android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Disa : ઈકબાલગઢ હાઈવે પર શિવ કોમ્પ્લેક્ષ આગળના દબાણો દૂર કરાયા
calendar_today October 16, 2026

Disa : ઈકબાલગઢ હાઈવે પર શિવ કોમ્પ્લેક્ષ આગળના દબાણો દૂર કરાયા

ઈકબાલગઢ હાઈવે પર ઝાંઝરવા ગ્રામ પંચાયતની હદમાં આવેલા શિવ કોમ્પ્લેક્ષની દુકાનો આગળ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. હાઈવે પર આવેલી દુકાનના માલિક મહેશ ઠાકોર દ્વારા સ્થાનિક તંત્રને દબાણો દૂર કરવા અંગે અરજી કરવામાં આવી હતી. આ અરજીના પગલે ઝાંઝરવા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરી દુકાનો આગળના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન નાયબ તાલુકા વિકાસ અધિકારી જગદીશ મકવાણા, તલાટી કમ મંત્રી પ્રકાશ પરમાર, સરપંચ માનાભાઈ વાંસીયા સહિત ઝાંઝરવા ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Disa : ઈકબાલગઢ પંથકમાં નહિવત વરસાદથી જળસંકટના એંધાણ
calendar_today October 16, 2026

Disa : ઈકબાલગઢ પંથકમાં નહિવત વરસાદથી જળસંકટના એંધાણ

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આ વર્ષે નહિવત વરસાદને પગલે જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. તાલુકામાં માત્ર 16 ઈંચ જેટલો વરસાદ નોંધાતા નદી નાળા સહિત લઘુ સિંચાઈ વિભાગના આશરે 12 જળાશયોભમાં પાણીની આવક ઓછી રહી છે. પરિણામે ખેડૂતોમાં શિયાળુ વાવેતર માટે સિંચાઈના પાણીની ચિંતા વધી છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી ઉપરાંત બાલારામ, બબુકારી, ખાડેડો અને કલેડી સહિતના જળાશયો તાલુકાના જળસંચય માટે મહત્વપૂર્ણ છે. ચોમાસા દરમિયાન જળાશયોમાં પાણીની આવક થતાં કુવા અને બોરના જળસ્તર ઊંચા આવે છે જેનો લાભ ખેતી અને સ્થાનિક જળજરૂરિયાતો માટે મળે છે. જોકે આ વર્ષે વરસાદની અછતને કારણે અનેક જળસ્ત્રોતોમાં પાણીનો જથ્થો ઘટયો છે અને કેટલાક જળાશયોમાં તળિયા દેખાવા લાગ્યા છે. અમીરગઢ તાલુકામાં 13344 હેક્ટર પિયત જમીન અને 4524 હેક્ટર બિનપિયત જમીન આવેલી છે. ત્યારે જળાશયોમાં ઘટતા પાણીના જથ્થાને કારણે શિયાળુ પાકના વાવેતર અને સિંચાઈ ને લઈને ખેડૂતોની ચિંતા વધી છે પૂરતું પાણી નહીં મળે તો પાકના ઉત્પાદન પર પણ અસર થવાની ભીતિ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur : અંબાજી હાઈવેને જોડતા નાળા પર ગાબડું
calendar_today October 16, 2026

Palanpur : અંબાજી હાઈવેને જોડતા નાળા પર ગાબડું

પાલનપુરમાં શિવનગર પાસે અંબાજી હાઈવેને જોડતા માર્ગના નાળા પર ગાબડું પડતાં રસ્તો બંધ છે. સ્થાનિકો અને વાહનચાલકોને લાંબો ફેરો કરવો પડતાં તાત્કાલિક સમારકામની માંગ છે.પાલનપુરના શિવનગર સોસાયટીથી અંબાજી હાઈવે જોડતા મુખ્ય માર્ગ પર પંદર દિવસથી અગાઉ કોઈ અજાણ્યું વાહન આ નાળા ઉપરથી પસાર થતી વખતે અહિં મસ મોટું ગાબડું પડતા પાલિકાએ આ ગાબડાની મરામત કરવાની જગ્યાએ નાળાની સાઈડ પથ્થર અને માટીના ઢગલા કરી રસ્તો બંધ કરી દેતા આ વિસ્તારના રહીશો અને બહારથી આવતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાલનપુર શક્તિનગરથી હાઈવે અંબાજી તરફ જવાના રસ્તો જેમાં શિવનગર પાસે આવેલ નાળા ઉપર છેલ્લા પંદર દિવસથી પડેલા ગાબડાની પાલિકા દ્વારા મરામત કરવામાં ન આવતા સ્થાનિક લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તેમજ નાળા પર વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવતા બાળકોને શાળાએ મુકવા લેવા જવાને લઈ તેમજ અંબાજી રસ્તાના અને ગામડાઓ તરફથી અવર જવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક બનારસીભાઈ બાબુલાલ જૈને જણાવ્યું હતું કે પંદર દિવસથી નાળા ઉપર ગાબડું પડી ગયું છે જે અંગે સ્થાનિક નગરસેવકોને જાણ કરી છે તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા અમારા શાળામાં ભણતા બાળકોને આ રસ્તો બંધ હોવાના કારણે ચારથી પાંચ કિલોમીટર દુર ફરીને જવું પડે છે તેમજ આસોપાલવ સોસાયટી, શક્તિનગર, ભાગ્યોદય સોસાયટી તેમજ નાળાની સામે મલબાર, ગોકુળ સહિતની અનેક સોસાયટીઓ શહેરમાં આવવાનો મુખ્ય રસ્તો બંધ થઈ જતા લોકો હેરાન પેરશાન થઈ ઉઠયા છે ત્યારે પાલિકા દ્વારા સત્વરે આ નાળાનું સમારકામ કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward