android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kuno National Park : માદા ચિત્તા KGP12એ આપ્યો ચાર બચ્ચાંને જન્મ, દેશ માટે ગર્વની ક્ષણ
calendar_today September 18, 2026

Kuno National Park : માદા ચિત્તા KGP12એ આપ્યો ચાર બચ્ચાંને જન્મ, દેશ માટે ગર્વની ક્ષણ

મધ્યપ્રદેશના પ્રખ્યાત કૂનો નેશનલ પાર્કમાંથી વન્યજીવપ્રેમીઓ માટે એક અત્યંત આનંદ અને ગર્વના સમાચાર સામે આવ્યા છે. ભારતના મહત્વાકાંક્ષી 'પ્રોજેક્ટ ચિત્તા'ને ચાર વર્ષ પૂર્ણ થયાના બરાબર એક દિવસ પછી, આ અભિયાનને વધુ એક મોટી ઐતિહાસિક સફળતા મળી છે. ભારતીય મૂળની માદા ચિત્તા KGP12 દ્વારા કૂનો નેશનલ પાર્કમાં ચાર નવા શાવકો (બચ્ચાં) ને જન્મ આપવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર દેશના વન્યજીવ સંરક્ષણ જગતમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.પ્રોજેક્ટ ચિત્તાની ઐતિહાસિક સિદ્ધિકેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરતા કૂનો નેશનલ પાર્કની મેનેજમેન્ટ ટીમ અને પ્રોજેક્ટ ચિત્તા સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય ભૂમિ પર જન્મેલા ચિત્તાઓની પ્રથમ પેઢી માટે આ એક અત્યંત મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટના છે. ચાર વર્ષમાં ચાર નવા જીવન - આ આશા, સ્થિતિસ્થાપકતા અને ભારતમાં ચિત્તા સંરક્ષણની વધતી જતી સફળતાનું સુંદર પ્રતીક છે.કુનોનું જંગલ ચિત્તાઓના વસવાટ માટે સંપૂર્ણપણે અનુકૂળનિષ્ણાતોના મતે, કુદરતી વાતાવરણમાં ચિત્તાઓનું આ પ્રકારે સફળ પ્રજનન એ વાત સાબિત કરે છે કે ભારતનું વાતાવરણ અને કુનોનું જંગલ ચિત્તાઓના કુદરતી વસવાટ માટે સંપૂર્ણપણે અનુકૂળ સાબિત થઈ રહ્યું છે. વન વિભાગ દ્વારા આ નવજાત શાવકો અને માદા ચિત્તા KGP12 પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે જેથી તેમની સુરક્ષા અને સ્વાસ્થ્યની પૂરતી કાળજી રાખી શકાય. કૂનોમાં ચિત્તાઓના સફળ સંવર્ધનથી દેશમાં વન્યજીવન સંરક્ષણ માટે નવી આશાઓ જાગી છે.આ પણ વાંચોઃ  Pakistan માં એવું તો શું થયુ કે લગ્નના મેનુથી લઇને બજારો બંધ કરવા સુધીના લેવાયા જોરદાર નિર્ણયો

Read Full Story arrow_forward
Assam પોલીસની ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર લાલ આંખ, બાળકો-મહિલા સહિત 27 લોકોની અતકાયત
calendar_today September 18, 2026

Assam પોલીસની ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર લાલ આંખ, બાળકો-મહિલા સહિત 27 લોકોની અતકાયત

આસામ પોલીસે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરી છે. ગુવાહાટી અને રંગિયામાં હાથ ધરવામાં આવેલા બે અલગ-અલગ ઓપરેશનમાં પોલીસે 27 બાંગ્લાદેશી નાગરિકોને અટકાયતમાં લીધા હતા. આ જૂથમાં પુરુષો, મહિલાઓ અને સગીરોનો સમાવેશ થતો હતો. આ તમામ વ્યક્તિઓ પર માન્ય દસ્તાવેજો વિના રાજ્યમાં રહેવાનો આરોપ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અટકાયત કરાયેલી વ્યક્તિઓને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે.આસામ પોલીસે ૧૬ સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવેલા અલગ-અલગ ઓપરેશન્સ દરમિયાન ગુવાહાટી અને રંગિયામાંથી ૨૭ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે, જેમાં પુરુષો, મહિલાઓ અને સગીરોનો સમાવેશ થાય છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (બોર્ડર) કુલેન્દ્ર નાથ ડેકાએ જણાવ્યું હતું કે આ લોકો કથિત રીતે મેઘાલય થઈને ભારતમાં પ્રવેશ્યા હતા અને તેમની પાસે કોઈ પણ માન્ય દસ્તાવેજો મળી આવ્યા ન હતા.બે અલગ-અલગ ઓપરેશનમાં કાર્યવાહી27 લોકોના આ જૂથને 16 સપ્ટેમ્બરના રોજ આસામ પોલીસ દ્વારા બે અલગ-અલગ ઓપરેશન દરમિયાન પકડવામાં આવ્યું હતું. આ બાબતે વિગતો આપતા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કુલેન્દ્ર નાથ ડેકાએ જણાવ્યું હતું કે, "શંકાસ્પદ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓના જૂથ અંગેની માહિતીના આધારે, સૌપ્રથમ ગુવાહાટીમાં આસામ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના પરિસરમાંથી 12 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા." વધુ વિગતો આપતા ડેકાએ જણાવ્યું હતું કે, "અટકાયત કરાયેલી વ્યક્તિઓએ જમ્મુ તવી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા અન્ય એક જૂથ વિશે માહિતી આપી હતી. આ માહિતીના આધારે બોર્ડર પોલીસે ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (GRP) અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) ને એલર્ટ કર્યા, જેના પરિણામે 15 લોકોના અન્ય એક જૂથને અટકાયતમાં લેવામાં આવ્યું."15 લોકોના બીજા જૂથને ટ્રેન રંગિયા રેલ્વે જંકશન પસાર કર્યા પછી અટકાયતમાં લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને બોંગાઈગાંવ રેલ્વે સ્ટેશન પર ઉતારવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી માટે આ બાબત આસામ પોલીસને સોંપવામાં આવી હતી.પોલીસ આ મામલે કરી રહી છે તપાસ પોલીસે આ કેસ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, "અટકાયત કરાયેલા ૨૭ લોકોમાંથી કોઈની પાસે એવા દસ્તાવેજો નહોતા જે ભારતમાં તેમની કાયદેસરની સ્થિતિ સાબિત કરી શકે." અધિકારીઓના જણાવ્યા અનુસાર, અટકાયત કરાયેલા તમામ લોકો બાંગ્લાદેશના વિવિધ વિસ્તારોમાંથી આવ્યા છે, જેમાં ઢાકા, સુનામગંજ, ગોપાલગંજ, બાગેરહાટ, ખુલના અને મયમનસિંહનો સમાવેશ થાય છે. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે શું કોઈ દલાલ કે મધ્યસ્થીએ મેઘાલય થઈને ભારતમાં તેમના પ્રવેશમાં મદદ કરી હતી કે કેમ. કાયદાકીય કાર્યવાહી બાદ તમામ બાંગ્લાદેશીઓને સ્વદેશ પરત મોકલવામાં આવશેપોલીસના ડેપ્યુટી કમિશનર કુલેન્દ્ર નાથ ડેકાએ જણાવ્યું હતું કે, "બોર્ડર પોલીસે સંબંધિત ડેપ્યુટી કમિશનરને દેશનિકાલના આદેશો જારી કરવા વિનંતી કરી છે." તેમણે ઉમેર્યું હતું કે આદેશો જારી થયા બાદ અટકાયતમાં લેવાયેલા લોકોને બાંગ્લાદેશ પરત મોકલી દેવામાં આવશે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અટકાયતમાં લેવાયેલા મોટાભાગના લોકો રોજગારીની શોધમાં ભારત આવ્યા હતા. હવે તપાસ એ બાબત પર કેન્દ્રિત છે કે આ જૂથ કયા સંજોગોમાં ભારતમાં પ્રવેશ્યું હતું અને શું કોઈ વ્યક્તિ કે નેટવર્કે તેમને આસામમાં પ્રવેશવામાં મદદ કરી હતી.આ પણ વાંચો: Heavy Rain: ગુજરાતમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ, વીજળી પડવાની શક્યતા વચ્ચે 21 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Read Full Story arrow_forward
MAITC હશે મમતા બેનર્જીની પાર્ટીનું નવું નામ, ફૂટબોલ ખેલાડી ચૂંટણી ચિહ્ન
calendar_today September 18, 2026

MAITC હશે મમતા બેનર્જીની પાર્ટીનું નવું નામ, ફૂટબોલ ખેલાડી ચૂંટણી ચિહ્ન

પશ્ચિમ બંગાળમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચને 3 નામ અને 3 ચૂંટણી ચિહ્નના વિકલ્પ મોકલ્યા છે. અહેવાલો અનુસાર, મમતા જૂથે તૃણમૂલ મમતા કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ મમતા જેવા નામ સૂચવ્યા છે. ચૂંટણી ચિહ્નના વિકલ્પોમાં ફૂટબોલ, પ્રાર્થના અને ક્રિકેટ બેટ સામેલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ક્રિકેટ બેટ સાથે ખેલા હોબે નારો પણ મોકલવામાં આવ્યો છે. મમતા જૂથે ઈમેલ દ્વારા ચૂંટણી પંચને પોતાની પસંદગી મોકલી છે.સમાચાર અપડેટ થઈ રહ્યા છે...

Read Full Story arrow_forward