android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
MP Singrauli News: ધુમાડાના ગોટે ગોટા..ભયાનક દ્રશ્ય, કોલસાથી ભરેલા ટ્રેલરનું ટાયર બદલતા અચાનક...પ્રચંડ વિસ્ફોટ, Video
calendar_today September 16, 2026

MP Singrauli News: ધુમાડાના ગોટે ગોટા..ભયાનક દ્રશ્ય, કોલસાથી ભરેલા ટ્રેલરનું ટાયર બદલતા અચાનક...પ્રચંડ વિસ્ફોટ, Video

મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાના બરગવન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. અહીં રસ્તા કિનારે ઊભેલા કોલસાથી ભરેલા ટ્રેલરનું ટાયર બદલતી વખતે અચાનક જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ ટ્રેલર ડ્રાઇવરનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સમગ્ર બનાવનો આઘાતજનક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ટાયર ફ્લેટ થતાં પંચર બદલતી વખતે સર્જાયો અકસ્માતઆ ઘટના બરગવન પોલીસ સ્ટેશન હેઠળના બારી ઝરિયા વિસ્તારની છે. મોડી રાત્રે કોલસાથી ભરેલું એક વિશાળ ટ્રેલર રસ્તાની બાજુમાં પાર્ક કરવામાં આવ્યું હતું. પચૌરના રહેવાસી ડ્રાઇવર અનિલ સાહુ ગાડીનું ફ્લેટ થયેલું ટાયર ખોલવાનો અને તેને બદલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન જ અચાનક જોરદાર ધડાકા સાથે ટાયર ફાટી ગયું હતું અને આખો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો હતો.ધડાકો એટલો શક્તિશાળી હતો કે ડ્રાઇવરના ફાટી ગયા ટુકડાટાયરમાં રહેલા ભારે દબાણને કારણે થયેલો વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ડ્રાઇવર અનિલ સાહુનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. આ અકસ્માત સમયે ટ્રેલરની નજીક જ ઊભેલા બે અન્ય લોકો પણ વિસ્ફોટની ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. અચાનક થયેલા આ વિસ્ફોટથી વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પોલીસની ત્વરિત કાર્યવાહી: ઘાયલો હોસ્પિટલમાં ભરતીઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક બાયધન જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસે મૃતક ડ્રાઇવરના મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.પ્રત્યક્ષદર્શીઓનો આંખે દેખ્યો અહેવાલ અને વાયરલ વીડિયોપ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટાયર ફાટવાનો અવાજ એટલો તીવ્ર હતો કે દૂર-દૂર સુધી સંભળાયો હતો. ક્ષણભરમાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા લાઈવ વીડિયોમાં વિસ્ફોટ બાદ ચારેય તરફ ફેલાયેલો ધુમાડો અને ગભરાટ જોઈ શકાય છે.ભારે વાહનોના ટાયર રિપેરિંગ વખતે સુરક્ષાના નિયમો અનિવાર્યપ્રાથમિક તારણ મુજબ, આ અકસ્માત ટાયરમાં ઓવર એર પ્રેશર (હવાનું વધુ પડતું દબાણ) હોવાને કારણે થયો હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, જ્યારે ટાયરમાં હવાનું દબાણ વધુ હોય ત્યારે તેને બેદરકારીથી ડિફ્લેટ કરવું કે બદલવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તેથી, ભારે વાહનોના પંચર અથવા ટાયર બદલતી વખતે તમામ સુરક્ષા ધોરણોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : વડોદરા જેટકો ઓફિસ બહાર ઈલેક્ટિકલ આસિસ્ટન્ટની ભરતી મુદ્દે વિરોધ, ભરતીમાં અન્યાય થયો હોવાનો આરોપ
calendar_today September 16, 2026

Gujarat Latest News Live : વડોદરા જેટકો ઓફિસ બહાર ઈલેક્ટિકલ આસિસ્ટન્ટની ભરતી મુદ્દે વિરોધ, ભરતીમાં અન્યાય થયો હોવાનો આરોપ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gandhinagar News: ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખનો પુત્ર નકલી પાસપોર્ટના આધારે 6 દેશોમાં ફર્યો, ATSએ ધરપકડ કરી
calendar_today September 16, 2026

Gandhinagar News: ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખનો પુત્ર નકલી પાસપોર્ટના આધારે 6 દેશોમાં ફર્યો, ATSએ ધરપકડ કરી

અમદાવાદ શહેરમાં બનાવટી દસ્તાવેજો બનાવીને કાયદાની આંખમાં ધૂળ નાખવાના વધુ એક ગંભીર કેસમાં ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરિંગના ગંભીર ગુનામાં સંડોવાયેલા હરિકેશ પ્રણવ પટેલ નામના આરોપીએ પોતાનો અસલી પાસપોર્ટ જમા હોવા છતાં બનાવટી પાસપોર્ટ તૈયાર કરાવ્યો હતો અને તેના આધારે વિદેશ પ્રવાસ ખેડ્યો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ગુજરાત એટીએસે સઘન તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. દુબઈના એક મિત્ર મારફતે નવો બનાવટી પાસપોર્ટ બનાવ્યોગુજરાત એટીએસના એસપી કે. સિદ્ધાર્થે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્ર અને મની લોન્ડરિંગના આરોપી હરિકેશ પટેલની ગુજરાત એટીએસ દ્વારા નકલી પાસપોર્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2022-23માં ઈડી (ED) સમક્ષ પોતાનો અસલી પાસપોર્ટ જમા કરાવવા છતાં, આરોપીએ ખોટા સરનામાના આધારે અને 25 લાખ રૂપિયાનો ખર્ચ કરીને દિલ્હીથી દુબઈના એક મિત્ર મારફતે નવો બનાવટી પાસપોર્ટ તૈયાર કરાવ્યો હતો. આ નકલી પાસપોર્ટના સહારે આરોપીએ દુબઈ, ભૂતાન, નેપાળ ઉપરાંત બેંગકોક, સિંગાપોર અને મલેશિયા સહિત કુલ 6 જેટલા દેશોની આંતરરાષ્ટ્રીય મુસાફરીઓ પણ કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત, એટીએસની તપાસમાં અમદાવાદમાં તેની અનેક બોગસ કંપનીઓ હોવાનું અને તેમાંથી કેટલીક કંપનીઓ સંપૂર્ણપણે ફરજી હોવાનું પણ મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.ગાઝિયાબાદ આરપીઓમાંથી બીજો પાસપોર્ટ મેળવ્યોતેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત એટીએસ દ્વારા ખોટા દસ્તાવેજો અને ખોટી માહિતીના આધારે બીજો ભારતીય પાસપોર્ટ મેળવીને વિદેશ પ્રવાસ કરનાર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર હરીકેશ પ્રણવકુમાર પટેલ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉ ઈડી (ED) ના મની લોન્ડરિંગ કેસમાં મૂળ પાસપોર્ટ કોર્ટમાં જમા હોવાની હકીકત છુપાવીને આરોપીએ દિલ્હી અને આગ્રાના બનાવટી ભાડા કરારો અને ખોટા સરનામાના આધારે ગાઝિયાબાદ આરપીઓમાંથી બીજો પાસપોર્ટ મેળવ્યો હતો. આ નકલી પાસપોર્ટના સહારે તેણે ભૂટાન, બેંગકોક, સિંગાપોર, દુબઈ અને નેપાળ જેવા દેશોની આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેથી એટીએસે તા.13 સપ્ટેમ્બર 2026ના રોજ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચોઃ Surat News : રસોડાના કર્મચારીઓ પાસે જ નહોતા મેડિકલ સર્ટિફિકેટ! મનપાએ પીપી સવાણી સ્કૂલ સામે કરી મોટી કાર્યવાહી

Read Full Story arrow_forward