android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad મનપા ટેક્ષ વિભાગની લાલિયાવાડી: 10 ટકા ટેક્સ બિલનું વિતરણ હજુ પણ બાકી!
calendar_today September 8, 2026

Ahmedabad મનપા ટેક્ષ વિભાગની લાલિયાવાડી: 10 ટકા ટેક્સ બિલનું વિતરણ હજુ પણ બાકી!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ટેક્ષ વિભાગની લાલિયાવાડી અને ઢીલી કામગીરી સામે આવી છે. સમગ્ર શહેરમાં મિલકત વેરાના બિલ પહોંચાડવાની કામગીરી અત્યંત ગોકળગતિએ ચાલી રહી છે. ખુદ ટેક્ષ કમિટીના ચેરમેન મુકેશ પટેલના પોતાના ઝોનમાં પણ ટેક્સ બિલનું વિતરણ ઓછું થયું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. 2.65 લાખથી વધુ ટેક્સ બિલનું વિતરણ હજુ પણ લટકેલું અમદાવાદ શહેરમાં મિલકતધારકો માટે કુલ 26 લાખ 51 હજાર 178 બિલ જનરેટ કરવામાં આવ્યા છે. જોકે, મનપાના કચેરી તંત્રની બેદરકારીના કારણે હજુ સુધી કુલ બિલના 10 ટકા જેટલા બિલ વિતરણ થવાના બાકી છે. શહેરમાં હજુ પણ 2 લાખ 77 હજાર 935 જેટલા બિલ કરદાતાઓ સુધી પહોંચાડવાના બાકી હોવાથી નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે. પૂર્વ ઝોનમાં સૌથી ઓછું વિતરણ, પશ્ચિમ ઝોન પણ પાછળ બિલ વિતરણના આંકડાઓ પર નજર કરીએ તો શહેરમાં સૌથી ખરાબ સ્થિતિ પૂર્વ ઝોનમાં જોવા મળી છે, જ્યાં માત્ર 76.34 ટકા જ બિલનું વિતરણ થઈ શક્યું છે. આ સિવાય પશ્ચિમ ઝોનમાં પણ પરિસ્થિતિ ખાસ સારી નથી, ત્યાં માત્ર 82 ટકા બિલનું વિતરણ પૂરું થયું છે. સમયસર બિલ ન મળવાના કારણે કરદાતાઓને પણ રિબેટ યોજના કે ટેક્સ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: કોડીનયુક્ત સિરપ સામે ફૂડ વિભાગનો સપાટો; કલોલમાં પરવાનો રદ, 83 લાખનો જથ્થો ફ્રીઝ
calendar_today September 8, 2026

Gandhinagar: કોડીનયુક્ત સિરપ સામે ફૂડ વિભાગનો સપાટો; કલોલમાં પરવાનો રદ, 83 લાખનો જથ્થો ફ્રીઝ

રાજ્યમાં કોડીનયુક્ત દવાઓ અને નશાકારક સિરપના ગેરકાયદે વેચાણને નાબૂદ કરવા માટે આરોગ્ય મંત્રીની કડક સૂચના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં એક સાથે સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઇવ શરૂઆ ડ્રાઇવ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી 'બાલાજી ફાર્મા' ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નિયમોના ભંગ બદલ રૂ. 83.07 લાખની કિંમતનો 'Rexton-T Syrup' નો મોટા પ્રમાણનો જથ્થો પ્રતિબંધિત (Stop-Sale) કરીને ફ્રીઝ કરી દીધો છે.તપાસનો ધમધમાટ આગળ ધપાવતા ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે આવેલી 'હેલ્થ પોઇન્ટ ફાર્મા' દ્વારા કોડીનયુક્ત દવાઓના વેચાણના નિયમોનો ગંભીર ભંગ કરાયો હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે તંત્ર દ્વારા આ પેઢીનો દવા વેચાણનો પરવાનો (લાઇસન્સ) તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યો છે.શંકાસ્પદ વેપાર કરતી ૭ પેઢીઓને કારણદર્શક નોટિસઆ ઉપરાંત સમગ્ર રાજ્યમાં હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમિયાન કોડીન ધરાવતી કફ સિરપ અને દવાનો ગેરકાયદે કે શંકાસ્પદ વેપાર કરતી અન્ય ૭ જેટલી જાણીતી પેઢીઓને કાયદાકીય કલમો હેઠળ 'કારણદર્શક નોટિસ' પાઠવવામાં આવી છે. યુવાધનને નશાની ગરજ સારતી કોડીનયુક્ત સિરપોથી બચાવવા રાજ્ય સરકાર આક્રમક મોડમાં છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કે ચોપડે નોંધ રાખ્યા વગર કોડીનયુક્ત દવાઓ વેચનાર મેડિકલ સ્ટોર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ સામે લાઇસન્સ રદ્દીકરણ સુધીના પગલાં લેવાશે. આવનારા દિવસોમાં પણ રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રાખવામાં આવશે.આ પણ વાંચો: Navsari: PM મોદીએ AI આધારિત આધુનિક 'નમો કમલમ' કાર્યાલયનું કર્યું લોકાર્પણ, કાર્યકરો અને નાગરિકોમાં ભારે ઉત્સાહ

Read Full Story arrow_forward
Dholka: APMC માર્કેટ યાર્ડની ચૂંટણીમાં રાજકીય ગરમાવો; કિસાન વિકાસ અને ખેડૂત સહકાર પેનલ વચ્ચે રસાકસી
calendar_today September 8, 2026

Dholka: APMC માર્કેટ યાર્ડની ચૂંટણીમાં રાજકીય ગરમાવો; કિસાન વિકાસ અને ખેડૂત સહકાર પેનલ વચ્ચે રસાકસી

અમદાવાદ ગ્રામ્યના મહત્વના વેપારી મથક એવા ધોળકા એપીએમસી (APMC) માર્કેટ યાર્ડની ચૂંટણીનો ધમધમાટ અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. સહકારી અને રાજકીય ક્ષેત્રે પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ ચૂંટણીમાં સહકાર વિભાગની ૨ બેઠકો અને વેપારી વિભાગની 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.ધોળકા APMC ચૂંટણીમાં ત્રિપંખીયો-દ્વિપંખીયો સંગ્રામહવે બાકી રહેલી બેઠકો પર કબ્જો મેળવવા માટે બંને મુખ્ય પેનલો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ચૂંટણીમાં કુલ ૩૦ ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે, જેમના ભવિષ્યનો નિર્ણય ધોળકા તાલુકાના કુલ 753 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને કરશે.ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આવતીકાલે 9 સપ્ટેમ્બરના રોજ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન યોજાશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 10 સપ્ટેમ્બરના રોજ સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામો જાહેર કરવામાં આવશે.753 મતદારો આવતીકાલે 9 સપ્ટેમ્બરે કરશે મતદાનધોળકા એપીએમસીમાં ખેડૂતો, સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ અને વેપારીઓના હિતોનું પ્રતિનિધિત્વ મેળવવા માટે આ સંગ્રામ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. બંને પેનલોના આગેવાનો પોતપોતાની જીતના દાવો કરી રહ્યા છે, ત્યારે 10 સપ્ટેમ્બરે જ સ્પષ્ટ થશે કે ધોળકા APMC પર કોનો દબદબો સ્થાપિત થાય છે.આ પણ વાંચો: Gandhinagar: કોડીનયુક્ત સિરપ સામે ફૂડ વિભાગનો સપાટો; કલોલમાં પરવાનો રદ, 83 લાખનો જથ્થો ફ્રીઝ

Read Full Story arrow_forward