android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
IndiGo : ફ્લાઇટ મુસાફરોને લાગશે આંચકો, ઇન્ડિગો એરલાઇન્સે ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ભાડામાં કર્યો વધારો!
calendar_today September 18, 2026

IndiGo : ફ્લાઇટ મુસાફરોને લાગશે આંચકો, ઇન્ડિગો એરલાઇન્સે ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ભાડામાં કર્યો વધારો!

ઇન્ડિગો એરલાઇન્સમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક મોટો આંચકો સમાન સમાચાર સામે આવ્યા છે. દેશેની અગ્રણી એરલાઇન ઇન્ડિગોએ ઘરેલુ ફ્લાઇટ્સ માટે પોતાની વિવિધ સેવાઓ અને ચાર્જમાં મોટો વધારો કર્યો છે. જો તમે આગામી દિવસોમાં ઇન્ડિગોની ફ્લાઇટમાં પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે બાળકોની ટિકિટ, સામાનનું ભાડું અને અન્ય સુવિધાઓ માટે વધુ ખિસ્સું ખાલી કરવું પડશે.શિશુ ટિકિટ અને વધારાના સામાનના ચાર્જમાં વધારોજો તમે ઇન્ડિગોની ડોમેસ્ટિક ફ્લાઇટમાં નાના બાળક સાથે મુસાફરી કરી રહ્યા છો, તો હવે શિશુ ટિકિટ (Infant Ticket) માટે તમારે વધારાના ₹૧,૦૦૦ ચૂકવા પડશે. અગાઉ આ ફી ₹૨,૦۰۰ હતી, જે હવે વધારીને ₹૩,૦૦૦ કરી દેવામાં આવી છે. આ નિયમ એવા બાળકો પર લાગુ થાય છે જેમને અલગ સીટ ફાળવવામાં આવતી નથી અને તેઓ માતા-પિતા સાથે પ્રવાસ કરે છે.આ ઉપરાંત, ફ્રી અલોવાન્સ મર્યાદા કરતાં વધુ સામાન સાથે મુસાફરી કરવા પર હવે પ્રવાસીઓએ પ્રતિ કિલોગ્રામ ₹૮૦૦ ચૂકવવા પડશે, જે અગાઉ ₹૭૦૦ પ્રતિ કિલોગ્રામ હતો.પ્રાયોરિટી ચેક-ઇન અને અન્ય સેવાઓ મોંઘીએરપોર્ટ પર લાંબી કતારોથી બચવા માટે લેવાતી સેવાઓ પણ હવે મોંઘી બની છે:પ્રાયોરિટી ચેક-ઇન અને બોર્ડિંગ: આ સેવા માટે હવે મુસાફરોએ ₹૪૫૦ ની જગ્યાએ ₹૬૫૦ ચૂકવવા પડશે.અનએકંપનીડ માઇનોર સર્વિસ (એકલા મુસાફરી કરતા બાળકો): જો કોઈ બાળક વાલી વગર એકલું મુસાફરી કરી રહ્યું હોય, તો આ ખાસ સેવાનો ચાર્જ ₹૫,૦૦૦ થી વધારીને ₹૫,૯૯૯ કરી દેવામાં આવ્યો છે.ટ્રાવેલ સર્ટિફિકેટ ફી: ટ્રાવેલ સર્ટિફિકેટ મેળવવા માટે હવે અગાઉના ₹૨૦૦ ના બદલે ₹૩૦૦ ફી વસૂલવામાં આવશે. સેવા શુલ્કમાં થયેલા આ વધારાને કારણે હવે મુસાફરોનું પ્રવાસ બજેટ થોડું વધી જશે.આ પણ વાંચોઃ  તહેવારો પહેલા રેલવે કર્મચારીઓ માટે ખુશખબર, ₹18,000 થી વધીને ₹53,000 સુધી વધી શકે છે બોનસ!

Read Full Story arrow_forward
Amritsarમાં મોડી રાતે ડ્યૂટી પર તૈનાત ASIની ગોળી મારી હત્યા, આતંકી સંગઠને લીધી જવાબદારી
calendar_today September 18, 2026

Amritsarમાં મોડી રાતે ડ્યૂટી પર તૈનાત ASIની ગોળી મારી હત્યા, આતંકી સંગઠને લીધી જવાબદારી

પંજાબના અમૃતસરમાં ગઈકાલે રાત્રે ફરજ પરના એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ અધિકારીની ઓળખ હરજીત સિંહ તરીકે થઈ છે. તેઓ 'ગેટ હકીમા' પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમને ગોળી મારી હતી. આ ઘટના પર શોક વ્યક્ત કરતા પંજાબ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું: "અમૃતસર જિલ્લાના અમારા બહાદુર પોલીસ અધિકારી, ASI હરજીત સિંહે ફરજ દરમિયાન પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. દુઃખની આ ઘડીમાં અમે શોકગ્રસ્ત પરિવારની સાથે મક્કમતાથી ઊભા છીએ."આતંકવાદી સંગઠને જવાબદારી સ્વીકારી; પોલીસે દાવો નકાર્યોઆતંકવાદી સંગઠન 'તહરીક-એ-તાલિબાન હિન્દુસ્તાન'એ આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. જોકે, પંજાબ પોલીસે આતંકવાદી હુમલાની શક્યતાને નકારી કાઢી છે. આ ઘટનાને લઈને પંજાબમાં રાજકીય વિવાદ સર્જાયો છે.મુખ્યમંત્રી દ્વારા ₹1 કરોડના વળતરની જાહેરાતપોલીસે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ પરિવાર માટે ₹1 કરોડની સહાયની જાહેરાત કરી છે, જ્યારે HDFC બેંક વધારાના ₹1 કરોડની વીમા રકમ ચૂકવશે. શહીદ અધિકારીને સંપૂર્ણ પોલીસ સન્માન સાથે વિદાય આપવામાં આવશે. અમારી પ્રાર્થના તેમના પરિવાર અને સંબંધીઓ સાથે છે. ભાજપ અને અકાલી દળ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યાબીજી તરફ, ભાજપ અને અકાલી દળે આમ આદમી પાર્ટીની સરકાર હેઠળ પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. શોક વ્યક્ત કરતા ભાજપના વરિષ્ઠ નેતા તરુણ ચુગે નોંધ્યું હતું કે સમગ્ર પંજાબમાં 22 પોલીસ સ્ટેશનો પર ગ્રેનેડ હુમલા થયા છે. તેમણે ધ્યાન દોર્યું કે ભાજપની ઓફિસ પર ગ્રેનેડ હુમલો થયો હતો અને પંજાબ પોલીસના મુખ્યાલયને રોકેટ લોન્ચરથી નિશાન બનાવવામાં આવ્યું હતું. વધુમાં, એવી ઘણી ઘટનાઓ બની છે જેમાં ગણવેશધારી પોલીસ કર્મચારીઓને સીધા નિશાન બનાવીને ગોળી મારવામાં આવી છે.તેમણે કહ્યું કે હુમલાખોરો ગોળીબારના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે, જ્યારે પંજાબ સરકાર અને આમ આદમી પાર્ટીના નેતાઓ માત્ર આ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.તરુણ ચુગે પંજાબમાં ભયના વાતાવરણ વિશે વાત કરીતરુણ ચુગે ટિપ્પણી કરી હતી કે જેમને પંજાબની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે તેઓ પોતે જ આતંકવાદ અને હિંસાનો ભોગ બની રહ્યા છે. ભાજપના નેતાએ જણાવ્યું હતું કે પંજાબમાં ભયનું વાતાવરણ પ્રવર્તે છે, જેમાં ડ્રગ માફિયા, ખંડણીખોરો અને ગેંગસ્ટરવાદ સરહદી રાજ્ય માટે મોટો ખતરો બની રહ્યા છે. આપ (AAP) સરકાર પર બેદરકારીનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે સરકારની નિષ્ફળતા જ ભયનું આ વાતાવરણ ઊભું કરી રહી છે. પોલીસ કર્મચારીઓની સુરક્ષા અંગેની ચિંતાઓ વ્યક્ત કરતા તરુણ ચુગે જણાવ્યું કે જ્યારે પોલીસ સ્ટેશન કે ખુદ પોલીસ કર્મચારીઓ જ સુરક્ષિત નથી, ત્યારે સામાન્ય જનતાની સુરક્ષા અંગે સવાલ ઉઠાવવો સ્વાભાવિક છે.અકાલી નેતાએ કાયદો અને વ્યવસ્થા અંગે સવાલો ઉઠાવ્યાઅકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ નોંધ્યું કે અત્યાર સુધીમાં ત્રણ ASIની હત્યા થઈ ચૂકી છે. ગઈકાલે રાત્રે અમૃતસરમાં બે હત્યાઓ થઈ હતી, જેમાં ASI હરજીત સિંહનો પણ સમાવેશ થાય છે; ભગતનવાલા અનાજ મંડીમાં ફરજ દરમિયાન તેમને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જો ફરજ પર પોલીસ જ સુરક્ષિત ન હોય, તો સામાન્ય પંજાબીઓની સુરક્ષાનું શું થશે?અમૃતસરમાં પોલીસ કર્મચારીઓ પર હુમલાની તાજેતરની ઘટનાઓ30 ઓગસ્ટ: અમૃતસરમાં ફરજ દરમિયાન ટુ-વ્હીલરની ટક્કર વાગવાથી ASI પવન કુમાર શર્મા ગંભીર રીતે ઘાયલ થયા હતા; સારવાર દરમિયાન 12 દિવસ બાદ તેમનું અવસાન થયું હતું. 11 સપ્ટેમ્બર: અજનાલા વિસ્તારના ભલ્લા પિંડ નજીક ફરજ પરથી પરત ફરી રહેલા અમૃતસર કમિશનરેટના ASI જસવંત સિંહ પર મોટરસાઇકલ સવાર બે યુવકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો અને એક ગોળી તેમના માથાને સ્પર્શીને નીકળી ગઈ હતી, જેનાથી તેમને સામાન્ય ઈજા થઈ હતી. 17 સપ્ટેમ્બર: ASI હરજીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હરજીતની હત્યા કોણે કરી અને હત્યા પાછળનો હેતુ શું હતો તે અંગે તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: Gujarat Weather News: ઉત્તર ગુજરાતવાસીઓ સાવધાન, બપોરે 1 વાગ્યા સુધી 9 જિલ્લામાં રેડ એલર્ટ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, અરવલ્લી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ
calendar_today September 18, 2026

Gujarat Latest News Live: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, અરવલ્લી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward