android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratના ભાઠેનામાં ભયાનક અકસ્માત સર્જનાર ડંપર ચાલકની પોલીસે કરી ધરપકડ
calendar_today September 8, 2026

Suratના ભાઠેનામાં ભયાનક અકસ્માત સર્જનાર ડંપર ચાલકની પોલીસે કરી ધરપકડ

સુરતના ભાઠેના વિસ્તારમાં સર્જાયેલા ભયાનક ડંપર અકસ્માત મામલે સલાબતપુરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પૂરપાટ ઝડપે આવી રહેલા ડંપરે બાઈક પર સવાર બે યુવાનોને જોરદાર અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘવાયેલો હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્પીડમાં હોવાનું પોલીસ તપાસમાં ખુલાસોઅકસ્માતની ઘટના બાદ સલાબતપુરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ડંપર ચાલક પ્રમોદ યાદવની ધરપકડ કરી લીધી છે તેમજ અકસ્માત સર્જનાર ડંપરને પણ કબજે કર્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ડંપર ચાલક અત્યંત સ્પીડમાં વાહન ચલાવી રહ્યો હતો. જોકે, ડંપર ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવાનું સામે આવ્યું છે, પરંતુ તે સમયે તે નશાની હાલતમાં હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ ચાલુ કરી છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી અને તપાસ તેજ અકસ્માત સર્જીને એક માસૂમનો જીવ લેનાર ડંપર ચાલક સામે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાલકના બ્લડ સેમ્પલ લઈને તે નશામાં હતો કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. ભરચક વિસ્તારમાં પૂરપાટ ઝડપે વાહનો હંકારતા ચાલકો સામે કડક પગલાં ભરવા સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahisagar: કૌટુંબિક ઝઘડામાં પિતા બન્યો હેવાન, ગુસ્સામાં આવી 3 માસના માસૂમ પુત્રને કૂવામાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો
calendar_today September 8, 2026

Mahisagar: કૌટુંબિક ઝઘડામાં પિતા બન્યો હેવાન, ગુસ્સામાં આવી 3 માસના માસૂમ પુત્રને કૂવામાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો

સંતરામપુર તાલુકામાં માનવતા શરમાવે તેવી અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. સંતરામપુરના ઝાલદડા ગામે રહેતા આશિષભાઈ ભુરીયા અને તેમની પત્ની વચ્ચે કોઈ કૌટુંબિક બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન આવેશ અને ગુસ્સામાં ભાન ભૂલેલા પિતા આશિષ ભુરીયાએ પોતાના જ માત્ર 3 માસના અબોલ અને માસૂમ દીકરાને ઘર નજીક આવેલા કૂવાના પાણીમાં ફેંકી દીધો હતો.સંતરામપુરના ઝાલદડામાં પિતા બન્યો હેવાનપાણીમાં ડૂબી જવાથી આ ત્રણ માસના નિર્દોષ બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. મા-બાપની તકરારમાં એક અબોલ બાળકે જીવ ગુમાવતાં સમગ્ર ઝાલદડા ગામમાં શોક અને ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.પોતાના કાળજાના ટુકડા જેવા માસૂમ દીકરાની પિતા દ્વારા જ હત્યા કરાતાં ભાંગી પડેલી માતાએ હિંમત દાખવીને ન્યાયની ગુહાર લગાવી છે. પત્નીએ પોતાના જ પતિ આશિષ ભુરીયા વિરુદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં હત્યાની વિધિવત ફરિયાદ નોંધાવી છે.પિતાએ 3 માસના ફૂલ જેવા માસૂમને કૂવામાં ફેંકી દીધોપોતાના બાળકના હત્યારા પતિને જેલના સળિયા પાછળ ધકેલવા માતાએ લીધેલા કડક વલણ બાદ સંતરામપુર પોલીસે આશિષ ભુરીયા સામે ગુનો નોંધી તેની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે બાળકના મృతદેહને પીએમ અર્થે ખસેડીને આ મામલે આગળની કાયદાકીય તપાસ શરૂ કરી છે.પતિ-પત્નીના ઝઘડામાં ગુસ્સો નિર્દોષ બાળક પર ઉતારી કૂવામાં ફેંકી દીધો. પત્નીએ જ પતિ આશિષ ભુરીયા સામે સંતરામપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરી. સંતરામપુર પોલીસે ગુનો નોંધી આરોપી પિતા સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી.આ પણ વાંચો: Rajkot: ટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગ, 3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યો

Read Full Story arrow_forward
Lucknow : એર ઇન્ડિયાનું પ્રથમ  ફ્લાઇટ લેન્ડિંગ નિષ્ફળ, રાહુલ ગાંધી પણ વિમાનમાં હતા
calendar_today September 8, 2026

Lucknow : એર ઇન્ડિયાનું પ્રથમ ફ્લાઇટ લેન્ડિંગ નિષ્ફળ, રાહુલ ગાંધી પણ વિમાનમાં હતા

લખનઉના અમૌસી એરપોર્ટ પર દિલ્હીથી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-1717ને લેન્ડિંગથી થોડા સમય પહેલાં ગો-અરાઉન્ડ કરવું પડ્યું હતું. માહિતી મુજબ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આ જ ફ્લાઇટમાં સવાર હતા. મળેલી માહિતી મુજબ લેન્ડિગના બીજા પ્રયાસમાં વિમાનનું સુરક્ષિત ઉતરાણ થયું હતુંપાયલટે છેલ્લી ક્ષણે લેન્ડિંગ કેમ અટકાવી?પ્રથમ વખત લેન્ડિંગ દરમિયાન વિમાનનો એપ્રોચ અનસ્ટેબલ હોવાનું સામે આવ્યું હતું. પાયલટે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેન્ડિંગ આગળ વધારવાને બદલે તેને અટકાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ વિમાનને ફરીથી ઊંચાઈ પર લઈ જવામાં આવ્યું હતું અને નવા એપ્રોચ માટે મોકલવામાં આવ્યું હતું.ગો-અરાઉન્ડનો નિર્ણય કેમ લેવામાં આવ્યો?વિમાનની લેન્ડિંગ પ્રક્રિયા દરમિયાન એપ્રોચ સ્થિર ન હોવાથી પાયલટે ગો-અરાઉન્ડનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. ફ્લાઇટમાં રાહુલ ગાંધી સવાર હોવાની માહિતી સામે આવતા આ ઘટનાએ વધુ ધ્યાન ખેંચ્યું છે.  મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા દિલ્હીથી લખનૌ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટને લેન્ડિંગ પહેલાં અચાનક ફેરબદલ કરવાની ફરજ પડી ત્યારે લખનૌ એરપોર્ટ પર મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ વિમાનમાં હતા. જોકે, પાઇલટની સમજદારીને કારણે, બીજા પ્રયાસમાં વિમાન સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. બીજા પ્રયાસમાં વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કર્યુંઅહેવાલો દર્શાવે છે કે વિમાન લેન્ડ થવાનું હતું ત્યારે તેને અચાનક એક તીવ્ર ઝટકો લાગ્યો અને તે ફરીથી ઉપર આવવા લાગ્યું. આ અચાનક ઘટનાથી મુસાફરોમાં થોડો ગભરાટ ફેલાયો હતો. જોકે, પાયલોટે ફરીથી વિમાન ઊંચું કર્યું અને ઉડાન ભરી હતી ત્યારબાદ પાયલોટે બીજા પ્રયાસમાં વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કર્યું. વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયા પછી મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. હાલમાં સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે કે લેન્ડિંગની સ્થિતિ હવામાનને કારણે હતી કે ટેકનિકલ કારણોસર. મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-1717 એ દિલ્હીથી બપોરે લગભગ 2:20 વાગ્યે ઉડાન ભરી હતી અને લગભગ 3:30 વાગ્યે લખનૌ પહોંચવાનું હતું. 

Read Full Story arrow_forward