android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Pakistanના તમામ આક્ષેપોને નકારીએ છીએ, પાકિસ્તાની જહાજની ટક્કર પર વિદેશ મંત્રાલયએ આપ્યું નિવેદન
calendar_today September 18, 2026

Pakistanના તમામ આક્ષેપોને નકારીએ છીએ, પાકિસ્તાની જહાજની ટક્કર પર વિદેશ મંત્રાલયએ આપ્યું નિવેદન

મંગળવાર 15 સપ્ટેમ્બર 2026ની સાંજે અરબી સમુદ્રમાં ભારતની INS કોલકાતા અને પાકિસ્તાનની PNS હુનૈન વચ્ચે થયેલી ટક્કર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન ભારતે આ મામલે પાકિસ્તાનના વલણનો જવાબ આપ્યો છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે કડક ચેતવણી આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, "અમે અમારા દ્વારા નોંધાવવામાં આવેલા વિરોધ પર પાકિસ્તાનની પ્રતિક્રિયાની નોંધ લીધી છે. તેમાં એ જ ટાળી નાખનારું વલણ અથવા સત્ય છુપાવવાનો પ્રયાસ જોવા મળે છે જેની અમને અપેક્ષા હતી. અમે તેમાં કરવામાં આવેલા તમામ આક્ષેપો અને સંકેતોને સ્પષ્ટપણે નકારીએ છીએ."વિદેશ મંત્રાલયની આ મામલે કડક ટિપ્પણીશુક્રવાર, 18 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાયેલી મીડિયા બ્રીફિંગ દરમિયાન, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "હું આ ઘટના અંગે કેટલીક હકીકતો સ્પષ્ટ કરવા અને પુનરોચ્ચાર કરવા માંગુ છું. INS કોલકાતા પશ્ચિમ અરબી સમુદ્રમાં નિયમિત તૈનાતી પર હતી ત્યારે પાકિસ્તાની નૌકાદળના જહાજ PNS હુનૈને સમુદ્રમાં અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક વર્તન કર્યું, જેના પરિણામે ટક્કર થઈ." તેમણે જણાવ્યું કે PNS હુનૈન દ્વારા કરવામાં આવેલી જોખમી 'ઓવરટેકિંગ' (આગળ નીકળવાની) કાર્યવાહી એ એપ્રિલ 1991ના 'લશ્કરી કવાયત, દાવપેચ અને સૈનિકોની હિલચાલ અંગેની અગાઉની સૂચના આપવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેના કરાર'ની કલમ 10નું ગંભીર ઉલ્લંઘન હતું. આ કલમમાં જોગવાઈ છે કે સમુદ્રમાં નૌકાદળના જહાજોએ એકબીજાથી 3 નોટિકલ માઈલ (આશરે 5.5 કિલોમીટર)ના અંતરની અંદર આવવું જોઈએ નહીં.INS કોલકાતાને કોઈ મોટું નુકસાન થયું નથી: વિદેશ મંત્રાલયરણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "વધુમાં, પાકિસ્તાની જહાજે 'સમુદ્રમાં ટક્કર રોકવા માટેના આંતરરાષ્ટ્રીય નિયમો'નું પણ ઉલ્લંઘન કર્યું હતું." તેમણે કહ્યું, "પાકિસ્તાની પક્ષને ફરી એકવાર સલાહ આપવામાં આવી છે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે, તેમના તમામ લશ્કરી એકમોએ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ અને બંને પક્ષો વચ્ચેના સંબંધિત કરારોની જોગવાઈઓનું પાલન કરવું જોઈએ. તેમજ આ ઘટનાથી INS કોલકાતાને કોઈ મોટું નુકસાન થયું નથી અને તે સમુદ્રમાં જ છે.આ પણ વાંચો: Weather Update: રાજસ્થાન-બંગાળમાં આવતીકાલે ભારે વરસાદને લઈ એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ

Read Full Story arrow_forward
Nandigram પેટાચૂંટણીમાં મોટો ખેલ પડ્યો, મમતાના સમર્થન બાદ કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, એક પછી એક મોટા વળાંક
calendar_today September 18, 2026

Nandigram પેટાચૂંટણીમાં મોટો ખેલ પડ્યો, મમતાના સમર્થન બાદ કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, એક પછી એક મોટા વળાંક

પશ્ચિમ બંગાળની નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણીમાં રાજકીય સ્થિતિ વધુ રસપ્રદ બની છે. કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનની જૂના હત્યા કેસમાં પોલીસે ધરપકડ કરી છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે મમતા બેનર્જીના જૂથે પોતાના ઉમેદવાર સંચિતા પ્રધાન ડેની ઉમેદવારી પાછી ખેંચાયા બાદ મિલન પ્રધાનને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.મમતા જૂથના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચીનંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જીના જૂથે સંચિતા પ્રધાન ડેને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે, તેમણે ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ નિર્ણય બાદ મમતા બેનર્જીએ કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને સમર્થન જાહેર કર્યું હતું. પેટાચૂંટણી 6 ઓક્ટોબરે યોજાવાની છે.હવે કોંગ્રેસ ઉમેદવારની ધરપકડમિલન પ્રધાનની જૂના હત્યા કેસમાં ધરપકડ થતાં નંદીગ્રામનું ચૂંટણી ચિત્ર વધુ બદલાયું છે. તેમની ધરપકડ મમતા બેનર્જીના જૂથે કોંગ્રેસને સમર્થન આપ્યાના થોડા સમય બાદ થઈ હોવાનું સામે આવ્યું છે.TMCના નામ અને ચૂંટણી ચિહ્નમાં પણ ફેરફારઆ દરમિયાન ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસના બંને જૂથોને અલગ નામ અને ચૂંટણી ચિહ્ન ફાળવ્યા છે. મમતા બેનર્જીના જૂથને ‘Mamata All India Trinamool Congress’ નામ અને ‘Football Player’ ચિહ્ન મળ્યું છે. બીજી તરફ, ઋતબ્રત રોયના નેતૃત્વવાળા જૂથને ‘Democratic Trinamool Congress’ નામ અને ‘Envelope’ ચિહ્ન ફાળવાયું છે. બંને જૂથોને આગામી પેટાચૂંટણીઓ માટે આ નવી ઓળખ હેઠળ ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી છે.મૂળ નામ અને ચિહ્નનો ઉપયોગ નહીં કરી શકેચૂંટણી પંચે અગાઉ બંને જૂથોને ‘All India Trinamool Congress’ નામ અને પરંપરાગત ‘Flowers and Grass’ ચિહ્નનો ઉપયોગ કરવા પર રોક લગાવી હતી. ત્યારબાદ બંને જૂથોએ નવા નામ અને ચિહ્નના વિકલ્પ રજૂ કર્યા હતા.નંદીગ્રામની લડાઈમાં જૂનું રાજકીય કનેક્શનનંદીગ્રામ બેઠક પશ્ચિમ બંગાળની મહત્વની રાજકીય બેઠકોમાંથી એક રહી છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર થઈ હતી અને શુભેન્દુ અધિકારીએ જીત મેળવી હતી.6 ઓક્ટોબરે પેટાચૂંટણી હવે ખાલી પડેલી આ બેઠક પર 6 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાવાની છે. મમતા જૂથના ઉમેદવારનું નામ પાછું ખેંચાવું, કોંગ્રેસ ઉમેદવારને સમર્થન અને ત્યારબાદ કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ—આ ત્રણેય ઘટનાએ ચૂંટણીની સ્થિતિમાં મોટો ફેરફાર કર્યો છે.  આ પણ વાંચો :   Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત  આ પણ વાંચો  : Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો...? અકસ્માતના 3 કલાક પહેલા તેમણે બોલેલા શબ્દો વાયરલ, Video

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન મસ્જિદમાં આત્મઘાતી વિસ્ફોટ, 5 સૈનિકો સહિત 16ના મોત
calendar_today September 18, 2026

Gujarat Latest News Live: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન મસ્જિદમાં આત્મઘાતી વિસ્ફોટ, 5 સૈનિકો સહિત 16ના મોત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward