android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bayad : મોડાસાની હોટલોમાં ગૌમાંસનો વેપલો ચાલતો હોવાનો ખુલાસો
calendar_today October 16, 2026

Bayad : મોડાસાની હોટલોમાં ગૌમાંસનો વેપલો ચાલતો હોવાનો ખુલાસો

અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ મથક વિસ્તારમાંથી ગૌમાંસની ગેરકાયદેસર હેરાફેરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મોડાસા સાર્વજનિક રોડ પર આવેલા પુલ પાસેથી પોલીસે એક્ટિવા સાથે એક શખ્સને ઝડપી પાડીને આશરે 100 કિલોગ્રામ ગૌમાંસ જપ્ત કર્યું હતું. આરોપીની પૂછપરછમાં ગૌમાંસ મોડાસાની અમુક હોટલોમાં વેચાણ કરાતું હોવાનો ખુલાસો થયો છે. મોડાસા ટાઉન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.13 ઓક્ટોબર 2026ના રોજ મોડાસા સાર્વજનિક રોડ પર આવેલા પુલ પાસે કેટલાક સ્થાનિક લોકોએ એક એક્ટિવા ચાલકને શંકાસ્પદ હાલતમાં રોક્યો હતો. વાહનની આગળ બાંધેલી પ્લાસ્ટિકની થેલીઓમાંથી લાલ રંગનું પ્રવાહી નીકળતું હોવાથી તપાસ કરાતાં તેમાં માંસ ભરેલું હોવાનું માલૂમ પડયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચોની હાજરીમાં તપાસ હાથ ધરી હતી. પકડાયેલા ઇસમની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ મુસ્તાક ગુલામનબી કુરેશી (ઉં.વ.40, રહે. બેલીમવાડા, કસ્બા વિસ્તાર, મોડાસા, જિ. અરવલ્લી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે એક્ટિવામાંથી મળી આવેલા અંદાજે 100 કિલોગ્રામ માંસ, એક્ટિવા, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 70 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પશુ ચિકિત્સક અને એફએસએલની ટીમને બોલાવી નમૂનાઓની ચકાસણી કરાવતા તે ગૌવંશનું માંસ હોવાની પુષ્ટિ થઈ હતી. જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને પશુ ચિકિત્સક અને નગરપાલિકાના સહયોગથી જપ્ત કરાયેલા માંસનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ગૌમાંસ જહીરઅબ્બાસ આસીનમીયાં મલેક (રહે. પહાડપુર રોડ, બાગેનીશાદ સોસાયટી, મોડાસા, જિ. અરવલ્લી) દ્વારા આપવામાં આવ્યું હતું અને તેને દાવલી હાઇ-વે પર આવેલી સહારા મેવાત હોટલ તેમજ આ હોટલથી થોડે દૂર આવેલી બીજી સહારા મેવાત હોટલ ઉપરાંત સુનોખ ખાતે ટોલટેક્સની આગળ આવેલી મેવાતી હોટલમાં વેચાણ અર્થે મોકલવામાં આવતું હતું. આ મામલે મોડાસા ટાઉન પોલીસે પકડાયેલા આરોપી અને સપ્લાયર તેમજ દાવલી હાઇવે પર આવેલી સહારા મેવાત હોટલની વ્યક્તિ, સહારા મેવાત હોટલથી આગળ થોડે દૂર આવેલી બીજી સહારા મેવાતી હોટલ ખાતેની વ્યક્તિ ઉપરાંત સુનોખ ટોલટેક્સ આગળ આવેલી મેવાતી હોટલ ખાતેની વ્યક્તિ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ પશુ સંરક્ષણ અને પ્રાણી ક્રુરતા અટકાયત અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Radhanpur : માં સરકારી અનાજ વિતરણ વ્યવસ્થા સામે સવાલો
calendar_today October 16, 2026

Radhanpur : માં સરકારી અનાજ વિતરણ વ્યવસ્થા સામે સવાલો

સરકાર એક તરફ્ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને નિઃશુલ્ક અનાજ આપવાની યોજનાઓના પ્રચાર-પ્રસાર પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, ત્યારે બીજી તરફ્ રાધનપુરમાં જ સરકારી અનાજ વિતરણ વ્યવસ્થાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સરકારી ગોડાઉનમાંથી મળતા ઘઉં, ચોખા ની ગુણવત્તા નબળી હોવા ઉપરાંત વજનમાં પણ એકથી ત્રણ કિલો સુધીની ઘટ આવતી હોવાના રેશનિંગ દુકાનદારો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. રાધનપુરના સસ્તા અનાજની દુકાનદાર ના પતિ અલ્પેશકુમાર દવેના જણાવ્યા અનુસાર, ગોડાઉનમાંથી મળતા અનાજની ગુણવત્તા અત્યંત નબળી હોય છે અને કેટલાક જથ્થા ખાવા લાયક ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. બીજી તરફ્, અનાજના વજનમાં પણ ઘટ આવતી હોવાના કારણે દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે. દુકાનદારોનો આક્ષેપ છે કે આ બાબતે વારંવાર લેખિત તેમજ ટેલિફોનિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. જવાબદારો દ્વારા 'ઉપરથી આવું જ આવે છે' તેવો જવાબ આપીને વાત ટાળી દેવામાં આવતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.આટલું જ નહીં, દુકાનદારોને સમયસર કમિશન ન મળતું હોવાની ફરિયાદો પણ સામે આવી છે. એક તરફ્ અનાજના જથ્થામાં ઘટ અને બીજી તરફ્ આર્થિક મુશ્કેલીઓના કારણે રેશનિંગ દુકાનદારોની હાલત કફોડી બની છે. ગ્રાહકોને પૂરતો જથ્થો આપવા માટે કેટલાક દુકાનદારોએ પોતાના ખિસ્સામાંથી નાણાં ખર્ચીને અથવા બહારથી અનાજની વ્યવસ્થા કરીને પૂર્તિ કરવી પડતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Tharad : થરાદ પોલીસ સ્ટેશનના ગરબામાં વિજેતા ખેલૈયાઓને પ્રોત્સાહક ઇનામનું વિતરણ
calendar_today October 16, 2026

Tharad : થરાદ પોલીસ સ્ટેશનના ગરબામાં વિજેતા ખેલૈયાઓને પ્રોત્સાહક ઇનામનું વિતરણ

વાવ થરાદ જિલ્લામાં પ્રથમ વખત થરાદ પોલીસ વિભાગ દ્વારા એક અનોખી અને હૃદયસ્પર્શી પહેલ કરવામાં આવી છે. થરાદ પોલીસ સ્ટેશન ખાતે આયોજિત નિઃશુલ્ક નવરાત્રી મહોત્સવમાં સ્થાનિક મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યામાં માં ભગવતીની આરાધનામાં ગરબાના તાલે ઝૂમી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કૌટુંબિક વાતાવરણના કારણે દરરોજ ગરબે રમવા આવતી મહિલાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. થરાદ પોલીસ સ્ટેશન જેવા સુરક્ષિત પરિસરમાં કોઈ પણ પ્રકારના ડર વગર મહિલાઓ અને યુવતીઓ સુરક્ષાના અહેસાસ સાથે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરી રહી છે. આ આયોજનને વધુ રોમાંચક અને ઉત્સાહવર્ધક બનાવવા માટે ગરબે રમતી મહિલાઓ અને યુવતીઓમાંથી પ્રતિદિન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર એક થી પાંચ વિજેતા ખેલૈયાઓને પસંદ કરીને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવે છે.તાજેતરમાં જ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાના ધર્મપત્નીના વરદહસ્તે 1 થી 5 ક્રમાંકે વિજેતા બનેલી ખેલૈયા બહેનોને વિવિધ આકર્ષક ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ ભવ્ય આયોજનમાં માત્ર રમવા આવનાર ખેલૈયાઓ જ નહીં, પરંતુ ગરબા જોવા આવતી આમ જનતા માટે પણ પોલીસ વિભાગ દ્વારા સુંદર બેઠક વ્યવસ્થા અને સુસજ્જ વાહન પાર્કિંગની નિઃશુલ્ક સુવિધા કરવામાં આવી છે. પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહીને આવનાર તમામ શ્રદ્ધાળુઓ અને ખેલૈયાઓનું ભાવભર્યું સ્વાગત કરી રહ્યા છે.પોલીસ અને જનતા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવતી અને નારી શક્તિને સુરક્ષા સાથે ઉત્સવ મનાવવાનું મંચ પૂરું પાડતી થરાદ પોલીસની આ સુંદર પહેલની સમગ્ર પંથકમાં સરાહના થઈ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward