android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch:હવે ભરૂચના ખેડૂતો વિદેશમાં પણ ઓર્ગેનિક લેબલ સાથે પાક વેચી શકશે
calendar_today January 2, 2026

Bharuch:હવે ભરૂચના ખેડૂતો વિદેશમાં પણ ઓર્ગેનિક લેબલ સાથે પાક વેચી શકશે

ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના અભિયાનના પ્રણેતા રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને દીશાનિર્દેશન હેઠળ ગુજરાત રાજય આજે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરી રહ્યુ છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા માટે ખેતીના ઉત્પાદનની વિશ્વસનિયતા જાળવવા માટે GOPKA અને APEDA જેવી સંસ્થાઓમાં ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવી તેમને સહકારી મંડળીઓમાં જોડી તેમની સહભાગીદારીનું મોડલ હવે જિલ્લાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યુ છે.ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની આગેવાનીમાં કૃષિ વિભાગ દ્વારા કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત ખેડૂતોને પ્રમાણપત્ર મેળવવા માટે કલસ્ટર અનુસાર ખેડૂતોના જૂથ બનાવી સર્ટીફીકેશન પોગ્રામ અમલમાં મુકવામાં આવ્યો હતો. પ્રથમ વર્ષ દરમ્યાન ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં રચાયેલા કુલ 13 જૂથોના 4,007 ખેડૂતોને વર્ષ 2024 માં ગુજરાત ઓર્ગેનિક પ્રોડકટ સર્ટીફિકેશન એજન્સી, અમદાવાદ તરફથી સ્કોપ સીઆઈ સર્ટીફીકેશન આપવામાં આવ્યુ હતુ. કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને લગતા પ્રયત્નોના પરિણામે જિલ્લાના 4007 જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતીના ઉત્પાદન માટે GOPKA અને APEDA સર્ટિફાઈડ બન્યા છે. ગત 17 મી ડિસેમ્બરના રોજ ભરૂચ જિલ્લાની 13 મંડળીઓના પ્રમુખો અને જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ ગુજરાત ઓર્ગેનિક પ્રોડકટસ સર્ટીફિકેશન એજન્સી, અમદાવાદ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યુ છે. જેમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેનુ ઉત્પાદન હવે વિદેશમાં પણ ઓર્ગેનિકના લેબલ સાથે વેચાણ કરી શકશે. ખેડૂતોની આવક બમણી થશે સર્ટીફીકેશન પોગ્રામ થકી ખેડૂત સંગઠન સ્વરૂપે મંડળીઓ તરફથી તેમના પેદાશને ઉંચા ભાવમાં વેચાણ કરવાની સાથે દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરવાની તક પણ ઉપલબ્ધ થશે જેના કારણે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે. પ્રાકૃતીક ખેતી કરવામાં રસ ધરાવતા ખેડૂતોને મંડળીમાં જોડાવા માટે પોતાના ગામના ગ્રામસેવકનો સંપર્ક કરી શકશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: AMC દ્વારા ઉત્તર ઝોનમાં 241 એકમોને નોટિસ
calendar_today January 2, 2026

Ahmedabad: AMC દ્વારા ઉત્તર ઝોનમાં 241 એકમોને નોટિસ

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તહેવારો વચ્ચે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા અને તેનો સંગ્રહ કરનારા તેમજ વેચાણ કરનારા એકમો સામે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.જેની સાથે જ ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ તેમજ વેચાણ કરાનારા 241 એકમોને નોટિસ ફટકારીને રૂ.1,02,292 નો દંડ વસુલવામાં આવ્યો છે. આ માટે વિવિધ પાનની દુકાનો, ચાની લારીઓ તેમજ ગંદકી કરતાં એકમો સામે કાર્યવાહી કરી છે. આ માટે ડસ્ટબીન ન રાખતા અને પ્લાસ્ટિકો ઉપયોગ કરતાં 10.9 કિ.ગ્રા પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે એક એકમોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: વિંઝોલમાં અજાણ્યા વાહનચાલકે આધેડને અડફેટે લેતાં મોત નીપજ્યું
calendar_today January 2, 2026

Ahmedabad: વિંઝોલમાં અજાણ્યા વાહનચાલકે આધેડને અડફેટે લેતાં મોત નીપજ્યું

વિંઝોલ પાસે આવેલ ગેરતપુર નજીક મોર્નિંગ વોક કરવા નીકળેલા આધેડને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં મોત નીપજ્યુ હતુ. જેમાં રોજીંદા સમયે ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ કરતા અકસ્માત થયો હોવાનું માલૂમ પડયું હતુ. આ અંગે જે ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.વિંઝોલમાં રહેતા 53 વર્ષીય અયોધ્યાપ્રસાદ વર્મા વટવા જીઆઇડીસીમાં એક કંપનીમાં નોકરી કરતા હતા. ગત ગુરૂવારે તે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, પરંતુ નિયત સમયે ઘરે ન આવતા પરિવારના સભ્યોએ શોધખોળ કરી હતી. આ દરમિયાન પરિવારને જાણવા મળ્યું હતું કે, એક અકસ્માત થતા 108 મારફ્તે ગેરતપુર રોડ પર આવેલા શંકર ભગવાનના મંદિર અને સ્મશાનની વચ્ચે અયોધ્યાપ્રસાદને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ઇજાઓ પહોચી છે અને તેમને હોસ્પિટલ લઈ જવાયા છે, પરંતુ પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા ત્યાં જાણવા મળ્યું કે, ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. આ અંગે જે ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward