android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi :મોરબી પંથકની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 70 ટકા, ઘોડાધ્રોઈ 80 ટકા ભરાયો
calendar_today September 16, 2026

Morbi :મોરબી પંથકની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 70 ટકા, ઘોડાધ્રોઈ 80 ટકા ભરાયો

મેઘમહેરને કારણે ડેમોમાં નવા નિરની આવક થઈ છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 70% તથા ઘોડાધ્રોઈ ડેમ 80% જેટલા ભરાઈ ગયા છે. જોધપર પાસે આવેલા મચ્છુ-2 ડેમની જળસપાટી હાલ 55.76 મીટરે પહોંચી ગઈ છે. મચ્છુ-2 ડેમમાં નર્મદા દ્વારા 388 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે સૌની યોજના મારફ્તે 580 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ 70% ભરાઈ જતા તંત્ર દ્વારા નીચાણવાસના મોરબી તાલુકાના 22 અને માળિયા તાલુકાના 10 ગામો મળી 32 ગામોને એલર્ટ કર્યા છે. જયારે મચ્છુ-3 ડેમ 96.13 ટકા, મચ્છુ-1 ડેમ હાલ 60.99 ટકા અને બ્રાહ્મણી-1 ડેમ 92.26 ટકા જેટલા ભરાઈ ગયા છે. બીજી તરફ્, જીકિયાળી પાસેના ઘોડાધ્રોઈ ડેમમાં પણ 329 ક્યુસેકનો ઈનફ્લો સતત ચાલુ હોવાથી ડેમ 80.10% ભરાઈ જવાથી મોરબી તાલુકાના 7 અને માળિયાના 3 મળીને કુલ 10 ગામોને એલર્ટ કરાયા છે. હળવદના બ્રાહ્મણી-2 ડેમ 47.5 ટકા, ડેમી-2 ડેમ 61.04 ટકા અને ડેમી-3 ડેમમાં હાલ માત્ર 2.9 ટકા પાણી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad :એસ.પી. રિંગરોડ પર કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય
calendar_today September 16, 2026

Ahmedabad :એસ.પી. રિંગરોડ પર કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય

મેગાસિટી અમદાવાદની ફરતે આવેલો સરદાર પટેલ રિંગરોડ ચોમાસા દરમિયાન ખખડધજ બની ગયો છે. કેટલીક જગ્યાએ તો રિંગરોડની દશા એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે જાણે તે ગામડાનો રસ્તો લાગી રહ્યો છે. રિંગરોડ પર ઠેરઠેર મસમોટા ખાડા પડી ગયા છે. ખાસ કરીને ચાર રસ્તા ક્રોસ થતા હોય ત્યાં તો જાણે ડામરનો રોડ જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. નાના-મોટા ખાડાઓમાંથી પસાર થતા વાહનચાલકો ચાલુ વાહને રીતસરના ધૂણી રહ્યા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે. રણાસણથી લઈને છેક સનાથલ સર્કલ સુધીનો રિંગરોડ અતિ બિસ્માર હાલતમાં છે. ઔડા દ્વારા નિર્મિત અને સંચાલિત આ રિંગરોડ પર ભારે વાહનો પાસેથી ટોલટેક્સ પૂરેપૂરો વસૂલી લેવાય છે, પરંતુ તેઓને સારા રોડની સુવિધા તો મળતી જ નથી! સનાથલ ઓવરબ્રિજ પર પણ મસમોટા ખાડા પડી ગયા છે. બીજી તરફ્ વિવિધ જંક્શન પર ફ્લાયઓવર, અંડરપાસ અને માર્ગ સુધારણાની કામગીરી ચાલી રહી હોવાથી વાહનચાલકોને એકસાથે ખાડા, ડાયવર્ઝન અને ટ્રાફ્કિની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં રસ્તા પર પડેલા મોટા ખાડા ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે જોખમી બની શકે છે. વરસાદી પાણી ભરાયેલા ખાડાની ઊંડાઈ દેખાતી ન હોવાથી વાહનનું સંતુલન બગડવાનું, અચાનક બ્રેક મારવાથી પાછળથી વાહન અથડાવાનું અને ભારે વાહન નજીક હોય ત્યારે ગંભીર અકસ્માતનું જોખમ રહે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad :મહિલા કોંગ્રેસ પ્રમુખના પુત્ર હરિકેશની નકલી પાસપોર્ટ કેસમાં ધરપકડ કરાઈ
calendar_today September 16, 2026

Ahmedabad :મહિલા કોંગ્રેસ પ્રમુખના પુત્ર હરિકેશની નકલી પાસપોર્ટ કેસમાં ધરપકડ કરાઈ

342 કરોડના પાવર બેંક એપ મનીલોન્ડરિંગ કેસના સૂત્રધાર અને ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગીતાબહેન પટેલના પુત્ર હરિકેશ પટેલની ગુજરાત એટીએસએ નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરી છે. પાવર બેંક એપ કેસ કૌભાંડમાં ઈડીએ હરિકેશનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો હતો. જેને લઈને આરોપીએ દુબઈના મિત્રની મદદથી ઉત્તરપ્રદેશના એજન્ટને 25 લાખ રૂપિયા આપી આગ્રાનું નવું સરનામું બતાવી દિલ્હીમાં પાસપોર્ટ ખોવાઈ ગયાની ખોટી ફરિયાદ આપી બીજો પાસપોર્ટ કઢાવ્યો હતો. આ પાસપોર્ટના આધારે આરોપીએ ઓમાન, નેપાળ સહિત 6 જેટલી વિદેશની યાત્રા કરી હતી.2021ની સાલમાં પાવર બેંક અને ટેસ્લા પાવર બેંક જેવી નકલી મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોકાણકારોને ઈન્વેસ્ટમેન્ટ સામે 18 ટકા જેટલું વળતર આપવાની લાલચ આપી છેતરપિંડીના કેસમાં ઈડીએ તપાસ કરી હતી તેમાં ચાઈનીઝ ગેંગ દ્વારા ભારતમાં શેલ કંપનીઓ ઊભી કરી પેમેન્ટ ગેટવે અને ગેમિંગ, ઈ કોર્મસના નામે એકાઉન્ટ ખોલી લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. ઈડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ શરૂ કરીને કરોડોની સંપતિ અને બેંક ખાતા ફ્રીઝ કરીને કોર્ટમાં હરિકેશ પટેલને પાસપોર્ટ જમા કરાવવો પડયો હતો જેથી તે દેશ છોડીને ભાગી ના શકે. ગુજરાત એટીએસને બાતમી મળી કે શાહીબાગમાં આવેલા ઉર્મી બંગલોમાં રહેતા હરિકેશ પ્રણવકુમાર પટેલે બનાવટી ભાડા કરારનો ઉપયોગ કરી પોતાના આધાર કાર્ડમાં પણ રહેઠાણમાં આગ્રા ઉત્તરપ્રદેશનું ખોટું સરનામું દર્શાવી દસ્તાવેજ મેળવ્યા હતા. બાદમાં દિલ્હી ક્રાઈમબ્રાંચમાં પોતાનો પાસપોર્ટ ગૂમ થયાની ખોટી ફરિયાદ કરાવી કોર્ટમાં તેનો પાસપોર્ટ જમા હોવાની વિગતો છૂપાવી હતી. આ ફરિયાદના આધારે તેણે ગાઝીયાબાદ આરપીઓમાંથી ગત તા.26 જુલાઈ 2024ના રોજ બીજો ભારતીય પાસપોર્ટ મેળવી વિદેશ યાત્રા કરી હતી આરોપી હરિકેશ પટેલની માતા ગીતાબહેન પટેલ મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને એક ન્યુઝ પેપરના માલિક પણ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward