android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ!
calendar_today September 4, 2026

Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ!

જન્માષ્ટમીના પાવન પર્વ અને મિની વેકેશનની રજાઓની ઉજવણી કરવા માટે અમદાવાદથી ગિરિમથક સાપુતારા તરફ જઈ રહેલા પ્રવાસીઓની લક્ઝરી બસને ડાંગ જિલ્લામાં અકસ્માત નડ્યો છે. અમદાવાદથી સાપુતારા સહેલગાહે આવી રહેલી 'રાજ ટ્રાવેલ્સ'ની લક્ઝરી બસ સામગહાન-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહી હતી તે સમયે આ બનાવ બન્યો હતો. તહેવારના માહોલ વચ્ચે પ્રવાસીઓ ઉત્સાહભેર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક માર્ગ પર અકસ્માત સર્જાતાં વાતાવરણ ગંભીર બની ગયું હતું.ચઢાણમાં બસ બંધ પડતાં રિવર્સમાં ધસી અને ખાડામાં ઉતરી ગઈઅકસ્માતની વિગતો મુજબ, સામગહાન-માલેગામ હાઈવે પરના ઘાટ માર્ગ પર ચઢાણ ચઢતી વખતે રાજ ટ્રાવેલ્સની આ લક્ઝરી બસ એકાએક બંધ પડી ગઈ હતી. બસ બંધ થતાં જ તે ન્યૂટ્રલ થઈને પૂરપાટ ઝડપે રિવર્સમાં પાછળ તરફ ધસી ગઈ હતી. માર્ગની સાઈડમાં આવેલા ખાડામાં બસ ઊંધી ઉતરી ગઈ હતી, પરંતુ સદનસીબે રોડ કિનારે આવેલી એક મજબૂત ભેખડ સાથે બસ જોરદાર અથડાઈને અટકી ગઈ હતી. જો બસ ભેખડ સાથે અથડાઈને રોકાઈ ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.54 પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ, પરિવારોએ લીધો રાહતનો શ્વાસબસ એકાએક રિવર્સમાં ધસીને ખાડામાં ઉતરી જતાં અંદર સવાર પ્રવાસીઓમાં ભારે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, બસ ભેખડ ટેકો બની જતાં રોકાઈ જવાથી લક્ઝરી બસમાં સવાર તમામ 54 મુસાફરોનો આબાદ અને ચમત્કારિક બચાવ થયો છે. આ બનાવમાં કોઈ પણ મુસાફરને ગંભીર ઈજા કે જાનહાનિ ન થતાં પ્રવાસીઓ તેમજ તેમના પરિવારજનોએ ઈશ્વરનો આભાર માનીને રાહતનો શ્વાસ લીધો હતો.આ પણ વાંચો : Ahmedabadના ઓઢવમાં સ્પાની આડમાં ડ્રગ્સનો કાળો કારોબાર! ક્રાઈમ બ્રાન્ચે રૂ.6.38 લાખના મેફેડ્રોન સાથે 23 વર્ષીય યુવકને દબોચ્યો

Read Full Story arrow_forward
Surat News: ભંગારના વેપારીઓના ખાતામાં બે હજાર કરોડની બોગસ ITC જમા થઈ, તપાસ એજન્સીઓ ચકરાવે ચઢી
calendar_today September 4, 2026

Surat News: ભંગારના વેપારીઓના ખાતામાં બે હજાર કરોડની બોગસ ITC જમા થઈ, તપાસ એજન્સીઓ ચકરાવે ચઢી

હીરા અને કાપડ નગરી તરીકે જાણીતું સુરત હવે જીએસટી ચોરો અને બોગસ બિલિંગ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયું છે.સુરતના વ્યાપાર જગતમાં અત્યાર સુધીનું સૌથી ચોંકાવનારું અને આંખો પહોળી કરી દે તેવું 2 હજાર કરોડનું બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ સપાટી પર આવતાં સેન્ટ્રલ જીએસટી ઈન્ટેલિજન્સ વિભાગમાં ભૂકંપ આવી ગયો છે.નાના પાયે સ્ક્રૈપનો વેપાર કરતા પાંચ જેટલા સામાન્ય ભંગારવાળાના ખાતામાં અચાનક 2 હજાર કરોડની રકમ જમા થઈ જતાં ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ વડોદરા અને સુરત યુનિટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પેઢીઓનો માત્ર મહોરા તરીકે ઉપયોગ કરાયોટેક્સ ઓથોરિટીના પોર્ટલ પર અચાનક એક-બે નહીં પરંતુ 2 હજાર કરોડની શંકાસ્પદ આઈટીસી ટ્રાન્સફર થતાં જ સિસ્ટમમાં લાલબત્તી થઈ ગઈ હતી.રોજેરોજ થોડાક હજારનું ટર્નઓવર કરતા ભંગારિયાઓના ચોપડે અબજો રૂપિયાનો આંકડો જોઈને ખુદ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.ડીજીજીઆઈએ તાબડતોબ દરોડા પાડીને તપાસનો સપાટો બોલાવ્યો છે.પ્રાથમિક પૂછપરછમાં એવો ખુલાસો થયો કે ખુદ તપાસકર્તાઓ પણ માથું ખંજવાળતા રહી ગયા છે.આ સામાન્ય સ્ક્રૈપ ડીલર્સને આ કરોડોના કૌભાંડ વિશે અંધારામાં રાખીને તેમની પેઢીઓનો માત્ર મહોરા તરીકે ઉપયોગ કરાયો હોવાનું સામે આવી રહ્યું છે. મણિપુર કનેક્શન અને દેશવ્યાપી રેકેટની ગંધબીજી તરફ એવો પણ સવાલ ઊભો થયો છે કે જે પણ વ્યક્તિ પાસે ભંગારના વેપારીઓના જીએસટી નંબરની સાથે બેંક ખાતાની વિગતો હશે તેના દ્વારા જ આ રીતનું કારનામું કરવામાં આવ્યાની શક્યતા નકારી શકાય તેમ નથી.જેથી હાલ તો વિભાગ દ્વારા છેલ્લા કેટલા સમયથી તેઓ દ્વારા વેપાર કરવામાં આવતો હતો અને કોની કોની સાથે વેપાર કરાતો હતો તેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.તપાસમાં સૌથી વિસ્ફોટક ખુલાસો એ થયો છે કે આ માતબર આઈટીસી છેક મણિપુર ખાતે બેઠેલી કોઈ બોગસ પેઢીએ સુરતના વેપારીઓના નામે જમા કરાવી હતી. આ કોઈ સામાન્ય બિલિંગ ફ્રોડ નથી પરંતુ પૂર્વોત્તર રાજ્યોથી લઈને સુરત સુધી ફેલાયેલું આંતરરાજ્ય લેવલનું સંગઠિત કાળો કારોબાર છે. અસલી માસ્ટરમાઇન્ડને શોધવા ધમપછાડાકાગળ પર ઊભી થયેલી બોગસ કંપનીઓએ સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવવા માટે સુરતના નાના વેપારીઓના દસ્તાવેજો અને જીએસટી નંબરનો દુરુપયોગ કર્યો હોવાની પ્રબળ શંકા છે.હાલ સુરતના પાંચેય સ્ક્રૈપ ડીલર્સને ડીજીજીઆઈ કચેરીએ બોલાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે.પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ 2 હજાર કરોડના કૌભાંડ પાછળ પડદા પાછળ બેઠેલા અસલી ખેલાડી કોણ છે?કયા મોટા માથાંઓએ સુરતના ભંગારવાળાના નામે આટલો મોટો ખેલ પાડી દીધો? એજન્સીઓએ ચારેય તરફ ચક્રો ગતિમાન કર્યાં છે અને આ આંતરરાજ્ય સિન્ડિકેટના અસલી સૂત્રધારોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધર્યું છે.આવનારા દિવસોમાં આ મામલે અનેક મોટા વગદારોના પગ નીચેથી જમીન સરકી જાય તેવા ધડાકા થવાના એંધાણ છે.આ પણ વાંચોઃ Janmashtami 2026: દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Read Full Story arrow_forward
Ahmedabad News: જાહેરાતના હોર્ડિંગ્સ બચાવવા લીલાછમ વૃક્ષોનું નિકંદન, મિશન મિલિયન ટ્રીના દાવાઓની ખુલી પોલ
calendar_today September 4, 2026

Ahmedabad News: જાહેરાતના હોર્ડિંગ્સ બચાવવા લીલાછમ વૃક્ષોનું નિકંદન, મિશન મિલિયન ટ્રીના દાવાઓની ખુલી પોલ

સ્માર્ટ સિટી અમદાવાદમાં એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવા માટે મિશન મિલિયન ટ્રી જેવા મોટા ઉપાડે કાર્યક્રમો ચલાવીને કરોડો રૂપિયાના ધુમાડા કરવામાં આવી રહ્યા છે.બીજી તરફ જાહેરાત એજન્સીઓની કમાણી ખાતર શહેરના લીલાછમ વૃક્ષો પર સરકારી આશીર્વાદથી કુહાડી ચલાવવામાં આવી રહી હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે.એસજી હાઈવેથી રિંગરોડ વચ્ચે વૃક્ષોનું ટ્રિમિંગશહેરના અતિ વ્યસ્ત અને પોશ ગણાતા એસ.જી. હાઈવેથી લઈને સરદાર પટેલ રિંગરોડ વચ્ચેના માર્ગો પર મોકાની જગ્યાઓએ મૂકવામાં આવેલા જાહેરાતના વિશાળ હોર્ડિંગ્સ અને સાઈન બોર્ડ વાહનચાલકોને સ્પષ્ટ દેખાય અને વૃક્ષોના કારણે ઢંકાઈ ન જાય તે માટે વૃક્ષોનું અવિચારી રીતે નિકંદન કાઢવામાં આવ્યું છે.નિયમ મુજબ માત્ર હળવું ટ્રિમિંગ કરવાની જગ્યાએ જાહેરાત બોર્ડનો વ્યૂ ક્લિયર કરવા માટે મોટા અને ઘટાદાર વૃક્ષોની ડાળીઓને મૂળમાંથી કાપી નાખવામાં આવી છે જેનાથી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આ સમગ્ર કૌભાંડમાં ચિત્રા પબ્લિસિટી નામની જાહેરાત એજન્સીનું નામ મોખરે આવી રહ્યું છે.આ એજન્સી દ્વારા અગાઉ પણ પોતાના હોર્ડિંગ્સ બચાવવા માટે આ પ્રકારે કાયદાનો અનાદર કરીને વૃક્ષો કાપવામાં આવ્યા હતા જે બદલ ગાર્ડન વિભાગ દ્વારા તેમને નોટિસ પણ આપવામાં આવી હતી.નવા રોપા વાવવાની ગુલબાંગો ફેંકવામાં આવે છે વારંવાર આવા કિસ્સાઓ સામે આવવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ આકરી કે દાખલારૂપ કાર્યવાહી કરવામાં ન આવતાં આ એજન્સીઓ બેફામ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ચોમાસાની ઋતુમાં એક તરફ નવા રોપા વાવવાની ગુલબાંગો ફેંકવામાં આવે છે અને બીજી તરફ વર્ષો જૂના વૃક્ષોને વેપારી સ્વાર્થ માટે બલિ ચડાવી દેવાય છે.આ ઘટનાએ AMCના ગાર્ડન વિભાગ અને વિજિલન્સની શંકાસ્પદ ભૂમિકા ખુલ્લી પાડી દીધી છે.કોર્પોરેશન માત્ર કાગળ પર જ મિશન મિલિયન ટ્રી ચલાવવા માંગે છે કે પછી પ્રકૃતિનું નિકંદન કાઢતી ખાનગી પબ્લિસિટી એજન્સીઓ સામે કડક પગલાં ભરીને કાળી યાદીમાં મૂકશે તે હવે જોવું રહ્યું.આ પણ વાંચોઃ Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ!

Read Full Story arrow_forward