android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : મોન્સૂન ટર્ફ અને લો પ્રેશર સક્રિય થયું, રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી
calendar_today September 17, 2026

Gujarat Latest News Live : મોન્સૂન ટર્ફ અને લો પ્રેશર સક્રિય થયું, રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gujarat News : આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ, ગૃહમંત્રી અમિત શાહ વડનગરથી વારાણસી યાત્રાનું પ્રસ્થાન કરાવશે
calendar_today September 17, 2026

Gujarat News : આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ, ગૃહમંત્રી અમિત શાહ વડનગરથી વારાણસી યાત્રાનું પ્રસ્થાન કરાવશે

આજે 17 સપ્ટેમ્બર ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે.17 ઓક્ટોબર સુધી એક મહિનો સળંગ સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કરાયું છે.જેનો આરંભ વડનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવે મહાઆરતી,પદયાત્રા અને 400થી વધુ બાઈકર્સને વારાણસી સુધી સેવા યાત્રા પ્રસ્થાન કરાવીને કરાવશે.રાજ્યભરમાં 18500 સ્થળોએ આશીર્વાદ દીવા પ્રગટાવાશેસરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે સાંજે રાજ્યભરમાં 18500 સ્થળોએ નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપતા 88 લાખથી વધુ દીવડા પ્રગટાવવા માટે ગુજરાતના નાગરિકો અને ભાજપના કાર્યકરોએ તૈયારીઓ કર્યાનું જાહેર કર્યું હતું.જન્મદિવસ ઉપરાંત 7મી ઓક્ટોબરે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રીથી વડાપ્રધાન તરીકે જાહેરજીવનમાં 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છેઆથી તેને સાંકળીને ભાજપ સરકાર અને સંગઠને એક મહિના સુધી સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કર્યું છે.જેમાં આયુષ્માન ભારત,અનાજ વિતરણ,ખેડૂત કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના વિશેષ અભિયાન ચાલશે.કાંકરિયા ખાતે આશીર્વાદનો દીવડો પ્રગટાવશેઆજે સવારે વડનગરથી વારાણસી સુધી સેવા યાત્રા કરનારા બાઈકર્સ પણ રસ્તામાં આવતા ગામોમાં આ અભિયાનને આગળ વધારશે.રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે કાંકરિયા ખાતે આશીર્વાદનો દીવડો પ્રગટાવશે.જ્યારે અંબાજી ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મહાઆરતી કરશે.તે સિવાય સુરત ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબહેન બામણિયા અને કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ રાજકોટમાં હિરાસર એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સેવા સંકલ્પ અભિયાનનો આરંભ કરાવશે.કાર્યક્રમમાં 20 લાખથી વધુ નાગરિકોને જોડાવા આહવાન18500 સ્થળોએ દીવડો આશીર્વાદનો કાર્યક્રમમાં 20 લાખથી વધુ નાગરિકોને જોડવા માટે આયોજન હોવાનું જણાવતાં પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે 17મી સપ્ટેમ્બરની સાંજે છ વાગ્યાથી મંદિરોથી લઈને તળાવ,નદી,ચોક,શહેરોના મુખ્ય દરવાજા,દૂધની ડેરી,પ્રતિમા,ટાઉનહોલ,બગીચા અને માર્કેટયાર્ડમાં ભજન-સંધ્યા, સત્સંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તમામ નેતાઓ આજે વડનગરના હાટકેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરશે. આ પણ વાંચોઃ Navsari : વેસ્મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કેમ્પમાં 35 યુનિટ રક્ત એકત્ર

Read Full Story arrow_forward
Ahmedabad :વટવા-પીરાણા રિંગ રોડ પર 2 કિમી લાંબો ચક્કાજામ
calendar_today September 16, 2026

Ahmedabad :વટવા-પીરાણા રિંગ રોડ પર 2 કિમી લાંબો ચક્કાજામ

શહેરના વટવાથી પીરાણા તરફ્ જતા રિંગ રોડ પર આજે વિરાટ ટ્રાફ્કિજામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. પીરાણા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી અને ડાયવર્ઝન આપેલા સર્વિસ રોડની દુર્દશાને કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો ખડકાઈ ગઈ હતી. સ્થાનિકોનું કહેવું છે કે બ્રિજની કામગીરી લાંબા સમયથી ગોકળગાય ગતિએ ચાલી રહી છે. મુખ્ય રોડ બંધ કરીને વાહનોને સર્વિસ રોડ પર વાળવામાં આવ્યા છે, પરંતુ સર્વિસ રોડનું યોગ્ય સમારકામ ન થતાં અને રસ્તો સાંકડો હોવાથી દરરોજ ટ્રાફ્કિની આફ્ત ઊભી થાય છે. આજે પરિસ્થિતિ વધુ વણસતાં વટવાથી પીરાણા સુધી આશરે 2 કિલોમીટર સુધીનો ચક્કાજામ સર્જાયો હતો. પીક અવર્સ દરમિયાન સર્જાયેલા આ જામમાં હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાઈ પડયા હતા. તંત્ર અને કોન્ટ્રાક્ટરની ધીમી કામગીરી સામે વાહનચાલકોમાં ભારે રોષજોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા માગ કરી છે કે બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને ટ્રાફ્કિ સુચારુ બનાવવા માટે તાત્કાલિક યોગ્ય પોઇન્ટ્સ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવે. પૂર્વ અમદાવાદના વટવાથી પીરાણા સુધીના રિંગ રોડ પર રોજની ટ્રાફિક જાણે કે સામાન્ય બની ગઈ છે. એટલુ જ નહીં પૂર્વના આખા રિંગરોડ પર ક્યાંક ગટરનું કામ ચાલે છે તો ક્યાંક રોડ પર પેચવર્કનું તો ક્યાંક બ્રીજના કામને લઈને આખો 15 થી 20 કીમી જેટલા રોડ પર ટ્રાફિક નિયમિત રહે છે. નરોડામાં પણ વર્ષોથી બ્રીજનું કામ ચાલી રહ્યું છે અને ક્યારે પુર્ણ થશે તે કહેવું મુશ્કેલ છે. મેનેજમેન્ટના અભાવે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો ખડકાઈ હતી, જેમાં હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાઈ પડયા હતા. તંત્રની ધીમી કામગીરી, નબળા ડ્રેનેજ આયોજન અને ટ્રાફ્કિ સંચાલનના અભાવ સામે રોષે ભરાયેલા વાહનચાલકોએ તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward