Mehsanaના સાંતલમાં દારૂ ભરેલી કારનો આતંક, પોલીસ વાહનને ટક્કર મારી બુટલેગર ફરાર
મહેસાણા જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરોનો આતંક સામે આવ્યો છે, જ્યાં પોલીસની ટીમને જોઈને દારૂ ભરેલી કારના ચાલકે વાહન ઊભું રાખવાને બદલે સીધી પોલીસની જ ગાડીને ટક્કર મારી દીધી હતી. બહુચરાજી રોડ પર બલોલ ગામ નજીક આ ઘટના બની હતી. દારૂ ભરેલી પૂરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કારે સાંતલ પોલીસ સ્ટેશનની ગાડીને જોરદાર ટક્કર મારતાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જાનથી મારી નાખવાના ઈરાદે મારી ટક્કર સાંતલ પોલીસની ટીમ બાતમીના આધારે બહુચરાજી રોડ પર વોચમાં હતી ત્યારે શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પકડાઈ જવાના ડરથી કાર ચાલકે ફરજ પરના પોલીસ સ્ટાફને જાનથી મારી નાખવાના સ્પષ્ટ ઈરાદા સાથે પોતાની કાર સીધી પોલીસના વાહન સાથે અથડાવી દીધી હતી. હુમલો કર્યા બાદ બુટલેગરોએ સ્થળ પરથી ફરાર થઈ જવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે હાથ ધરી કાયદાકીય કડક કાર્યવાહી આ ઘટના બનતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારમાંથી ગેરકાયદેસર દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત સર્જનાર અને સરકારી વાહનને ટક્કર મારી પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનાર બેફામ બુટલેગરો સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward