android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: દિલ્હીના સત્યાનિકેતનમાં 4 માળની ઈમારત ધરાશાયી; 2 લોકોના મોત, રાહત-બચાવ કામગીરી પુરજોશમાં
calendar_today September 6, 2026

Gujarat Latest News Live: દિલ્હીના સત્યાનિકેતનમાં 4 માળની ઈમારત ધરાશાયી; 2 લોકોના મોત, રાહત-બચાવ કામગીરી પુરજોશમાં

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો...

Read Full Story arrow_forward
Ahmedabadના ઓઢવમાં સ્પાની આડમાં ચાલતું ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું, રૂ.6 લાખથી વધુના મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કર્યો જપ્ત
calendar_today September 6, 2026

Ahmedabadના ઓઢવમાં સ્પાની આડમાં ચાલતું ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું, રૂ.6 લાખથી વધુના મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કર્યો જપ્ત

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના ઓઢવ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરીને સ્પાની આડમાં ચાલતા મેફેડ્રોન (MD ડ્રગ્સ) ના કાળો કારોબારનો ખુલાસો કર્યો છે. એસ.પી. રિંગ રોડ પર આવેલા ઓઢવ સર્કલ નજીકના 'એસ.એચ.આર. નેચરલ સ્પા'માં ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડીને સ્પા સંચાલકની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ પીરારામ લીલારામ ચૌધરી તરીકે થઈ છે, જે સ્પા ચલાવવાની સાથે નશીલા પદાર્થોનું વેચાણ કરતો હતો.સ્પામાંથી મેફેડ્રોન, વજનકાંટો અને જીપર બેગ કબ્જેપોલીસના દરોડા દરમિયાન સ્પા પરિસરમાંથી 212.900 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ.6,38,700થી વધુ હોવાનું અનુમાન છે. ક્રાઈમ બ્રાન્ચે સ્પામાંથી મેફેડ્રોનના જથ્થા ઉપરાંત બે મોબાઈલ ફોન, ડ્રગ્સનું વજન કરવાનો નાનો વજનકાંટો અને પેકિંગ માટે વપરાતી ખાલી જીપર બેગ સહિત કુલ રૂ.6,48,700થી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.સપ્લાયર રમેશ માળી વોન્ટેડ જાહેરપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપી પીરારામ ચૌધરી સામે અગાઉ પણ ત્રણ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સનો આ જથ્થો રમેશ માળી નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું ખૂલતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા આરોપી તેમજ વોન્ટેડ સપ્લાયર વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને, આ મેફેડ્રોનનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરમાં કોને-કોને ડિલિવર કરવાનો હતો તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો; 'મને ગોંધી રખાઈ હતી, હવે હું પતિ પાસે પરત આવી ગઈ છું'
calendar_today September 6, 2026

Ahmedabad: કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો; 'મને ગોંધી રખાઈ હતી, હવે હું પતિ પાસે પરત આવી ગઈ છું'

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી (CBD) મોલ બહારથી બપોરે આશરે 2:00 વાગ્યાના અરસામાં જાણીતી લોકગાયિકા કિંજલ રબારીનું કાળી કારમાં આવેલા ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાના મેસેજ વહેતા થતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. કિંજલ રબારી પોતાના પતિ સાથે મોલમાં મૂવી જોવા માટે આવ્યા હતા, તે દરમિયાન બ્લેક કલરની વેન્યુ અને વાઇટ કલરની ક્રેટા કારમાં આવેલા શખ્સો તેમને બળજબરીથી ઉઠાવી ગયા હોવાના સીસીટીવી (CCTV) ફુટેજ પણ સામે આવ્યા હતા.કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો અમદાવાદ કિંજલ રબારી કેસમાં મોટો ધડાકોઘટના બાદ શરૂઆતમાં એવી વિગતો વહેતી થઈ હતી કે કિંજલ રબારી અશોક ચૌધરી નામના શખ્સ સાથે પોતાની મરજીથી ગયા છે. પરંતુ આ બાબતે થોડા જ સમયમાં અત્યંત ચોંકાવનારો નવો વળાંક આવ્યો છે.આ સમગ્ર હાઇડ્રામા વચ્ચે લોકગાયિકા કિંજલ રબારીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે પોતાની સાથે બનેલી ઘટના અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વીડિયોમાં ગાયિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેમને મજબૂર કરીને ગોંધી રાખવામાં આવ્યા હતા.ગાયિકા કિંજલ રબારીનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામેકિંજલ રબારીએ વીડિયોમાં જણાવ્યું કે, "મને ઘરે ગોંધી રાખવામાં આવી હતી અને પર પુરુષ સાથે મોકલી આપવામાં આવી હતી."ત્યાં તેમના જીવને ભારે જોખમ હોવાનું પણ તેમણે વીડિયોમાં જણાવ્યું છે. તમામ પરિસ્થિતિઓ વચ્ચે તેઓ સુરક્ષિત રીતે નીકળીને ફરીથી પોતાના પતિ પાસે પરત આવી ગયા છે. ચાંદખેડા પોલીસે આ વીડિયો સ્ટેટમેન્ટ બાદ ગાયિકા અને તેમના પતિનું રૂબરૂ નિવેદન નોંધવા તેમજ અપહરણ પાછળ કયા લોકો અને કયું ષડયંત્ર હતું તે દિશામાં કાનૂની તપાસ તેજ કરી છે.આ પણ વાંચો: Ahmedabad: ચાંદખેડા CBD મોલ પાસેથી લોકગાયિકા કિંજલ રબારીના અપહરણના મેસેજથી દોડધામ

Read Full Story arrow_forward