android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: બોગસ દસ્તાવેજ કેસમાં છેલ્લા 11 વર્ષથી ફરાર નિમેશ શાહ મુંબઈથી ઝડપાયો
calendar_today September 16, 2026

Rajkot News: બોગસ દસ્તાવેજ કેસમાં છેલ્લા 11 વર્ષથી ફરાર નિમેશ શાહ મુંબઈથી ઝડપાયો

રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા માટે લાંબા સમયથી ફરાર હોય તેવા વોન્ટેડ આરોપીઓ સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ જ ક્રમમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાના અને આચરવાના એક ગંભીર ગુનામાં છેલ્લા 11 વર્ષથી લાંબા સમયથી કાયદાની પકડથી દૂર ભાગતા ફરાર આરોપીને પોલીસે મુંબઈથી દબોચી લીધો છે.મુંબઈ સેન્ટ્રલ ખાતેથી ઝડપાયો નિમેશ શાહપોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ પ્રકરણમાં મુખ્ય આરોપી નિમેશ શાહ લાંબા સમયથી પોતાનું સરનામું બદલીને અલગ-અલગ જગ્યાએ છુપાઈને રહેતો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ આરોપી વિશે ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે બાતમીના આધારે રેડ કરીને ફરાર આરોપી નિમેશ શાહની આખરે ધરપકડ કરી લીધી છે.આગળની સઘન તપાસ શરૂવર્ષો જૂના આ બનાવટી દસ્તાવેજ કૌભાંડમાં આ આરોપી સિવાય અન્ય કયા-કયા લોકો સંડોવાયેલા છે અને તેણે આ 11 વર્ષ દરમિયાન ક્યાં-ક્યાં આશરો લીધો હતો તે અંગે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ સરાહનીય કામગીરીથી વોન્ટેડ આરોપીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.આ પણ વાંચો: Rajkot: યુવતીની છેડતીની અદાવતમાં પરપ્રાંતીયો વચ્ચે ખેલાયો ખૂની ખેલ; ઓડિશાના યુવક દુખીશ્યામની હત્યા

Read Full Story arrow_forward
MRP કરતાં વધુ કિંમતમાં પાણી વેચ્યું, ગ્રાહક આયોગે ફટકાર્યો  ₹7 લાખનો દંડ
calendar_today September 16, 2026

MRP કરતાં વધુ કિંમતમાં પાણી વેચ્યું, ગ્રાહક આયોગે ફટકાર્યો ₹7 લાખનો દંડ

Andhra Pradeshમાં એક ગ્રાહક આયોગે MRP કરતાં વધુ ભાવે પાણીની બોટલ વેચવાના મામલે દુકાનદાર પર ₹7 લાખનો ભારે દંડ ફટકાર્યો છે. આરોપ હતો કે દુકાનદારે ₹18ની પાણીની બોટલ માટે ગ્રાહક પાસેથી ₹25 વસૂલ્યા હતા.₹7 પરત, વળતર અને કોર્ટ ખર્ચ ચૂકવવાનો આદેશઆયોગના અધ્યક્ષ C.H. રઘુપતિ વસંત કુમાર અને સભ્યો ચક્કા સુસી તથા છાગંટી નાગેશ્વર રાવની બેન્ચે દુકાનદારને ગ્રાહક પાસેથી લીધેલા વધારાના ₹7 પરત કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત ગ્રાહકને ₹10,000 વળતર અને ₹5,000 કોર્ટ ખર્ચ ચૂકવવાનો પણ આદેશ કરાયો છે. જ્યારે ₹7 લાખનો દંડ ‘ઉપભોક્તા કલ્યાણ કોષ’માં જમા કરાવવાનો રહેશે. આયોગે પોતાના નિર્ણયમાં કહ્યું કે અનુચિત વેપારી પ્રવૃત્તિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે દુકાનદાર પર ₹7 લાખનો દંડ લગાવવામાં આવ્યો છે. આ રકમ ઉપભોક્તા કલ્યાણ કોષમાં જમા થશે.MRP કરતાં વધુ ભાવ લેવાનો દાવો ફરિયાદી ગ્રાહકે જણાવ્યું કે તે મંદિરના દર્શન માટે ગયો હતો. ત્યાં મંદિર પરિસરમાં આવેલી એક દુકાનમાંથી તેણે એક લીટર પાણીની બોટલ ખરીદી હતી. બોટલ પર MRP ₹18 લખેલી હતી, પરંતુ દુકાનદારે તેની પાસેથી ₹25 લીધા હતા. ગ્રાહકે જ્યારે વધુ પૈસા લેવા અંગે વિરોધ કર્યો ત્યારે દુકાનદારે કહ્યું કે તેને MRP કરતાં વધુ ભાવમાં વસ્તુ વેચવાની મંજૂરી મળી છે. ત્યારબાદ ગ્રાહકે આ મામલે ગ્રાહક આયોગમાં ફરિયાદ કરી હતી.દુકાનદારનો અલગ દાવોસુનાવણી દરમિયાન દુકાનદારે આ આરોપોને નકારી કાઢ્યા હતા. તેણે દાવો કર્યો કે ₹25 પાણીની બોટલના નહોતા, પરંતુ ₹20ની કોલ્ડ ડ્રિંક અને ₹5ના બિસ્કિટના પેકેટ માટે ચૂકવવામાં આવ્યા હતા. દુકાનદારે એ પણ કહ્યું કે મંદિર પરિસરમાં અનેક જગ્યાએ મફત પીવાનું પાણી ઉપલબ્ધ છે. આ કેસમાં મંદિરના કાર્યકારી અધિકારીને પણ પ્રથમ પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા. જોકે તેમણે પોતાની જવાબદારી નકારી હતી. તેમણે કહ્યું કે દુકાનનું સંચાલન એક લાઇસન્સધારક દ્વારા સ્વતંત્ર રીતે કરવામાં આવે છે.પુરાવાથી ગ્રાહકનો દાવો સાબિત થયોમંદિર પ્રશાસને આયોગને જણાવ્યું કે દુકાનદાર વિરુદ્ધ અગાઉ પણ વધુ ભાવ વસૂલવાની ફરિયાદો મળી હતી. આ મામલે મંદિર પ્રશાસને દુકાનદારને અગાઉ નોટિસ પણ આપી હતી અને તેના સંબંધિત દસ્તાવેજો આયોગ સમક્ષ રજૂ કર્યા હતા. આયોગે તપાસમાં જણાવ્યું કે ગ્રાહકનો દાવો ચુકવણીના રેકોર્ડ, MRP દર્શાવતી પાણીની બોટલના ફોટા અને વીડિયો રેકોર્ડિંગથી સાબિત થાય છે.દુકાનદાર પોતાનો દાવો સાબિત ન કરી શક્યોબીજી તરફ, દુકાનદારે કોલ્ડ ડ્રિંક અને બિસ્કિટ વેચ્યાના પોતાના દાવાને સાબિત કરવા માટે ઇલેક્ટ્રોનિક બિલિંગ રેકોર્ડ અથવા CCTV ફૂટેજ રજૂ કર્યા નહોતા. ગ્રાહક આયોગે કહ્યું કે આ વેચાણ એવા મંદિર પરિસરમાં થયું હતું, જે આંધ્રપ્રદેશના સૌથી વ્યસ્ત તીર્થસ્થળોમાંનું એક છે અને જ્યાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે.શ્રદ્ધાળુઓને જરૂરી વસ્તુ મોંઘી ખરીદવી પડી શકેઆયોગે કહ્યું કે આવા સ્થળોએ આવતા ગ્રાહકો પાસે સમય ઓછો હોય છે, બીજી દુકાન શોધવાના વિકલ્પો મર્યાદિત હોય છે અને ઘણી વખત તેમને જરૂરી વસ્તુની તાત્કાલિક જરૂર હોય છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને દુકાનદાર દ્વારા માંગવામાં આવેલી કિંમતે વસ્તુ ખરીદવાની ફરજ પડી શકે છે. આયોગે માન્યું કે MRP કરતાં વધુ ભાવ વસૂલવો એ સામાન્ય ભૂલ નહીં પરંતુ ગ્રાહક પાસેથી અનુચિત નફો મેળવવાની રીત છે. માત્ર વધારાની રકમ પરત કરી દેવી અથવા નામમાત્રનું વળતર આપવું એ ગ્રાહક સંરક્ષણ કાયદાના હેતુને પૂરતું નથી.₹7 લાખનો દંડ કેમ?આ કારણોસર આયોગે ₹7 લાખનો દંડ ફટકાર્યો છે, જેથી આવી રીતે MRP કરતાં વધુ ભાવ વસૂલવાની ઘટનાઓ સામે કડક સંદેશ જાય અને ભવિષ્યમાં આવી હરકતોને રોકી શકાય. આયોગે મંદિરના કાર્યકારી અધિકારી સામેની ફરિયાદને ફગાવી દીધી હતી. કારણ કે મંદિર પ્રશાસને દુકાનદારને MRP કરતાં વધુ ભાવ વસૂલવાનો કોઈ આદેશ આપ્યો હતો અથવા તેને પ્રોત્સાહન આપ્યું હતું, તેવું સાબિત કરતો કોઈ પુરાવો મળ્યો નહોતો.આ પણ વાંચો: નરોડામાં દુકાનદારોએ ફૂટપાથ અને રોડનો અડધો હિસ્સો કબ્જે કરી લીધો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ઝીરમ ખીણમાં નક્સલી હુમલાના 13 વર્ષ બાદ NIA કોર્ટનો ઐતિહાસિક ચુકાદો; તમામ 10 દોષિતોને ફાંસીની સજા
calendar_today September 16, 2026

Gujarat Latest News Live : ઝીરમ ખીણમાં નક્સલી હુમલાના 13 વર્ષ બાદ NIA કોર્ટનો ઐતિહાસિક ચુકાદો; તમામ 10 દોષિતોને ફાંસીની સજા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward