android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: ટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગ, 3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યો
calendar_today September 8, 2026

Rajkot: ટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગ, 3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યો

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના કાના વડાળા ગામ નજીક હાઇવે પર એક અત્યંત ગંભીર અકસ્માત સર્જાયો હતો. જામનગરથી આશરે ૨૫,૦૦૦ લીટર જેટલો પેટ્રોલનો જથ્થો ભરીને ગોંડલ તરફ જઈ રહેલા એક ટેન્કરમાં અગમ્ય કારણોસર અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ઇંધણ ભરેલા ટેન્કરમાં આગ લાગતાં જ ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી દેખાવા લાગ્યા હતા, જેના કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે દહેશત તથા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પેટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગઆગ લાગતાં જ ટેન્કરના ચાલકે પ્રાથમિક તબક્કે સમયસૂચકતા દાખવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને તુરંત જ જામકંડોરણા પોલીસ તથા મામલતદાર કચેરીને જાણ કરી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જામકંડોરણા મામલતદાર, સ્થાનિક પોલીસ કાફલો તેમજ કાલાવડ, જામકંડોરણા અને જેતપુર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ટેન્કર બ્લાસ્ટ થવાની શક્યતાને પગલે પોલીસે ત્વરિત કડક પગલાં ભરીને મુખ્ય માર્ગનો આશરે ૧ કિલોમીટર સુધીનો વિસ્તાર બંને બાજુથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દીધો હતો.3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યોફાયર ફાઇટરોએ સતત પાણી અને ફોમનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને ટેન્કરના મુખ્ય ટેન્ક સુધી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અટકાવી હતી. કલાકોની કામગીરી બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાતાં એક મોટો વિનાશક વિસ્ફોટ ટળ્યો હતો. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ તંત્ર દ્વારા માર્ગ પરથી વાહનવ્યવહાર પુનઃ પૂર્વવત્ શરૂ કરવામાં આવ્યો હતો.આ પણ વાંચો: Dholka: APMC માર્કેટ યાર્ડની ચૂંટણીમાં રાજકીય ગરમાવો; કિસાન વિકાસ અને ખેડૂત સહકાર પેનલ વચ્ચે રસાકસી

Read Full Story arrow_forward
Botadમાં કથિત રૂ.1 કરોડના 'તોડકાંડ'થી ચકચાર: વીડિયો વાયરલ કરી ભાજપ નેતાઓ અને LCB PI સામે ગંભીર આક્ષેપો
calendar_today September 8, 2026

Botadમાં કથિત રૂ.1 કરોડના 'તોડકાંડ'થી ચકચાર: વીડિયો વાયરલ કરી ભાજપ નેતાઓ અને LCB PI સામે ગંભીર આક્ષેપો

બોટાદમાં કથિત રૂ.1 કરોડના 'તોડકાંડ'ના આક્ષેપો મામલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. પીન્ટુ કોળી નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ વીડિયો જાહેર કરીને આરોપ લગાવ્યો છે કે કોળી સમાજના એક યુવાનને ગેમિંગ સંબંધિત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેની પાસેથી રૂ.1 કરોડ પડાવી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ દરમિયાન યુવાનને કથિત રીતે માર મારવામાં આવ્યો હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના આશરે 20 દિવસ જૂની હોવાનો વીડિયોમાં દાવો કરાયો છે. ભાજપના આગેવાનો અને LCB PIના નામજોગ આક્ષેપવાયરલ થયેલા વીડિયોમાં આક્ષેપકર્તાએ ભાજપના આગેવાનોના ફોટા દર્શાવવાની સાથે તેમના નામો પણ જાહેર કર્યા છે. જેમાં LCBના PI તેમજ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતસિંહ ડોડિયાની સીધી સંડોવણી હોવાના નામજોગ આક્ષેપો કરવામાં આવ્યા છે. વીડિયોમાં "સબૂત વગર કોઈ વ્યક્તિ બોલતું નથી" તેમ કહીને ગૃહમંત્રીના "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો" નિવેદનને ટાંકીને પોલીસ તંત્ર અને સરકારની કામગીરી સામે તીખા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે તટસ્થ તપાસની માગ વીડિયોના માધ્યમથી આક્ષેપકર્તાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપીલ કરતા માંગ કરી છે કે આ સમગ્ર મામલે તટસ્થ અને ન્યાયી તપાસ કરવામાં આવે તથા રૂ.1 કરોડ શા માટે લેવામાં આવ્યા તેની સત્યતા સામે લાવવામાં આવે. જોકે, નોંધનીય છે કે આ તમામ વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે સામે આવી છે અને આ આક્ષેપોની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થયેલી નથી. પોલીસ અને સંબંધિત નેતાઓનો સત્તાવાર જવાબ કે વર્ઝન આવ્યા બાદ જ સમગ્ર મામલે ચિત્ર વધુ સ્પષ્ટ થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Samsung India Layoffs: સેમસંગે ભારતમાં 80થી 100 કર્મચારીઓની છટણી કરી, હવે કઇ કંપનીનો વારો?
calendar_today September 8, 2026

Samsung India Layoffs: સેમસંગે ભારતમાં 80થી 100 કર્મચારીઓની છટણી કરી, હવે કઇ કંપનીનો વારો?

નોકરી કરતા લોકો માટે સપ્ટેમ્બર મહિનો ચિંતા સાથે શરૂ થયો છે. દુનિયાભરની અનેક મોટી ટેક્નોલોજી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. ભારતમાં સેમસંગે (Samsung) પણ પોતાના ટેલિવિઝન બિઝનેસ સાથે જોડાયેલા લગભગ 80 થી 100 કર્મચારીઓને નોકરી પરથી છુટા કરી દીધા છે. આ છટણી અલગ-અલગ તબક્કામાં કરવામાં આવી રહી છે અને તેમાં વિવિધ હોદ્દા પર કામ કરતા કર્મચારીઓ સામેલ છે.બીજી તરફ, સપ્ટેમ્બરના શરૂઆતના 10 દિવસમાં દુનિયાભરમાં 6,300થી વધુ ટેક્નોલોજી નોકરીઓમાં કાપ મુકાયાના અહેવાલો સામે આવ્યા છે. ઉબર (uber), પેપાલ (Paypal), ઝોમેટો (Zomato) એપલ (Apple) અને ઓરેકલ (Oracle) જેવી મોટી કંપનીઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે. કેટલીક કંપનીઓમાં હજુ છટણી થઈ નથી, પરંતુ તેની તૈયારી ચાલી રહી છે.કોની નોકરી ગઈ?ભારતમાં સેમસંગમાં થયેલી છટણી (Samsung layoffs) ટેલિવિઝન અને ઘરગથ્થુ ઉપકરણોના બિઝનેસ વિભાગમાં કરવામાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ, કંપનીએ ડિરેક્ટર સ્તરના અધિકારીઓ, ટીમ હેડ અને મેનેજર સહિત અનેક હોદ્દા પર કામ કરતા લોકોને હટાવવાનો નિર્ણય લીધો છે.કંપનીમાં તમામ કર્મચારીઓને એકસાથે હટાવવામાં આવી રહ્યા નથી. કર્મચારીઓને અલગ-અલગ તબક્કામાં બહાર કરવામાં આવી રહ્યા છે. કેટલાક કર્મચારીઓને તો નોટિસ પિરિયડ પૂરો કર્યા વિના જ કંપની છોડવા માટે કહેવામાં આવ્યું છે.કંપનીઓ શા માટે છટણી કરી રહી છે?આ પાછળનું સૌથી મોટું કારણ વધતો ખર્ચ અને બિઝનેસ પરનું દબાણ છે. કંપનીઓ ઓછા ખર્ચે વધુ કામ કરવા અને નફા પરનું દબાણ ઘટાડવા માંગે છે.સેમસંગના કિસ્સામાં મેમરી ચિપની કિંમત ઘણી વધી ગઈ છે. આ ઉપરાંત રૂપિયો નબળો પડવાથી અને કાચા માલની વધતી કિંમતને કારણે કંપનીનો ખર્ચ પણ વધ્યો છે. બીજી તરફ, ભારતમાં સ્માર્ટફોનના વેચાણમાં પણ નબળાઈ જોવા મળી છે.અનેક મોટી કંપનીઓ પણ કરી રહી છે છટણીસપ્ટેમ્બરના શરૂઆતના 10 દિવસમાં દુનિયાની અનેક મોટી ટેક્નોલોજી કંપનીઓએ કર્મચારીઓની સંખ્યા ઘટાડી છે. ઉબર લગભગ 3,300 કર્મચારીઓની નોકરી ઘટાડવાની યોજના બનાવી રહી છે. આ તેના દુનિયાભરના કુલ કર્મચારીઓના લગભગ 10 ટકા છે.ભારતમાં પેપાલ પોતાના કર્મચારીઓની સંખ્યામાં લગભગ 4 ટકાનો ઘટાડો કરવા જઈ રહી છે. તેનાથી લગભગ 220 કર્મચારીઓ પર અસર પડી શકે છે. બીજી તરફ, ઝોમેટો અને એપલે મળીને લગભગ 250 હોદ્દા નાબૂદ કર્યા છે. ઓરેકલમાં પણ મોટા પાયે કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં આવી હોવાના અહેવાલ છે.AI પણ બની રહ્યું છે એક કારણકંપનીઓમાં છટણીનું એક કારણ બદલાતી ટેક્નોલોજી પણ છે. કંપનીઓ હવે AI ટેક્નોલોજી પર વધુ પૈસા ખર્ચી રહી છે. તેના કારણે કેટલાક એવા કામ ઓછા થઈ રહ્યા છે, જે અગાઉ મોટી સંખ્યામાં કર્મચારીઓ કરતા હતા.કોરોના મહામારી દરમિયાન જરૂરિયાત કરતાં વધુ કર્મચારીઓની ભરતી થઈ ગઈ હતી. કંપનીઓ હવે તેમાં પણ ઘટાડો કરી રહી છે.શું હજુ વધુ છટણી થશે?મીડિયા અહેવાલ મુજબ, દિવાળી બાદ કંપની કર્મચારીઓની સંખ્યાની ફરી સમીક્ષા કરી શકે છે. જોકે, હાલમાં મોબાઇલ બિઝનેસમાં મોટા પાયે છટણી કરવાની કોઈ યોજના બનાવવામાં આવી નથી.

Read Full Story arrow_forward