War Room : દેશના 7 રાજ્ય માટે ભારે વરસાદની ચેતવણી
Read Full Story arrow_forward
Stay informed with the latest happenings, achievements, and announcements from our community.
Read Full Story arrow_forward
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમના નિર્ધારિત પ્રવાસ અન્વયે ખેડા જિલ્લામાં આવી પહોંચ્યા હતા. ખેડા જિલ્લાના પ્રવેશ દ્વાર સમી નેનપુર ચોકડી ખાતે મંત્રીના આગમનને પગલે સ્થાનિક ભાજપ હોદ્દેદારો, યુવા મોરચાના સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.ખેડામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો સાદો અંદાજહંમેશા પોતાના સરળ અને જમીની અંદાજ માટે જાણીતા હર્ષ સંઘવીએ નેનપુર ચોકડી ખાતે રોકાણ કર્યું હતું. તેમણે કોઈ પણ જાતના વીઆઈપી પ્રોટોકોલ વિના સામાન્ય કાર્યકરો સાથે રસ્તા કિનારે આવેલી દુકાને બેસીને ગરમાગરમ ભજીયા અને ચાની લિજ્જત માણી હતી. મંત્રીનો આ સાદો અંદાજ જોઈને સ્થાનિક આગેવાનો અને કાર્યકરોમાં ભારે ખુશી જોવા મળી હતી.મંત્રી હર્ષ સંઘવી કાર્યકરો સાથે ચા-નાસ્તો કરી રહ્યા હતા તે દરમિયાન ઉપસ્થિત યુવા કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો હતો. નેનપુર ચોકડી ખાતે એકઠા થયેલા યુવાનોએ 'મોદી-મોદી'ના પ્રચંડ નારા લગાવ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઊઠ્યો હતો.'મોદી-મોદી'ના નારાથી ગૂંજી ઊઠ્યું નેનપુર ચોકડી!આ અનૌપચારિક મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ સ્થાનિક કાર્યકરો સાથે વિસ્તારના પ્રશ્નો અને સંગઠનની કામગીરી અંગે ચર્ચા કરી હતી. મંત્રીએ કાર્યકરોના ખબરઅંતર પૂછીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ મુલાકાતને પગલે ખેડા જિલ્લા ભાજપ અને ખાસ કરીને યુવા મોરચાના કાર્યકરોમાં એક નવો શક્તિસંચાર જોવા મળ્યો છે.આ પણ વાંચો: Junagadh: નોબલ આયુર્વેદિક કોલેજનું લાયસન્સ રદ; શૈક્ષણિક સત્ર 2026-27 માટે પ્રવેશ મંજૂરી નકારાઈ
Read Full Story arrow_forward
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસના મૂળ નામ અને ચૂંટણી ચિન્હના ઉપયોગ પર રોક લગાવવાના ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ચૂંટણી પંચે બંને TMC જૂથોને આગામી પેટાચૂંટણી માટે અલગ નામ અને ચૂંટણી ચિન્હ ફાળવ્યા છે.ECએ મૂળ નામ અને ચિહ્ન ફ્રીઝ કર્યુંચૂંટણી પંચે TMCના આંતરિક વિવાદને ધ્યાનમાં રાખીને ‘All India Trinamool Congress’ નામ અને પરંપરાગત ‘Flowers and Grass’ ચિન્હનો ઉપયોગ હાલની પેટાચૂંટણી માટે બંને જૂથોને ન કરવાની સૂચના આપી હતી. બંને જૂથોને અલગ નામ અને ચૂંટણી ચિન્હ આપવામાં આવ્યા છે.મમતા જૂથને ‘Football Player’ ચિન્હચૂંટણી પંચના નિર્ણય બાદ મમતા બેનર્જીના જૂથને ‘Mamata All India Trinamool Congress’ નામ અને ‘Football Player’ ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવ્યું છે. બીજી તરફ ઋતવ્રત રોયના નેતૃત્વવાળા જૂથને ‘Democratic Trinamool Congress’ નામ અને ‘Envelope’ ચિન્હ મળ્યું છે.મમતાએ નિર્ણય સ્વીકારવાનો ઇનકાર કર્યોમમતા બેનર્જીએ ચૂંટણી પંચના આ નિર્ણય સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે તેઓ વચગાળાની આ વ્યવસ્થાને સમાધાન તરીકે સ્વીકારશે નહીં અને પક્ષની મૂળ ઓળખ તથા પરંપરાગત ચૂંટણી ચિન્હ માટે કાનૂની લડત ચાલુ રાખશે. તેમણે ચૂંટણી પંચની કાર્યવાહી અંગે ગંભીર વાંધા વ્યક્ત કર્યા છે અને નિર્ણયના સમયને લઈને પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.પેટાચૂંટણીની પ્રક્રિયા વચ્ચે આવ્યો નિર્ણયપશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર સહિતની બેઠકોની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે બંને જૂથોને નવી ઓળખ આપી છે. પંચના જણાવ્યા મુજબ, બંને જૂથો એક જ નામ અને ચિહ્નનો ઉપયોગ કરે તો ઉમેદવારી અને ચૂંટણી પ્રક્રિયામાં કાનૂની ગૂંચવણ ઊભી થઈ શકે છે.હવે સુપ્રીમ કોર્ટમાં મામલોમમતા બેનર્જીની અરજી બાદ હવે TMCના નામ અને ચૂંટણી ચિન્હ અંગેનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ચૂંટણી પંચનો વચગાળાનો નિર્ણય અને પક્ષની મૂળ ઓળખ અંગે બંને પક્ષોની દલીલો હવે કાનૂની પ્રક્રિયાનો ભાગ બનશે. આ પણ વાંચો : Cyclone Alert : બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે 'અર્નવ' વાવાઝોડું..! આ પણ વાંચો : Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત
Read Full Story arrow_forward