android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkotના રામનાથ મંદિરમાં ચોરીના ઇરાદે આવેલ શખ્સને દર્શનાર્થીઓએ ચખાડ્યો મેથીપાક!
calendar_today September 8, 2026

Rajkotના રામનાથ મંદિરમાં ચોરીના ઇરાદે આવેલ શખ્સને દર્શનાર્થીઓએ ચખાડ્યો મેથીપાક!

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટના પ્રસિદ્ધ રામનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી રહી છે. આ ભીડનો ગેરલાભ ઉઠાવીને ગત રાત્રે એક શખ્સ ચોરી કરવાના ઇરાદે મંદિરના પટાંગણમાં ઘૂસી આવ્યો હતો. જોકે, તેની શંકાસ્પદ હિલચાલ અને ચોરી કરવાના પ્રયાસો દરમિયાન જ તે મંદિરમાં હાજર લોકોની નજરે ચડી ગયો હતો અને રંગેહાથ ઝડપાઈ ગયો હતો.ચોર પકડાતા જ ભક્તોએ કાયદો હાથમાં લઈ મેથીપાક ચખાડ્યો પવિત્ર શ્રાવણ મહિનામાં મંદિરમાં ચોરી કરવાના ઇરાદે આવેલ આ શખ્સને ઝડપી પાડ્યા બાદ ત્યાં હાજર લોકો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસને જાણ કરવાને બદલે કાયદો પોતાના હાથમાં લઈને આ ચોરને બરાબરનો લમધાર્યો હતો. લોકોએ તેને પકડીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે મંદિર પરિસરમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી.ચોરને માર મારતો સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યોરામનાથ મંદિરના પટાંગણમાં ગત રાત્રે બનેલી આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ હવે સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો ચોરને પકડીને કેવી રીતે ગુસ્સો ઠાલવી રહ્યા છે અને માર મારી રહ્યા છે. શ્રાવણ માસમાં મંદિરોમાં મોટી સંખ્યામાં ભીડ રહેતી હોવાથી શ્રદ્ધાળુઓએ પોતાના કિંમતી સામાન અંગે વધુ સાવચેત રહેવાની જરૂર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Morbi: રાધાકૃષ્ણ જ્વેલર્સની દિવાલ તોડી 17.24 લાખની ચોરી; તસ્કરો સોના-ચાંદીનો મુદ્દામાલ ઉઠાવી ગયા
calendar_today September 8, 2026

Morbi: રાધાકૃષ્ણ જ્વેલર્સની દિવાલ તોડી 17.24 લાખની ચોરી; તસ્કરો સોના-ચાંદીનો મુદ્દામાલ ઉઠાવી ગયા

મોરબી શહેરના ગીચ અને ધમધમતા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના દાવાઓની હવા કાઢી નાખી છે. જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલી 'રાધાકૃષ્ણ જ્વેલર્સ' નામની સોના-ચાંદીના દાગીનાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. મોડી રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ચાલાકીપૂર્વક દુકાનની પાછળની દિવાલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રાખવામાં આવેલા સોના-ચાંદીના કિંમતી દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.ચોરીથી સ્થાનિક વેપારીઓમાં ફાળસવારે ચોરીની જાણ થતાં જ દુકાનમાલિક સહિત આસપાસના વેપારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ચોરીની આ ઘટનાથી મોરબીના વેપારી આલમમાં ભારે ભય અને ચકચાર વ્યાપી ગઈ છે. તસ્કરો આ રાત્રિ દરોડા દરમિયાન દુકાનમાંથી કુલ રૂ. 17.24 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા છે. ચોરી થયેલા સામાનની વિગતો મુજબ, તસ્કરો 24 ગ્રામ સોનાના દાગીના, 6 કિલો 250 ગ્રામ ચાંદીના ઘરેણાં તેમજ 1.5 કિલો ચાંદીનો ભંગાર મળીને મોટી મત્તા ચોરી ગયા છે.તસ્કરો સોના-ચાંદીનો મુદ્દામાલ ઉઠાવી ગયાઆ બનાવ અંગે દુકાનદાર દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસીને તસ્કરોનું સુરાગ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.આ પણ વાંચો: Anand: ડૉ. મનુભાઈ પટેલ આણંદ કૃષિ યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર તરીકે નીમાયા

Read Full Story arrow_forward
BRICS Summit 2026: Su-30MKI માટે 300 km રેન્જ ધરાવતી રશિયન RVV-BD મિસાઈલ ડીલ પર નજર
calendar_today September 8, 2026

BRICS Summit 2026: Su-30MKI માટે 300 km રેન્જ ધરાવતી રશિયન RVV-BD મિસાઈલ ડીલ પર નજર

ભારતીય વાયુસેનાના Su-30MKI ફાઇટર જેટને રશિયન RVV-BD લાંબા અંતરની એર-ટુ-એર મિસાઇલથી સજ્જ કરવાનો પ્રસ્તાવ મહત્વપૂર્ણ છે. દિલ્હીમાં મોદી-પુતિનની મુલાકાતઆ વર્ષે દિલ્હીમાં BRICS સમિટ યોજાઈ રહી છે. આ સમિટ ભારત અને રશિયા બંને માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. 11 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં યોજાનારી પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન સંરક્ષણ સહયોગ એક મુખ્ય મુદ્દો બનવાની અપેક્ષા છે. Su-30MKI માટે RVV-BD દરખાસ્ત ભારત-રશિયા સંરક્ષણ સહયોગ માટે એક મુખ્ય એજન્ડા બની શકે છે. બંને દેશોના ટોચના નેતાઓ અને અધિકારીઓ વચ્ચે ચર્ચા શક્ય છે. AWACS-Tanker વિમાનને નિશાન બનાવી શકેRVV-BDને રશિયાની R-37M મિસાઇલનું નિકાસ સંસ્કરણ માનવામાં આવે છે. તેની રેન્જ આશરે 300 કિલોમીટર હોવાનું જણાવાયું છે, અને તેની મહત્તમ ગતિ મેક 6 ની આસપાસ હોવાનો દાવો કરવામાં આવે છે. આવા લાંબા અંતરના મિસાઇલની સૌથી નોંધપાત્ર વિશેષતા એ છે કે તે ફક્ત પરંપરાગત દુશ્મન ફાઇટર એરક્રાફ્ટને જ નહીં પરંતુ AWACS, AEW&C, હવાથી હવામાં રિફ્યુઅલિંગ ટેન્કર અને સર્વેલન્સ એરક્રાફ્ટ જેવા ઉચ્ચ-મૂલ્યના વિમાનોને પણ નિશાન બનાવવાની મંજૂરી આપે છે.Su-30MKI વધુ ખતરનાક બનશે260થી વધુ વિમાનો સાથે, Su-30MKI ભારતીય વાયુસેનાના ફાઇટર કાફલાની કરોડરજ્જુ બનાવે છે. ભારત આ વિમાનોને નવા રડાર, એવિઓનિક્સ અને સેન્સર સાથે અપગ્રેડ કરવા માટે પણ કામ કરી રહ્યું છે. RVV-BD ના સમાવેશથી અપગ્રેડેડ Su-30MKI ની દૂરથી દુશ્મન વિમાનને શોધવા અને લક્ષ્ય બનાવવાની ક્ષમતાનો વધુ સારી રીતે ઉપયોગ થશે. જ્યારે ભારત રશિયા પાસેથી લાંબા અંતરની મિસાઇલો મેળવવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે, ત્યારે સ્વદેશી વિકલ્પો પર પણ કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. DRDO ની એસ્ટ્રા મિસાઇલ શ્રેણી સતત વિકસિત થઈ રહી છે, અને ભવિષ્યમાં, લાંબા અંતરના હવાથી હવામાં પ્રહાર કરનારા શસ્ત્રો ભારતની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે.શું BRICS પછી આ સોદો આગળ વધશે ?શું Su-30MKI માટે RVV-BD સોદો BRICS સમિટ દરમિયાન મોદી-પુતિન બેઠક પછી આગળ વધશે? જો ભારત આ દરખાસ્તને મંજૂરી આપે છે અને કિંમત, તકનીકી એકીકરણ અને પુરવઠા સંબંધિત મુદ્દાઓ પર રશિયા સાથે કરાર કરે છે, તો Su-30MKI ને લાંબા અંતરની હવાથી હવામાં પ્રહાર કરનારા મિસાઇલોથી સજ્જ કરવા તરફ એક મોટું પગલું લઈ શકાય છે. આનો અર્થ એ છે કે BRICS સમિટ ભારત-રશિયા સંબંધો માટે રાજદ્વારી પ્લેટફોર્મ તરીકે સેવા આપી શકે છે, તેમજ સંરક્ષણ સહયોગને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ તક તરીકે સેવા આપી શકે છે.આ પણ વાંચોઃ દેશનો રૂપિયો લૂંટીને વિદેશ ભાગી જનારાઓ પર કસાશે શિકંજો, નાણાકીય ગુનેગારોને પરત લાવવા બનશે નવો કાયદો

Read Full Story arrow_forward