android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan News : વૌવા ગામમાં વીજળી પડતાં 35 ઘેટાંના ઘટના સ્થળે મોત, માલધારી પરિવાર પર આફત
calendar_today September 15, 2026

Patan News : વૌવા ગામમાં વીજળી પડતાં 35 ઘેટાંના ઘટના સ્થળે મોત, માલધારી પરિવાર પર આફત

પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે એક ગરીબ માલધારી પરિવાર પર મોટો આફતનો પહાડ તૂટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ છે. સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં મોડી રાત્રે ગાજવીજ અને ભારે વરસાદની વચ્ચે અચાનક આકાશી વીજળી ત્રાટકવાની ઘટના સામે આવી છે.ગામના સીમાડે આવેલા ઘેટાંના વાડા પર આ વીજળી પડવાને કારણે વાડામાં પૂરી રાખવામાં આવેલા કુલ 35 ઘેટાંના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે પશુપાલક પરિવારો પર આર્થિક સંકટના વાદળો ઘેરાઈ ગયા છે.રાત્રિના સમયે ગાજવીજ સાથે ત્રાટકી આકાશી વીજળીસાંતલપુર વિસ્તારમાં ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે જોરદાર ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો.આ દરમિયાન વૌવા ગામના માલધારીઓ દ્વારા તેમના ઘેટાંઓને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવેલા વાડા પર અચાનક વીજળી ત્રાટકી હતી. વીજળી પડવાનો ધડાકો એટલો ભયાનક હતો કે આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો.વીજળીના પ્રચંડ આંચકા અને કરંટને કારણે વાડામાં રહેલા મૂંગા પશુઓને બચવાની કોઈ તક મળી ન હતી.બે માલધારીઓના અસંખ્ય ઘેટાં હોમાયાઆ આકાશી આફતમાં બે અલગ-અલગ માલધારી પરિવારોએ પોતાના મૂડીસમાન પશુધનને ગુમાવવું પડ્યું છે.ગ્રામજનોએ જણાવ્યું હતું કે,રબારી વેલાભાઈ સોમાભાઈના વાડામાં રહેલા 21 ઘેટાંના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે,જ્યારે રબારી વલ્લભભાઈ કાજળભાઈના 14 ઘેટાં પણ આ વીજળીની ઝપેટમાં આવીને મૃત્યુ પામ્યા છે.એક જ રાત્રે કુલ 35 ઘેટાં મોતને ભેટતા પશુપાલકોની હાલત કફોડી બની ગઈ છે.ઘેટાં જ આ પરિવારોની આજીવિકાનો મુખ્ય આશરો હોવાથી તેઓ બેહાલ થઈ ગયા છે.તંત્ર દ્વારા પંચનામું અને સરકારી સહાયની ઉગ્ર માગઘટનાની જાણ થતાં જ વૌવા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા ત્વરિતાગતિએ સાંતલપુર તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક તેમજ લેખિતમાં આ દુર્ઘટનાની સત્તાવાર જાણ કરવામાં આવી હતી.મામલાની ગંભીરતાને ધ્યાને લઈને વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને પશુપાલન વિભાગના ડોક્ટરોની વિશેષ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને મૃત પશુઓનું પેનલ પીએમ અને પંચનામું કરવા માટે સખત સૂચનાઓ આપવામાં આવી છે.ગરીબ માલધારી પરિવારોની આજીવિકાનો એકમાત્ર આધાર છીનવાઈ જવાથી ગ્રામજનોમાં ભારે શોક અને વેદના જોવા મળી રહી છે. આ પણ વાંચો: Gandhinagar News : ગુજરાતમાં વૈજ્ઞાનિકો સૂર્યનું રહસ્ય ઉકેલવા લાગ્યા, કૃત્રિમ સૂરજ બનાવવા માટે સંશોધન શરૂ

Read Full Story arrow_forward
Delhi Airport પર ઇમિગ્રેશન કર્યા વિના 3 વિદેશી મુસાફરો ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પહોંચ્યા, Air Indiaને શો કોઝ નોટિસ
calendar_today September 15, 2026

Delhi Airport પર ઇમિગ્રેશન કર્યા વિના 3 વિદેશી મુસાફરો ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પહોંચ્યા, Air Indiaને શો કોઝ નોટિસ

આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા અને ઇમિગ્રેશન વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. મામલો ત્રણ ઇટાલિયન મુસાફરો સાથે જોડાયેલો છે, જેઓ દિલ્હી પહોંચ્યા બાદ જરૂરી ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ પોતાની આગળની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સુધી પહોંચી ગયા હતા. આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઇન્ડિયા પાસેથી જવાબ માંગ્યો છે.ઘટના 4 સપ્ટેમ્બરનીઆ ઘટના 4 સપ્ટેમ્બરની હોવાનું જાણવા મળે છે. ત્રણ ઇટાલિયન મુસાફરો એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા અમૃતસરથી દિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે દિલ્હીથી મ્યુનિક જતી લુફ્થાન્સાની ફ્લાઇટ પકડવાની હતી. નિયમ મુજબ દિલ્હી પહોંચ્યા બાદ આ મુસાફરોએ અરાઇવલ ઇમિગ્રેશન વિસ્તારમાં જઈને જરૂરી ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી.પરંતુ રિપોર્ટ મુજબ આવું થયું નહોતું. મુસાફરોને અરાઇવલ ઇમિગ્રેશન વિસ્તારમાં લઈ જવાને બદલે આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ત્યાંથી લુફ્થાન્સાની મ્યુનિક જતી ફ્લાઇટમાં સવાર થઈ ગયા હતા. આ સમગ્ર પ્રક્રિયાને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે.એર ઇન્ડિયાને કારણદર્શક નોટિસનાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા એર ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી તેવોલ્ડે ગેબ્રેમારિયમને કારણદર્શક નોટિસ ફટકારી છે. એરલાઇન પાસેથી કુલ 9 મુદ્દાઓ પર લેખિત જવાબ માંગવામાં આવ્યો છે. જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને એર ઇન્ડિયાએ 19 સપ્ટેમ્બર સુધીમાં સ્પષ્ટતા કરવાની રહેશે કે તેની સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવે.નોટિસમાં મુસાફરોને સંભાળનારા અને તેમને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં સામેલ એર ઇન્ડિયા તથા SATSના કર્મચારીઓની ભૂમિકા અંગે પણ સવાલો કરવામાં આવ્યા છે. ખાસ કરીને ત્રણેય મુસાફરોને આંતરરાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર રૂટ પરથી કેમ લઈ જવામાં આવ્યા તે તપાસનો મહત્વપૂર્ણ મુદ્દો છે.મંત્રાલયે અમૃતસરમાં જ લુફ્થાન્સાની દિલ્હી-મ્યુનિક ફ્લાઇટનો આગળનો બોર્ડિંગ પાસ જારી કરવામાં આવ્યો હતો તે અંગે પણ સવાલ ઉઠાવ્યો છે. નોટિસ મુજબ હબ-એન્ડ-સ્પોક વ્યવસ્થામાં સ્પોક એરપોર્ટ પરથી આ પ્રકારનો બોર્ડિંગ પાસ જારી કરવાની મંજૂરી હોતી નથી.શું છે હબ-એન્ડ-સ્પોક સિસ્ટમ?હબ-એન્ડ-સ્પોક મોડેલમાં મુસાફરોને ચોક્કસ વ્યવસ્થા હેઠળ સ્પોક એરપોર્ટ પર જ ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની સુવિધા મળી શકે છે. ત્યારબાદ હબ એરપોર્ટ પહોંચ્યા પછી તેઓ જરૂરી સુરક્ષા તપાસ પૂર્ણ કરીને પોતાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પકડી શકે છે.પરંતુ આ મામલે અમૃતસર-દિલ્હી અને દિલ્હી-મ્યુનિક ફ્લાઇટ્સ આ વ્યવસ્થા હેઠળ આવતી નહોતી. તેથી મુસાફરો માટે દિલ્હીમાં અરાઇવલ ઇમિગ્રેશનની નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી હતી.હવે મંત્રાલય સમગ્ર ઘટનામાં એરલાઇનના નોડલ અધિકારી, કર્મચારીઓ અને સુપરવાઇઝરી વ્યવસ્થાની ભૂમિકા અંગે જવાબ માંગી રહ્યું છે. એર ઇન્ડિયાએ હાલ આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.આ પણ વાંચો: Nepal Flood: નેપાળમાં પૂરથી વીજળી સંકટ, ભારત બન્યું મદદગાર રોજ 18 કલાક સુધી વીજળી આપશે

Read Full Story arrow_forward
Gurugram Biker Girl Case : ટક્કર મારનાર આરોપીના દાવા પર બાઈકર ગર્લ પરિવારનો પ્રહાર, કેમ રસ્તા પર પીછો કરતો હતો
calendar_today September 15, 2026

Gurugram Biker Girl Case : ટક્કર મારનાર આરોપીના દાવા પર બાઈકર ગર્લ પરિવારનો પ્રહાર, કેમ રસ્તા પર પીછો કરતો હતો

ગુરુગ્રામમાં કાર અકસ્માતનો ભોગ બનેલી બાઇકર સિયા (શિવાની ચૌહાણ) એ સોમવારે રાત્રે પોતાનું પહેલું વિડીયો સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. આજ તક પર આરોપીના ઇન્ટરવ્યુ બાદ સિયાએ આ જવાબી વિડીયો રજૂ કર્યો હતો. બીજી તરફ, સોમવારે સાંજે પીડિતાના પિતા રોશન ચૌહાણે વકીલ સાથે ગુરુગ્રામના સેક્ટર ૫૬ પોલીસ સ્ટેશન પહોંચીને લેખિત ફરિયાદ નોંધાવી હતી અને કેસમાં કડક કલમો ઉમેરવાની માગ કરી હતી.સિયાએ આરોપીના દાવાઓ સામે ઉઠાવ્યા સીધા સવાલોપોતાના વિડીયો સ્ટેટમેન્ટમાં સિયાએ આરોપીના તમામ આરોપોનો સખત વળતો પ્રહાર કર્યો હતો. સિયાએ પ્રશ્ન ઉઠાવ્યો કે જો આરોપી દાવો કરતો હોય કે બાઇકર્સ તેને હેરાન કે મારપીટ કરી રહ્યા હતા, તો તે રસ્તા પર તેમનો પીછો કેમ કરી રહ્યો હતો? સિયાએ વધુમાં દાવો કર્યો હતો કે આરોપીએ જાણીજોઈને કારની લેન બદલીને બાઇકને ટક્કર મારી હતી, જે સંપૂર્ણપણે ઇરાદાપૂર્વક કરવામાં આવેલી હિંસક ઘટના હતી. પીડિતાના પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા, ન્યાય માટે લડવાની આપી ખાતરીપીડિતાના પિતા રોશન ચૌહાણે જણાવ્યું કે પોલીસે આ કેસમાં સુઓમોટુ (સ્વતઃ સંજ્ઞાન લઈને) FIR નોંધી લીધી છે અને તેમને ફરિયાદની રસીદ પણ મળી ગઈ છે. તેમણે ઉમેર્યું કે વાયરલ વિડીયો જોતાં સ્પષ્ટ થાય છે કે આ માત્ર એક સામાન્ય અકસ્માત નથી, પરંતુ હિટ-એન્ડ-રન અને હત્યાનો પ્રયાસ હતો. સદનસીબે પુત્રીને ગંભીર ઈજા નથી થઈ, પરંતુ વિડીયોમાં તેને દૂર સુધી ઢસડાતી જોઈ શકાય છે.ગભરાઈ ગયેલી દીકરી અને પિતાની મક્કમતારોશન ચૌહાણે સ્પષ્ટતા કરી કે આ ભયાનક ઘટના બાદ તેમની પુત્રી ખૂબ જ ડરી ગઈ હતી, જેથી તેણે શરૂઆતમાં પરિવારને કશું જણાવ્યું નહોતું. જો તેણે પહેલાં જાણ કરી હોત તો પોલીસ કાર્યવાહી વહેલી થઈ શકી હોત. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમની દીકરી કંઈ ખોટું નહોતી કરી રહી અને સામાન્ય રીતે બાઇક ચલાવી રહી હતી. તેઓ પોતાની પુત્રીને ન્યાય અપાવવા માટે જરૂરી દરેક કાનૂની હદ સુધી જશે.કલમો વધારવા વકીલની માગણી અને ગુરુગ્રામ પોલીસનું વલણસિયાના વકીલે જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેસમાં હત્યાના પ્રયાસ (Attempt to Murder) ના આરોપો ઉમેરવા જોઈએ. તેમણે ગુરુગ્રામ પોલીસના સહકારની પ્રશંસા કરતાં જણાવ્યું કે પોલીસે પરિવારને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં સિયાનું સત્તાવાર નિવેદન નોંધવામાં આવશે. પરિવારનો સ્પષ્ટ આરોપ છે કે આરોપીએ સિયાને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.કોણ છે બાઇકર સિયા?ગુરુગ્રામમાં બાઇક રાઇડિંગનો આ વાયરલ વિડીયો rebelwheels_sia_ નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો હતો. આ પ્રોફાઇલ દિલ્હીના કાલકાજીની રહેવાસી શિવાની ચૌહાણની હોવાનું સામે આવ્યું છે. શિવાની આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલી છે અને તેણે ૨૦૨૨ માં કાલકાજી વોર્ડમાંથી મ્યુનિસિપલ ચૂંટણી પણ લડી હતી. તેના પિતા રોશન ચૌહાણે આ વિગતોની પુષ્ટિ કરી છે.આ પણ વાંચો : Guwahati : સનસનીખેજ બનાવ, પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવનાર આરોપીનું પોલીસ વાહનમાંથી કૂદતાં મોત

Read Full Story arrow_forward