android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Janmashtami 2026 Live  :  કાન્હાના જન્મની આતુરતાથી રાહ, દેશભરમાં ભક્તિનો માહોલ
calendar_today September 4, 2026

Janmashtami 2026 Live : કાન્હાના જન્મની આતુરતાથી રાહ, દેશભરમાં ભક્તિનો માહોલ

ભારત દેશ વિવિધ તહેવારો અને ઉત્સવો માટે સમગ્ર દુનિયામાં જાણીતો છે. જેમાં દિવાળી, હોળી સહિત ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ધામધુમથી ઉજવવામાં આવે છે. આ સાથે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે.

Read Full Story arrow_forward
Tharadના નવા રામજી મંદિરે શ્રીમદ્ ભાગવત કથામાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી, ભક્તોનું ઉમટ્યું મહેરામણ
calendar_today September 4, 2026

Tharadના નવા રામજી મંદિરે શ્રીમદ્ ભાગવત કથામાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી, ભક્તોનું ઉમટ્યું મહેરામણ

બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલા નવા રામજી મંદિર પરિસરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રીરામ સેવા સમિતિના સભ્યો દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. કથાના પાવન પ્રસંગોની ઉજવણી સાથે સમગ્ર વિસ્તાર ધાર્મિક અને ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો છે.શાસ્ત્રી મોન્ટુ મહારાજે કરાવ્યું કથારસપાનભાગવત કથા દરમિયાન વ્યાસપીઠ પરથી સુપ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી મોન્ટુ મહારાજ પોતાની મધુર વાણીમાં શ્રદ્ધાળુઓને કથાનું ભાવપૂર્વક રસપાન કરાવી રહ્યા છે. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે કથા મંડપમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. "નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલ કી" ના નાદ સાથે આખો મંડપ ગુંજી ઊઠ્યો હતો.મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો રહ્યા ઉપસ્થિતઆ ધાર્મિક પ્રસંગે કથાનો લાભ લેવા માટે થરાદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીરામ સેવા સમિતિના સભ્યો દ્વારા તમામ ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જન્માષ્ટમીના પ્રસંગે ભાવિકોએ કૃષ્ણ જન્મોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mumbai Bus Fire: ગોરેગાંવ આરે મેટ્રો સ્ટેશન નીચે બસમાં ભીષણ આગ, મેટ્રો ટ્રેન રોકવી પડી!
calendar_today September 4, 2026

Mumbai Bus Fire: ગોરેગાંવ આરે મેટ્રો સ્ટેશન નીચે બસમાં ભીષણ આગ, મેટ્રો ટ્રેન રોકવી પડી!

ટેકનિકલ ખામી સર્જાયા બાદ, ડ્રાઇવર બસમાંથી બહાર નીકળ્યો હતો. બાદમાં વિસ્ફોટ થયો અને આગ ફેલાઈ હતી. બસમાં આગ લાગતા ગભરાટનો માહોલ મુંબઈના પશ્ચિમ ઉપનગર ગોરેગાંવમાં આરે મેટ્રો સ્ટેશન નીચે એક લક્ઝરી બસમાં અચાનક આગ લાગી. બસ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પાર્ક કરેલી હતી. આગ ઝડપથી આખી બસને ઘેરી લેતી હતી. ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટાઓએ મેટ્રો સ્ટેશનની આસપાસ ગભરાટ ફેલાવ્યો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટેકનિકલ ખામી સર્જાયા બાદ ડ્રાઇવર બસમાંથી બહાર નીકળી ગયો. ડ્રાઈવર બહાર નીકળ્યાના થોડીવાર પછી, બસની અંદર એક જોરદાર વિસ્ફોટ થયો હતો. સ્ટેશનની નીચે ધુમાડો ફેલાયોબસમાં આગની અસર આરે મેટ્રો સ્ટેશન સુધી પહોંચી. આગને કારણે સ્ટેશનની નીચે અને આસપાસ ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા, જેના કારણે સ્ટેશન પર હાજર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ધુમાડા અને ગૂંગળામણની ફરિયાદ બાદ, કેટલાક મુસાફરોને મેટ્રો સ્ટેશન પરથી બહાર કાઢીને રસ્તા પર લાવવામાં આવ્યા હતા. આગને કારણે મેટ્રો ટ્રેનનો ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. સલામતીના કારણોસર ટ્રેનને રોકવી પડી હતી. સ્ટેશન પર હાજર મુસાફરોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતા મોટરચાલકો ઊંચી જ્વાળાઓથી ગભરાઈ ગયા હતા. ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ટ્રાફિક પ્રવાહ પ્રભાવિત થયો હતો. રસ્તાની બાજુમાં પાર્ક કરેલી બસમાંથી નીકળતા ધુમાડા અને આગ જોવા માટે લોકો એકઠા થયા હતા. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોને જાણ કરવામાં આવી હતી. ટીમો ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. આ પણ વાંચોઃ નર્મદા નદીમાં 15 લોકોને લઇ જતી પેટ્રોલ બોટનું એન્જિન બંધ થતા હડકંપ, સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી

Read Full Story arrow_forward