android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
EPF ના વાજબી પગારની મર્યાદા 15 હજારથી વધારી 25 હજાર કરાઇ : કરોડો કર્મચારીઓને મળશે સામાજિક સુરક્ષા
calendar_today September 16, 2026

EPF ના વાજબી પગારની મર્યાદા 15 હજારથી વધારી 25 હજાર કરાઇ : કરોડો કર્મચારીઓને મળશે સામાજિક સુરક્ષા

 કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ આવરી લેવાતા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.વેતન મર્યાદાને વધારીને હવે રૂ. 25,000 કરાઇEPFOમાં વર્ષ 2014 માં નક્કી કરવામાં આવેલી રૂ. 15,000 ની માસિક વેતન મર્યાદાને વધારીને હવે રૂ. 25,000 કરવાનો નિર્ણય લેવાયો છે. આ ક્રાંતિકારી ફેરફારથી રૂ. 15,000 થી રૂ. 25,000 સુધીનો પગાર ધરાવતા લાખો નવા કર્મચારીઓ હવે ઔપચારિક સામાજિક સુરક્ષાના છત્ર હેઠળ આવશે.કર્મચારીઓનું નિવૃત્તિ ભંડોળ મજબૂત થશેઆ ફેરફાર બાદ કર્મચારીઓને EPF ની સાથે Employees’ Pension Scheme (EPS) અને Employees’ Deposit Linked Insurance Scheme (EDLI) ના લાભો પણ મળશે. લાંબા ગાળે આ નિર્ણયથી કર્મચારીઓનું નિવૃત્તિ ભંડોળ (Retirement Fund) મજબૂત થશે. સરકારનું માનવું છે કે રોજગારના ઓપચારિકરણ અને વધતા જતા વેતન સ્તરને ધ્યાનમાં રાખીને સામાજિક સુરક્ષાના દાયરાને વિસ્તારવો અત્યંત જરૂરી હતો.    સરકારને વાર્ષિક આશરે રૂ. 11,339 કરોડનો ખર્ચનવા નિયમના અમલીકરણથી સરકારી તિજોરી પર પણ આર્થિક બોજ વધશે. અનુમાન મુજબ, આ નિર્ણયથી સરકારને વાર્ષિક આશરે રૂ. 11,339 કરોડનો ખર્ચ થશે, જ્યારે આગામી 5 વર્ષમાં આ ખર્ચ રૂ. 56,696 કરોડ સુધી પહોંચી શકે છે. જોકે, આ નિર્ણયથી સંસ્થામાં કર્મચારીઓની સ્થિરતા વધશે અને કામદારોનું ભવિષ્ય વધુ સુરક્ષિત બનશે. આ પણ વાંચો  :   Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’

Read Full Story arrow_forward
ઝિરામ ઘાટી નરસંહારમાં NIA કોર્ટનો મોટો નિર્ણય, 10 માઓવાદીઓને ફાંસીની સજા
calendar_today September 16, 2026

ઝિરામ ઘાટી નરસંહારમાં NIA કોર્ટનો મોટો નિર્ણય, 10 માઓવાદીઓને ફાંસીની સજા

એનઆઈએ (NIA)ની એક વિશેષ અદાલતે ઝિરામ ઘાટી હત્યાકાંડમાં સંડોવણી બદલ 10 માઓવાદીઓને ફાંસીની સજા સંભળાવી છે. વિશેષ ન્યાયાધીશ અજય સિંહ રાજપૂતે બુધવારે સાંજે લગભગ 5 વાગ્યે આ સજા જાહેર કરી હતી. તમામ દોષિતો હાલમાં જગદલપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. સજાની જાહેરાત સમયે આરોપીઓના પરિવારજનો કોર્ટરૂમની બહાર હાજર હતા. કેટલાક લોકો બીજાપુર અને દંતેવાડાથી જગદલપુર આવ્યા હતા.5 સપ્ટેમ્બરના રોજ આપેલા ચુકાદામાં વિશેષ અદાલતે પ્રમિલા મોડિયમ, સુમિત્રા પુનેમ, મુક્કા માંડવી, માડકામી દેવા, કોસા કવાસી, આયત મારકામ, બંજામી સેના, ચૈતુ લેકામ, જોગા માડકામી અને મહાદેવ નાગાને દોષિત ઠેરવ્યા હતા. તેઓ કાયદાની સાત કલમો હેઠળ દોષિત સાબિત થયા હતા.25 મે 2013ના રોજ, માઓવાદીઓએ દરભાના ઝિરામ ઘાટી વિસ્તારમાં કોંગ્રેસ પક્ષની 'પરિવર્તન યાત્રા' પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 32 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા મહેન્દ્ર કર્મા, તત્કાલીન રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ નંદ કુમાર પટેલ, કેન્દ્રના ભૂતપૂર્વ મંત્રી વિદ્યાચરણ શુક્લા અને ભૂતપૂર્વ ધારાસભ્યો ઉદય મુદલિયાર તથા યોગેન્દ્ર શર્માનો સમાવેશ થતો હતો.આ પણ વાંચો: અમેરિકાનો ચોંકાવનારો નિર્ણય, પ્રાણીઓ સાથે જાતીય કૃત્યો કરનારાઓ પરથી હટાવ્યો આ પ્રતિબંધ

Read Full Story arrow_forward
આસામ-ત્રિપુરામાં કરોડોનું ડ્રગ્સ, EPF મર્યાદા રૂ. 25,000 સુધી વધારાશે અને બટલરનો નવો રેકોર્ડ... વાંચો આજના મોટા સમાચાર
calendar_today September 16, 2026

આસામ-ત્રિપુરામાં કરોડોનું ડ્રગ્સ, EPF મર્યાદા રૂ. 25,000 સુધી વધારાશે અને બટલરનો નવો રેકોર્ડ... વાંચો આજના મોટા સમાચાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   1.Ahmedabad: આસામ અને ત્રિપુરામાં DRIના એકસાથે દરોડા; 4 ટ્રકોના ગુપ્ત ખાનામાંથી કરોડોનું ડ્રગ્સ મળ્યું2.Jos Buttlerએ T20I ક્રિકેટમાં રોહિત શર્માને પછાડ્યો, પોતાના નામે કર્યો આ રેકોર્ડ3.India-New Zealand Trade Deal: ન્યૂઝીલેન્ડ સંસદનો મોટો નિર્ણય, ભારત સાથેની FTA ડીલ મંજૂર4.Ahmedabad શીલજ કેનાલ રોડ અકસ્માત કેસ, નવપરિણીત નિશીના મોતનો ગુનેગાર રાજસ્થાનથી ગિરફ્તાર5.Romantic Song : 45 વર્ષથી UP-બિહારમાં ધૂમ મચાવી રહ્યું છે કિશોર કુમારનું આ ભોજપુરી ગીત! આજે પણ છે નંબર-1!6.Vadodaraના શિનોર પંથકમાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાની પધરામણી, અવાખલ અને સાધલીમાં વરસાદ7.EPF ના વાજબી પગારની મર્યાદામાં રૂ. 25,000 સુધીનો વધારો: કરોડો કર્મચારીઓને મળશે સામાજિક સુરક્ષા8.Ambaji Bhadarvi Poonam Mela 2026: ભાદરવી પૂનમ મહામેળાને લઈને અંબાજી તંત્ર સજ્જ, ભક્તોને ખાસ અપીલ9.Ahmedabad SVP હોસ્પિટલમાં ગંદકીના ગંભીર દ્રશ્યો સામે આવતાં તંત્ર લાલઘૂમ, સફાઈ એજન્સીને નોટિસ ફટકારી ખુલાસો મંગાયો!10.Indian Cinema : બોક્સ ઓફિસ પર હનુમાન અંશનું તોફાન! 4 બ્લોકબસ્ટર ફિલ્મો ધોવાઈ ગઈ!

Read Full Story arrow_forward