android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Naxal Attack Case: જાણો શું હતો ઝીરમ ઘાટી હત્યાકાંડ?
calendar_today September 16, 2026

Naxal Attack Case: જાણો શું હતો ઝીરમ ઘાટી હત્યાકાંડ?

Naxal Attack Case: છત્તીસગઢના બસ્તર જિલ્લામાં આવેલી વિશેષ NIA કોર્ટે 2013ના ઝીરમ ઘાટી નક્સલી હુમલા કેસમાં તમામ 10 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. આ હુમલામાં કુલ 29 લોકોનાં મોત થયા હતા. આ મહિનાની શરૂઆતમાં કોર્ટે તમામ 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને 16 સપ્ટેમ્બરે સજા સંભળાવવાની તારીખ નક્કી કરી હતી.ઝીરમ ઘાટી કેસમાં 10 દોષિતોને ફાંસીની સજાજગદલપુરની NIAની વિશેષ અદાલતમાં વિશેષ ન્યાયાધીશ અભય સિંહ રાજપૂતે આ કેસમાં આરોપીઓને દોષિત ઠેરવવાનો નિર્ણય આપ્યો હતો. બચાવ પક્ષના વકીલ અરવિંદ ચૌધરીએ જણાવ્યું હતું કે બે મહિલાઓ સહિત કુલ 10 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, કેસની સુનાવણી દરમિયાન 101 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા.દોષિતોના નામ જાહેરકોર્ટે જે 10 દોષિતોને મોતની સજા સંભળાવી છે, તેમાં પ્રમિલા મોડિયમ, ચૈતૂ લેકામ ઉર્ફે મુન્ના, સુમિતા ઉર્ફે પુનેમ મોડિયમ, મુકકા માંડવી, કોસા કવાસી ઉર્ફે કોસારામ, આયતા મરકામ, મડકામી દેવા, જોગા મડકામી, બનજામી સન્ના ઉર્ફે ચમરુ અને મહાદેવ નાગનો સમાવેશ થાય છે. આ કેસના 11મા આરોપીનું સુનાવણી દરમિયાન જ મોત થયું હતું. 25 મે 2013ની ઘટનાઆ હુમલો 25 મે 2013ના રોજ થયો હતો. બસ્તર જિલ્લાના દરભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઝીરમ ઘાટીમાં નેશનલ હાઈવે પર કોંગ્રેસની ‘પરિવર્તન રેલી’ના કાફલા પર નક્સલીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો. આ હુમલાને ડાબેરી ઉગ્રવાદ સાથે જોડાયેલા સૌથી ઘાતક હુમલાઓમાંથી એક માનવામાં આવે છે. હુમલામાં કોંગ્રેસના નેતાઓ, સામાન્ય નાગરિકો અને સુરક્ષાકર્મીઓ સહિત 29 લોકોનાં મોત થયા હતા, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા હતા.કોંગ્રેસના નેતાઓનાં મોત થયા ઝીરમ ઘાટી હુમલામાં તે સમયના રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ નંદકુમાર પટેલ અને તેમના પુત્ર દિનેશ, વિધાનસભામાં પૂર્વ વિપક્ષના નેતા મહેન્દ્ર કર્મા, પૂર્વ કેન્દ્રીય મંત્રી વિદ્યા ચરણ શુક્લ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા તથા પૂર્વ ધારાસભ્ય ઉદય મુડલિયારનું પણ મોત થયું હતું.પહેલા બ્લાસ્ટ, પછી ગોળીબારનક્સલીઓએ લાલ રંગની બોલેરો ગાડીની નીચે બિછાવેલી લેન્ડમાઇનમાં વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટથી રસ્તા પર લગભગ 5 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો. ત્યારબાદ એક ખરાબ ટ્રકને કારણે રસ્તો પણ બંધ થઈ ગયો હતો. આ રીતે કાફલો ફસાઈ ગયા બાદ લગભગ બે કલાક સુધી નક્સલીઓએ 20 વાહનોના કાફલા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ગ્રેનેડ પણ ફેંક્યા હતા.હુમલાના બે દિવસ બાદ NIAને તપાસ સોંપાઈહુમલાના બે દિવસ બાદ NIAએ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી. 25 સપ્ટેમ્બર 2014ના રોજ NIAએ જગદલપુર સ્થિત વિશેષ NIA કોર્ટમાં ધરપકડ કરાયેલા 9 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ 28 સપ્ટેમ્બર 2015ના રોજ વધુ 30 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.11 આરોપીઓમાંથી 10ને સજાઆ કેસમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, એક આરોપીનું કેસની સુનાવણી દરમિયાન જ મોત થયું હતું. ત્યારબાદ કોર્ટે બાકીના 10 આરોપીઓને ઝીરમ ઘાટી હુમલા માટે દોષિત ઠેરવ્યા અને હવે તમામ 10ને ફાંસીની સજા સંભળાવી છે.આ પણ વાંચો: બંદૂકવાળા નક્સલી કરતાં દિમાગી નક્સલી વધુ ખતરનાક?

Read Full Story arrow_forward
Reliance Foundationની મોટી ભેટ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ને અર્પણ કરી 25 ઇલેક્ટ્રિક બસો અને ચાર્જિંગ સ્ટેશન
calendar_today September 16, 2026

Reliance Foundationની મોટી ભેટ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ને અર્પણ કરી 25 ઇલેક્ટ્રિક બસો અને ચાર્જિંગ સ્ટેશન

યાત્રાધામ તિરુમાલા ખાતે લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને પર્યાવરણના જતન માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સખાવતી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ (TTD) ને 25 ઇલેક્ટ્રિક બસો અને તેનું સમર્પિત ચાર્જિંગ સ્ટેશન અર્પણ કરવામાં આવ્યું છે. તિરુમાલા ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના વરદ્ હસ્તે આ ઇલેક્ટ્રિક બસોને વિધિવત્ ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.અનંત અંબાણીએ કરેલું વચન પાળ્યુંઆગામી સમયમાં તિરુમાલાના પવિત્ર પર્વત-સ્થિત મંદિરે બે મહત્વપૂર્ણ શ્રીવારી બ્રહ્મોત્સવમ્‌ યોજાવાના છે, જેમાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ મહાપર્વ પૂર્વે જ આ બસો ઉપલબ્ધ થવાથી મુસાફરી વધુ સરળ બનશે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જૂન 2026માં તિરુમાલાની મુલાકાત દરમિયાન પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થા માટે 25 ઇલેક્ટ્રિક બસો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જે આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.ગ્રીન મોબિલિટી અને જૈવવિવિધતાનું સંરક્ષણઆ ઇલેક્ટ્રિક બસોના ઉમેરાથી TTDના ગ્રીન મોબિલિટીના પ્રયાસોને વેગ મળશે તેમજ પરંપરાગત ઇંધણવાળા વાહનો પરની નિર્ભરતા ઘટશે. રિલાયન્સ ફાઉન્ડેશને આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે, જ્યારે Jio-bp દ્વારા EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાની નિપુણતાનું યોગદાન આપવામાં આવ્યું છે. આ પહેલથી તિરુમાલાની સમૃદ્ધ જૈવવિવિધતાના સંરક્ષણમાં પણ મોટો સહારો મળશે.આ પણ વાંચો: Surat : રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના ડીપફેક વીડિયોથી સાયબર ઠગાઈ કરનારા 2 આરોપી ઝડપાયા

Read Full Story arrow_forward
Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત
calendar_today September 16, 2026

Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત

નોકરીયાત લોકો માટે કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે EPF નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષાનું મહત્વપૂર્ણ સાધન છે. દર મહિને પગારમાંથી થતું યોગદાન કર્મચારીના ભવિષ્ય માટે બચત ઊભી કરે છે. હવે કેન્દ્ર સરકારે EPFO હેઠળ ફરજિયાત સામાજિક સુરક્ષા માટેની માસિક પગાર મર્યાદા ₹15,000થી વધારીને ₹25,000 કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી અત્યાર સુધી ફરજિયાત કવરેજની બહાર રહેલા લાખો કર્મચારીઓને PF, પેન્શન અને વીમા સુરક્ષાનો લાભ મળવાની અપેક્ષા છે.કર્મચારીઓ માટે તેનું નવું ગણિત કેવી રીતે કામ કરશેપરંતુ આ નિર્ણયનો અર્થ માત્ર PF ખાતામાં વધુ પૈસા જમા થવાનો નથી. કર્મચારીના ટેક-હોમ પગાર, કંપનીના યોગદાન, પેન્શનની વ્યવસ્થા અને લાંબા ગાળાની બચત પર પણ તેની અસર પડી શકે છે. ચાલો સમજીએ કે આ નિર્ણય શું છે અને કર્મચારીઓ માટે તેનું નવું ગણિત કેવી રીતે કામ કરશે.નિર્ણય શું છે? પગાર મર્યાદામાં ₹10,000નો વધારોહાલમાં EPFO હેઠળ ફરજિયાત સામાજિક સુરક્ષા કવરેજ માટેની માસિક પગાર મર્યાદા ₹15,000 છે. નવી મંજૂરી મુજબ આ મર્યાદા વધારીને ₹25,000 કરવામાં આવશે. આનો અર્થ એ છે કે લાયક સંસ્થાઓમાં ₹15,000થી વધુ અને ₹25,000 સુધીનું લાગુ પડતું માસિક વેતન ધરાવતા કર્મચારીઓને પણ ફરજિયાત સામાજિક સુરક્ષા કવરેજ હેઠળ લાવવાનો માર્ગ ખુલશે. અગાઉ કેટલાક કર્મચારીઓ માટે EPF અને EPSમાં જોડાવું ફરજિયાત ન હોય શકે, પરંતુ નવી મર્યાદા લાગુ થયા બાદ પાત્ર કર્મચારીઓને આ યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવી શકે છે. સામાજિક સુરક્ષામાં કયા લાભો મળે છે?EPFO સાથે જોડાયેલી સામાજિક સુરક્ષામાં મુખ્યત્વે 3 મહત્વની યોજનાઓનો સમાવેશ થાય છે.1. કર્મચારી ભવિષ્ય નિધિ એટલે EPFEPF કર્મચારીની લાંબા ગાળાની બચત માટેની યોજના છે. કર્મચારી અને કંપની બંને નિયમો અનુસાર યોગદાન આપે છે. આ રકમ પર લાગુ પડતા દરે વ્યાજ મળે છે અને સમય જતાં કર્મચારીનું PF ખાતું વધતું જાય છે. નિવૃત્તિ સમયે અથવા નિયમો મુજબ પાત્ર પરિસ્થિતિમાં આ બચત કર્મચારી માટે આર્થિક સહારો બની શકે છે.2. કર્મચારી પેન્શન યોજના એટલે EPSEPSનો હેતુ પાત્ર કર્મચારીઓને નિવૃત્તિ બાદ પેન્શનની વ્યવસ્થા આપવાનો છે. પેન્શનની રકમ સેવા અવધિ, પેન્શનયોગ્ય વેતન અને લાગુ પડતા નિયમો પર આધારિત રહે છે.3. વીમા સુરક્ષા કર્મચારી ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ યોજના હેઠળ પાત્ર સભ્યના મૃત્યુની સ્થિતિમાં તેના પરિવારને વીમા લાભ મળી શકે છે. આ સુરક્ષા કર્મચારીના પરિવાર માટે મહત્વપૂર્ણ બની શકે છે.કર્મચારી પર કેવી અસર થશે?ધારો કે એક કર્મચારી સાગર (નામ બદલ્યું છે) નો મૂળભૂત પગાર ₹20,000 છે. હાલની ₹15,000ની મર્યાદા હેઠળ, તેની સંસ્થાની પાત્રતા અને અન્ય શરતોને આધારે તે ફરજિયાત EPF કવરેજની બહાર હોઈ શકે છે. જો નવી ₹25,000ની મર્યાદા લાગુ થાય અને આશિષ સુધારેલા નિયમો હેઠળ પાત્ર બને, તો તેના માટે EPF અને સંબંધિત સામાજિક સુરક્ષા યોજનાઓમાં યોગદાન કરવું જરૂરી બની શકે છે.સાગરને 2 પ્રકારની અસર જોવા મળી શકે છે:દર મહિને PF ખાતામાં બચત જમા થશે અને પગારમાંથી PF માટે કપાત થવાને કારણે ટેક-હોમ સેલરી ઘટી શકે છે. એટલે નવી વ્યવસ્થામાં હાથમાં મળતા પૈસા થોડા ઓછા થઈ શકે, પરંતુ ભવિષ્યની બચત અને સામાજિક સુરક્ષા વધવાની શક્યતા રહેશે.ટેક-હોમ સેલરીનું નવું ગણિતEPFમાં સામાન્ય રીતે કર્મચારી પોતાના લાગુ પડતા PF વેતનના 12%નું યોગદાન આપે છે. કંપની પણ સામાન્ય રીતે 12% યોગદાન કરે છે.હવે ઉદાહરણ તરીકે કોઈ કર્મચારીનું લાગુ પડતું PF વેતન ₹25,000 હોય તો ગણતરી આ પ્રમાણે થશે:₹25,000 × 12% = ₹3,000એટલે કર્મચારીના પગારમાંથી દર મહિને આશરે ₹3,000 PF માટે ફાળવાઈ શકે છે.આ રકમ કર્મચારીના હાથમાં મળતા પગારમાંથી કપાઈને તેના PF ખાતામાં જમા થાય છે. જોકે, વાસ્તવિક કપાત કંપનીની પગાર રચના, PF વેતન અને લાગુ પડતા નિયમો પર આધારિત રહેશે.₹15,000 પગાર ધરાવતા કર્મચારીનું ગણિત₹15,000 × 12% = ₹1,800આ રીતે ₹15,000ના લાગુ પડતા PF વેતન પર કર્મચારીનું યોગદાન ₹1,800 પ્રતિ મહિનો થાય છે.₹25,000 પગાર ધરાવતા કર્મચારીનું ગણિત₹25,000 × 12% = ₹3,000આ રીતે ₹25,000ના લાગુ પડતા PF વેતન પર કર્મચારીનું યોગદાન ₹3,000 પ્રતિ મહિનો થાય છે.આ બંને ઉદાહરણો દર્શાવે છે કે PF વેતન વધે ત્યારે કર્મચારીનું યોગદાન પણ વધે છે. પરંતુ કર્મચારીના કુલ પગાર અને લાગુ પડતા PF વેતન વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.કંપની કેટલું યોગદાન આપશે?સામાન્ય નિયમ મુજબ, કંપની પણ કર્મચારીના લાગુ પડતા PF વેતનના 12% જેટલું યોગદાન આપે છે. જોકે, કંપનીનું સમગ્ર યોગદાન EPFમાં જતું નથી.એક ભાગ કર્મચારી પેન્શન યોજનામાં જાય છેકંપનીના યોગદાનનો એક ભાગ કર્મચારી પેન્શન યોજના એટલે EPSમાં જાય છે અને બાકીનો ભાગ EPFમાં જમા થાય છે. સામાન્ય રીતે કંપનીના 12% યોગદાનમાંથી 8.33% EPSમાં અને 3.67% EPFમાં ફાળવવામાં આવે છે, પરંતુ આ ગણતરી લાગુ પડતા નિયમો અને વેતન મર્યાદાને આધારે બદલાઈ શકે છે.કંપનીના ખર્ચમાં પણ વધારો થઈ શકે આથી, નવી મર્યાદાથી કર્મચારીની બચત વધવાની સાથે કંપનીના ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. કંપનીઓએ વધુ કર્મચારીઓ માટે PF સંબંધિત યોગદાન અને વહીવટી પ્રક્રિયા સંભાળવી પડશે.51 લાખથી વધુ કર્મચારીઓને લાભની અપેક્ષાસરકારના અંદાજ મુજબ, આ નિર્ણયથી 51 લાખથી વધુ વધારાના કર્મચારીઓને EPFOના ફરજિયાત સામાજિક સુરક્ષા કવરેજ હેઠળ લાવવાની અપેક્ષા છે.સરકારનો વાર્ષિક ખર્ચ આશરે ₹11,339 કરોડ થવાનો અંદાજઆ નિર્ણય માટે સરકારનો વાર્ષિક ખર્ચ આશરે ₹11,339 કરોડ થવાનો અંદાજ છે. પાંચ વર્ષમાં આ ખર્ચ આશરે ₹56,696 કરોડ સુધી પહોંચવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. જો કે આ આંકડા અંદાજિત છે. વાસ્તવિક ખર્ચ કવરેજ હેઠળ આવનારા કર્મચારીઓની સંખ્યા, અમલીકરણ અને લાગુ પડતી યોજનાઓના નિયમો અનુસાર બદલાઈ શકે છે.12 વર્ષ બાદ પગાર મર્યાદામાં ફેરફારEPFની પગાર મર્યાદામાં છેલ્લો મોટો ફેરફાર સપ્ટેમ્બર 2014માં થયો હતો. તે સમયે મર્યાદા ₹6,500થી વધારીને ₹15,000 કરવામાં આવી હતી. હવે લગભગ 12 વર્ષ બાદ મર્યાદા વધારીને ₹25,000 કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ફેરફારથી વધતા વેતન અને વધુ કર્મચારીઓને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવાની જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં આવી હોવાનું જણાવાયું છે.શું નવો નિયમ તરત લાગુ થઈ જશે?કેબિનેટની મંજૂરી બાદ પણ કર્મચારીઓ અને કંપનીઓએ સત્તાવાર અમલની તારીખ તથા સંબંધિત સૂચનાઓની રાહ જોવી જરૂરી છે. નવી મર્યાદા હેઠળ PF કપાત ક્યારે શરૂ થશે, કયા કર્મચારીઓ પાત્ર બનશે અને કંપનીઓએ કઈ પ્રક્રિયા અનુસરવી પડશે, તે સત્તાવાર નિયમો દ્વારા સ્પષ્ટ થશે. ત્યાં સુધી કર્મચારીઓએ પોતાની પગાર સ્લિપ, PF ખાતાની વિગતો અને કંપનીના HR વિભાગ પાસેથી મળતી માહિતી પર ધ્યાન આપવું જોઈએ.કર્મચારીઓએ શું ધ્યાનમાં રાખવું?નવી મર્યાદા લાગુ થયા બાદ કર્મચારીઓએ નીચેની બાબતો તપાસવી જોઈએ:પગાર સ્લિપમાં PF માટે થતી કપાત.કંપની દ્વારા કરવામાં આવતું યોગદાન.EPF અને EPSમાં જમા થતી રકમ.લાગુ પડતી વીમા સુરક્ષા અને પાત્રતા.નવી મર્યાદા લાગુ થવાની સત્તાવાર તારીખ.વધુ કર્મચારીઓને PF, પેન્શન અને વીમા સુરક્ષાEPFની ફરજિયાત સામાજિક સુરક્ષા માટેની પગાર મર્યાદા ₹15,000થી વધારીને ₹25,000 કરવાની મંજૂરી લાખો કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ ફેરફાર બની શકે છે. આ પગલાથી વધુ કર્મચારીઓને PF, પેન્શન અને વીમા સુરક્ષાના દાયરામાં લાવવાનો પ્રયાસ થયો છે.ટેક-હોમ પગારમાં PF કપાતને કારણે ઘટાડો થઈ શકેહા, કેટલાક કર્મચારીઓના ટેક-હોમ પગારમાં PF કપાતને કારણે ઘટાડો થઈ શકે છે. પરંતુ બીજી તરફ, તેમના નામે લાંબા ગાળાની બચત અને સામાજિક સુરક્ષા વધશે. અંતે, આ નિર્ણયનો વાસ્તવિક લાભ કર્મચારીની પાત્રતા, લાગુ પડતા નિયમો અને અમલીકરણની તારીખ પર નિર્ભર રહેશે. આ પણ વાંચો  :   UPI Transaction : 2,000 થી વધુના વ્યવહારો પર લાગશે ટેક્ષ, તમારા પર શું અસર ? 10 સવાલના જવાબો.

Read Full Story arrow_forward