android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
RBI New Rule: બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે RBI લાવી રહ્યું છે નવો નિયમ, આખું એકાઉન્ટ ફ્રીઝ નહીં થાય
calendar_today September 15, 2026

RBI New Rule: બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે RBI લાવી રહ્યું છે નવો નિયમ, આખું એકાઉન્ટ ફ્રીઝ નહીં થાય

આજના સમયમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યા છે. તેની સાથે સાથે સાયબર ફ્રોડની રીતો પણ સતત બદલાઈ રહી છે અને લોકોને છેતરવા માટે ઠગટોળકી દરરોજ અવનવી રીતો અપનાવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સાયબર ફ્રોડ અને શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેક્શનના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આવા કિસ્સામાં ઘણી વખત બેંકો સુરક્ષા માટે ગ્રાહકોના આખા ખાતા ફ્રીઝ કરી દે છે, જેના કારણે જરૂરિયાતના સમયે પૈસાનો ઉપયોગ કરવો મુશ્કેલ બની જાય છે. પરંતુ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI આ પ્રક્રિયામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.RBIના નવા ફ્રેમવર્કમાં શું બદલાશે?RBIના પ્રસ્તાવિત નવા ડ્રાફ્ટ ફ્રેમવર્ક હેઠળ સાયબર ફ્રોડ અથવા મની-મ્યુલ એકાઉન્ટની શંકા હોય ત્યારે દર વખતે આખું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાને બદલે માત્ર શંકાસ્પદ રકમ પર ડેબિટ હોલ્ડ લગાવવાનો પ્રસ્તાવ છે. આવી સ્થિતિમાં ગ્રાહકને સંબંધિત ટ્રાન્ઝેક્શન યોગ્ય હોવાનું સાબિત કરવા માટે 20 દિવસનો સમય આપવામાં આવશે.આ દરમિયાન ગ્રાહકે પોતાની ઓળખ અને રકમના સ્ત્રોત સાથે જોડાયેલા જરૂરી દસ્તાવેજો આપવા પડશે. ત્યારબાદ ગ્રાહક દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજો અને માહિતીની સમીક્ષા કરવા માટે બેંકને 10 દિવસનો સમય મળશે.કયા કારણોસર બેંક એકાઉન્ટ પર રોક લાગી શકે?જો તમારા ખાતામાં સાયબર ફ્રોડ અથવા છેતરપિંડી સાથે જોડાયેલી રકમ આવે અથવા કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળે, તો બેંક તપાસ માટે રોક લગાવી શકે છે.લાંબા સમય સુધી KYC અપડેટ ન કરાવ્યું હોય તો પણ ખાતા સામે કાર્યવાહી થઈ શકે છે.ખાતામાં સામાન્ય લેવડદેવડની સરખામણીમાં અચાનક મોટી રકમની આવક-જાવક થાય તો બેંકને શંકા થઈ શકે છે અને તે તમારા ટ્રાન્ઝેક્શન પર રોક લગાવી શકે છે.કોર્ટ, પોલીસ, ઇન્કમ ટેક્સ વિભાગ અથવા અન્ય કોઈ અધિકૃત સરકારી એજન્સીના આદેશ પર પણ તમારા ખાતા પર રોક લગાવી શકાય છે.ગ્રાહકો માટે કેમ રાહતની વાત છે?આ નવા પ્રસ્તાવનો સૌથી મોટો ફાયદો એ છે કે શંકાસ્પદ રકમની તપાસ દરમિયાન ગ્રાહકના આખા ખાતાની રકમ પર રોક લગાવવાની જરૂર નહીં પડે. એટલે હવે ગ્રાહક બાકીની રકમનો સામાન્ય રીતે ઉપયોગ કરી શકશે, જ્યારે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શંકાસ્પદ રકમ પર ડેબિટ હોલ્ડ લગાવી શકાય છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ગુજરાત બાદ દિલ્હીમાં પણ બોમ્બની ધમકીઓ મળી, શાળાઓને ઉડાવી દેવાનો ઈમેલ મળતાં ખળભળાટ
calendar_today September 15, 2026

Gujarat Latest News Live: ગુજરાત બાદ દિલ્હીમાં પણ બોમ્બની ધમકીઓ મળી, શાળાઓને ઉડાવી દેવાનો ઈમેલ મળતાં ખળભળાટ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 15 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gujarat News: રાજકોટ કોર્ટ, નાયરા રિફાઈનરી અને મહાત્મા મંદિરને ઉડાવી દેવાની ધમકી
calendar_today September 15, 2026

Gujarat News: રાજકોટ કોર્ટ, નાયરા રિફાઈનરી અને મહાત્મા મંદિરને ઉડાવી દેવાની ધમકી

થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં ગાંધીનગર સચિવાલય, કોર્ટ અને અમદાવાદની સ્કૂલો સહિતના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી આપનારા બે આરોપીઓને પોલીસે ઝારખંડથી ઝડપી પાડ્યા હતાં. હવે ફરીવાર ગુજરાતના જાહેર સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. રાજકોટ કોર્ટ અને બાર એસોસિએશનને ખાલિસ્તાની ગ્રુપના નામે ઈ-મેઈલ મોકલીને કોર્ટ તેમજ જામનગર, નયારા રિફાઇનરી અને ગાંધીનગરના મહાત્મા મંદિરને બોમ્બ કે ડ્રોન હુમલાથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તપાસ શરૂ થઈ છે.રાજકોટ કોર્ટ અને બાર એસોસિએશનને ઈમેલ મળ્યોરાજકોટ કોર્ટના ઓફિશિયલ તેમજ બાર એસોસિએશનના ઈ-મેઈલ એડ્રેસ પર ખાલિસ્તાની ગ્રુપના નામે એક અત્યંત ગંભીર અને ધમકીભર્યો સંદેશો મળતા કોર્ટ અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે.આ ઈ-મેઈલમાં માત્ર રાજકોટ કોર્ટને જ નહીં,પરંતુ જામનગર સુધી ડ્રોન હુમલા કરવાની, વાડીનાર પોર્ટથી લઈને નયારા રિફાઇનરી અને સિક્કા પોર્ટને નિશાન બનાવવાની તેમજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આઈફોન બેટરી દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવાની ગર્ભિત ધમકી આપવામાં આવી છે. આ અંગે ત્વરિત કોર્ટ અધિકારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા, સુરક્ષા એજન્સીઓ અને પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમની મદદથી આ ઈ-મેઈલ મોકલનાર શખ્સોને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.સાયબર સેલે બે આરોપીઓની ધરપકડ કરીતાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રીની ઓફિસ, મુખ્યમંત્રી કાર્યાલય તેમજ ગુજરાત વિધાનસભા સહિતના દેશ અને રાજ્યના અત્યંત સંવેદનશીલ અને મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ ગંભીર મામલે સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સે સત્વરે કાર્યવાહી કરીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.આ સમગ્ર કેસમાં બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા ઇ-મેઇલ મોકલવામાં આવ્યા હતા. આ મામલે ટેક્નિકલ સર્વેલન્સ અને સાયબર ઇન્ટેલિજન્સના આધારે બિહાર અને ઝારખંડમાંથી બે શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Patan News:વૌવા ગામમાં વીજળી પડતાં 35 ઘેટાંના ઘટના સ્થળે મોત, માલધારી પરિવાર પર આફત

Read Full Story arrow_forward