android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda: હર્ષ સંઘવીનો ડાઉન-ટુ-અર્થ અંદાજ; નેનપુર ચોકડી ખાતે કાર્યકરો સાથે માણી ચા-ભજીયાની લિજ્જત
calendar_today September 18, 2026

Kheda: હર્ષ સંઘવીનો ડાઉન-ટુ-અર્થ અંદાજ; નેનપુર ચોકડી ખાતે કાર્યકરો સાથે માણી ચા-ભજીયાની લિજ્જત

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમના નિર્ધારિત પ્રવાસ અન્વયે ખેડા જિલ્લામાં આવી પહોંચ્યા હતા. ખેડા જિલ્લાના પ્રવેશ દ્વાર સમી નેનપુર ચોકડી ખાતે મંત્રીના આગમનને પગલે સ્થાનિક ભાજપ હોદ્દેદારો, યુવા મોરચાના સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.ખેડામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો સાદો અંદાજહંમેશા પોતાના સરળ અને જમીની અંદાજ માટે જાણીતા હર્ષ સંઘવીએ નેનપુર ચોકડી ખાતે રોકાણ કર્યું હતું. તેમણે કોઈ પણ જાતના વીઆઈપી પ્રોટોકોલ વિના સામાન્ય કાર્યકરો સાથે રસ્તા કિનારે આવેલી દુકાને બેસીને ગરમાગરમ ભજીયા અને ચાની લિજ્જત માણી હતી. મંત્રીનો આ સાદો અંદાજ જોઈને સ્થાનિક આગેવાનો અને કાર્યકરોમાં ભારે ખુશી જોવા મળી હતી.મંત્રી હર્ષ સંઘવી કાર્યકરો સાથે ચા-નાસ્તો કરી રહ્યા હતા તે દરમિયાન ઉપસ્થિત યુવા કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો હતો. નેનપુર ચોકડી ખાતે એકઠા થયેલા યુવાનોએ 'મોદી-મોદી'ના પ્રચંડ નારા લગાવ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઊઠ્યો હતો.'મોદી-મોદી'ના નારાથી ગૂંજી ઊઠ્યું નેનપુર ચોકડી!આ અનૌપચારિક મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ સ્થાનિક કાર્યકરો સાથે વિસ્તારના પ્રશ્નો અને સંગઠનની કામગીરી અંગે ચર્ચા કરી હતી. મંત્રીએ કાર્યકરોના ખબરઅંતર પૂછીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ મુલાકાતને પગલે ખેડા જિલ્લા ભાજપ અને ખાસ કરીને યુવા મોરચાના કાર્યકરોમાં એક નવો શક્તિસંચાર જોવા મળ્યો છે.આ પણ વાંચો: Junagadh: નોબલ આયુર્વેદિક કોલેજનું લાયસન્સ રદ; શૈક્ષણિક સત્ર 2026-27 માટે પ્રવેશ મંજૂરી નકારાઈ

Read Full Story arrow_forward
TMCના નામ-ચિન્હ વિવાદમાં મમતાની સુપ્રીમ કોર્ટમાં એન્ટ્રી, ECના નિર્ણયને પડકાર્યો, ચિન્હ પાછું મેળવવા કાનૂની લડત
calendar_today September 18, 2026

TMCના નામ-ચિન્હ વિવાદમાં મમતાની સુપ્રીમ કોર્ટમાં એન્ટ્રી, ECના નિર્ણયને પડકાર્યો, ચિન્હ પાછું મેળવવા કાનૂની લડત

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસના મૂળ નામ અને ચૂંટણી ચિન્હના ઉપયોગ પર રોક લગાવવાના ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ચૂંટણી પંચે બંને TMC જૂથોને આગામી પેટાચૂંટણી માટે અલગ નામ અને ચૂંટણી ચિન્હ ફાળવ્યા છે.ECએ મૂળ નામ અને ચિહ્ન ફ્રીઝ કર્યુંચૂંટણી પંચે TMCના આંતરિક વિવાદને ધ્યાનમાં રાખીને ‘All India Trinamool Congress’ નામ અને પરંપરાગત ‘Flowers and Grass’ ચિન્હનો ઉપયોગ હાલની પેટાચૂંટણી માટે બંને જૂથોને ન કરવાની સૂચના આપી હતી. બંને જૂથોને અલગ નામ અને ચૂંટણી ચિન્હ આપવામાં આવ્યા છે.મમતા જૂથને ‘Football Player’ ચિન્હચૂંટણી પંચના નિર્ણય બાદ મમતા બેનર્જીના જૂથને ‘Mamata All India Trinamool Congress’ નામ અને ‘Football Player’ ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવ્યું છે. બીજી તરફ ઋતવ્રત રોયના નેતૃત્વવાળા જૂથને ‘Democratic Trinamool Congress’ નામ અને ‘Envelope’ ચિન્હ મળ્યું છે.મમતાએ નિર્ણય સ્વીકારવાનો ઇનકાર કર્યોમમતા બેનર્જીએ ચૂંટણી પંચના આ નિર્ણય સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે તેઓ વચગાળાની આ વ્યવસ્થાને સમાધાન તરીકે સ્વીકારશે નહીં અને પક્ષની મૂળ ઓળખ તથા પરંપરાગત ચૂંટણી ચિન્હ માટે કાનૂની લડત ચાલુ રાખશે. તેમણે ચૂંટણી પંચની કાર્યવાહી અંગે ગંભીર વાંધા વ્યક્ત કર્યા છે અને નિર્ણયના સમયને લઈને પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.પેટાચૂંટણીની પ્રક્રિયા વચ્ચે આવ્યો નિર્ણયપશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર સહિતની બેઠકોની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે બંને જૂથોને નવી ઓળખ આપી છે. પંચના જણાવ્યા મુજબ, બંને જૂથો એક જ નામ અને ચિહ્નનો ઉપયોગ કરે તો ઉમેદવારી અને ચૂંટણી પ્રક્રિયામાં કાનૂની ગૂંચવણ ઊભી થઈ શકે છે.હવે સુપ્રીમ કોર્ટમાં મામલોમમતા બેનર્જીની અરજી બાદ હવે TMCના નામ અને ચૂંટણી ચિન્હ અંગેનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ચૂંટણી પંચનો વચગાળાનો નિર્ણય અને પક્ષની મૂળ ઓળખ અંગે બંને પક્ષોની દલીલો હવે કાનૂની પ્રક્રિયાનો ભાગ બનશે.  આ પણ વાંચો :  Cyclone Alert : બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે 'અર્નવ' વાવાઝોડું..!   આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત 

Read Full Story arrow_forward
LIC Fraud Case: રિલાયન્સ કેપિટલ અને અનિલ અંબાણી સામે FIR; 2,684 કરોડથી વધુના નુકસાનનો આરોપ
calendar_today September 18, 2026

LIC Fraud Case: રિલાયન્સ કેપિટલ અને અનિલ અંબાણી સામે FIR; 2,684 કરોડથી વધુના નુકસાનનો આરોપ

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ની લેખિત ફરિયાદના આધારે કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ રિલાયન્સ કેપિટલ લિમિટેડ અને તેના પૂર્વ ચેરમેન અનિલ ડી. અંબાણી સામે આકરા પગલાં ભરીને એફઆઈઆર નોંધી છે. વર્ષ 2012 થી 2018 ના સમયગાળા દરમિયાન એલઆઈસી દ્વારા રિલાયન્સ કેપિટલમાં રૂ. 3,900 કરોડનું વિશાળ રોકાણ કરવામાં આવ્યું હતું.એલઆઈસીના રોકાણમાં કરોડોની ગેરરીતિસીબીઆઈની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે રિલાયન્સ કેપિટલના તત્કાલીન મેનેજમેન્ટે ખોટી અને તથ્યવિહીન રજૂઆતો કરીને એલઆઈસીને આ રોકાણ કરવા માટે પ્રેરિત કરી હતી. આગળ જતાં આ રોકાણમાંથી એલઆઈસીને રૂ. 2,684.57 કરોડનું મોટું નાણાકીય નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જે જાહેર નાણાંની ગંભીર ગેરરીતિ દર્શાવે છે.આ હાઇ-પ્રોફાઇલ કેસમાં સીબીઆઈએ માત્ર અનિલ અંબાણી જ નહીં પરંતુ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર સતીશ સેઠ, કેટલાક અજાણ્યા સરકારી કર્મચારીઓ અને અન્ય ખાનગી વ્યક્તિઓ સામે પણ છેતરપિંડી, ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ અને હિસાબી ગોટાળાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.ખોટી રજૂઆતો કરી રોકાણ કરાવ્યાનો સીબીઆઈ કેસમાં દાવોતપાસ એજન્સી હવે એલઆઈસી તરફથી મળેલા રોકાણના નાણાં ક્યાં અને કેવી રીતે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા તેની મની ટ્રેલ શોધી રહી છે. નોંધનીય છે કે રિલાયન્સ ગ્રુપની વિવિધ કંપનીઓ સામે સીબીઆઈ દ્વારા અગાઉ પણ 8 એફઆઈઆર નોંધવામાં આવેલી છે, ત્યારે આ નવી એફઆઈઆર સાથે સીબીઆઈએ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Kheda: હર્ષ સંઘવીનો ડાઉન-ટુ-અર્થ અંદાજ; નેનપુર ચોકડી ખાતે કાર્યકરો સાથે માણી ચા-ભજીયાની લિજ્જત

Read Full Story arrow_forward