android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Indore : 4 પુત્રો હતા, પણ અંતિમ યાત્રામાં કાંધ ન મળ્યો, અંતે સમાજસેવકોએ નિભાવ્યો ધર્મ
calendar_today September 18, 2026

Indore : 4 પુત્રો હતા, પણ અંતિમ યાત્રામાં કાંધ ન મળ્યો, અંતે સમાજસેવકોએ નિભાવ્યો ધર્મ

મધ્યપ્રદેશના ઈન્દોરમાં લતા બાઈના નિધન બાદ તેમની અંતિમ વિદાયની જવાબદારી પરિવારના બદલે સમાજસેવી સંસ્થાએ નિભાવી હતી. લતા બાઈના 4 પુત્રો હોવા છતાં તેઓ અંતિમ સંસ્કારમાં પહોંચ્યા ન હોવાનું સંસ્થા સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું છે.જીવનભરની બચતથી ફ્લેટ ખરીદ્યોલતા બાઈ ઈન્દોરમાં રહેતા હતા. સંસ્થા સાથે જોડાયેલા લોકોના જણાવ્યા મુજબ, તેમણે જીવનભરની બચત અને ઘરેણાં વેચીને ફ્લેટ ખરીદ્યો હતો. બાદમાં તેમના એક પુત્રે આ ફ્લેટ પોતાના નામે કરાવી લીધો અને લતા બાઈને ઘર છોડવું પડ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.વૃદ્ધાશ્રમમાં મળ્યો આશરોલતા બાઈની પરિસ્થિતિની જાણકારી મળ્યા બાદ સામાજિક સંસ્થાએ તેમની મદદ માટે પહેલ કરી હતી. મેડિકલ તપાસ બાદ તેમને જાનકી વૃદ્ધાશ્રમમાં આશરો આપવામાં આવ્યો હતો. આશરે 8 મહિના સુધી વૃદ્ધાશ્રમમાં તેમની સંભાળ રાખવામાં આવી હતી.તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલઅચાનક તબિયત બગડતાં લતા બાઈને એમવાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. તેમના નિધનની જાણ ઓમ શાંતિ આશ્રમ મારફતે પુત્રોને કરવામાં આવી હતી.પુત્રોને જાણ છતાં અંતિમ સંસ્કારમાં હાજર ન રહ્યાસંસ્થા સાથે જોડાયેલા લોકોનો દાવો છે કે ચારેય પુત્રોને માતાના નિધનની જાણ કરવામાં આવી હતી, પરંતુ તેઓ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા નહોતા. ત્યારબાદ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લતા બાઈની અંતિમ વિદાયની જવાબદારી સંભાળી હતી.સમાજસેવકોએ કરી અંતિમ વિદાયલતા બાઈના અંતિમ સંસ્કાર વિધિ-વિધાન સાથે કરવામાં આવ્યા હતા. તેમના જીવનના અંતિમ 8 મહિનામાં જેમણે સંભાળ રાખી હતી, તે જ લોકો અંતિમ વિદાયમાં પણ સાથે રહ્યા હતા. આ પણ વાંચો  :   Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો...? અકસ્માતના 3 કલાક પહેલા તેમણે બોલેલા શબ્દો વાયરલ, Video   આ પણ વાંચો :  Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: NEET પેપર લીક મામલે SC કડક, હવે જજ પરીક્ષા સિસ્ટમની કામગીરી તપાસશે
calendar_today September 18, 2026

Gujarat Latest News Live: NEET પેપર લીક મામલે SC કડક, હવે જજ પરીક્ષા સિસ્ટમની કામગીરી તપાસશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Surat: તબીબ વેવાઈ પાસે 10 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપનાર પિતા-પુત્ર અઢી વર્ષે ઝડપાયા
calendar_today September 18, 2026

Surat: તબીબ વેવાઈ પાસે 10 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપનાર પિતા-પુત્ર અઢી વર્ષે ઝડપાયા

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી જાણીતી શિવ સર્જિકલ હોસ્પિટલના સિનિયર તબીબ ડૉ. કાંતીલાલ વઘાસીયા અને તેમના પરિવારને ધમકી આપી આતંક મચાવનાર ફરાર પિતા-પુત્રની જોડીને પોલીસે ઝડપી પાડી છે. આરોપી પરેશ ગજેરા અને તેનો પુત્ર ઋષિત ગજેરા પોતાના બનેવી પાસે નીકળતા આશરે 20 વર્ષ જૂના 10 લાખના હિસાબની વસૂલાત કરવા માટે બનેવીના તબીબ વેવાઈ ડૉ. કાંતીલાલ વઘાસીયા પાસે પઠાણી ઉઘરાણી કરતા હતા.વરાછાના ડોક્ટર પાસે પઠાણી ઉઘરાણીઆરોપીઓએ ડૉક્ટરને ફોન અને મેસેજ કરીને 'તારું બધું પડ્યું રહેશે, વાપરવાવાળું કોઈ નહીં રહે' જેવી ગંભીર અને ગર્ભિત ધમકીઓ આપી તેમના પુત્રના જીવનું જોખમ ઊભું કર્યું હતું. આ ઉપરાંત નાણાં વસૂલવા માટે આરોપીઓએ અલથાણા ખાતે આવેલી તબીબની પુત્રવધૂની ક્લિનિક અને તેમની કારમાં તોડફોડ કરીને ભારે આતંક મચાવ્યો હતો. આ સમગ્ર હિંસક અને ધમકીભર્યા બનાવ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદથી જ પોલીસને થાપ આપીને પિતા-પુત્ર પરેશ ગજેરા અને ઋષિત ગજેરા છેલ્લા અઢી વર્ષથી સતત ફરાર ચાલી રહ્યા હતા.નાસતા-ફરતા પિતા-પુત્રને દબોચી લીધાવરાછા પોલીસની ટીમે બાતમીદારોનું નેટવર્ક સક્રિય રાખીને મળેલી ચોક્કસ માહિતીના આધારે સુરતના ઉમરાગામ વિસ્તારમાં આવેલા શિવ બંગ્લોઝ ખાતે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન અઢી વર્ષથી નાસતા-ફરતા બંને પિતા-પુત્રને સ્થળ પરથી દબોચી લીધા છે. પોલીસે બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: પત્નીએ તાપી કિનારે પ્રેમી સાથે જીવન ટૂંકાવ્યું; વિશ્વાસઘાત અને આઘાતમાં પતિએ લીધો આત્યંતિક નિર્ણય

Read Full Story arrow_forward