android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News: વઢવાણ જન્માષ્ટમી મેળામાં દુર્ઘટના, મોટા ચકડોળમાંથી પટકાતા કિશોરીનું મોત
calendar_today September 6, 2026

Surendranagar News: વઢવાણ જન્માષ્ટમી મેળામાં દુર્ઘટના, મોટા ચકડોળમાંથી પટકાતા કિશોરીનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આયોજિત જન્માષ્ટમીના લોકમેળામાં મોડી રાત્રે એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સામે આવી છે. મેળામાં રાઈડ્સની મજા માણી રહેલી 12 વર્ષની માસૂમ કિશોરી મોટા ચકડોળમાંથી અચાનક નીચે પટકાઈ હતી. જે કારણે તેનું કરૂણ મોત નીપજ્યું છે. આનંદ અને ઉલ્લાસથી ભરેલા મેળાના માહોલ વચ્ચે સર્જાયેલી આ કાળમુખી હોનારતથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.પાલખીવાળા મોટા ચકડોળમાંથી પટકાતાં નીપજ્યું મોતમળતી માહિતી મુજબ, વઢવાણના લોકમેળામાં આવેલી પાલખીવાળા મોટા ચકડોળમાં કિશોરી બેઠી હતી. રાઈડ્સ ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક કોઈ કારણોસર કિશોરી ઉપરથી સીધી નીચે પટકાઈ હતી. ઊંચાઈ પરથી નીચે પટકાવાને કારણે તેને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતાં જ મેળામાં ભારે ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. ગંભીર હાલતમાં કિશોરીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અથવા સારવાર મળે તે પહેલાં જ તેનું પ્રાણ પંખેરું ઊડી ગયું હતું.મૃતક કિશોરી પોલીસ કર્મચારીની પુત્રી હોવાનું સામે આવ્યુંપોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કિશોરીની ઓળખ થઈ ગઈ છે. મૃતક 12 વર્ષીય કિશોરીનું નામ નિહારિકા પરમાર છે અને તેના પિતા થાન પોલીસ મથકમાં પોલીસ કર્મચારી તરીકે પોતાની ફરજ બજાવે છે. રજાના દિવસે પરિવાર સાથે મેળામાં માણેલી ખુશીઓ પળવારમાં જ માતમમાં ફેરવાઈ જતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ તેજ કરીઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે મૃતક કિશોરીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. રાઈડ્સમાં સેફ્ટી લોક કે સુરક્ષાના માપદંડોમાં કોઈ ગંભીર બેદરકારી હતી કે કેમ, તે દિશામાં પોલીસે રાઈડ્સ સંચાલકો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ પણ વાંચો - Surendranagarમાં ગીધની સંખ્યામાં ચિંતાજનક ઘટાડા વચ્ચે ઘુડખર અભયારણ્ય વિભાગ આવ્યું હરકતમાં

Read Full Story arrow_forward
Bharuchના મારુતિ નગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, ઘરમાં ઘૂસી યુવક પર ધારીયાથી હુમલો કરી રોકડની લૂંટ
calendar_today September 6, 2026

Bharuchના મારુતિ નગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, ઘરમાં ઘૂસી યુવક પર ધારીયાથી હુમલો કરી રોકડની લૂંટ

ભરૂચ શહેરના મારુતિ નગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. વિસ્તારમાં આતંક મચાવતા અસામાજિક તત્વોએ ઘર ખાલી કરવા મુદ્દે એક યુવક પર ઘાતકી હુમલો કર્યો છે. છેલ્લા 15 દિવસથી ઘર ખાલી કરી દેવા બાબતે ધાક-ધમકી આપ્યા બાદ આ અસામાજિક તત્વોએ ઘરમાં ઘૂસીને લોહિયાળ ખેલ ખેલતા સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને દહેશતનો માહોલ વ્યાપી ગયો છે. ટોળાએ ઘરમાં ઘૂસી માથામાં ધારિયું માર્યુંતોસીફ નામના યુવકના ઘરમાં ૬થી વધુ અસામાજિક તત્વોનું ટોળું કાયદો હાથમાં લઈને બળજબરીપૂર્વક ઘૂસી ગયું હતું. આ માથાભારે ઈસમોએ તોસીફ પર પ્રાણઘાતક હુમલો કરીને તેના માથાના ભાગે ધારિયાનો ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા તોસીફને માર મારવાની સાથે-સાથે હુમલાખોરો તેના ખિસ્સામાંથી રોકડ રકમની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. ઘર ખાલી કરાવવા યુવક પર ઘાતકી હુમલોહુમલાની આ ઘટના બાદ બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તોસીફને બચાવીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તહેવારોના પવિત્ર દિવસોમાં જ મારુતિ નગર જેવા રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવેલા આતંકથી સ્થાનિકોમાં ઘેરા રોષની લાગણી જોવા મળી રહી છે. રહીશોએ પોલીસ પ્રશાસન પાસે આ માથાભારે તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવવા ઉગ્ર માંગ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat News: ડાયનેમિક વોરિયર એકેડમીના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
calendar_today September 6, 2026

Surat News: ડાયનેમિક વોરિયર એકેડમીના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

સુરત શહેરમાં આયોજિત ડાયનેમિક વોરિયર એકેડમીના ખાસ કાર્યક્રમ 'વોરિયર સાઇનિંગ સ્ટાર એવોર્ડ એન્ડ બ્લેક બેલ્ટ સેરેમની'માં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે એવોર્ડ વિજેતા અને બ્લેક બેલ્ટ મેળવનાર ખેલાડીઓને બિરદાવ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચર અને રમતગમતના વિકાસને લઈને મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.સ્પોર્ટ્સ સાયન્સ અને ટેકવાંડો માટે સરકાર આપશે પૂર્ણ સપોર્ટકાર્યક્રમમાં બોલતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સેન્ટર ઓફ એક્સિલન્સમાં AI બેઝ્ડ ટ્રેનિંગ અને સ્પોર્ટ્સ સાયન્સ કઈ રીતે વધુ ડેવલપ થઈ શકે તે માટે આવનારા વર્ષોમાં ગુજરાત સરકાર પૂર્ણ સપોર્ટ કરશે. ખાસ કરીને ટેકવાંડો રમતને લઈને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે જે પણ સંસાધનો અને મદદની જરૂર પડશે, તે તમામ સહયોગ રાજ્ય સરકાર પૂરો પાડશે. તેમણે ગુજરાતમાં રમતગમતનું વાતાવરણ બદલવામાં યોગદાન આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.“20 વર્ષ અગાઉ જેમના પર ટોણા વાગતા, તે ખેલાડીઓ હવે ભુક્કા બોલાવે છે”ભૂતકાળના દિવસો યાદ કરતાં હર્ષ સંઘવીએ કહ્યું કે, 20 વર્ષ પહેલાં જ્યારે ગુજરાતના ખેલાડીઓ નેશનલ લેવલે રમવા જતા ત્યારે અન્ય રાજ્યના લોકો તેમને ખમણ, ઢોકળા, ફાફડા અને જલેબી કહીને બોલાવતા હતા, પરંતુ આજે સ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. હવે આપણા ખેલાડીઓ જ્યાં પણ સ્પર્ધા કરવા પહોંચે છે, ત્યાં મેદાનમાં ભુક્કા બોલાવીને જીત મેળવીને પાછા આવે છે. તેમણે ઉમેર્યું કે, આખા દેશમાં ખેલાડીઓ માટે સૌથી વધુ પ્રોત્સાહક ફંડ જાહેર કરનાર રાજ્ય ગુજરાત છે.ખેલાડીઓને વિનમ્ર રહેવા અને માતા-પિતાનું સન્માન કરવા અપીલયુવા ખેલાડીઓને જીવનનો મંત્ર આપતાં તેમણે ભાવુક અપીલ કરી હતી કે, જીવનમાં એવોર્ડ અને મેડલ તો આવતા રહેશે, પરંતુ આપણે ક્યારેય પોતાની વિનમ્રતા છોડવાની નથી. તમને આજે પોડિયમ પર વિજેતા તરીકે જોવા માટે તમારા માતા-પિતાએ પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું છે. તેથી સફળતા મળ્યા પછી પણ માતા-પિતા સાથેનું તમારું વર્તન ક્યારેય બદલાવું ન જોઈએ તેનું ખાસ ધ્યાન રાખજો.આ પણ વાંચો: Suratમાં બ્રાઉન સુગર સાથે ઓડિશાના ત્રણ ઈસમો ઝડપાવાનો મામલો, નાણાંની જરૂરિયાતે કરાવી ડ્રગ્સની હેરાફેરી!

Read Full Story arrow_forward