calendar_today
September 14, 2026
Gujarat Weather Update Live: ગીર સોમનાથના જંગલ પંથક અને તાલાલામાં અનરાધાર વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે, જેમાં રાજ્યના 234તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 4.45 ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે વાલિયામાં 3.7 ઇંચ, નાનાપોંઢામાં 3.54 ઇંચ, બરવાળામાં 3.39 ઇંચ, ધરમપુરમાં 3.31 ઇંચ, વાંસદામાં 3.27 ઇંચ અને વાપીમાં 3.11 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ઉમરપાડામાં 3.03 ઇંચ, ચુડામાં 2.83 ઇંચ, ગરુડેશ્વર અને રાણપુરમાં 2.64 ઇંચ, ઉમરગામમાં 2.64 ઇંચ તેમજ દાહોદ અને સુરતના અંબિકા વિસ્તારમાં 2.6 ઇંચ જેટલો સારો વરસાદ નોંધાયો છે.ગીર સોમનાથના જંગલ પંથક અને તાલાલામાં અનરાધાર વરસાદગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ મેઘરાજાએ ‘દે ધનાધન’ બોલાવીને ગીર જંગલ વિસ્તાર સહિત તાલાલા પંથકને ધમરોળ્યું છે. જંગલમાં અનરાધાર વરસાદના કારણે ગીર માંથી નીકળતા નાના-મોટા વેકરા અને નદી-નાળાઓમાં વિપુલ પ્રમાણમાં વરસાદી પાણીની આવક થઈ છે. તાલાલા ગીર શહેર, આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને સાસણ રોડ પર મુસળધાર વરસાદ વરસતાં વેરાવળ-તાલાલા-સાસણ સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહન વ્યવહાર આંશિક રીતે પ્રભાવિત થયો હતો. મેઘરાજાએ મન મૂકીને મહેરબાન થતાં સમગ્ર પંથકના ખેડૂતો અને લોકોમાં સર્વત્ર ખુશીની લહેર વ્યાપી ગઈ છે.અમરેલીના વડિયા-કુંકાવાવમાં ધોધમાર વરસાદથી જળબંબાકારઅમરેલી જિલ્લાના વડિયા-કુંકાવાવ પંથકમાં આજે મેઘરાજાએ ધોધમાર પધરામણી કરીને ચારેકોર પાણી-પાણી કરી દીધું છે. કુંકાવાવના જૂના ST બસ સ્ટેન્ડ વિસ્તાર સહિતના મુખ્યા માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. માત્ર 2 મહિના પહેલાં જ નવો બનાવેલો RCC રોડ વરસાદમાં ધોવાઈને પાણીમાં ગરકાવ થઈ જતાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં નબળી કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને પરેશાની જોવા મળી રહી છે.રાજકોટના મવડી વિસ્તારમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકારરાજકોટ શહેરમાં ખાબકેલા 2 ઈંચ જેટલા ધોધમાર વરસાદે મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખોલી નાખી છે. વરસાદના કારણે મવડી વિસ્તારમાં ચારેકોર પાણી ભરાઈ ગયા હતા, જેમાં 150 ફુટ રિંગ રોડથી મવડી ગામ તરફ જવાના માર્ગ પર તેમજ બાપા સીતારામ ચોકમાં વિપુલ પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા હતા. મવડી વિસ્તારમાં પાણીના ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ જવાનો બનાવ પણ સામે આવ્યો હતો. હાલ રાજકોટમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ રસ્તાઓ પર ભરાયેલા પાણીના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વિરમગામ અને નળકાંઠા પંથકમાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાઅમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે વિરમગામ શહેર અને તેની આસપાસના સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ શરૂ થયેલા આ વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.બાબરા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર, ધોધમાર વરસાદથી રસ્તા જળમગ્નઅમરેલી જિલ્લાના બાબરા પંથકમાં મેઘરાજા સતત બીજા દિવસે પણ મહેરબાન રહ્યા છે. અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળોની ગર્જના સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. બાબરા શહેરમાં ટૂંક જ સમયમાં સારો એવો વરસાદ ખાબકતાં મુખ્ય બજારો અને રસ્તાઓ પર નદીઓની જેમ વરસાદી પાણી વહેતાં થયાં હતા.લાલપુલ અંડરબ્રિજમાં ફસાયેલી સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીઓને રેસ્ક્યૂ કરાયારાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં મેઘરાજાએ મહેરબાન થઈને તોફાની બેટિંગ કરી છે. ગોંડલ પંથકમાં ટૂંક જ સમયમાં સવા ત્રણ ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અનરાધાર પડેલા વરસાદના કારણે ગોંડલ શહેરના તમામ મુખ્ય રાજમાર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવા પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતાં જનજીવન અને વાહનવ્યવહાર ભારે પ્રભાવિત થયો હતો.કચ્છના કંડલામાં ભારે પવન સાથે વરસાદ, ભારત નગરના નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાયાકચ્છના કંડલા પંથકમાં છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા ધીમી ધારના વરસાદ બાદ આજે તેજ પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. પવનના જોર સાથે ખાબકેલા વરસાદના કારણે ભારત નગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 250 તાલુકામાં વરસાદભાવનગરના વલભીપુરમાં 5.91 ઈંચ વરસાદઆણંદના બોરસદમાં 5.51 ઈંચ વરસાદવડોદરાના કરજણમાં 4.17 ઈંચ વરસાદમહેસાણાના કડીમાં 4.17 ઈંચ વરસાદઅમદાવાદના ધોળકામાં 4.13 ઈંચ વરસાદભરૂચમાં 3.82 ઈંચ વરસાદખેડાના નડિયાદમાં 3.78 ઈંચ વરસાદરાજકોટના કોટડા સંગાણીમાં 3.74 ઈંચ વરસાદરાજકોટના જામ કંડોરણામાં 3.54 ઈંચ વરસાદઅમદાવાદના દસક્રોઈમાં 3.5 ઈંચ વરસાદઅમદાવાદ શહેરમાં 3.39 ઈંચ વરસાદપંચમહાલના ગોધરામાં 3.39 ઈંચ વરસાદગીર સોમનાથના તાલાલામાં 3.35 ઈંચ વરસાદ ખેડાના માતરમાં 3.23 ઈંચ વરસાદબોટાદના ગઢડામાં 3.19 ઈંચ વરસાદ રાજકોટના ગોંડલમાં 3.11 ઈંચ વરસાદ ભાવનગરના ઉમરાડામાં 3.11 ઈંચ વરસાદ મહેસાણાના વીજાપુરમાં 3.11 ઈંચ વરસાદબોટાદ અને પાલીતાણામાં 3.07 ઈંચ વરસાદઆણંદના તારાપુરમાં 3.07 ઈંચ વરસાદ5 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ21 તાલુકામાં 3 ઈંચ કરતા વધુ વરસાદ48 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ107 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદઅમદાવાદમાં પાણી ભરાવા મુદ્દે મેયરનું નિવેદનઅમદાવાદ શહેરમાં સતત ખાબકેલા 4 ઈંચ વરસાદને પગલે ઠેર-ઠેર ભરાયેલા પાણીની સ્થિતિ અંગે અમદાવાદના મેયરે સત્તાવાર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ટૂંકા ગાળામાં ભારે વરસાદ પડવાના કારણે શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેને પહોંચી વળવા માટે વાસણા બેરેજના 7 દરવાજા ખોલીને પાણીનો નિકાલ ત્વરિત કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, હડતાળ પર ઉતરેલા મંડળીના કર્મચારીઓને પણ તાત્કાલિક ધોરણે કામ પર પરત બોલાવી લેવામાં આવ્યા છે જેથી પાણી નિકાલની કામગીરી વધુ ઝડપી બનાવીને નાગરિકોને રાહત આપી શકાય.જૂનાગઢના ભેસાણમાં બે ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યોજૂનાગઢ જિલ્લાના ભેસાણ પંથકમાં વહેલી સવારથી જ ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બબડાટી બોલાવી 2 inch જેટલો ધોધમાર વરસાદ વરસાવી દીધો છે. ભેસાણ શહેર ઉપરાંત રાણપુર, છોડવડી અને મેંદપરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મુસળધાર વરસાદથી ચારેકોર પાણી-પાણી થઈ ગયું છે. આ ધોધમાર મેઘમહેરને કારણે સ્થાનિક નદી-નાળાઓમાં નવા નીરની આવક થઈ છે. લાંબા સમય બાદ પડેલા આ ઉપયોગી વરસાદથી પાકને સજીવનતા મળતા સમગ્ર વિસ્તારના ખેડૂતોમાં આનંદ અને હરખની લહેર વ્યાપી ગઈ છે.રાજકોટમાં માત્ર 20 મિનિટના વરસાદે મનપાના પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલીરાજકોટ શહેરમાં માત્ર 20 મિનિટ પડેલા સામાન્ય વરસાદી ઝાપટાએ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે. ટૂંકા ગાળાના વરસાદમાં જ શહેરના મુખ્ય માર્ગો અને ચોક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દર વખતની જેમ પોપટપરા નાળું ફરી એકવાર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જ્યાં અંદાજે 5 feet જેટલું પાણીનું ભારે વહેણ જોવા મળ્યું હતું. નાળામાં પાણી ભરાઈ જતાં અટવાયેલા 2 વાહનચાલકોને રેસ્ક્યુ કરીને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. છેલ્લા 15 વર્ષથી પોપટપરા નાળામાં પાણી ભરાવાની વિકટ સમસ્યા હોવા છતાં, નેતાઓ માત્ર વાયદાઓ કરીને પ્રજાને મૂરખ બનાવતા હોવાનો સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વડોદરામાં 2 કલાકમાં 2.50 ઇંચ વરસાદથી ઠેર-ઠેર જળબંબાકારવડોદરા શહેરમાં આજે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવીને માત્ર 2 કલાકના ટૂંકા ગાળામાં 2.50 inch જેટલો ધોધમાર વરસાદ વરસાવી દીધો છે. અચાનક ખાબકેલા આ મુસળધાર વરસાદના કારણે અકોટા, જેતલપુર અને અટલાદરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને જેતલપુરના ફોનિક્સ કોમ્પ્લેક્ષ બહાર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પર પણ માઠી અસર પડી છે.તળાજી નદીના ધસમસતા પ્રવાહમાં નવા બ્રિજનું લોખંડનું સપોર્ટિંગ સ્ટ્રક્ચર તણાયુંભાવનગર જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે તળાજી નદીમાં પાણીનો ભારે પ્રવાહ આવતા, નિર્માણધીન નવા બ્રિજના બાંધકામ માટે મુકાયેલું લોખંડનું સપોર્ટિંગ મટીરીયલ તણાઈ ગયું છે. બ્રિજની કામગીરી અગાઉથી જ બંધ હોવા છતાં, નદીના ધસમસતા પાણીના પ્રવાહે સપોર્ટિંગ સ્ટ્રક્ચરને મોટું નુકસાન પહોંચાડ્યું છે. જોકે પ્રાથમિક વિગતો મુજબ બ્રિજના પિલર સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તળાજી નદીના રોદ્ર સ્વરૂપ અને તેની સાથે તણાતા લોખંડના માળખાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ અને પવનની અંદેશા વચ્ચે તંત્ર એલર્ટહવામાન વિભાગની આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક વહીવટી તંત્ર પૂરેપૂરું સજ્જ અને એલર્ટ મોડ પર આવી ગયું છે. વિસ્તારમાં 60km/hની ઝડપે તેજ પવન ફૂંકાવાની અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને ધ્યાને રાખીને ઓખા બંદરે 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાડી દેવાયું છે. તંત્ર દ્વારા માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા માટે કડક તાકીદ કરવામાં આવી છે તેમજ દરિયાકિનારાના વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.જામકંડોરણા અને ઉપરવાસમાં દોઢ કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યોરાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકા અને તેના ઉપરવાસના વિસ્તારોમાં મેઘરાજાએ રમઝટ બોલાવીને માત્ર 1.5 કલાકના ટૂંકા સમયમાં 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસાવી દીધો છે. ભારે વરસાદના કારણે સ્થાનિક નદી-નાળા અને ચેકડેમો પાણીથી છલોછલ ભરાઈ ગયા છે, જ્યારે જામકંડોરણા ખાતે આવેલો રિવરફ્રન્ટ પણ વરસાદી પાણીથી ભરાઈને છલકાઈ ઉઠ્યો છે. ધોધમાર વરસાદથી ચારેકોર પાણી-પાણી થઈ જતાં અને જળસંચય થતાં પંથકના ધરતીપુત્રોમાં ખુશી અને આનંદનો માહોલ છવાયો છે.અંબાજીમાં ગાજવીજ અને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ ખાબક્યોશક્તિપીઠ અંબાજી અને આસપાસના વિસ્તારમાં આજે બપોર બાદ અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ હતી. અંબાજી ઉપરાંત દાંતા અને હડાદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવ વચ્ચે મુસળધાર વરસાદ વરસતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. છેલ્લા 2 દિવસથી માત્ર અમીછાંટણા થયા બાદ આજે વિધિવત વરસાદ પડતાં અને ભારે ઉકળાટમાંથી મુક્તિ મળતાં વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. મેઘમહેરને પગલે મા અંબાના દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ, સ્થાનિક રહીશો અને ખેડૂત આલમમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.વલ્લભીપુર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીભાવનગર જિલ્લાના વલ્લભીપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરીને ધોધમાર વરસાદ વરસાવ્યો છે. વલ્લભીપુરની મેન બજાર, સ્ટેશન રોડ, સ્વામિનારાયણ મંદિર વિસ્તાર, રેફરલ હોસ્પિટલ અને વલ્લભી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. આ ઉપરાંત પાટણા, નવાગામ, લોલિયાણા, ચમારડી અને ચોગઠ સહિતના ગામોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. લાંબા સમયની આતુરતા બાદ મેઘમહેર થતાં પાકને નવજીવન મળવાની આશાએ સમગ્ર તાલુકાના ખેડૂતો અને ગ્રામજનોમાં મોટી રાહત અને ખુશીનો માહોલ છવાયો છે.ધોરાજીના નાની પરબડીમાં દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યોરાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં મેઘરાજાએ ધામા નાખ્યા છે, જ્યાં નાની પરબડી ગામમાં માત્ર દોઢ કલાકના ટૂંકા ગાળામાં અંદાજે 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. નાની પરબડી ઉપરાંત ફરેણી, તોરણીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુસળધાર વરસાદ વરસતાં ગામના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે ઉકળાટ બાદ કડાકા-ભડાકા સાથે ખાબકેલા આ વરસાદથી પંથકના ધરતીપુત્રોમાં હરખ અને આનંદની લાગણી પ્રસરી ગઈ છે.બોરસદના વ્હેરા ગામમાં સાડા 5 ઇંચ વરસાદથી જળબંબાકારઆણંદ જિલ્લાના બોરસદ પંથકમાં 5.5 ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકતાં ચારેકોર પાણી ભરાઈ જવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેમાં સૌથી વધુ માઠી અસર વ્હેરા ગામમાં જોવા મળી રહી છે. ધોધમાર વરસાદને કારણે ગામનું રામ તળાવ અને સલુણ તલાવડી બંને ઓવરફ્લો થઈ જતાં તળાવના પાણી સમગ્ર ગામમાં ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારો અને શેરીઓમાં પાણી ભરાઈ જતાં વ્હેરા ગામ સંપૂર્ણપણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેને પગલે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.ભાવનગરમાં સતત બીજા દિવસે ધીમી ધારે વરસાદી માહોલ યથાવતભાવનગર શહેરમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની મહેર યથાવત રહેતાં ધીમી ધારે વરસાદ વરસવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. શહેરના ભીડભંજન, જશોનાથ, રૂપમ, નવાપરા અને કાળાનાળા સહિતના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતાં સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, સતત વરસી રહેલા વરસાદને કારણે લોકોની રોજિંદી અવરજવર પર અસર પડી છે અને સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે. વાહનચાલકો અને રાહદારીઓ માટે અવરજવર મુશ્કેલ બની હોવા છતાં, ઉકળાટ બાદ વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી લોકોએ રાહત અનુભવી છે.રાજકોટમાં ભારે વરસાદથી પોપટપરા નાળું બંધરાજકોટ શહેરમાં ખાબકેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને પોપટપરા નાળામાં અને રેલનગર અંડરબ્રિજમાં વિપુલ પ્રમાણમાં પાણી ભરાઈ જતાં નાળું વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આના પરિણામે રેલનગર તરફ જતો વાહનવ્યવહાર ખોરવાયો છે અને વાહનચાલકો અટવાયા છે. રેલનગર અને માધાપર ચોકડી વિસ્તારમાં ચારેકોર પાણી પાણી થઈ જતાં સ્થાનિક રહીશો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.45 દિવસના લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ, મગફળી અને બાજરીના પાકને મળ્યું જીવનદાનવાવ-થરાદ અને આસપાસના સીમાવર્તી પંથકમાં આખરે વરસાદી વાદળો ઘેરાતાં મેઘરાજાએ મહેર કરી છે. થરાદ અને રાહ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે. અસહ્ય ગરમી અને બળબળતા ઉકળાટ બાદ એકાએક શરૂ થયેલા આ વરસાદથી સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.ગીરના જંગલમાં મુસળધાર વરસાદ, આંબાકોઈ નદીમાં ચોમાસાનું પ્રથમ પૂર આવ્યુંગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથક તેમજ વિશ્વપ્રસિદ્ધ સાસણ અને ગીર જંગલ વિસ્તારમાં મેઘરાજાએ રૌદ્ર અને રળિયામણું રૂપ ધારણ કર્યું છે. આજે તાલાલા શહેર સહિત આસપાસના ગીરના જંગલ વિસ્તારમાં ધોધમાર મુસળધાર વરસાદ વરસી પડ્યો હતો. લાંબા સમય બાદ શરૂ થયેલી આ મેઘમહેરના કારણે સમગ્ર ગીર વિસ્તારનું વાતાવરણ આહલાદક અને મનોરમ બની ગયું છે.કુતિયાણામાં આકાશી આફત, કાસાબડ ગામે વીજળી પડતાં પશુપાલક અને ભેંસનું મોતપોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કાસાબડ ગામેથી એક અત્યંત દુઃખદ અને કરૂણ ઘટના સામે આવી છે. વિસ્તારમાં વરસી રહેલા વરસાદ વચ્ચે અચાનક વીજળી ત્રાટકતાં એક પશુપાલક અને તેમની ભેંસનું ઘટનાસ્થળે જ અકાળે મોત નીપજ્યું છે. આ આકાશી આફતના પગલે નાના એવા કાસાબડ ગામમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 240 તાલુકામાં વરસાદઆણંદના બોરસદમાં 5.43 ઈંચ વરસાદભાવનગરના વલભીપુરમાં 4.53 ઈંચ વરસાદમહેસાણાના કડીમાં 4.13 ઈંચ વરસાદઅમદાવાદના ધોળકામાં 4.13 ઈંચ વરસાદવડોદરાના કરજણમાં 4.09 ઈંચ વરસાદભરૂચમાં 3.78 ઈંચ વરસાદઅમદાવાદના દસક્રોઈમાં 3.5 ઈંચ વરસાદરાજકોટના જામ કંડોરણામાં 3.46 ઈંચ વરસાદખેડાના નડિયાદમાં 3.46 ઈંચ વરસાદઅમદાવાદ શહેરમાં 3.39 ઈંચ વરસાદપંચમહાલના ગોધરામાં 3.39 ઈંચ વરસાદખેડાના માતરમાં 3.23 ઈંચ વરસાદમહેસાણાના વીજાપુરમાં 3.11 ઈંચ વરસાદઆણંદના તારાપુરમાં 3.7 ઈંચ વરસાદ5 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ14 તાલુકામાં 3 ઈંચ કરતા વધુ વરસાદ43 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ95 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદરાજ્યમાં મેઘતાંડવની આગાહી, સાંજે 7 વાગ્યા સુધી 19 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટરાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે સાંજે 7 વાગ્યા સુધી ગુજરાતના 19 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.અમદાવાદના ઘાટલોડીયામાં વરસાદ થંભ્યા બાદ પણ જળબંબાકારઅમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં વરસાદ બંધ થઈ ગયા બાદ પણ પાણી ભરાયેલા રહેતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વર્ધમાન કૃપા સોસાયટી પાસે હજી પણ ઢીંચણસમા પાણી ભરાયેલા હોવાથી સામાન્ય વરસાદમાં જ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. સ્થાનિક રહીશો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ ગંભીર સમસ્યાનો કોઈ કાયમી નિકાલ આવ્યો નથી. દર ચોમાસે સામાન્ય વરસાદમાં પણ આ જ પ્રકારે પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જામનગરના ધ્રોલમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની પધરામણીહવામાન વિભાગની આગાહી વચ્ચે જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ધ્રોલ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતાં સમગ્ર પંથકના વાતાવરણમાં ગરમી બાદ આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. આકાશમાં હજુ પણ વાદળો છવાયેલા હોવાથી વધુ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. લાંબા વિરામ બાદ મેઘમહેર થતાં જમીન તરસ છિપાતા સ્થાનિક ખેડૂતોમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.રાજકોટમાં ભારે વરસાદથી પોપટપરા નાળું બંધરાજકોટ શહેરમાં ખાબકેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને પોપટપરા નાળામાં અને રેલનગર અંડરબ્રિજમાં વિપુલ પ્રમાણમાં પાણી ભરાઈ જતાં નાળું વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આના પરિણામે રેલનગર તરફ જતો વાહનવ્યવહાર ખોરવાયો છે અને વાહનચાલકો અટવાયા છે. રેલનગર અને માધાપર ચોકડી વિસ્તારમાં ચારેકોર પાણી પાણી થઈ જતાં સ્થાનિક રહીશો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ભાવનગરમાં સતત બીજા દિવસે ધીમી ધારે વરસાદી માહોલ યથાવતભાવનગર શહેરમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની મહેર યથાવત રહેતાં ધીમી ધારે વરસાદ વરસવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. શહેરના ભીડભંજન, જશોનાથ, રૂપમ, નવાપરા અને કાળાનાળા સહિતના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતાં સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, સતત વરસી રહેલા વરસાદને કારણે લોકોની રોજિંદી અવરજવર પર અસર પડી છે અને સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે. વાહનચાલકો અને રાહદારીઓ માટે અવરજવર મુશ્કેલ બની હોવા છતાં, ઉકળાટ બાદ વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી લોકોએ રાહત અનુભવી છે.બોરસદના વ્હેરા ગામમાં સાડા 5 ઇંચ વરસાદથી જળબંબાકારઆણંદ જિલ્લાના બોરસદ પંથકમાં 5.5 ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકતાં ચારેકોર પાણી ભરાઈ જવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેમાં સૌથી વધુ માઠી અસર વ્હેરા ગામમાં જોવા મળી રહી છે. ધોધમાર વરસાદને કારણે ગામનું રામ તળાવ અને સલુણ તલાવડી બંને ઓવરફ્લો થઈ જતાં તળાવના પાણી સમગ્ર ગામમાં ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારો અને શેરીઓમાં પાણી ભરાઈ જતાં વ્હેરા ગામ સંપૂર્ણપણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેને પગલે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.ધોરાજીના નાની પરબડીમાં દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યોરાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં મેઘરાજાએ ધામા નાખ્યા છે, જ્યાં નાની પરબડી ગામમાં માત્ર દોઢ કલાકના ટૂંકા ગાળામાં અંદાજે 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. નાની પરબડી ઉપરાંત ફરેણી, તોરણીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુસળધાર વરસાદ વરસતાં ગામના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે ઉકળાટ બાદ કડાકા-ભડાકા સાથે ખાબકેલા આ વરસાદથી પંથકના ધરતીપુત્રોમાં હરખ અને આનંદની લાગણી પ્રસરી ગઈ છે.વલ્લભીપુર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીભાવનગર જિલ્લાના વલ્લભીપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરીને ધોધમાર વરસાદ વરસાવ્યો છે. વલ્લભીપુરની મેન બજાર, સ્ટેશન રોડ, સ્વામિનારાયણ મંદિર વિસ્તાર, રેફરલ હોસ્પિટલ અને વલ્લભી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. આ ઉપરાંત પાટણા, નવાગામ, લોલિયાણા, ચમારડી અને ચોગઠ સહિતના ગામોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. લાંબા સમયની આતુરતા બાદ મેઘમહેર થતાં પાકને નવજીવન મળવાની આશાએ સમગ્ર તાલુકાના ખેડૂતો અને ગ્રામજનોમાં મોટી રાહત અને ખુશીનો માહોલ છવાયો છે.મહેસાણા જિલ્લામાં મેઘમહેર, કડીમાં સૌથી વધુ 39 મીમી વરસાદગત રાતથી મહેસાણા જિલ્લામાં ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થયા બાદ આજે સવારથી સાંજ સુધીમાં સમગ્ર પંથકમાં મેઘમહેર જોવા મળી છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં, જે પાક સૂકાવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા તે પાકને હવે નવજીવન મળ્યું છે અને જગતના તાતમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં સરેરાશ 25 મીમી વરસાદ નોંધાયો હતો. તાલુકાવાર આંકડા જોઈએ તો કડીમાં સૌથી વધુ 39 મીમી, ખેરાલુમાં 37 મીમી, વિજાપુરમાં 35 મીમી, વડનગરમાં 20 મીમી, જોટાણામાં 17 મીમી, સતલાસણામાં 16 મીમી, વિસનગરમાં 13 મીમી, ઊંઝામાં 11 મીમી અને બેચરાજીમાં 3 મીમી વરસાદ નોંધાયો છે.બોટાદ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરીહવામાન વિભાગની રેડ એલર્ટની આગાહી વચ્ચે બોટાદ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જ્યાં બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા-ભડાકા અને ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. બોટાદ શહેરના ખસ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, પાળીયાદ રોડ અને ટાવર રોડ સહિતના તમામ વિસ્તારો તેમજ સમઢીયાળા, સેંથળી, લાઠીદડ અને નાગલપર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધતા માર્ગો પર પાણી વહેતા થયા છે. અચાનક શરૂ થયેલા આ ધોધમાર વરસાદના કારણે સમગ્ર બોટાદ પંથકના વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ઉકળાટથી રાહત મળી છે.પોશિનામાં વીજળીના કડાકા સાથે વરસાદસાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં આકાશમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, જ્યાં લાંબડીયા, કોટડા અને દેલવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અચાનક તૂટી પડેલા આ વરસાદથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ઉનાળા જેવી ગરમીથી મોટી રાહત મળી છે. આ વરસાદી ઝાપટાંથી અતિશય ગરમીને કારણે મુરઝાતી ખેતીને નવજીવન મળ્યું છે, જેને લઈને ધરતીપુત્રો અને ખેડૂતોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.ધોરાજી પંથકમાં પણ મેઘરાજાની મહેર યથાવતરાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પણ મેઘરાજાની મહેર યથાવત રહી છે, જ્યાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે ધોરાજી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક સામાન્ય તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ રહેવાથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે. અચાનક શરૂ થયેલા આ વરસાદથી રસ્તાઓ પર લોકો છત્રીનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે, તો બીજી તરફ લાંબા સમયથી રાહ જોયા બાદ વરસી રહેલા આ વરસાદથી ખેડૂતો અને 'જગતનો તાત' ખુશખુશહાલ થઈ ગયા છે.વેરાવળ-તાલાલા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીવેરાવળ-તાલાલા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેના કારણે લાંબા સમયના વિરામ બાદ આ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે તાલાલા-વેરાવળ સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યાં છે, ખાસ કરીને ઘુસિયા ગામ નજીક હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર આંશિક રીતે પ્રભાવિત થયો છે. આ ઉપરાંત તાલાલા પ્રવેશદ્વાર પાસે આવેલા એસ.ટી. બસ સ્ટેન્ડ પંથકમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે. માર્ગો પર પાણીના પ્રવાહ વહેતા થવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે, તો બીજી તરફ આ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને લાંબા સમયથી મેઘરાજાની રાહ જોઈ રહેલા 'જગતના તાત' એટલે કે ખેડૂતોમાં ભારે ખુશી અને રાહતની લહેર દોડી ગઈ છે.સ્કૂલ બસને પાણીની બહાર કાઢવા મથામણઅમદાવાદના મુમતપુરા VIP રોડ પર ધોધમાર વરસાદના કારણે ભરાયેલા પાણીમાં એક સ્કૂલ બસ ફસાઈ જવાની ગંભીર ઘટના સામે આવી છે. ભારે જળભરાવ વચ્ચે રોડ પર અટવાઈ ગયેલી આ સ્કૂલ બસને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સ્થાનિક સ્તરે ભારે મથામણ હાથ ધરવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ક્રેનની મદદથી પાણીમાં ફસાયેલી સ્કૂલ બસને બહાર કાઢવાની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.સૂત્રાપાડા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રીસૂત્રાપાડા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પુનઃ એન્ટ્રી થતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. વડોદરા, ઝાલા, પ્રાચી, પ્રશ્નાવડા, લોઢવા અને સિંગસર સહિતના આસપાસના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે આ મેઘમહેર રાહતરૂપ સાબિત થઈ છે, કારણ કે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હોય, સમયસર વરસાદ વરસવાથી ચોમાસુ પાકને નવું જીવનદાન મળવાની પ્રબળ આશા બંધાઈ છે અને ધરતીપુત્રોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ખેરાલુ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીખેરાલુ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર બે જ કલાકમાં ૩૭ મિમી વરસાદ ખાબક્યો છે, જેના કારણે સવારથી અત્યાર સુધીમાં કુલ ૪૦ મિમી (દોઢ ઇંચ જેટલો) વરસાદ નોંધાયો છે. બપોરે ૧૨ થી ૨ વાગ્યા દરમિયાન આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેનાથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. સતત બે દિવસથી પડી રહેલા આ વરસાદી ઝાપટા અને ધોધમાર પાણી વહવાને કારણે શહેરના માર્ગો તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા છે. બીજી તરફ, લાંબા સમયના વિરામ બાદ સુકાઈ રહેલા ખેતીના પાકોને નવું જીવનદાન મળતા ધરતીપુત્રો અને ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે.બોટાદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદબોટાદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ સાર્વત્રિક અને ધીમી ધારે વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જેના કારણે આખો દિવસ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા રહેતા રાત્રીના અંધકાર જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા એક મહિનાથી વરસાદ ન વરરસવાને કારણે ચિંતિત બનેલા ખેડૂતો માટે આ ધીમી ધારે વરસી રહેલો વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે, જેનાથી કપાસ, મગફળી, તલ, જુવાર તેમજ શાકભાજી અને ઘાસચારાના પાકોને નવું જીવનદાન મળતા જગતના તાતને મોટી રાહત મળી છે.અમદાવાદના શેલામાં વરસાદી પાણી ભરાયા અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શેલા વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં મુખ્ય રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાઈ જવાના કારણે આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. માર્ગો પર પાણી ભરાઈ જવાને કારણે વાહનોના આખા ટાયર પણ પાણીમાં ડૂબી ગયા છે, જેના લીધે વાહનચાલકો અટવાયા છે અને લોકોને મજબૂર થઈને ભારે મુશ્કેલી વચ્ચે પાણીમાંથી ચાલીને જવાની ફરજ પડી રહી છે.પોરબંદરમાં વરસાદનું રેડ એલર્ટલાંબા સમયથી વરસાદથી વંચિત રહેલા પોરબંદર જિલ્લામાં હવામાનમાં મોટો બદલાવ આવ્યો છે અને ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે તંત્ર દ્વારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ખરાબ હવામાન અને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને પોરબંદર બંદર પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે, તેમજ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળવા માટે માછીમારોને દરિયો ન ખેડવા અને ખાસ સાવચેતી રાખવા તંત્ર દ્વારા કડક સૂચના અને અપીલ કરવામાં આવી છે.આતુરતાનો અંત, યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની પધરામણીથી આનંદો!યાત્રાધામ દ્વારકામાં મેઘરાજા મહેરબાન થયા છે. ચાલુ સીઝનમાં નહિવત વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા, વરસાદ પડતા જગતનો તાત ખુશખુશાલ થયો છે. વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો અને માલધારીઓના ચહેરા પર ચિંતાની રેખાઓ હળવી થઈ છે. દ્વારકા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વસાદથી ખેડૂતોમાં પાકને જીવતદાન મળવાની આશા બંધાઇ છે. દ્વારકા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમા સામાન્ય વરસાદથી વાતાવરણમા ઠંકડ પ્રસરી છે.અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો, રસ્તા જળમગ્ન થતા વાહનચાલકોની હાલત કફોડીઅમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે અખબારનગર અંડરપાસમાં પાણી ભરાઈ જતા બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા જળમગ્ન બન્યા છે. જે કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે.જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદઅમરેલીના રાજુલા બાદ જાફરાબાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. રાજુલા શહેરમાં 2 ઇંચ નોંધાયો છે.સુરત શહેરમાં ફરી શરૂ થયો ધોધમાર વરસાદસુરત શહેરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં ઠંડક પસરી છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.મહેમદાવાદમાં મુસળધાર વરસાદમહેમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદની શરૂઆત છે. આજે ત્રીજા દિવસે મહેમદાવાદ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ખાત્રજથી મહેમદાવાદ અમદાવાદ રોડ પર વિઝીબીલિટી સર્જાઈ છે. મહેમદાવાદ પંથકમાં ડાંગર શાકભાજીના પાકોમાં ફાયદો થશે.પાલીતાણામાં વરસાદની જોરદાર બેટિંગપાલીતાણા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેના પગલે શહેરના મુખ્ય બજાર, જકાતનાકા અને તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ મેઘમહેર માત્ર શહેરી વિસ્તાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ શેત્રુંજી ડેમ વિસ્તાર તેમજ ઘેટી, ડુંગરપૂર, હસ્તગીરી અને મોખડકા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી રેલાયા છે, તો બીજી તરફ લાંબા સમયથી રાહ જોવાતી આ મેઘમહેરથી ખેતીના પાકોને નવું જીવન મળતા ધરતીપુત્રો અને ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે.સુરતના ઉધના નવસારી રોડ પર ભરાયા પાણી સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતાની સાથે જ વહીવટી તંત્ર અને જીપીસીબી (GPCB) ની પોલ ખુલ્લી પડી ગઈ છે, વિશેષરૂપે ઉધના નવસારી રોડ પર અને ઉધના બસ સ્ટેશનની બહારના માર્ગો પર ગોઠણસમા પાણી ભરાઈ જવાના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદ વચ્ચે ડ્રેનેજ લાઈનો ઉભરાઈ જતા અને બેક મારતા ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું હતું, જેમાં ડ્રેનેજમાંથી કેમિકલયુક્ત પાણી બહાર આવતા મોટું કૌભાંડ બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં તપેલા ડાઈંગ મિલ દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી સીધું જ ડ્રેનેજમાં છોડવામાં આવતું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદઅરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા મેઘરજ અને બાયડ પંથકમાં માત્ર ચાર કલાકમાં જ ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ અતિભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને આંબાવાડી અને ગાયત્રી સોસાયટી જેવા વિસ્તારોમાં બે ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહેવાસીઓ, વાહનચાલકો અને રાહદારીઓને આવાગમનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જૂનાગઢ જિલ્લાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદજૂનાગઢ જિલ્લાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે ગુંદાજડ નદીમાં નવા નીર આવ્યા છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે. આ અવિરત વરસાદથી લાંબા સમયથી તરસતી સૂકી ધરતી અને જમીન સંપૂર્ણપણે તૃપ્ત થઈ ગઈ છે, જેના પગલે ખેડૂતોએ ઉત્સાહભેર વરસાદના વધામણા કર્યા છે અને ખેતીના પાકો માટે પાણી ઉપલબ્ધ થતાં ખેડૂતોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે.બગોદરા હાઈવે પર ખાડારાજચોમાસા દરમિયાન ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવેની પોલ ખોલી નાખી છે. બગોદરા હાઈવે પર ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ જતા રસ્તા તળાવમાં ફેરવાયા છે. ઠેરઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે તંત્ર માત્ર મેટલ કપચી નાખી સંતોષ માનતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આખો હાઈવે જાણે તળાવમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ખ્યાલ જ નથી આવતો કે રસ્તો ક્યાં છે અને ખાડો ક્યાં છે.અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં પાણી ભરાયાઅમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ પર ભારે વરસાદના પગલે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે નોકરી-ધંધે કે બહાર નીકળેલા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાણી ભરાવાના કારણે વાહનની ગતિ પણ ખૂબ જ મંદ પડી ગઈ છે.સુરત શહેરમાં ફરી શરૂ થયો ધોધમાર વરસાદસુરત શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર વાપસી કરી છે, જેના પગલે સમગ્ર શહેરમાં કાળા ડિબાંગ વાદળોની છાયા વચ્ચે સાર્વત્રિક અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અચાનક બદલાયેલા આ વરસાદી માહોલથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ તથા બફારાથી હેરાન પરેશાન થઈ ગયેલા સુરતીઓને મોટી રાહત મળી છે. બીજી તરફ, સમયસર થયેલા આ વરસાદને કારણે ખેતીના પાકોને નવું જીવનદાન મળવાની પૂરી આશા બંધાતા ખેડૂતોમાં પણ ભારે ખુશીની લહેર દોડી ગઈ છે.અંકલેશ્વરમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયાઅંકલેશ્વર પંથકમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે, જેમાં અંકલેશ્વર-હાંસોટ રોડ પર કડકિયા કોલેજ પાસે આવેલી આમલાખાડી ઓવરફ્લો થતાં ત્યાં બનાવવામાં આવેલા ડાયવર્જન પર પાણી ફરી વળ્યા છે અને સુરક્ષાના ભાગરૂપે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જૂના બ્રિજ પરથી નાના વાહનો પસાર કરાવવામાં આવી રહ્યા છે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે.ગાંધીનગર શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ ગાંધીનગર શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં વિશેષરૂપે મહાનગરપાલિકા હેઠળ આવતા પોર ગામના મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને સ્થાનિકોને આવાગમનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અમદાવાદના વાસણા બેરેજના સાત દરવાજા ખોલાયાઅમદાવાદમાં સતત વરસી રહેલા વરસાદના પગલે સાબરમતી નદીના જળસ્તરને નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજના કુલ ૭ દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાં ૩ દરવાજા ૩ ફૂટ અને ૪ દરવાજા ૨ ફૂટ ખોલીને અત્યાર સુધીમાં કુલ ૯,૯૭૮ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ ૪૯ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને જળબંબાકાર થયેલી પરિસ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.અમદાવાદમાં પેલેડિયમ મોલ નજીકનો સર્વિસ રોડ પાણીમાં ગરકાવઅમદાવાદના એસ.જી. હાઈવે પર વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. પેલેડિયમ મોલ નજીકનો સર્વિસ રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે. પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટૂ-વ્હીલર ચાલકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. રસ્તા પર ચાલી રહેલા ખોદકામને કારણે માર્ગ સાંકડો બની ગયો છે. સાથે જ માટીના ઢગલા રસ્તા પર ખડકાતા વરસાદી પાણી સાથે કાદવ અને માટી ફેલાઈ રહી છે. પરિણામે વાહનચાલકોની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે.લિંબડી શહેર અને ગ્રામ્યમાં વરસાદનું આગમનલીંબડી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રે તથા વહેલી સવારે ગાજવીજ સાથે મેઘ મહેર થવાને કારણે ભલગામડા, ઘાઘરેટિયા, અંકેવાળિયા, રાસકા, બોડીયા, બલદાણા, ચોરણિયા, બોરણા તેમજ શિયાણી, નળકાંઠા અને ભાલપંથકમા મુશળધાર વરસાદ વરસ્યો છે. લાંબા સમયથી વરસાદ ખેંચાવાને કારણે ચિંતામાં મુકાયેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે, જેનાથી કપાસ, જુવાર, એરંડા અને બાજરી જેવા ઉભા પાકને નવું જીવનદાન મળતા ધરતીપુત્રોમાં રાહતની લાગણી ફેલાઈ ગઈ છે.અટલાદરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાવડોદરામાં ભારે વરસાદને પગલે અટલાદરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, ખાસ કરીને અટલાદરા-બિલ-વડસર રોડ પર પાણી ભરાવાને કારણે મોટી મુશ્કેલી સર્જાઈ છે. ગટર લાઈન પર જ રોડ બનાવી દેવામાં આવ્યો હોવાના કારણે પાલિકાના મશીનો પણ ફેલ સાબિત થયા છે અને પાણી ઓસરતા ન હોવાથી આખરે સક્શન મશીન કામે લગાડવાની ફરજ પડી છે.પેટલાદમાં ધોધમાર વરસાદ ખાબક્યોપેટલાદ પંથકમાં રાત્રિના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક ખેતરોમાં પીળી પડવા અને સુકાવા લાગેલી ડાંગરના પાકને નવું જીવનદાન મળ્યું છે. આ અણધાર્યા અને સમયસરના ધોધમાર વરસાદને પગલે હવે ડાંગરનો પાક વિના વિઘ્ને સારી રીતે તૈયાર થઈ જશે તેવી પ્રબળ આશા ખેડૂતોમાં બંધાઈ છે.વિજાપુર શહેરમાં વરસાદી માહોલમહેસાણા જિલ્લાના વિજાપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મોડી રાતથી મેઘરાજાની પધરામણી થઈ છે અને સવારથી જ ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં આશરે ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. લાંબા સમય બાદ થયેલા આ વરસાદના આગમનને કારણે વિજાપુર તાલુકાના સમગ્ર ગામોમાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે, જ્યારે બીજી તરફ ભારે વરસાદને લીધે શહેરના જાહેર મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.વરસાદમાં અમદાવાદ શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવઅમદાવાદમાં માત્ર એક જ કલાકના ધોધમાર વરસાદમાં શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે, જેના કારણે ખારીકટ કેનાલ હોવા છતાં પાણીનો નિકાલ કેમ નથી થઈ રહ્યો અને નીચાણવાળા વિસ્તારોની આ કાયમી સમસ્યાનો ક્યારે ઉકેલ આવશે તેવા ગંભીર સવાલો સાથે AMCની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અને તંત્રના મોટા દાવાઓ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.જામનગર શહેરમાં વરસાદ શરૂ થયોજામનગર શહેર અને જિલ્લામાં હવામાનની આગાહી મુજબ ભાદરવા મહિનામાં પણ અષાઢી માહોલ સર્જાયો છે, જ્યાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં અને ઝરમર વરસાદ શરૂ થયો છે. આ વરસાદના પડવાથી ખેડૂતોના ઉભા પાકને નવું જીવનદાન મળી શકે તેવી પૂરી આશા બંધાઈ છે.વેરાવળ અને સોમનાથ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સોમનાથ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જ્યાં વહેલી સવારથી જ વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વરસાદના કારણે ચોમેર ઠંડક પ્રસરી જતાં વાતાવરણ અત્યંત ખુશનુમા બની ગયું છે અને પવિત્ર તીર્થધામ સોમનાથ મંદિર તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. લાંબા વિરામ બાદ થયેલા આ વરસાદથી ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના પગલે ખેતી માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થતાં ધરતીપુત્રો અને ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે તેમજ વેપારીઓમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.અમરેલી જિલ્લામાં વરસાદી માહોલઅમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ વરસવાથી માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જ્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. આશરે એક માસના લાંબા વિરામ બાદ ગણેશ ચતુર્થીના પાવન અવસર પર આ પ્રકારે ધોધમાર વરસાદ ખાબકતા લોકોમાં ભારે ખુશી અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.પાટણમાં વરસાદી માહોલ જામ્યો પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જ્યાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા પાટણ, હારીજ, સમી, રાધનપુર અને ચાણસ્મા સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ધીમીધારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક છવાઈ જતાં અતિશય બફારા અને ઉકળાટથી સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે. બીજી તરફ, કપાસ, એરંડા, બાજરી અને કઠોળ જેવા પાકો સુકાવાના આરે પહોંચી ગયા હતા, ત્યારે આ વરસાદના આગમનથી સુકાતા પાકને નવું જીવનદાન મળવાની પૂરી આશા જાગી છે અને જિલ્લાભરના ખેડૂતોમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે.અમદાવાદમાં ભારે વરસાદથી હાલાંકીઅમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે પશ્ચિમ વિસ્તારના ગુજરાત કોલેજ રેલવે અંડરપાસમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ગરનાળુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેના કારણે વધુ પાણી ભરાતા બંને તરફનો ટ્રાફિક એક જ રોડ પરથી પસાર થવા મજબૂર બન્યો છે. આ ઉપરાંત શહેરના પાલડી વિસ્તારમાં આવેલી શાંતિકૃપા રેસીડેન્સી પાસે તેમજ એપ્રિલપાર્ક મેટ્રો સ્ટેશન પાસેથી અમરાઈવાડી અને ગોમતીપુર તરફ જવાના માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને અવાર-જવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને શહેરમાં વરસેલા આ વરસાદથી સમગ્ર વાહનવ્યવહાર ગંભીર રીતે અસરગ્રસ્ત થયો છે.અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યોઅમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે વસ્ત્રાપુર અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પરંતુ આ ખરાબ વાતાવરણની સીધી અસર હવાઈ મુસાફરી પર પડી છે, જેને લીધે અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી વિવિધ ફ્લાઇટ્સ મોડી પડી છે. દિલ્હી, ઇન્દોર, અબુધાબી અને કુવૈત સહિતની ૯થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ૩૦ મિનિટથી લઈને ૧ કલાક સુધી મોડી પડતા મુસાફરો ભારે મુશ્કેલી અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે.મોડાસામાં માત્ર એક જ કલાકમાં બે ઇંચ વરસાદઅરવલ્લી જિલ્લાના મોડાસામાં માત્ર એક જ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે મેઘરજ રોડ, ચાર રસ્તા અને બસપોર્ટ પાછળના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનો બંધ થઈ જવાની ઘટનાઓ પણ બની હતી. આ ભારે વરસાદને પગલે સમગ્ર અરવલ્લી જિલ્લાભરમાં મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરી હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છેતારાપુર અને ખંભાત સહિતના ભાલ પંથકમાં વરસાદતારાપુર અને ખંભાત સહિતના ભાલ પંથકમાં 40 દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર જમાવટ થઈ છે. રાત્રીના ૩ વાગ્યાથી ચોધાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે તારાપુર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે.કેનાલોમાં અપૂરતા પાણીના કારણે ખેતરોમાં તિરાડો પડી ગઈ હતી અને જમીન સુકાઈ રહી હોવાથી અંદાજે ૨૯ હજાર હેક્ટર જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી, ત્યારે આ વરસાદ ડાંગર પકવતા ખેડૂતો માટે સંજીવની સમાન સાબિત થયો છે. લાંબા સમયના સૂકા વાતાવરણ અને અસહ્ય બફારાથી લોકોને પણ મોટી રાહત મળી છે અને ૪૦ દિવસ બાદ થયેલી આ મેઘમહેરથી ખેતરોને નવજીવન મળતા ખેડૂતોના ચહેરા પર ફરી સ્મિત અને આશાની કિરણ જાગી છે.સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યોસાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં ખાસ કરીને વડાલીમાં દોઢ ઇંચ અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ સાર્વત્રિક મેઘ મહેર થવાથી કિસાન આલમમાં ભારે ખુશી જોવા મળી રહી છે અને મુરજાતા ચોમાસુ પાક તથા મગફળી અને કપાસ જેવા પાકોને વ્યાપક ફાયદો થવાની સાથે નવજીવન મળ્યું છે.વડોદરા શહેરમાં ભારે વરસાદ ખાબક્યોવડોદરા શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો પરેશાન થયા હતા અને તંત્રની ચિંતામાં પણ વધારો થયો હતો. આ તરફ ભરૂચના જંબુસર અને તેના ટુંડાજ તેમજ કોરા કાવલી જેવા ગામડાઓમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે, જેના પરિણામે એક મહિનાના લાંબા અંતરાલ બાદ શેરીઓમાં વરસાદી પાણી વહ્યા હતા અને આ સારા વરસાદથી ખેડૂતોના પાકને નવું જીવનદાન મળ્યું છે.વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘ મહેરવલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની મહેર યથાવત રહી છે, જેમાં વિશેષ કરીને કપરાડા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અનેક લો-લેવલ પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને પણ ભારે અસર પહોંચી છે. કપરાડાના કરર્ચોણથી દૂધની તરફ જતા માર્ગ પર આવેલો લેવલ કોઝવે પાણીમાં ડૂબી ગયો છે, જ્યારે બીજી બાજુ બુરલા ગામે કોલક નદીનો પુલ પણ ફરીથી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ પ્રકારની સ્થિતિમાં લો-લેવલના બ્રિજ પરથી લોકો પોતાની જાનના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે, કારણ કે થોડા જ વરસાદમાં કપરાડામાં આ પ્રકારની મુશ્કેલીઓથી સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં વરસાદતાલાલા પંથક અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ થયેલા આ વરસાદને કારણે ચોમેર ઠંડક પ્રસરી જવાથી વાતાવરણ અત્યંત ખુશનુમા બની ગયું છે. આ વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થતાં ધરતીપુત્રો અને ખેડૂતોમાં ખુશીની લહેર તેમજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ વરસાદના આગમનને લઈને વેપારી વર્ગમાં પણ ખુશીનો માહોલ છવાયો છે અને ચોમાસું ફરીથી સક્રિય થયું છે.ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સોમનાથ તેમજ તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે રસ્તાઓ અને શેરીઓમાં વરસાદી પાણી વહેવા લાગ્યા છે. વરસાદના આ આગમનને કારણે ધરતીપુત્રો અને ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.વીજળીના કડાકા-ભડાકા અને જોરદાર પવન સાથે વરસાદડેસર તાલુકામાં મોડી રાત્રે અને વહેલી સવારે વીજળીના કડાકા-ભડાકા અને જોરદાર પવન સાથે ભારે વરસાદ વરસતા ડેસર સહિત સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતું અને માર્ગો પરથી નદીની જેમ વરસાદી પાણી વહ્યા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન અહીં 38 મિમી વરસાદ નોંધાવા સાથે સીઝનનો કુલ વરસાદ 538 મિમી પર પહોંચ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને એક મહિનાની આતુરતાનો અંત આવતા ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે.અરવલ્લી અને મહેસાણામાં ભારે વરસાદઅરવલ્લી જિલ્લામાં ગત રાત્રિએ વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં સાઠંબામાં દોઢ ઇંચ અને મોડાસા શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મેઘરજ, બાયડ, ધનસુરા અને માલપુર સહિતના તાલુકાઓમાં પણ વરસાદ વરસતા ખેતી પાકને મોટો ફાયદો થયો છે, જેને લઈને ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે.ખેરાલુ પંથકમાં લાંબા વિરામ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા-ભડાકા અને ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેરાલુ શહેર ઉપરાંત ડભોડા, કુડા, નળુ, સાગથળા, ચોટીયા, કેશરપુરા અને નાનીવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા તાપ અને ઉકળાટમાંથી રાહત મળી હતી.આણંદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલઆણંદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જેમાં ખાસ કરીને બોરસદ શહેરમાં વહેલી સવારથી જ એકધારો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોડી રાત્રે પણ વરસાદ ખાબક્યા બાદ સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાને કારણે ભોભાફળી, જનતા બજાર અને રબારી ચકલા સહિતના મુખ્ય માર્ગો પાણી-પાણી થઈ ગયા છે. માત્ર શહેરી જ નહીં પરંતુ બોરસદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નાપા, કાવીઠા, દાવોલ, રાસ અને ઝારોલા સહિતના ગામોમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. સતત પડી રહેલા આ વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ છે.જૂનાગઢ અને રાજકોટમાં સતત બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાનરાજકોટમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જ્યાં આકાશમાંથી ધીમે-ધીમે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આ હળવા વરસાદના કારણે શહેરના રસ્તાઓ ભીના થઈ ગયા છે અને વાતાવરણમાં આહ્લાદક ઠંડક પ્રસરી જવાથી લોકોને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે.જૂનાગઢમાં સતત બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન રહ્યા હતા, જ્યાં વહેલી સવારે ગિરનાર પર્વત પર માત્ર એક જ કલાકમાં એક ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા દામોદર કુંડમાં ચોમાસામાં પહેલીવાર પાણી આવવાથી જળસ્તર વધ્યું હતું તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કાળવા નદીમાં સિઝનમાં પહેલીવાર પૂર આવતા નદી બંને કાંઠે ધસમસતા પ્રવાહ સાથે વહેતી થઈ હતી. બીજી બાજુ મોરબી પંથકના હળવદ અને માળિયા સહિતના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મોડી રાત્રેથી શરૂ થયેલા વરસાદી ઝાપટાંથી અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળવાની સાથે ઊભા પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થતાં ખેડૂતોમાં નવી આશા જાગી છે.આ પણ વાંચોઃ Rajkot News : સાયબર ગઠિયાઓએ મોડી રાત્રે ફોન કરી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું, 2 કરોડના ફ્રોડની ધમકી આપી
Read Full Story
arrow_forward