android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ajay Devgn: અજય દેવગણના બંગલા પર ફરી વળ્યુ બુલ્ડોઝર.. BMCએ ગેરકાયદેસર બાંધકામને કર્યુ જમીનદોસ્ત
calendar_today October 17, 2026

Ajay Devgn: અજય દેવગણના બંગલા પર ફરી વળ્યુ બુલ્ડોઝર.. BMCએ ગેરકાયદેસર બાંધકામને કર્યુ જમીનદોસ્ત

બોલિવૂડ અભિનેતા અજય દેવગન 'દ્રશ્યમ 3'ની બોક્સ ઓફિસ સફળતા બાદ ચર્ચામાં આવ્યા છે. જોકે, હવે તેઓ ગંભીર કાયદાકીય અને વહીવટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા આ સુપરસ્ટારના બંગલા પર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને મિલકતના અમુક ભાગોને તોડી પાડવામાં આવ્યા છે. કેમ તોડી પાડવામાં આવ્યું બાંધકામ ? એવો આરોપ છે કે, જરૂરી મંજૂરીઓ લીધા વિના જ આ જગ્યાએ બાંધકામ અને ફેરફારો કરવામાં આવી રહ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ પણ કામ અટકાવવા માટે નોટિસ આપી હતી; આ તોડફોડની કાર્યવાહી તે 'કામ અટકાવવા' અંગેની નોટિસ આપ્યાના થોડા દિવસોમાં જ હાથ ધરવામાં આવી છે.  =જુહૂ સ્થિત બંગલો તોડી પડાયો અજય દેવગણનો બંગલો મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી 'કપોલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી'માં સ્થિત છે. અહેવાલો અનુસાર, આ બંગલો આશરે 7802 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, બંગલાની અંદર વિવિધ ફેરફારો કરવામાં આવી રહ્યા હતા, જેમાં આંતરિક ફેરફારો, પાર્ટીશન દીવાલોનું નિર્માણ, બારીઓમાં ફેરફાર અને અન્ય બાંધકામ કામગીરીનો સમાવેશ થાય છે. બીએમસી (BMC) નું કહેવું છે કે આ કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની જરૂરી મંજૂરી લેવામાં આવી ન હતી.નોટિસ મળ્યા છતાં બાંધકામ ચાલુ રહ્યુંઅહેવાલો મુજબ, બીએમસીએ 10 સપ્ટેમ્બરના રોજ 'મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ'ની કલમ 354-એ હેઠળ એક ઔપચારિક નોટિસ જારી કરી હતી, જેમાં બાંધકામનું કામ તાત્કાલિક અટકાવવા અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોપ છે કે નોટિસ જારી થયા પછી પણ કામ અટક્યું નહીં. ત્યારબાદ, અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને કથિત રીતે મંજૂરી વિના કરવામાં આવેલા બાંધકામના ભાગોને દૂર કરવાની કાર્યવાહી કરી. 17 ઓક્ટોબરના રોજ, અધિકારીઓ હથોડાનો ઉપયોગ કરીને બાંધકામના અમુક ભાગોને તોડી પાડતા જોવા મળ્યા હતા.આ પણ વાંચો: Sanwaliya Seth: 23 કરોડ રોકડ, 92 કિલો સોનું ચાંદી અને..સાંવરિયા શેઠ મંદિરનો ખૂલ્યો ભંડાર

Read Full Story arrow_forward
Bharuch: વાગરામાં સેનઝીલ ફાર્માના પ્રચંડ બ્લાસ્ટની ભયાનકતા; 1000 મીટર દૂર ટ્રેક્ટરનું ટાયર ફાડી નાખ્યું, NK પિગમેન્ટ્સની લેબ તહેસનહેસ
calendar_today October 17, 2026

Bharuch: વાગરામાં સેનઝીલ ફાર્માના પ્રચંડ બ્લાસ્ટની ભયાનકતા; 1000 મીટર દૂર ટ્રેક્ટરનું ટાયર ફાડી નાખ્યું, NK પિગમેન્ટ્સની લેબ તહેસનહેસ

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર વાગરા-સાયખા GIDC સ્થિત ‘સેનઝીલ ફાર્માકેમ’ (SynZeal PharmaChem) કંપનીમાં મોડી રાત્રે થયેલા કાળમુખા બ્લાસ્ટ બાદ જે ચોંકાવનારા ગ્રાઉન્ડ રિયાલિટીના દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને પથ્થર દિલ માણસ પણ ધ્રૂજી ઊઠે તેમ છે. ૫ નિર્દોષ શ્રમિકોનો ભોગ લેનારા આ પ્રચંડ રિએક્ટર વિસ્ફોટની તાકાત એટલી વિનાશક હતી કે તેની અસર માત્ર સેનઝીલ કંપની પૂરતી સીમિત ન રહેતાં આસપાસની અનેક ઔદ્યોગિક કંપનીઓ અને ખુલ્લા ખેતરો સુધી પહોંચી ગઈ છે. બ્લાસ્ટ બાદ હવામાં ઉછળેલા રિએક્ટરના લોખંડી ટુકડાઓ તોપના ગોળાની જેમ 1000 મીટર (૧ કિલોમીટર) દૂર સુધી ફેંકાયા હોવાના સનસનાટીભર્યા પુરાવા સામે આવ્યા છે.1000 મીટર દૂર કામ કરતા ટ્રેક્ટરનું ટાયર ફાડી નાખ્યું!વિસ્ફોટની ભયાનકતા સાબિત કરતો સૌથી મોટો કિસ્સો કંપની પરિસરથી 1 કિલોમીટર દૂર સામે આવ્યો છે. બ્લાસ્ટ થયો તે સમયે કંપનીથી આશરે એક હજાર મીટર દૂર ખેતર/ખુલ્લી જગ્યામાં એક ટ્રેક્ટર કામ કરી રહ્યું હતું. વિસ્ફોટ થતાં જ ટન વજન ધરાવતા રિએક્ટરના ધારદાર લોખંડી ટુકડા હવામાં સેંકડો ફૂટ ઊંચે ઉડ્યા હતા. તેમાંથી એક ભારેખમ ટુકડો 1 કિમી દૂર જઈને સીધો ચાલુ ટ્રેક્ટરના જાડા રબરના ટાયરમાં ધડાકાભેર ઘૂસી ગયો હતો અને ટાયરના ફૂરચેફૂરચા ઉડાવી દીધા હતા.સદનસીબે તે સમયે ટ્રેક્ટર ચાલક કે અન્ય કોઈ વ્યક્તિ તે ટુકડાની સીધી ઝપેટમાં ન આવી, નહીં તો ઘટનાસ્થળે જ માનવ શરીરના ટુકડા થઈ ગયા હોત. લોકોમાં એક જ ચર્ચા છે કે જો એ ક્ષણે વચ્ચે કોઈ માણસ કે પશુ આવ્યું હોત તો તેનું શું થાત?આસપાસની કંપનીઓમાં તબાહીસેનઝીલ ફાર્મામાં થયેલા ભીષણ બ્લાસ્ટની આંચ આસપાસની ફેક્ટરીઓ પર પણ ફરી વળી છે. વિસ્ફોટના જોરદાર આંચકા (Shockwave) અને ઉડેલા કાટમાળથી નજીકમાં આવેલી ‘એન.કે. પિગમેન્ટ્સ’ (NK Pigments) કંપનીમાં મોટું નુકસાન થયું છે.કંપનીના શેડના ભારેખમ સિમેન્ટ અને લોખંડના પતરાં કાગળની જેમ તૂટીને નીચે પડ્યા હતા.એન.કે. પિગમેન્ટ્સની આધુનિક ટેસ્ટિંગ લેબોરેટરીમાં મોંઘા સાધનો, ગ્લાસવેર અને કેમિકલ્સ બ્લાસ્ટના કંપનથી તૂટીને વેરવિખેર થઈ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.આસપાસની અન્ય કંપનીઓના કાચ, દીવાલો અને સીલિંગમાં પણ તિરાડો પડી ગઈ છે.5 મોત, 2 જીવન-મરણ વચ્ચેઆ હોનારત કેમિકલ ઝોનમાં સુરક્ષા સામે મોટો તમાચો સમાન બની ગઈ છે. મોડી રાત્રે રિએક્ટર ફાટતાં કંપનીમાં નાઈટ શિફ્ટમાં કામ કરી રહેલા ૫ શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે ૨ કામદારો ગંભીર દાઝેલી હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાત્રે 15 કિલોમીટર દૂર સુધી કાન ફાડી નાખતો અવાજ સંભળાયો હતો અને ગામડાંઓમાં ભૂકંપ જેવી ધ્રૂજારી અનુભવાઈ હતી.સવાર થતાં જ જ્યારે કંપની અને આસપાસના વિસ્તારોની સ્થિતિ સામે આવી ત્યારે જાણે કોઈ યુદ્ધ ક્ષેત્રમાં બોમ્બમારો થયો હોય તેવો ભયાનક નજારો જોવા મળ્યો હતો.પોલીસ અને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ટીમ દ્વારા ટેકનિકલ તપાસ તેજઘટનાની ગંભીરતાને જોતાં વહીવટી તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ભરૂચ જિલ્લા પોલીસ અને ડિરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH) ની ટીમોએ ઘટનાસ્થળે ધામા નાખ્યા છે. રિએક્ટર કયા પ્રેશરથી ફાટ્યું, ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ કેમ ફેઈલ થઈ અને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન થયું હતું કે કેમ તે અંગે ફોરેન્સિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.વાગરા અને સાયખા ઔદ્યોગિક પંથકમાં વારંવાર બનતા આવા જીવલેણ બનાવોને કારણે સ્થાનિક કામદારો અને ગ્રામજનોમાં ભારે રોષ અને ભયનો માહોલ ફેલાયો છે.આ પણ વાંચો: Surat: ભેસ્તાનમાં માતા-પિતા કામમાં મશગૂલ હતા ને 2 માસૂમ રમતાં-રમતાં મોતને ભેટ્યા; લિફ્ટના પાણી ભરેલા ખાડાએ બે જિંદગીઓ છીનવી લીધી

Read Full Story arrow_forward
Surat: કાળમુખા ડમ્પરે બે સગી બહેનોને કચડી; વેસુ VIP રોડ પર ટ્યુશન જતી 22 વર્ષીય નેહા પ્રસાદનું દર્દનાક મોત
calendar_today October 17, 2026

Surat: કાળમુખા ડમ્પરે બે સગી બહેનોને કચડી; વેસુ VIP રોડ પર ટ્યુશન જતી 22 વર્ષીય નેહા પ્રસાદનું દર્દનાક મોત

હીરાનગરી સુરતના પોશ અને અત્યંત ધમધમતા ગણાતા વેસુ વીઆઈપી રોડ પર કાળમુખા અને બેફામ દોડતા ડમ્પરે વધુ એક નિર્દોષ જિંદગી છીનવી લીધી છે. પોતાની કારકિર્દી ઘડવા માટે મોપેડ પર સવાર થઈને ટ્યુશન ક્લાસ જઈ રહેલી બે સગી બહેનોને અતિ પૂરપાટ ઝડપે ધસી આવેલા ભારેખમ ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મોપેડ ચલાવી રહેલી 22 વર્ષીય આશાસ્પદ યુવતી નેહા પ્રસાદનું ગંભીર ઇજાઓને કારણે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે, જ્યારે તેની નાની બહેન નિકી પ્રસાદ લોહીલુહાણ હાલતમાં જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહી છે. અકસ્માત સર્જીને નિર્દય ડમ્પર ચાલક વાહન રસ્તા વચ્ચે જ રેઢું મૂકીને નાસી છૂટ્યો હતો.ટ્યુશન ક્લાસ જતી વખતે અચાનક કાળ બનીને ત્રાટક્યું ડમ્પરહૈયું કંપાવી દેતી આ ઘટનાની વિગતો અનુસાર સુરતના વેસુ વીઆઈપી રોડ પરથી બંને સગી બહેનો 22 વર્ષીય નેહા પ્રસાદ અને તેની બહેન નિકી પ્રસાદ રોજિંદા ક્રમ મુજબ મોપેડ લઈને ટ્યુશન ક્લાસ જવા નીકળી હતી.રસ્તા પર ટ્રાફિક વચ્ચે અચાનક પાછળથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા ડમ્પરના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. ડમ્પરે મોપેડને પાછળથી એવી પ્રચંડ ટક્કર મારી હતી કે બંને બહેનો મોપેડ સહિત હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાઈ હતી. નિકી પ્રસાદ ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલઅકસ્માત એટલો જોરદાર હતો કે સ્થળ પર હાજર લોકોના રૂંવાડા ઊભા થઈ ગયા હતા. ટક્કર બાદ બંને બહેનો લોહીલુહાણ હાલતમાં રસ્તા પર તરફડવા લાગી હતી.સ્થાનિક રાહદારીઓ અને વાહનચાલકોએ તાત્કાલિક બંને બહેનોને ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડી હતી.જોકે, હોસ્પિટલ પહોંચતા સુધીમાં ગંભીર ઇજાઓ અને વધુ પડતું લોહી વહી જવાને કારણે ૨૨ વર્ષીય નેહા પ્રસાદે દમ તોડી દીધો હતો, જેને તબીબોએ મૃત જાહેર કરી હતી.બીજી તરફ, ગંભીર રીતે ઘવાયેલી નિકી પ્રસાદને વધુ સઘન સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જણાવાયું છે.ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર, અલથાણ પોલીસે ડમ્પર જપ્ત કર્યુંઅકસ્માત સર્જીને માનવતા ભૂલેલો ડ્રાઈવર સ્થળ પરથી નાસી ગયો હતો.ઘટના બનતાં જ લોકો એકઠા થઈ જવાની બીકે ડમ્પર ચાલક ડમ્પરને રસ્તાની વચોવચ ઊભું રાખીને ભાગી છૂટ્યો હતો.બનાવની જાણ થતાં જ અલથાણ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રસ્તા પરથી ડમ્પરને કબ્જે કરીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.આશાસ્પદ દીકરીના આકસ્મિક મોતના સમાચાર મળતાં જ પ્રસાદ પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારજનોના હૈયાફાટ રુદનથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું છે.અલથાણ પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રન, બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને મોત નીપજાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે.આ પણ વાંચો: Bharuch: વાગરામાં સેનઝીલ ફાર્માના પ્રચંડ બ્લાસ્ટની ભયાનકતા; 1000 મીટર દૂર ટ્રેક્ટરનું ટાયર ફાડી નાખ્યું, NK પિગમેન્ટ્સની લેબ તહેસનહેસ

Read Full Story arrow_forward