android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live:  રાજ્યના 224 તાલુકામાં મેઘમહેર; 2 તાલુકામાં 3 ઈંચથી વધુ તો 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ
calendar_today September 18, 2026

Gujarat Latest News Live: રાજ્યના 224 તાલુકામાં મેઘમહેર; 2 તાલુકામાં 3 ઈંચથી વધુ તો 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Junagadh: નોબલ આયુર્વેદિક કોલેજનું લાયસન્સ રદ; શૈક્ષણિક સત્ર 2026-27 માટે પ્રવેશ મંજૂરી નકારાઈ
calendar_today September 18, 2026

Junagadh: નોબલ આયુર્વેદિક કોલેજનું લાયસન્સ રદ; શૈક્ષણિક સત્ર 2026-27 માટે પ્રવેશ મંજૂરી નકારાઈ

જૂનાગઢની જાણીતી નોબલ યુનિવર્સિટી સંચાલિત નોબલ આયુર્વેદિક કોલેજ સામે વહીવટી તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. નિયમો અને માપદંડોની ખામીઓને પગલે નોબલ આયુર્વેદિક કોલેજનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય સાથે જ શૈક્ષણિક સત્ર 2026-27 માટે કોલેજની 100 બેઠકોની પ્રવેશ ક્ષમતાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવાયો છે.નોબલ આયુર્વેદિક કોલેજ સામે મોટી કાર્યવાહીઆયુર્વેદિક શિક્ષણના ધોરણો અને જરૂરી માળખાકીય સુવિધાઓમાં ક્ષતિઓ સામે આવ્યા બાદ આ કડક નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. લાયસન્સ રદ થવાના કારણે આગામી શૈક્ષણિક વર્ષમાં આ કોલેજમાં નવી પ્રવેશ પ્રક્રિયા થઈ શકશે નહીં. આયુર્વેદિક મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ એક મહત્વનું કેન્દ્ર ગણાતી હતી. પરંતુ 2026-27 ના શૈક્ષણિક વર્ષમાં 100 બેઠકો પર ગ્રહણ લાગતાં નોબલ યુનિવર્સિટી મેનેજમેન્ટને મોટો આર્થિક અને વહીવટી ફટકો પડ્યો છે.શૈક્ષણિક સત્ર 2026-27 માટે 100 બેઠકોની પ્રવેશ મંજૂરીનો ઇનકારબીજી તરફ, આયુર્વેદિક કોર્સ (BAMS) માં એડમિશનની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં પણ આ સમાચાર બાદ ચિંતા અને મૂંઝવણનો માહોલ સર્જાયો છે. આ મામલે હવે યુનિવર્સિટી સંચાલકો ઉપલી સત્તાધીશ સંસ્થા સમક્ષ અપીલ કરે છે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે.આ પણ વાંચો: Ambaji: દાંતા સિવિલ હોસ્પિટલમાં સામાન્ય વરસાદમાં ભરાયા પાણી, ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ તંત્રનું પેટનું પાણી ન હલતાં દર્દીઓ બહાલ

Read Full Story arrow_forward
Tamil Naduમાં નવજાત બાળકોને મળશે સોનાની વીંટી, જાણો કોણ લઈ શકશે લાભ
calendar_today September 18, 2026

Tamil Naduમાં નવજાત બાળકોને મળશે સોનાની વીંટી, જાણો કોણ લઈ શકશે લાભ

Tamil Nadu Gold Ring Scheme: તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયે જાહેરાત કરી છે કે સરકારી હોસ્પિટલોમાં જન્મ લેનારા બાળકોને એક ગ્રામ સોનાની વીંટી આપવામાં આવશે. 28 સપ્ટેમ્બરથી સીએમ વિજય નવજાત બાળકો માટે એક ગ્રામ ગોલ્ડ રિંગ યોજના શરૂ કરશે. તમિલનાડુ સરકારે યોજનાના પ્રથમ હપ્તા માટે 1.28 લાખ એક ગ્રામ સોનાની વીંટીઓ ખરીદી છે.યોજનાની શરૂઆત ક્યારથી થશે?ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, તમિલનાડુ સરકારના જણાવ્યા અનુસાર, એક ગ્રામ સોનાની વીંટી પર યુનિક સીરિયલ નંબર હશે અને તેનું પેકિંગ ટેમ્પર્ડ પ્રૂફ હશે. અન્નાદુરાઈની જન્મજયંતિ નિમિત્તે 15 સપ્ટેમ્બરે આની શરૂઆત થવાની હતી, પરંતુ સીએમ વિજયના લંડન પ્રવાસને કારણે કાર્યક્રમ આગળ ધપાવવામાં આવ્યો હતો.રાજ્યના રહેવાસી હોવું જરૂરીઆ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓનું તમિલનાડુનું કાયમી નિવાસી હોવું અનિવાર્ય છે. એટલે કે માત્ર રાજ્યના કાયમી રહેવાસીઓના બાળકોને જ ગોલ્ડ રિંગ સ્કીમની ભેટ આપવામાં આવશે.ચૂંટણી દરમિયાન આપ્યું હતું વચનવિજયે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતાના ઘોષણાપત્રમાં વચન આપ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો તેઓ નવજાત બાળકોને 1 ગ્રામ સોનાની વીંટી આપશે. હવે જ્યારે તેઓ રાજ્યના સીએમ બની ગયા છે, ત્યારે ચૂંટણી દરમિયાન કરેલું પોતાનું વચન પૂરું કરવાનું કામ કરી રહ્યા છે. ટીવીકેએ ઘોષણાપત્રમાં આ યોજનાનું નામ 'થાઈ મામન ગોલ્ડ રિંગ સ્કીમ' જણાવ્યું હતું. આ પણ વાંચો:  થલપતિ વિજયે વિધાનસભામાં કર્યો એવો ઇશારો કે મચી ગઇ બબાલ, હવે આપી રહ્યા છે સફાઈ

Read Full Story arrow_forward