android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand : ઘરમાં ધમધમતું બ્રાન્ડેડ દારૂના નામે નકલી દારૂનું કારખાનું ઝડપાયું, 575 લીટર સ્પીરીટ સહિત મોટો જથ્થો જપ્ત
calendar_today September 4, 2026

Anand : ઘરમાં ધમધમતું બ્રાન્ડેડ દારૂના નામે નકલી દારૂનું કારખાનું ઝડપાયું, 575 લીટર સ્પીરીટ સહિત મોટો જથ્થો જપ્ત

આણંદ જિલ્લામાં નકલી ઈંગ્લીશ દારૂ બનાવવાના મસમોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. બોરસદ તાલુકાના દહેવાણ ઝાંખરીયાપુરા વિસ્તારમાં એક ઘરમાં નકલી ઈંગ્લીશ દારૂ બનાવવામાં આવતો હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. LCB આણંદે કાર્યવાહી કરીને નકલી દારૂ બનાવવા માટેનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.575 લીટર સ્પીરીટ સહિત મોટો જથ્થો ઝડપાયોપોલીસ કાર્યવાહી દરમિયાન 575 લીટર આલ્કોહોલિક સ્પીરીટનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત નકલી ઈંગ્લીશ દારૂના 21 ક્વાર્ટર, 1514 ખાલી કાચની બોટલો, નકલી દારૂના સ્ટીકર રોલ અને 64 ઢાંકણ પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આટલા મોટા પ્રમાણમાં સામગ્રી મળી આવતાં વિસ્તારમાં નકલી દારૂનું આયોજનબદ્ધ નેટવર્ક ચાલી રહ્યું હોવાની શંકા વધુ મજબૂત બની છે.સ્પીરીટ, કલર અને એસેન્સથી તૈયાર થતો નકલી દારૂપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સ્પીરીટમાં કલર અને એસેન્સ ભેળવી નકલી દારૂ તૈયાર કરવામાં આવતો હતો. ત્યારબાદ જાણીતી બ્રાન્ડના નામ જેવા નકલી સ્ટીકર અને પ્રિન્ટેડ બુચ લગાવી દારૂને અસલી તરીકે રજૂ કરીને વેચાણ કરવાની તૈયારી કરવામાં આવતી હતી.મેકડોવેલ્સ નંબર-1ના નામે નકલી દારૂ બનાવાતો હતોમેકડોવેલ્સ નંબર-1ના નામે નકલી દારૂ બનાવવામાં આવતો હોવાની વિગતો પણ સામે આવી છે. ખાલી કાચની બોટલોમાં નકલી દારૂ ભરી તેના પર બ્રાન્ડ જેવા સ્ટીકર લગાવી બજારમાં પહોંચાડવાનો ખેલ ચાલતો હોવાની શંકા છે.3 આરોપીઓ સામે ગુનો નોંધાયોઆ સમગ્ર મામલે વિરસદ પોલીસ મથકે કુલ 3 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. નકલી દારૂ બનાવવા માટેનો કાચો માલ ક્યાંથી લાવવામાં આવતો હતો અને તૈયાર દારૂ કયા વિસ્તારમાં વેચાણ માટે મોકલવામાં આવતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.LCBની વધુ તપાસ શરૂLCB આણંદ દ્વારા નકલી દારૂના સમગ્ર નેટવર્કની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કારખાના પાછળ અન્ય કેટલા લોકો જોડાયેલા છે અને કેટલા સમયથી આ ધંધો ચાલી રહ્યો હતો તે સહિતના મુદ્દે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ પણ વાંચો    :     Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ

Read Full Story arrow_forward
Formula 1 રેસિંગ માટે દેશમાં તૈયાર થશે વધુ એક ટ્રેક, તમિલનાડુના CM વિજયે કરી મોટી જાહેરાત
calendar_today September 4, 2026

Formula 1 રેસિંગ માટે દેશમાં તૈયાર થશે વધુ એક ટ્રેક, તમિલનાડુના CM વિજયે કરી મોટી જાહેરાત

Formula 1: ફોર્મ્યુલા 1 રેસિંગનો ફક્ત ઉલ્લેખ થતાં જ રેસટ્રેક પર ઝડપથી દોડતી કારની તસવીરો સામે આવવા લાગે છે. હવે, દેશ F1 રેસિંગને સમર્પિત બીજો રેસટ્રેક મેળવવા માટે તૈયાર છે. તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે રાજ્ય વિધાનસભામાં એક મોટી જાહેરાત કરી, જેમાં ચેન્નાઈમાં 'મોટરસ્પોર્ટ્સ સિટી' બનાવવાની યોજના જાહેર કરવામાં આવી. આ પ્રોજેક્ટમાં ફોર્મ્યુલા 1 (F1), F2, F3, F4 અને અન્ય આંતરરાષ્ટ્રીય રેસિંગ સ્પર્ધાઓનું આયોજન કરવા સક્ષમ એક નવું આંતરરાષ્ટ્રીય-માનક રેસટ્રેક બનાવવાનો સમાવેશ થાય છે. વધુમાં, ચેન્નાઈમાં 'ઓલિમ્પિક સિટી' સ્થાપિત કરવાની યોજના છે. સીએમ વિજયે જણાવ્યું હતું કે ચેન્નાઈમાં મોટરસ્પોર્ટ્સ સિટીની સ્થાપનાથી પર્યટન, વિશિષ્ટ વાહન ઉત્પાદન ઉદ્યોગ, રોજગાર અને આર્થિક વિકાસ માટે નવી તકો ઊભી થશે. વિધાનસભામાં પોતાના સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ પ્રોજેક્ટના મુખ્ય હાઇલાઇટ્સનો ઉલ્લેખ કર્યો:આંતરરાષ્ટ્રીય સ્તરનો રેસટ્રેક - F1, F2, F3 અને F4 જેવી વિશ્વ-સ્તરીય રેસનું આયોજન કરવા માટે અત્યાધુનિક માળખાગત સુવિધા.રેસિંગ ટેલેન્ટનો વિકાસ - ભારતીય યુવાનોમાં મોટરસ્પોર્ટ્સ પ્રતિભાને ઓળખવામાં આવશે અને તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન બનવા માટે તાલીમ અને રેસિંગની તકો પૂરી પાડવામાં આવશે.અર્થતંત્ર અને રોજગારને વેગ આપવો - વિશ્વ કક્ષાના કાર રેસિંગ એરેનાનું નિર્માણ પ્રવાસન, વિશિષ્ટ વાહન ઉત્પાદન ઉદ્યોગ, રોજગાર અને સ્થાનિક અર્થતંત્રને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે.મોટરસ્પોર્ટ્સમાં તમિલનાડુનું પ્રભુત્વતામિલનાડુ પહેલાથી જ ભારતમાં મોટરસ્પોર્ટ્સ અને ઓટોમોબાઈલ ઉત્પાદન માટેનું કેન્દ્ર માનવામાં આવે છે.રાજ્ય મદ્રાસ ઇન્ટરનેશનલ સર્કિટ (MIC) અને કારી મોટર સ્પીડવે જેવા પ્રખ્યાત રેસટ્રેકનું ઘર છે, જે મોટાભાગની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ રેસનું આયોજન કરે છે.તેમાં મદ્રાસ ઇન્ટરનેશનલ કાર્ટિંગ એરેના (MIKA) પણ છે, જે વૈશ્વિક CIK ધોરણોને પૂર્ણ કરતો દેશનો પ્રથમ કાર્ટિંગ ટ્રેક છે. તમિલનાડુ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર્સના ઉત્પાદનમાં દેશનું અગ્રણી રાજ્ય છે.F1 રેસિંગના પુનરાગમન માટેની તૈયારીઓF1 રેસિંગને ભારતમાં પાછું લાવવા માટે કેન્દ્ર સરકાર અને રમતગમત મંત્રાલય દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે. F1 ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ 2011 અને 2013 ની વચ્ચે ગ્રેટર નોઇડામાં બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ (BIC) ખાતે યોજાઈ હતી. જોકે, ત્યારબાદ આ રેસ બંધ કરવામાં આવી હતી કારણ કે તત્કાલીન ઉત્તર પ્રદેશ સરકારે F1 ને રમતને બદલે મનોરંજન તરીકે વર્ગીકૃત કર્યું હતું.સરકારની નવી પહેલરમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સંકેત આપ્યો છે કે સરકાર આંતરરાષ્ટ્રીય રેસિંગ આયોજકોને કર મુક્તિ અથવા રિફંડ આપવા માટે નિયમોમાં સુધારો કરવાનું વિચારી રહી છે. F1 ના CEO સ્ટેફાનો ડોમેનિકલીએ જણાવ્યું છે કે F1 ને ભારતમાં પાછું લાવવામાં નોંધપાત્ર રસ છે; જોકે, યોગ્ય પ્રમોટર્સ, સહયોગ અને યોગ્ય સમય સુરક્ષિત કરવામાં થોડા વર્ષો લાગી શકે છે.આ પણ વાંચો: SIR: "મિત્ર, તું એકલો નથી...", ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી રાઘવ ચઢ્ઢાનું નામ, ચિદમ્બરમે કર્યો કટાક્ષ

Read Full Story arrow_forward
Delhi : વિદ્યાર્થીના પિતા પર હુમલાનો વીડિયો વાયરલ થતાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ, 72 કલાકમાં પોલીસની કાર્યવાહી
calendar_today September 4, 2026

Delhi : વિદ્યાર્થીના પિતા પર હુમલાનો વીડિયો વાયરલ થતાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ, 72 કલાકમાં પોલીસની કાર્યવાહી

દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક વિદ્યાર્થીના પિતા પર હુમલો કર્યાના આરોપમાં કાર્યકર સ્વતંત્ર ભારદ્વાજને દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી કસ્ટડીમાં લીધો હોવાની માહિતી સામે આવી છે. આરોપી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે CJPના નેતાઓ અને કાર્યકરોએ શુક્રવારે દિલ્હી સ્થિત સંસદ માર્ગ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. પ્રદર્શન બાદ પોલીસે 72 કલાકની અંદર સ્વતંત્ર ભારદ્વાજ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. માહિતી મુજબ, કસ્ટડીમાં લીધા બાદ આરોપીને બુલંદશહેરના ચોલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.ઇન્ટરવ્યૂ વાયરલ થતાં મામલો ગરમાયોઆ સમગ્ર વિવાદ સ્વતંત્ર ભારદ્વાજના એક ઇન્ટરવ્યૂનો વીડિયો વાયરલ થયા બાદ વધુ ચર્ચામાં આવ્યો હતો. વીડિયોમાં તેણે જુલાઈ મહિનામાં જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી નિશુ આઝાદના પિતા સંજય કુમાર પર હુમલો કર્યાનો દાવો કર્યો હોવાનું જણાવાયું છે. પહોંચના કારણે જેલ ન જવું પડ્યું હોવાનો દાવો વાયરલ વીડિયોમાં રાજકીય પહોંચના કારણે જેલ ન જવું પડ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. આ વીડિયો વાયરલ થતાં CJP સમર્થકો અને દલિત કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.સંસદ માર્ગ પોલીસ સ્ટેશનનો ઘેરાવઆરોપી સામે કડક કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ સાથે પ્રદર્શનકારીઓએ દિલ્હી પોલીસ વિરુદ્ધ નારેબાજી કરી હતી. આ વિરોધમાં CJPના સહ-સંયોજકો સહિત અનેક કાર્યકરો જોડાયા હતા. આરોપીની પૂછપરછ શરુપોલીસ દ્વારા હવે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. હુમલાની ઘટના, વાયરલ ઇન્ટરવ્યૂ અને આરોપી દ્વારા કરવામાં આવેલા દાવાઓની તપાસ બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.  આ પણ વાંચો  :    Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ

Read Full Story arrow_forward