android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather Update : મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદનું સંકટ, અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર!
calendar_today September 18, 2026

Weather Update : મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદનું સંકટ, અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર!

રાજ્યભરમાં ચોમાસાની સિઝન બરાબરની જામી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની મોટી અગમચેતી વ્યક્ત કરવામાં આવી છે. વાતાવરણમાં એકસાથે લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાના કારણે ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી શકે છે. હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલ સહિત રાજ્યના લગભગ બે ડઝન (24) જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત દેશના અન્ય 6 રાજ્યો મળીને કુલ 7 રાજ્યોમાં પણ ભારે વરસાદની તાકીદ કરવામાં આવી છે.8 કલાકમાં 222 તાલુકામાં ધમાકેદાર વરસાદઆજરોજ વહેલી સવારથી જ રાજ્યભરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના માત્ર 8 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના કુલ 222 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ શહેર અને અરવલ્લીના મેઘરજમાં 2.87 ઈંચ ખાબક્યો છે. આ સિવાય સાબરકાંઠાના તલોદમાં 2.52 ઈંચ, નર્મદાના ડેડિયાપાડા અને અરવલ્લીના મોડાસામાં 2.36 ઈંચ, મહીસાગરના કડાણામાં 2.24 ઈંચ અને સંતરામપુરમાં 2.17 ઈંચ વરસાદ નોંધાયો છે.15 મીમી/કલાકની ઝડપે વરસશે વરસાદહવામાન ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, રાજ્યમાં કલાકના 5 થી 15 મીમીની ઝડપે ગાજવીજ સાથે મુસળધાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે સાંજે 5:30 વાગ્યા સુધી વરસાદી ચેતવણી જારી કરવામાં આવી છે. સતત વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાને રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને કડક રીતે એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે.આ પણ વાંચો : Rajkot News : 60 કિલો અખાદ્ય જથ્થો અને રૂ.7,500 નો દંડ, જાણો રાજકોટમાં કયા 10 ધંધાર્થીઓને ફટકારાઈ નોટિસ?

Read Full Story arrow_forward
Surat: પત્નીએ તાપી કિનારે પ્રેમી સાથે જીવન ટૂંકાવ્યું; વિશ્વાસઘાત અને આઘાતમાં પતિએ લીધો આત્યંતિક નિર્ણય
calendar_today September 18, 2026

Surat: પત્નીએ તાપી કિનારે પ્રેમી સાથે જીવન ટૂંકાવ્યું; વિશ્વાસઘાત અને આઘાતમાં પતિએ લીધો આત્યંતિક નિર્ણય

સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં પત્નીએ પોતાના સાથી કર્મચારી એવા પ્રેમી સાથે તાપી નદીના કિનારે ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. પત્નીના આત્મહત્યાના પગલાં અને તેના લગ્નેતર સંબંધોની જાણ થતાં જ 40 વર્ષીય પતિ સિદ્ધાર્થ ખેરનાર ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા.વરાછામાં હૃદય કંપાવી દેતી કરૂણ ઘટનાપત્નીના મોત અને અચાનક સામે આવેલા વિશ્વાસઘાતના આઘાતમાંથી સિદ્ધાર્થ ખેરનાર બહાર આવી શક્યા નહોતા. પરિવારે તેમને સાંત્વના આપવા અને સંભાળવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ પત્નીના વિયોગ અને વિશ્વાસઘાતનું દુઃખ સહન ન થતાં આખરે પત્નીના આપઘાતના આશરે ૩ દિવસ બાદ જ તેમણે પણ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. માત્ર ત્રણ જ દિવસના ગાળામાં માતા અને પિતા બંનેના આકસ્મિક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. 2 માસૂમ બાળકો બન્યા નિરાધાર!આ કરુણ ઘટનામાં સૌથી વધુ વિષમ પરિસ્થિતિ સિદ્ધાર્થ ખેરનારના બંને માસૂમ સંતાનોની થઈ છે, જેમણે એકસાથે માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી દેતાં તેઓ સંપૂર્ણપણે અનાથ અને નિરાધાર બની ગયા છે. ઘટનાને પગલે પરિવાર અને સમગ્ર વરાછા વિસ્તારમાં ભારે અરેરાટી અને શાનુભૂતિનો માહોલ વ્યાપી ગયો છે. સમગ્ર બનાવ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચલાવી રહી છે.આ પણ વાંચો:  Ahmedabad News: શહેરમાં કેમ ભરાઈ જાય છે વરસાદી પાણી, ખુદ ભાજપના જ ધારાસભ્યએ મનપાની પોલ ખોલી

Read Full Story arrow_forward
Assam પોલીસની ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર લાલ આંખ, બાળકો-મહિલા સહિત 27 લોકોની અટકાયત
calendar_today September 18, 2026

Assam પોલીસની ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર લાલ આંખ, બાળકો-મહિલા સહિત 27 લોકોની અટકાયત

આસામ પોલીસે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરી છે. ગુવાહાટી અને રંગિયામાં હાથ ધરવામાં આવેલા બે અલગ-અલગ ઓપરેશનમાં પોલીસે 27 બાંગ્લાદેશી નાગરિકોને અટકાયતમાં લીધા હતા. આ જૂથમાં પુરુષો, મહિલાઓ અને સગીરોનો સમાવેશ થતો હતો. આ તમામ વ્યક્તિઓ પર માન્ય દસ્તાવેજો વિના રાજ્યમાં રહેવાનો આરોપ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અટકાયત કરાયેલી વ્યક્તિઓને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે.આસામ પોલીસે ૧૬ સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવેલા અલગ-અલગ ઓપરેશન્સ દરમિયાન ગુવાહાટી અને રંગિયામાંથી ૨૭ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે, જેમાં પુરુષો, મહિલાઓ અને સગીરોનો સમાવેશ થાય છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (બોર્ડર) કુલેન્દ્ર નાથ ડેકાએ જણાવ્યું હતું કે આ લોકો કથિત રીતે મેઘાલય થઈને ભારતમાં પ્રવેશ્યા હતા અને તેમની પાસે કોઈ પણ માન્ય દસ્તાવેજો મળી આવ્યા ન હતા.બે અલગ-અલગ ઓપરેશનમાં કાર્યવાહી27 લોકોના આ જૂથને 16 સપ્ટેમ્બરના રોજ આસામ પોલીસ દ્વારા બે અલગ-અલગ ઓપરેશન દરમિયાન પકડવામાં આવ્યું હતું. આ બાબતે વિગતો આપતા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કુલેન્દ્ર નાથ ડેકાએ જણાવ્યું હતું કે, "શંકાસ્પદ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓના જૂથ અંગેની માહિતીના આધારે, સૌપ્રથમ ગુવાહાટીમાં આસામ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના પરિસરમાંથી 12 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા." વધુ વિગતો આપતા ડેકાએ જણાવ્યું હતું કે, "અટકાયત કરાયેલી વ્યક્તિઓએ જમ્મુ તવી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા અન્ય એક જૂથ વિશે માહિતી આપી હતી. આ માહિતીના આધારે બોર્ડર પોલીસે ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (GRP) અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) ને એલર્ટ કર્યા, જેના પરિણામે 15 લોકોના અન્ય એક જૂથને અટકાયતમાં લેવામાં આવ્યું."15 લોકોના બીજા જૂથને ટ્રેન રંગિયા રેલ્વે જંકશન પસાર કર્યા પછી અટકાયતમાં લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને બોંગાઈગાંવ રેલ્વે સ્ટેશન પર ઉતારવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી માટે આ બાબત આસામ પોલીસને સોંપવામાં આવી હતી.પોલીસ આ મામલે કરી રહી છે તપાસ પોલીસે આ કેસ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, "અટકાયત કરાયેલા ૨૭ લોકોમાંથી કોઈની પાસે એવા દસ્તાવેજો નહોતા જે ભારતમાં તેમની કાયદેસરની સ્થિતિ સાબિત કરી શકે." અધિકારીઓના જણાવ્યા અનુસાર, અટકાયત કરાયેલા તમામ લોકો બાંગ્લાદેશના વિવિધ વિસ્તારોમાંથી આવ્યા છે, જેમાં ઢાકા, સુનામગંજ, ગોપાલગંજ, બાગેરહાટ, ખુલના અને મયમનસિંહનો સમાવેશ થાય છે. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે શું કોઈ દલાલ કે મધ્યસ્થીએ મેઘાલય થઈને ભારતમાં તેમના પ્રવેશમાં મદદ કરી હતી કે કેમ. કાયદાકીય કાર્યવાહી બાદ તમામ બાંગ્લાદેશીઓને સ્વદેશ પરત મોકલવામાં આવશેપોલીસના ડેપ્યુટી કમિશનર કુલેન્દ્ર નાથ ડેકાએ જણાવ્યું હતું કે, "બોર્ડર પોલીસે સંબંધિત ડેપ્યુટી કમિશનરને દેશનિકાલના આદેશો જારી કરવા વિનંતી કરી છે." તેમણે ઉમેર્યું હતું કે આદેશો જારી થયા બાદ અટકાયતમાં લેવાયેલા લોકોને બાંગ્લાદેશ પરત મોકલી દેવામાં આવશે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અટકાયતમાં લેવાયેલા મોટાભાગના લોકો રોજગારીની શોધમાં ભારત આવ્યા હતા. હવે તપાસ એ બાબત પર કેન્દ્રિત છે કે આ જૂથ કયા સંજોગોમાં ભારતમાં પ્રવેશ્યું હતું અને શું કોઈ વ્યક્તિ કે નેટવર્કે તેમને આસામમાં પ્રવેશવામાં મદદ કરી હતી.આ પણ વાંચો: Heavy Rain: ગુજરાતમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ, વીજળી પડવાની શક્યતા વચ્ચે 21 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Read Full Story arrow_forward