જવાની સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં, ચોપાટી કિનારે કેટલાક યુવકો બેદરકારીપૂર્વક જીવના જોખમે સોશિયલ મીડિયા માટે ફોટોસેશન કરતા નજરે ચડ્યા હતા.ઉછળતા મોજા વચ્ચે કેમેરામાં કેદ થયા યુવકોદરિયાના ધસમસતા પાણી અને ઊંચા ઉછળતા મોજાની સમાંતર ઉભા રહીને યુવકો ફોટા અને રીલ્સ બનાવતા કેમેરામાં કેદ થયા હતા. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે ત્યારે યુવકોની આ પ્રકારની ઘોર બેદરકારી મોટી હોનારતને આમંત્રણ આપી રહી છે. એક નાના સરખા પગ લપસવાથી કે દરિયાના વહેણમાં ખેંચાઈ જવાથી ક્ષણવારમાં મોટો અકસ્માત સર્જાઈ શકે તેમ છે.કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા વારંવાર અપીલ કરવામાં આવતી હોવા છતાં પણ પ્રવાસીઓ અને સ્થાનિક યુવાનો દ્વારા કાયદા અને સુરક્ષાના નિયમોનું અનાદર કરવામાં આવી રહ્યું છે. આવા જોખમી ફોટોસેશનથી જો કોઈ દુર્ઘટના કે જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ તેવો મોટો સવાલ ઉભો થયો છે. સ્થાનિકોએ પણ ચોપાટી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત કડક કરીને આવા બેદરકાર યુવકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ધમકીભર્યા ઈ-મેઈલ કેસમાં રોશન અને ગુલશન ઝડપાયા; બાંગ્લાદેશ કનેક્શન અને 5 લાખ Gmail ID નો પર્દાફાશ
calendar_today September 14, 2026

Gujarat Latest News Live: ધમકીભર્યા ઈ-મેઈલ કેસમાં રોશન અને ગુલશન ઝડપાયા; બાંગ્લાદેશ કનેક્શન અને 5 લાખ Gmail ID નો પર્દાફાશ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 14 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward