android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jambusar: આમોદ નજીક ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં યુવકનું મોત
calendar_today September 16, 2026

Jambusar: આમોદ નજીક ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં યુવકનું મોત

આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર- 64 ઉપર સૂડી પાટિયા પાસે બાઇક ચાલક યુવક ઉભેલી ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી હતી.આમોદ તાલુકાના નિણમ ગામનો 21 વર્ષીય નિશાંત પીનાકીન પટેલ પોતાની બાઈક લઈને નોકરી અર્થે વિલાયત જી.આઈ.ડી.સી.તરફ્ જઈ રહ્યો હતો તે દરમિયાન સુડી ગામમાં પાટિયા પાસે નેશનલ હાઈવે નંબર 64 ઉપર ટ્રક ઉભી હતી.જે ટ્રક પાર્કિંગ લાઈટ વિના તેમજ ટ્રકની આસપાસ પૂરતી આડસ કે સુરક્ષા વ્યવસ્થા કર્યા વગર ઉભી રાખવામાં આવી હોવાથી બાઇક ચાલક ટ્રક સાથે ધડાકાભેર ભટકાયો હતો.જેમાં બાઇક ચાલક નિશાંત પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યા હતા.જોકે, તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: ત્રણ યુવાનો આંતરરાષ્ટ્રીય બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ઝળક્યાં
calendar_today September 16, 2026

Bharuch: ત્રણ યુવાનો આંતરરાષ્ટ્રીય બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ઝળક્યાં

મુંબઈના નરીમન પોઈન્ટ ખાતે વર્લ્ડ નેચરલ બોડી બિલ્ડીંગ ફેડરેશન દ્વારા આંતરરાષ્ટ્રીય બોડી બીલ્ડીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભારત સહિત વિવિધ દેશોમાંથી 350 થી વધુ બોડી બિલ્ડરોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભરૂચ માટે ગર્વની વાત છે કે આ પ્રતિષ્ઠીત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભરૂચના ત્રણ યુવાન બોડી બિલ્ડરોએ પણ ભાગ લઈને શહેરનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. ભરૂચના અમન કાનુંગાએ પોતાની કેટેગરીમાં પાંચમું સ્થાન મેળવી મેડલ જીત્યો હતો.ભરૂચના જીમ કોચ ધવલ મહિડાના માર્ગદર્શન હેઠળ અમન કાનુંગા અને ફહાદ પટેલે જુનિયર મેન્સ ફિઝિક્સ કેટેગરીમાં ભાગ લીધો હતો. જયારે દિપક રાજપૂતે સિનિયર ઓપન બોડી બિલ્ડીંગ કેટેગરીમાં પોતાની કળા અને શારિરીક ક્ષમતાનું પ્રદર્શન કર્યુ હતુ. ત્રણે બોડી બિલ્ડરોએ સ્પર્ધામાં પોતાનું શ્રોષ્ઠ પ્રદર્શન આપ્યુ હતુ. તેમના માટે માત્ર જીત કે હાર મહત્વની નહોતી પરંતુ ભરૂચનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ થાય અને શહેરના યુવાનોની પ્રતિભા વિશ્વસ્તરે પહોંચે તે મુખ્ય ઉદ્દેશ હતો. અમન કાનુંગા દ્વારા મેળવવામાં આવેલ પાંચમું સ્થાન અને મેડલ ભરૂચના બોડી બિલ્ડીંગ ક્ષેત્ર માટે એક મહત્વપુર્ણ સિદ્ધિ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: પ્રાર્થના વિદ્યાલય ખાતે દુંદાળા દેવ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરાયું
calendar_today September 16, 2026

Bharuch: પ્રાર્થના વિદ્યાલય ખાતે દુંદાળા દેવ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરાયું

ભરૂચ : પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે દર વરસે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે મુજબ તા.14-9-26 ના રોજ શાળામાં વાજતેગાજતે દુંદાળા દેવ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યુ હતુ. આ નિમિત્તે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.જિજ્ઞેશભાઈ પટેલ, ટ્રસ્ટી ધર્મિષ્ઠાબેન પટેલ અને ટ્રસ્ટી ડો.માર્ગીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડો.હાર્વીબેન પટેલ અને ડો.માર્ગીબેન પટેલના હસ્તે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યુ હતુ. આ વખતે શાળાના શિક્ષકો દ્વારા ફકત નાડાછડીનો ઉપયોગ કરી ડેકોરેશન કરવામાં આવ્યુ હતુ. જેણે અનોખું આકર્ષણ જન્માવ્યુ હતુ. ગણેશજીની પૂજા-અર્ચના કરી આરતી ઉતારી નૈવેદ્ય ધરાવવામાં આવ્યુ હતુ. બાપ્પાની ભક્તિભાવ સાથે સેવાઅર્ચના કરી પાંચમા દિવસે ભાવભીંની વિદાય આપવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward