android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad :વટવા-પીરાણા રિંગ રોડ પર 2 કિમી લાંબો ચક્કાજામ
calendar_today September 16, 2026

Ahmedabad :વટવા-પીરાણા રિંગ રોડ પર 2 કિમી લાંબો ચક્કાજામ

શહેરના વટવાથી પીરાણા તરફ્ જતા રિંગ રોડ પર આજે વિરાટ ટ્રાફ્કિજામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. પીરાણા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી અને ડાયવર્ઝન આપેલા સર્વિસ રોડની દુર્દશાને કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો ખડકાઈ ગઈ હતી. સ્થાનિકોનું કહેવું છે કે બ્રિજની કામગીરી લાંબા સમયથી ગોકળગાય ગતિએ ચાલી રહી છે. મુખ્ય રોડ બંધ કરીને વાહનોને સર્વિસ રોડ પર વાળવામાં આવ્યા છે, પરંતુ સર્વિસ રોડનું યોગ્ય સમારકામ ન થતાં અને રસ્તો સાંકડો હોવાથી દરરોજ ટ્રાફ્કિની આફ્ત ઊભી થાય છે. આજે પરિસ્થિતિ વધુ વણસતાં વટવાથી પીરાણા સુધી આશરે 2 કિલોમીટર સુધીનો ચક્કાજામ સર્જાયો હતો. પીક અવર્સ દરમિયાન સર્જાયેલા આ જામમાં હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાઈ પડયા હતા. તંત્ર અને કોન્ટ્રાક્ટરની ધીમી કામગીરી સામે વાહનચાલકોમાં ભારે રોષજોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા માગ કરી છે કે બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને ટ્રાફ્કિ સુચારુ બનાવવા માટે તાત્કાલિક યોગ્ય પોઇન્ટ્સ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવે. પૂર્વ અમદાવાદના વટવાથી પીરાણા સુધીના રિંગ રોડ પર રોજની ટ્રાફિક જાણે કે સામાન્ય બની ગઈ છે. એટલુ જ નહીં પૂર્વના આખા રિંગરોડ પર ક્યાંક ગટરનું કામ ચાલે છે તો ક્યાંક રોડ પર પેચવર્કનું તો ક્યાંક બ્રીજના કામને લઈને આખો 15 થી 20 કીમી જેટલા રોડ પર ટ્રાફિક નિયમિત રહે છે. નરોડામાં પણ વર્ષોથી બ્રીજનું કામ ચાલી રહ્યું છે અને ક્યારે પુર્ણ થશે તે કહેવું મુશ્કેલ છે. મેનેજમેન્ટના અભાવે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો ખડકાઈ હતી, જેમાં હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાઈ પડયા હતા. તંત્રની ધીમી કામગીરી, નબળા ડ્રેનેજ આયોજન અને ટ્રાફ્કિ સંચાલનના અભાવ સામે રોષે ભરાયેલા વાહનચાલકોએ તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : L.G.હોસ્પિટલમાં 18 કોલ્ડ સ્ટોરેજ યુનિટ ધરાવતો પોસ્ટમોર્ટમ વિભાગ તૈયાર કરાયો
calendar_today September 16, 2026

Ahmedabad : L.G.હોસ્પિટલમાં 18 કોલ્ડ સ્ટોરેજ યુનિટ ધરાવતો પોસ્ટમોર્ટમ વિભાગ તૈયાર કરાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગર સ્થિત શેઠ એલ.જી. મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ ખાતે અદ્યતન પોસ્ટમોર્ટમ વિભાગ અને 18 કોલ્ડ સ્ટોરેજ યુનિટ ધરાવતી નવી મોટર્યુરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાથી પૂર્વ અમદાવાદના લાખો નાગરિકોને મેડિકો-લીગલ સેવાઓ માટે સિવિલ હોસ્પિટલ, અસારવા સુધી લાંબા ફેરામાંથી મુક્તિ મળશે. મહત્વનું છે કે મૃતદેહોને યોગ્ય તાપમાને સુરક્ષિત રાખવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના 18 યુનિટ સ્થાપિત કરાયા છે. તેમજ અકસ્માત કે આકસ્મિક મૃત્યુના કિસ્સામાં સ્થાનિક કક્ષાએ જ પીએમ થવાથી પોલીસ પ્રક્રિયા અને પરિવારજનોની દોડધામમાં ઘટાડો થશે. અને પીએમ રૂમમાં જ ફારેન્સિક મેડિસિન નિષ્ણાતો અને આધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરાવાયા છે, જેથી કાયદાકીય રિપોર્ટ ઝડપથી તૈયાર થઈ શકશે. સાથે જ એલ.જી. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ફારેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી જેવા વિષયોમાં પ્રાયોગિક તાલીમ મેળવવામાં સરળતા રહેશે. સ્થાનિક નાગરિકો અને પોલીસ તંત્ર માટે આ સુવિધા રાહતરૂપ સાબિત થશે, જેનાથી દુઃખની ઘડીમાં સ્વજનોને મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સુચારુ બનશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : લાલદરવાજાના મહેસૂલ ભવનમાં તૂટેલા બાંકડા કર્મચારીઓના ખાલી રૂમમાં ACઅને પંખા ફુલ
calendar_today September 16, 2026

Ahmedabad : લાલદરવાજાના મહેસૂલ ભવનમાં તૂટેલા બાંકડા કર્મચારીઓના ખાલી રૂમમાં ACઅને પંખા ફુલ

Ahmedabad : લાલદરવાજાના મહેસૂલ ભવનમાં તૂટેલા બાંકડા કર્મચારીઓના ખાલી રૂમમાં ACઅને પંખા ફુલમહેસૂલ ભવનમાં જનસુવિધાઓની હાલત દયનીયશહેરના હાર્દ સમાન લાલ દરવાજા વિસ્તારમાં આવેલું મહેસૂલ ભવન હાલ તંત્રની ઘોર બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. અહીં સીટી ડેપ્યુટી કલેક્ટર પૂર્વ, સબડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી ઉપરાંત સીટી મામલતદાર મણીનગરની પણ કચેરી છે જ્યાં દરરોજ સેંકડો અરજદારો પોતાના જમીન-સંપત્તિ અને સરકારી કાગળોના કામકાજ માટે અહીં આવે છે, પરંતુ અહીં સૂરત બદલવાને બદલે વ્યવસ્થા સાવ રામ ભરોસે ચાલી રહી હોવાનો ઘાટ સર્જાયો છે.મહેસૂલ ભવનમાં આવતા અરજદારો માટે બેસવાની જે સુવિધા કરવામાં આવી છે, તેની હાલત અત્યંત દયનીય છે. કેમ્પસમાં મુકવામાં આવેલા મોટા ભાગના બાંકડાઓ તૂટી ગયા છે. વૃદ્ધો, મહિલાઓ અને દૂર-દૂરથી આવતા અરજદારોએ કલાકો સુધી ઊભા રહેવું પડે છે અથવા જમીન પર બેસવાની ફરજ પડે છે.એક તરફ્ સામાન્ય જનતા માટે પાયાની સુવિધાઓનો અભાવ છે, તો બીજી તરફ્ વગર અધિકારીએ સરકારી સંપત્તિનો બેફામ બગાડ થઈ રહ્યો છે. ઓફ્સિોમાં સાહેબો પોતાની ખુરશી પર હાજર ન હોય તો પણ ACઅને પંખા ચાલુ હાલતમાં ધમધમી રહ્યા છે. વીજળીના આ આંધળા બગાડ સામે કોઈનું ધ્યાન જતું નથી. આ ઉપરાંત, આખા બિલ્ડીંગમાં સફાઈનો ભારે અભાવ જોવા મળી રહ્યોછે. ખૂણે-ખૂણામાં કચરાના ઢગલાઅને ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે. સ્વચ્છતાના મોટા-મોટા દાવાઓ વચ્ચે મહેસૂલ ભવનની આવી અવદશા જોઈને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને અરજદારો માંગ કરી રહ્યા છે કે વહીવટીતંત્ર વહેલી તકે નિંદ્રામાંથી જાગે અને અહીં પાયાની સુવિધાઓ સુધારે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward