android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: શ્રાવણ માસમાં દર્શન માટે આવતા ભક્તોની આસ્થા પર તંત્રની ઘોર બેદરકારીનું ગ્રહણ
calendar_today August 29, 2026

Ahmedabad: શ્રાવણ માસમાં દર્શન માટે આવતા ભક્તોની આસ્થા પર તંત્રની ઘોર બેદરકારીનું ગ્રહણ

અમદાવાદ પૂર્વના ઐતિહાસિક અને લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન રખિયાલ વિસ્તારમાં આવેલા ચકુડિયા મહાદેવ મંદિર સંકુલની આસપાસ હાલ ભારે ગંદકી અને દુરવસ્થાનો નજારો જોવા મળી રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી દરરોજ મોટી સંખ્યામાં શિવભક્તો ભગવાન ભોળાનાથના દર્શનાર્થે ઉમટી રહ્યા છે, પરંતુ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી જ ઠેરઠેર કચરાના ઢગલા અને અસહ્ય દુર્ગંધથી શ્રદ્ધાળુઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.મહત્વનું છે કે મુખ્ય રોડના પ્રવેશદ્વારથી મંદિર સુધી પહોંચવાનો અંદાજે 50 ફૂટ જેટલો રસ્તો અત્યંત બિસ્માર અને કાચો છે. તૂટેલી ફૂટપાથ અને ગંદકીના કારણે માર્ગ પરથી પસાર થતી વખતે મહિલાઓ અને બાળકો સહિતના શ્રદ્ધાળુઓને નાક પર રૂમાલ રાખવાની કે હાથ મૂકવાની નોબત આવી ગઈ છે. સંકુલમાં આવેલી એક અત્યંત જૂની અને જર્જરિત બિલ્ડિંગ હાલ ભયજનક સ્થિતિમાં ઊભી છે. આ જર્જરિત બાંધકામનો કોઈ ભાગ ગમે ત્યારે તૂટી પડે અને દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ તેની ચપેટમાં આવી જાય તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે. સ્થાનિકોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના કે હોનારત સર્જાય તે પહેલાં તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક સુરક્ષાના પગલાં લેવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: પરિવારના સપનાને સાથે લઈ ચાલતી સ્ત્રીનો સંઘર્ષ
calendar_today August 29, 2026

Ahmedabad: પરિવારના સપનાને સાથે લઈ ચાલતી સ્ત્રીનો સંઘર્ષ

શહેરના ધોળા દિવસે, જ્યાં ટ્રાફ્કિનો ઘોંઘાટ અને જીવનની ગતિ અવિરત છે, ત્યાં રસ્તાની વચ્ચે એક દ્વશ્ય તમારું ધ્યાન ખેંચી શકે છે. આ માત્ર એક ફોટો નથી, પરંતુ માનવીય શક્તિ અને ટકી રહેવાની મહેનત છે. સ્ત્રીના ચહેરા પરની અભિવ્યક્તિ માત્ર સંઘર્ષની જ નથી, પરંતુ એક અતુટ આશાની પણ છે. દરેક પગલું ભરતી વખતે, તે માત્ર ભૌતિક ભાર જ નહિ, પણ તેના આખા પરિવારના સપના અને સ્મૃતિઓ પણ સાથે લઈને ચાલે છે. આ દ્રશ્ય આપણને યાદ અપાવે છે કે જ્યારે આપણે જીવનની મુશ્કેલીઓથી કંટાળી જઈએ, ત્યારે એ પણયાદ રાખવું જોઈએ કે આપણી આસપાસ આવા અનેક ઉદાહરણો છે, જે આપણને દરેક પરિસ્થિતિમાં ટકી રહેવા માટે પ્રેરણા આપે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himmatnagar: સાબરકાંઠા જિલ્લામાં વરસાદની પ્રવર્તતી ઘટ મગફળી, કપાસ અને ડાંગરના પાક પર સંકટ
calendar_today August 29, 2026

Himmatnagar: સાબરકાંઠા જિલ્લામાં વરસાદની પ્રવર્તતી ઘટ મગફળી, કપાસ અને ડાંગરના પાક પર સંકટ

સાબરકાંઠા જિલ્લામાં લગભગ એકાદ મહિનાથી વરસાદ પડયો નથી જેના લીધે જિલ્લાના મોટાભાગના સ્થળે ખેડુતોએ ચોમાસુ પાક તરીકે વાવેતર કરેલ મગફળી, કપાસ, ડાંગર, દિવેલા, મકાઈ સહિતના અન્ય પાકો વરસાદી પાણી ન મળવાને કારણે અત્યારે આ બધા પાકોમાં ઈયળ સહિત ફુગ અને ડોળનો ઉપદ્રવ વધી ગયો છે જેથી આ પાકોને બચાવવા ખેડુતો રાસાયણિક દવાઓનો છંટકાવ કરી રહ્યા છે પરંતુ વાતાવરણ અનુકુળ ન હોવાને કારણે પાકનો વિકાસ અટકી ગયો છે, જો એકાદ અઠવાડિયામાં સારો વરસાદ નહીં થાય તો ખેડૂતોએ ચોમાસુ પાક માટે કરેલો ખર્ચ માથે પડે તેવી શકયતા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર તાલુકામાં ખેડુતોએ ચોમાસુ પાક તરીકે વાવેતર કરેલ મોટાભાગના પાક ઊગીને તૈયાર થયા બાદ ખેડૂતોએ નિંદામણ અને આંતરખેડ કરીને માવજત કરી દીધી છે. પરંતુ એકાદ મહિનાથી વરસાદ ન પડવાને કારણે આ તમામ પાકોમાં ભેજ સુકાઈ ગયો છે. તો બીજી તરફ આ બધા પાકોમાં વિવિધ જીવાતનો ઉપદ્રવ શરૂ થઈ ગયો છે. તેમ છતાં ખેડૂતોએ રાસાયણિક દવાઓ તથા અન્ય ખાતરોનો ઉપયોગ કરીને પાકનો વિકાસ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward