android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gurugram Hit and Run Case: તેણે જાણી જોઇને ટક્કર મારી,આ હત્યાનો પ્રયાસ,  બાઇકર સિયાનો ખુલાસો
calendar_today September 15, 2026

Gurugram Hit and Run Case: તેણે જાણી જોઇને ટક્કર મારી,આ હત્યાનો પ્રયાસ, બાઇકર સિયાનો ખુલાસો

ગુરુગ્રામ હિટ-એન્ડ-રન કેસની ચકચારી ઘટના. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો છે. જેમાં મહિલા બાઇકર કારની ટક્કર વાગે છે અને બાઇક સાથે તે આખી ફંગોળાઇ જાય છે. આ વીડિયોએ સૌને ચોંકાવી દીધા છે. કોઇ કહે છે આ અકસ્માત છે તો કોઇ જોનાર કહે છે કે કારે જ ટક્કર મારી. ત્યારે આ મામલે  ભોગ બનેલી બાઈકર સિયા મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરવા માટે આગળ આવી છે. મારો પીછો કેમ કરવામાં આવતો હતો? - સિયા સિયાએ આ ઘટના વિશે વિગતવાર ચર્ચા કરી. મંગળવારે મીડિયા સાથે વાત કરતા સિયાએ કહ્યું, "મારો પીછો શા માટે કરવામાં આવી રહ્યો હતો? હું મારી પોતાની લેનમાં જ બાઈક ચલાવી રહી હતી. મને ડર હતો કે તેઓ કંઈક નુકસાન પહોંચાડી શકે છે. મારા હાથ અને પગમાં ઈજાઓ થઈ છે. આ હત્યાના પ્રયાસનો મામલો હતો." તેણે ઉમેર્યું કે હું દિલ્હીથી ગુરુગ્રામના 'બાઈકર વન' (Biker One) કાફે તરફ જઈ રહી હતી. હું કોઈ ચોક્કસ રાઈડિંગ ગ્રુપ સાથે જોડાયેલી નથી.  હું ઘણીવાર મારા ભાઈ સાથે રાઈડિંગ કરું છું. કાર ચાલકોને ઉશ્કેરવાની મારી કોઈ ઈચ્છા નથી. હું એક વર્ષથી બાઈક ચલાવી રહી છું." મારી બાઇક તૂટી ગઇ હું ખૂબ ડરી ગઇ- સિયા  સિયાએ સમજાવ્યું કે અકસ્માત બાદ તેની બાઈકના આગળ અને પાછળના બંને બ્રેક તૂટી ગયા હતા, જેના કારણે તેને ચલાવવી અશક્ય બની ગઈ હતી. અન્ય એક રાઈડરે આ ઘટના જોઈ અને તેને પોતાની બાઈક પર પાછળ બેસાડી (પિલિયન રાઈડ આપી) 'બાઈકર વન' કાફે સુધી લઈ ગયા. તેણે કહ્યું, "હું ખૂબ ડરી ગઈ હતી અને બાઈક ચલાવવાની સ્થિતિમાં જ નહોતી. અન્ય એક રાઈડરે મારી બાઈક ચલાવી, જ્યારે હું બીજા મોટરસાયકલ પર ઘરે પાછી ફરી." 'તેમણે જાણીજોઈને મને ટક્કર મારી...'સિયાએ જણાવ્યું કે રાઈડિંગ કરતી વખતે તે પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે, તેથી રસ્તા પર અન્ય કોઈની સાથે ઝઘડો કરવાનું તેનું કોઈ કારણ જ નથી. "આખો દેશ તે વીડિયો જોઈ ચૂક્યો છે અને સ્પષ્ટ છે કે ગુનો કોણે કર્યો છે. મને નથી લાગતું કે તેઓ જે પણ ખુલાસો આપે તે માન્ય ગણાશે. આ હિટ-એન્ડ-રનનો કેસ છે.  તેમણે જાણીજોઈને મને ટક્કર મારી હતી. સિયાએ વધુમાં જણાવ્યું કે ગુરુગ્રામ પોલીસે ઈન્સ્ટાગ્રામ દ્વારા તેનો સંપર્ક કર્યો હતો. સિયાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલ ઉઠાવ્યા આરોપીના વકીલે સિયા પર પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે. આના જવાબમાં સિયાએ કહ્યું, સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવાનો મારો ઉદ્દેશ્ય લોકોમાં કાયદાનો ડર ન હોવાની બાબતને ઉજાગર કરવાનો હતો. કેવી રીતે તેઓ રસ્તા પર કોઈને ટક્કર મારીને સરળતાથી ભાગી જાય છે. આવી હરકતો અંગે ડરની ભાવના પેદા કરવી એ આપણી જવાબદારી છે. સિયાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા... ઘટનામાં ભોગ બનેલી સિયાએ સવાલ ઉઠાવતા કહ્યું કે ગુરુગ્રામમાં કાયદો અને વ્યવસ્થાની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. તેમણે ટ્રાફિક પોલીસને પણ સવાલ કર્યો કે શું કાયદા અમલીકરણ તંત્ર ત્યારે જ હસ્તક્ષેપ કરશે જ્યારે કોઈ બાઈકરને ટક્કર વાગે અને તેનું મૃત્યુ થાય? તેમણે દલીલ કરી કે જો સત્તાવાળાઓ ગુરુગ્રામમાં બાઈકર્સ પર નિયંત્રણો લાદવાના હોય, તો તેમણે ફોર-વ્હીલર ચાલકોની બેફામ ડ્રાઇવિંગની બાબત પર પણ વિચાર કરવો જોઈએ તેમના વિશે શું પગલાં લેવામાં આવી રહ્યા છે?આરોપી કલ્યાણ બેંસલા સામે કર્યા આક્ષેપ ઇન્સ્ટાગ્રામના એક નવા વીડિયોમાં, મહિલા બાઈકર સિયાએ આરોપી કલ્યાણ બૈંસલા સામે ગંભીર આક્ષેપો કર્યા. તેમણે સવાલ કર્યો કે જો આરોપીને આ ઘટનાનો ખરેખર પસ્તાવો હતો, તો ટક્કર બાદ તે ઘટનાસ્થળે કેમ ન રોકાયો? "જો તમને મારા માટે દુઃખ થયું હોત, તો તમે તમારી કારથી મને ટક્કર માર્યા પછી કેમ ન રોકાયા? મારો જીવ પણ જઈ શક્યો હોત," તેમ તેમણે પૂછ્યું. તેમણે ઉમેર્યું કે ટક્કર બાદ આરોપીએ તે સુરક્ષિત છે કે નહીં તે તપાસવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પર શું બન્યું હતું?આ ઘટના રવિવારે સવારે ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પર બની હતી. મહિલાએ જણાવ્યું કે તે બાઈકર્સના એક જૂથ સાથે પોતાની 'એપ્રિલિયા RS 457 સ્પોર્ટ્સ' બાઈક ચલાવી રહી હતી ત્યારે એક કારે તેનો પીછો કરવાનું શરૂ કર્યું. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં, તેમણે આક્ષેપ કર્યો કે કારમાં સવાર લોકો વારંવાર તેમની બાઈકની નજીક આવીને વાહન ચલાવતા હતા અને એવું વર્તન કરતા હતા જેનાથી તેમને અસહજતા અનુભવાઈ. મહિલાએ જણાવ્યું કે તેમણે તેમને સુરક્ષિત અંતર જાળવવાનું કહ્યું હતું. તેના બદલે, કારમાં સવાર લોકોએ તેમને ઊભા રહેવા માટે કહ્યું.

Read Full Story arrow_forward
Gurugram Hit and Run Case: આરોપી કલ્યાણ બૈસલા ઝડપાયો, બાઇક રાઇડર સિયા ચૌહાણના ઘરે પહોંચી પોલીસ
calendar_today September 15, 2026

Gurugram Hit and Run Case: આરોપી કલ્યાણ બૈસલા ઝડપાયો, બાઇક રાઇડર સિયા ચૌહાણના ઘરે પહોંચી પોલીસ

ગુરુગ્રામ હિટ એન્ડ રન કેસમાં આરોપી ઝડપાઇ ગયો છે. ગુરુગ્રામ પોલીસે આરોપી કલ્યાણ બૈસલાને ઝડપી પાડ્યો છે. કલ્યાણ પર બાઇકરની હત્યાના પ્રયાસનો આરોપ છે. ગુરુગ્રામ પોલીસ બાઇક રાઇડર સિયાના ઘરે પહોંચી છે. 

Read Full Story arrow_forward
Ahmedabad News: રોંગ સાઈડમાં આવી રહેલી ટ્રક ચાલકે બાઈક સવાર બે યુવકોને અડફેટે લીધા, એકનું મોત
calendar_today September 15, 2026

Ahmedabad News: રોંગ સાઈડમાં આવી રહેલી ટ્રક ચાલકે બાઈક સવાર બે યુવકોને અડફેટે લીધા, એકનું મોત

અમદાવાદ શહેરમાં બેફામ વાહનચાલકોની બેદરકારી અને ટ્રાફિક નિયમનના સરેઆમ ભંગને કારણે નિર્દોષ નાગરિકોના ભોગ લેવાવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.શહેરના વ્યસ્ત ગણાતા એવા અંજલી બ્રિજ પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.જેમાં રોંગ સાઈડમાં આવી રહેલી એક અનિયંત્રિત ટ્રકે બાઈક પર જઈ રહેલા બે યુવકોને અડફેટે લીધા હતા.આ અકસ્માતમાં એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.જ્યારે અન્ય એક યુવક ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે બ્રિજની છેડે સર્જાઈ દુર્ઘટનાપ્રાપ્ત વિગતો અનુસાર આ ગંભીર અકસ્માત અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે અંજલી બ્રિજના છેડા પર સર્જાયો હતો.બાઈક સવાર બે યુવકો પોતાના નિયમિત રસ્તે જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક અચાનક રોંગ સાઈડમાં ધસી આવી હતી.ટ્રક ચાલકની આ બેદરકારી અને ઓવરસ્પીડના કારણે બાઈક ચાલક કઈ સમજે તે પહેલા જ ટ્રકે જોરદાર ટક્કર મારી દીધી હતી.ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર બંને યુવકો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.એક યુવકનું ઘટનાસ્થળે જ મોત બીજો ગંભીર ઇજાગ્રસ્તઆ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે બાઈક સવાર એક યુવકનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથે રહેલો અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.અકસ્માતની ઘટના જાણીને આસપાસના લોકો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.લોકોએ તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ટ્રાફિક પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.પોલીસે અકસ્માતે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત તેજ કરી છે. ઈસ્કોન બ્રિજ પર બે અકસ્માતઉલ્લેખનીય છે કે, શહેરમાં બેફામ પણે વાહન હંકારનારા લોકો અકસ્માત સર્જી રહ્યાં છે. આજે સવારે ઈસ્કોન બ્રિજ પર એક જ સ્થળે બે અકસ્માત સર્જાયા હતાં. કર્ણાવતી ક્લબ પાસે ચાલી રહેલા કામને કારણે એક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન બોર્ડ સાથે એક બેફામ સ્પીડે આવી રહેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જ્યારે એક ટ્રક ચાલકે બ્રિજ પાસે ગોઠવેલા બેરિકેટ તોડ્યા હતાં. આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી. પરંતુ બેફામ ચાલકો દ્વારા થતા આ અકસ્માતોમાં નિર્દોષ લોકોના મોત થઈ રહ્યાં છે. આ પણ વાંચોઃ Ahmedabad News:આજે ઈસ્કોન બ્રિજ એક જ જગ્યાએ 2 અકસ્માત સર્જાયા, ડાયવર્ઝન બન્યું જીવલેણ

Read Full Story arrow_forward