android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે
calendar_today September 8, 2026

Ahmedabad: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે

આવતા વર્ષે યોજાનારી ચૂંટણીઓની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. ચૂંટણી તંત્ર અને વહીવટી સ્તરે આ પ્રવાસને લઈને મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. CEC પોતાના પ્રવાસની શરૂઆત ઐતિહાસિક સાબરમતી આશ્રમ ખાતે શ્રદ્ધાસુમન અર્પિત કરીને કરશે. આ ઉપરાંત તેઓ ગુજરાતના બેનમૂન સ્થાપત્ય સમાન અડાલજની વાવની પણ મુલાકાત લેશે.ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાતના બે દિવસીય પ્રવાસેમુલાકાત દરમિયાન અમદાવાદ ખાતે ‘વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી વ્યવસ્થા’ વિષય પર એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકશાહી પ્રક્રિયાને વધુ સુદ્રઢ અને પારદર્શક બનાવવા માટે રાજ્યના પ્રબુદ્ધ નાગરિકો, ચિંતકો અને વિષય નિષ્ણાતો સાથે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવશે.ચૂંટણી પ્રક્રિયામાં પાયાની અને અત્યંત મહત્વની ભૂમિકા ભજવતા બૂથ લેવલ ઓફિસરોનો ઉત્સાહ વધારવા માટે CEC જ્ઞાનેશ કુમાર 500થી વધુ BLO અને 1000થી વધુ ઇલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) ના સભ્યો સાથે સીધો સંવાદ સાધશે.સાબરમતી આશ્રમ અને અડાલજની વાવની લેશે મુલાકાત આ સંવાદ દરમિયાન ગ્રાઉન્ડ લેવલના અનુભવો અને ચૂંટણી પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા અંગે ચર્ચા થશે.આ ઉપરાંત, ‘રોલથી પોલ સુધી પારદર્શિતા’ના સંકલ્પ સાથે ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા ડિજિટલ સિસ્ટમ ECINET અને મતદાર યાદી સુધારણા તેમજ ચૂંટણી સંચાલન અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.આ પણ વાંચો: Morbi: રાધાકૃષ્ણ જ્વેલર્સની દિવાલ તોડી 17.24 લાખની ચોરી; તસ્કરો સોના-ચાંદીનો મુદ્દામાલ ઉઠાવી ગયા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : PM નરેન્દ્ર મોદીએ મુંબઈમાં GFF 2026 નું કર્યું ઉદ્ઘાટન; ભારતની ફિનટેક સફર નવી ઊંચાઈએ પહોંચી
calendar_today September 8, 2026

Gujarat Latest News Live : PM નરેન્દ્ર મોદીએ મુંબઈમાં GFF 2026 નું કર્યું ઉદ્ઘાટન; ભારતની ફિનટેક સફર નવી ઊંચાઈએ પહોંચી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Anand: ડૉ. મનુભાઈ પટેલ આણંદ કૃષિ યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર તરીકે નીમાયા
calendar_today September 8, 2026

Anand: ડૉ. મનુભાઈ પટેલ આણંદ કૃષિ યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર તરીકે નીમાયા

ગુજરાતની અગ્રણી કૃષિ શિક્ષણ સંસ્થા આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU) ખાતે નવા વાઇસ ચાન્સેલરની નિયુક્તિ અંગેનો મહત્વનો આદેશ જાહેર થયો છે. રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ડૉ. મનુભાઈ પ્રહલાદભાઈ પટેલને આણંદ કૃષિ યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર (VC) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.આણંદ કૃષિ યુનિવર્સિટીના નવા VCની થઈ જાહેરાતઆ અંગે કૃષિ વિભાગ દ્વારા વિધિવત નિયુક્તિ પત્ર જારી કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના વડા તરીકે તેમની પદસંભાળથી કૃષિ શિક્ષણ અને સંશોધનની પ્રવૃત્તિઓમાં વધુ ગતિ આવશે. આણંદ કૃષિ યુનિવર્સિટી મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં કૃષિ વિજ્ઞાન, જમીન સુધારણા, નવીન બિયારણો અને કૃષિ તકનીકીના વિકાસ માટે અગ્રણી ભૂમિકા ભજવે છે. ડૉ. મનુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ યુનિવર્સિટીના વિવિધ સંશોધન કેન્દ્રો અને કોલેજોની શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થશે તેમજ ખેડૂતો સુધી નવીન ટેકનોલોજી પહોંચાડવાના કાર્યોને વધુ બળ મળશે.કૃષિ વિભાગે વિધિવત આદેશ પત્ર ઇશ્યૂ કર્યો.આ નિયુક્તિ બદલ શૈક્ષણિક જગત, કૃષિ વૈજ્ઞાનિકો અને સંસ્થાના સ્ટાફ દ્વારા નવા વાઇસ ચાન્સેલરને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. મનુભાઈ પ્રહલાદભાઈ પટેલને આણંદ કૃષિ યુનિવર્સિટીની કમાન સોંપાઈ.કૃષિ વિભાગે વિધિવત આદેશ પત્ર ઇશ્યૂ કર્યો.કૃષિ સંશોધન, ખેડૂત ઉપયોગી તકનીકો અને શૈક્ષણિક સુધારા પર રહેશે ભાર.આ પણ વાંચો: Mahisagar: કૌટુંબિક ઝઘડામાં પિતા બન્યો હેવાન, ગુસ્સામાં આવી 3 માસના માસૂમ પુત્રને કૂવામાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો

Read Full Story arrow_forward