android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gurugram Hit and Run Case: રાજસ્થાનના દૌસાથી ઝડપાયો આરોપી કલ્યાણ બૈસલા
calendar_today September 15, 2026

Gurugram Hit and Run Case: રાજસ્થાનના દૌસાથી ઝડપાયો આરોપી કલ્યાણ બૈસલા

ગુરુગ્રામ હિટ એન્ડ રન કેસમાં આરોપી ઝડપાઇ ગયો છે. ગુરુગ્રામ પોલીસે આરોપી કલ્યાણ બૈસલાને ઝડપી પાડ્યો છે. કલ્યાણ પર બાઇકરની હત્યાના પ્રયાસનો આરોપ છે. ગુરુગ્રામ પોલીસ બાઇક રાઇડર સિયાના ઘરે પહોંચી છે. આરોપી કલ્યાણ બૈસલા રાજસ્થાનના દૌસાથી ઝડપાયો છે.   ઘટનાના 48 કલાકમાં જ આરોપીને ઝડપી લીધો છે.   હિટ એન્ડ રનનો વીડિયો થયો હતો વાયરલ ગોલ્ફ કોર્સ રોડ પર બનેલી આ 'હિટ-એન્ડ-રન' ઘટનાનો વીડિયો મહિલાની બાઇક પર લાગેલા કેમેરામાં કેદ થયો હતો. સોશિયલ મીડિયા પર આ ફૂટેજ વાયરલ થયા બાદ આ મામલો ચર્ચામાં આવ્યો. વીડિયો અને સીસીટીવી ફૂટેજની તપાસના આધારે, પોલીસે કેસમાં BNSની કલમ 109 (હત્યાનો પ્રયાસ) ઉમેરી છે.ગુરુગ્રામ પોલીસના જણાવ્યા અનુસાર, ગોલ્ફ કોર્સ રોડ પર એક કાર દ્વારા મહિલા મોટરસાઇકલ સવારને ટક્કર મારતો વીડિયો વાયરલ થયા બાદ સેક્ટર-56 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ, ઘટનાસ્થળની નજીકના કેમેરાના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવેલી હકીકતોના આધારે, કેસમાં BNSની કલમ 109 ઉમેરવામાં આવી હતી. ત્રીજી લેનમાં આવીને કારે ટકકર મારી- બાઇકરાઇડરમોટરસાઇકલ સવાર સિયાના જણાવ્યા અનુસાર, તે રવિવારે સવારે અન્ય રાઇડર્સના જૂથ સાથે ગોલ્ફ કોર્સ રોડ પર તેની 'એપ્રિલિયા RS 457' બાઇક ચલાવી રહી હતી. રાઇડ દરમિયાન, તેમની પાછળ એક કાર આવી. સિયાનો આરોપ છે કે કારમાં સવાર લોકોએ તેની સાથે અયોગ્ય વર્તન કર્યું અને થોડા અંતર સુધી તેનો પીછો પણ કર્યો.સિયાએ જણાવ્યું કે તે ત્રીજી લેનમાં સામાન્ય ગતિએ બાઇક ચલાવી રહી હતી. રસ્તા પરના ટ્રાફિકને કારણે તેની ગતિ ધીમી હતી. તે સમયે, પાછળથી આવતી કાર ઝડપથી ત્રીજી લેનમાં આવી અને તેની બાઇક સાથે અથડાઈ. ટક્કર થતાં જ સિયા તેની બાઇક સાથે રસ્તા પર પડી ગઈ અને કેટલાક મીટર સુધી ઘસડાઈ. આ સમગ્ર ઘટના તેની બાઇક પર લાગેલા ફ્રન્ટ-ફેસિંગ કેમેરામાં રેકોર્ડ થઈ હતી. અકસ્માત બાદ સિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો અને કાર સંબંધિત વિગતો શેર કરી, ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. સિયાના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર એક સાથી રાઇડરે કાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ચાલકને ઊભા રહેવા અને પોતાની ભૂલ સ્વીકારવા કહ્યું, પરંતુ આરોપ છે કે ચાલકે ઘટના માટે મોટરસાઇકલ સવારોને જ જવાબદાર ઠેરવ્યા હતા.રેડ લાઈટ તોડીને ભાગી જવાનો આરોપગુરુગ્રામ પોલીસે આ કેસ મામલે કલ્યાણ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં કાયદાનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં અને આરોપી સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. દરમિયાન, અકસ્માતની તપાસના ભાગરૂપે ગુરુગ્રામ પોલીસે કાલકાજી સ્થિત પીડિતના નિવાસસ્થાનની પણ મુલાકાત લીધી હતી. પોલીસ આ કેસને લગતી અન્ય વિગતોની પણ તપાસ કરી રહી છે.

Read Full Story arrow_forward
Nandigram by-election : ભાજપનો મોટો દાવ, સુવેન્દુના પૂર્વ PA ચંદ્રનાથ રથની માતાને ઉતારી મેદાને
calendar_today September 15, 2026

Nandigram by-election : ભાજપનો મોટો દાવ, સુવેન્દુના પૂર્વ PA ચંદ્રનાથ રથની માતાને ઉતારી મેદાને

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે કારણ કે ભાજપે નંદીગ્રામ પેટાચૂંટણી માટે એક અત્યંત ભાવનાત્મક અને વ્યૂહાત્મક પગલું ભર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણી માટે હસિરાની રથને પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. હસિરાની રથ એ જ ચંદ્રનાથ રથની માતા છે, જે અગાઉ અગ્રણી નેતા સુવેન્દુ અધિકારીના પર્સનલ સેક્રેટરી (પીએ) તરીકે ફરજ બજાવતા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો અને તે પછીના થોડા જ સમયમાં ચંદ્રનાથ રથની કરુણ હત્યા કરવામાં આવી હતી, જેણે રાજ્યભરમાં ભારે રાજકીય હલચલ મચાવી દીધી હતી.ચંદ્રનાથ રથની હત્યા અને ચૂંટણી સાથે જોડાણચંદ્રનાથ રથની શંકાસ્પદ હત્યાનો મામલો તે સમયે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. હવે તેમની માતા હસિરાની રથને ચૂંટણીના રણમાં ઉતારીને ભાજપે ફરી એકવાર તે દુઃખદ ઘટનાને અને ચંદ્રનાથના નામની રાજકીય ચર્ચાને તાજી કરી દીધી છે. રાજકીય નિષ્ણાતોના મતે, આ બેઠક પર ભાજપનો આ નિર્ણય માત્ર એક ઉમેદવારની પસંદગી નથી, પરંતુ તે એક મજબૂત રાજકીય સંદેશ પણ છે. નંદીગ્રામ વિધાનસભા મતવિસ્તાર હંમેશાંથી બંગાળની રાજનીતિનું કેન્દ્રબિંદુ રહ્યો છે, અને અહીં યોજાનારી આ પેટાચૂંટણી તમામ પક્ષો માટે ખૂબ જ પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ છે.હસિરાની ઉમેદવારી જાહેર થતા રાજકારણમાં ગરમાવોહસિરાની રથની ઉમેદવારી જાહેર થતાં જ નંદીગ્રામના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને તમામની નજર આ હાઇ-વોલ્ટેજ બેઠક પર ટકેલી છે. ભાજપ આ ચૂંટણીમાં સ્થાનિક લાગણીઓ અને કાયદો-વ્યવસ્થાના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને મેદાનમાં ઉતરી રહી છે, ત્યારે શાસક પક્ષ માટે પણ આ બેઠક જીતવી એક મોટો પડકાર સાબિત થશે.આ પણ વાંચોઃ US Iran War: તેલના ભાવ સાવ ઘટી જશે, ડોનાલ્ડ ટ્રમ્પના દાવાએ સૌને ચોંકાવી દીધા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારતને ખતરો, અમેરિકા દ્વારા 100% ટેરિફ લાદવાની શક્યતા
calendar_today September 15, 2026

Gujarat Latest News Live: રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારતને ખતરો, અમેરિકા દ્વારા 100% ટેરિફ લાદવાની શક્યતા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 15 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward